લગ્નોત્સવ

કયારેક વિચાર આવે છે….,શું જીવનમાં લગ્ન કરવા જરૂરી છે ?….વ્યક્તિ એકલી પરણ્યા વગર કેમ ન રહી શકે ?….સમાજમાં વાંઢા કે વાંઢી ને જુદી દ્રષ્ટિથી કેમ જોવાય છે ?…આજ ના જમાનમાં લોકો પરણ્યા વગર પણ ઘણું બધું કરે છે ?
હું લગ્નની વિરોધી નથી ખુદ પરણેલી છું અને પરણીને કશું ગુમાવ્યું નથી ! ખરેખર તો ઘણું મેળવ્યું છે. બાળકો, સમાજ, મિત્રો, સ્નેહીઓ…………. 
અને તો પ્રશ્ન એ છે કે  જેણે મેળવ્યું છે એજ  કે સુખી? બાકી  જેણે ન મેળવ્યું તેઓ ,લગ્ન ​નથી કર્યા માટે… અથવા નાકામયાબ રહ્યા… અથવા આખી જિંદગી કુંવારા રહ્યા એ અથવા છુટા પડ્યા તેમનું શું ?
દામ્પત્ય કોને કહેવાય? સુખી દામ્પત્ય જ સારું જીવન ?
સમાજમાં રહેવું હોય તો પરણવું જ જોઈએ ?…..નહિ તો લોકો એની ચિંતા કરવા માંડે,…. ,ચર્ચા નો વિષય બની જાય,…..કેમ?….. શું કામ ?….શંકા થાય ?……….
ધર્મના નામે એકલા રહી શકાય ખરું,લોકો માન થી જોવે ,પ્રશ્નો નો વણઝાર બંધ થઇ જાય ,બિચારો એકલો છે કે એકલી છે એ વાત જ ઉભી ના થાય કારણ ભગવાન સાથે છે…. …
ખેર વર્તમાન સમયમાં યોગ્ય યુવક-યુવતીઓ ન મળવાથી લગ્નમાં અનેક પ્રકારની અડચણ આવે છે. ઘણીવાર વિવાહ યોગ્ય ઉંમર વટી જાય છે. આજકાલ આપણા સમાજમાં છોકરા છોકરી ને પરણાવા એક મોટો પ્રશ્ન છે ?કાંતો બાળકો તૈયાર નથી ,અથવા કેરિયર પાછળ દોડી રહ્યા છે ,મિત્રો સાથે જ સુખી છે.અથવા લગ્નની પરોજણ ગમતી નથી ,બંધન અનુભવે છે કે ખુબ જવાબદારી છે તેવું અનુભવે છે અથવા too much commitment  લાગે છે., લગ્નમાં શુ રાખ્યુ છે.?
અને કદાચ આનું કારણ સમાજ અને સમાજની વ્યવસ્થા પણ હોઈ શકે તો પ્રશ્ન અહી એ છે કે લગ્ન બંધન કરતા ન થાય તે માટે શું હોવું  જોઈએ ?
અહી  પ્રસિદ્ધ ફિલસૂફ ખલિલ જિબ્રાન ના વાક્યો જવાબ રીતે કહીશ।…….
તમે ( લગ્નમાં ) સાથે જન્મ્યા હતા . . .
અને મૃત્યુ’ની સફેદ પાંખો તમારા દિવસો ખંખેરી નાખશે ત્યાં સુધી તમે સાથે રહેશો અને ઈશ્વર’ની શાંત યાદમાં પણ તમે સાથે હશો ……   
ખુબ સરસ જવાબ છે માણસ લગ્ન સાથે જન્મ્યો ન હતો તો પછી આટલી ચર્ચા કેમ? તો પ્રશ્ન એકલતાનો છે ?
એકલી વ્યક્તિ એટલે જ દુઃખી  ? આ ને આ દુ:ખ એટલે શું… 
દર્દ તમારી સમજદારીનું કવચ તોડવાનું નામ છે . જેમ ફળ’નો ઠળીયો તૂટવો જોઈએ . એમ તમારે દર્દને સમજવું પડશે . . . અને તમારે તમારા હૃદયની બદલાતી મૌસમોને સ્વીકારવી પડશે . . . તમારું ઘણુંખરું દર્દ તમે ખુદ પસંદ કરેલું છે
અને મૈત્રી રાખવી ખોટી નથી  અને એ કહે છે : તમારી જરુરતોનો જવાબ એ તમારો મિત્ર છે.
મૈત્રી એ ધરતી છે જેમાં તમે પ્રેમ વાવો છો અને આભાર લણો છો .મૈત્રીમાં શબ્દો વિનાના વિચારો , ઈચ્છાઓ , અપેક્ષાની સાઝેદારી હોય છે મિત્રો તરીકે પણ જીવી શકાય। ….આપણાં એટલે કે હિન્દુસ્તાન/ભારત દેશમાં આપણી હિન્દુ સંસ્ક્રુતિમાં આ સંબંધને પવિત્ર સંબંધ ગણાવાયો છે તો એની પાછળ કોઇ તર્ક જરુર હોવો જોઈએ.તો તે શું હોઇ શકે?
 જિબ્રાન’ની ગણના વિશ્વના 20મી સદીઓના રહ્સ્યવેતાઓમાં થાય છે .બીજી એક સુંદર વાત આપણા બધા જ પ્રશ્નો ના જવાબ છે! ..
પ્રેમ કરજો એકબીજાને , પણ પ્રેમની સાંકળ ન બનાવશો . 
તમારા બે આત્માઓનાં કિનારાઓની વચ્ચે એક ઘૂઘવતો સમુદ્ર રાખજો।…… 
 એકબીજાના પ્યાલાઓ ભરી દેજો પણ એક જ પ્યાલાઓમાંથી પીશો નહિ …..
સાથે ગાજો , સાથે નાચજો , સાથે ખુશ રહેજો પણ તમે બંને એકલા રહેજો ……
સ્વતંત્ર  જે રીતે એક જ વાદ્યનાં તાર એકલા હોય છે , પણ એક જ સંગીત’માં ઝણઝણતા રહે છે .
તમારું શરીર તમારા આત્માનું વાદ્ય છે . આપણી ફરજ છે નક્કી કરવાની . સુમધુર સંગીત કે બેસુરો કોલાહલ ? 
તમારા હૃદયો આપજો , પણ સોંપી દેશો નહિ . સાથે ઉભા રહેજો પણ બહુ પાસે પાસે નહિ …….. મંદિર’નાં થાંભલાની જેમ દુર રહેજો। …..
ઓક’નું વૃક્ષ અને સાયપ્રસ’નું વૃક્ષ એકબીજાના પડછાયામાં ઉગતા નથી . . દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને તેમના વિચારો પણ। .બંધન ન બનાવો !
 તો હવે પ્રશ્ન એ છે કે દરેક પરણેલી વ્યક્તિ  આવી જ રીતે જીવે છે ખરા ?….ફિલસૂફ ખલિલ જિબ્રાન લગ્ન વિષે માર્ગ દર્શન આપી શકે પરંતુ જીવવાનું તો આપણે  જ છે ને …તો આમ જ કેમ નહિ !
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા
 
“love one another, but make not a bond of love: 
let it rather be a moving sea between the shores of your souls. 
fill each other’s cup but drink not from one cup.
give one another of your bread but eat not from the same loaf
sing and dance together and be joyous, but let each one of you be alone,
even as the strings of a lute are alone though they quiver with the same music.”

3 thoughts on “લગ્નોત્સવ

 1. બહુ સંવેદનશીલ વિષય છે. લગ્ન સંસ્થા કેટલેક અંશે નબળી પડી છે. હજારો વર્ષના અનુભવમાંથી માનવ જાતીએ લગ્ન સંસ્થાનું નિર્માણ કર્યું છે, પણ એને ટૂટવામાં સો વર્ષ પણ નહિં લાગે.

  Like

 2. સરસ વિષય અને બારીક છણાવટ! બંને સાથે હોવા છતાં એકબીજાનું સ્વાતંત્ર્ય જળવાય અને એકબીજાની પસંદ ને માન અપાય તો આ વ્યવસ્થા ઉત્તમ છે.પણ જો તે એકબીજાને બંધનકર્તા થાય અને ગુંગળાવનાર બને તો સ્વસ્થ સંસ્થા ન કહેવાય.

  Like

 3. એવા અનેક દાખલા જોયા સાંભળ્યા છે કે બે મિત્રો આઠ-દસ વર્ષ સાથે રહે. બાળકો પણ થાય. ત્યાર પછી લગ્ન થાય. લગ્ન
  બાદ પરસ્પરની અપેક્ષાઓ બદલાઇ જાય અને એ ડિવૉર્સમાં પરિણમે. સંપૂર્ણ સ્વતંત્ર સહજીવન લગ્નસંસ્થામાં શક્ય નથી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.