અંગદાન એક અદભૂત ભેટ

અંગદાન એક અદભૂત ભેટ 
મિત્રો ચાલો આજે થોડા કડવા છતાંય હકીકત બની રહેલા આ વિષય પર કરીએ ફોકસ
થોડા વખત પહેલા અમારા એક મિત્રના પત્નીનું અવસાન થયું,નાની ઉમરે કીડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થઇ ,છેલ્લા ચાર વર્ષથી પ્રતીક્ષા યાદીમાં હતા અને છેવટે ભારત જવાનું નક્કી કર્યું,તેમ છતાં મોડું થયું અને તેમને બચાવી ન શક્યા,મૂળ વાત પર આવીએ તો પ્રશ્ન એ થાય કે કીડની કેમ ન મળી ? શુ દેહ દાન મેળવવા માટે પડકારોનો સામનો કરવો પડે? અને આ પડકારો શું છે ? અંગ પ્રત્યારોપણ ઘણાને જીવન આપી શકે છે તો અંગદાન પ્રત્યે આટલી ઉદાસીનતા કેમ ?
અંગદાન એક વિષય એવો છે જેનો વિચાર આપણે રોજ સ્વસ્થ જીવન દરમ્યાન કરતા જ નથી। ….પરંતુ હકીકતમાં આપણને કોઈને ખબર નથી કે કોને એની જરૂર પાડશે અને ત્યારે પ્રતિક્ષા કરતા કેટલા પડકાર જીલવા પડશે, આપણાંમાંથી કોઈને પણ ,આપણા સ્વજન ,મિત્રો ,સમાજ અડોશી પાડોશી કોઈને પણ અંગદાનની જરૂર પડી શકે છે. તો મિત્રો અંગદાન એક અદભૂત ભેટ છે…તો અંગદાન એટલે શું
અંગદાન એટલે કોઈ વ્યક્તિ ના શરીરમાં અંગના પ્રત્યારોપણ  કરવાની ની જરૂર હોય ત્યારે તેને મદદ કરવા પોતાના અંગનું દાન કરવું..અંગદાન એ એક એવી ભેટ છે જે  એવા લોકોને મદદ કરે છે જેને પ્રત્યારોપણની જરૂર હોય
આ એક શસ્ત્રક્રિયા છે,જેમાં દાતા ના શરીરથી અંગો અથવા  પેશી કાઢી ને એવા વ્યક્તિ ના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે. જે ઘણા કિસ્સાઓમાં, ખૂબ જ બીમાર છે અથવા મૃત્યુ ના સમીપ છે. અંગદાનથી જીવન બચાવી શકાય છે અથવા પ્રાપ્તકર્તાના જીવનની ગુણવત્તા ને નોંધપાત્ર રીતે સુધારાઈ શકાય છે. વિજ્ઞાની શોધ ની મદદથી આજના જમાનામાં દરવર્ષે સેંકડો લોકોના જાન બચાવવામાં આવે છે.મૃતદાતાઓ હાલમાં નીચેના અવયવો ભેટ કરી શકે છે. ​​કિડની, હૃદય, ફેફસાં, યકૃત, સ્વાદુપિંડ, અને નાના આંતરડા. આ સાથે  પેશીનુ  પણ દાન પણ દાતાઓ કરી શકે છે, જે  એટલુંજ  મહત્વનું છે.જેમાં  કોર્નીયાસ, હૃદય વાલ્વ, અસ્થિ, ત્વચા, રજ્જૂ અને કાર્ટિલેજનો  સમાવેશ થાય છે. સૌથી વધુ અંગ દાન મૃત્યુ પામ્યા હોય તેવા લોકો પાસેથી આવે છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં જીવિત દાતાઓ એક પ્રાપ્તકર્તાને તેમની એક કિડની અથવા તેમના યકૃત ના એક ભાગ આપી દાન કરી શકે છે.
હાલમાં સક્રિય ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા પ્રતીક્ષાની યાદી ઘણી  મોટી છે એમાં એશિયન પણ છે અને જેમાંથી મોટા ભાગના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઈ રહ્યા છે. કિડની નિષ્ફળ થવાના કારણો સંખ્યાબંધ છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પરિણામે કીડની નિષ્ફળ જવાનું કારણ મુખ્ય છે  અને જે મોટા પ્રમાણમા છે. કમનસીબે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વધુ પ્રચલિત એશિયન સમુદાયોમાં જોવા મળે  છે અને આથી એશિયન સમાજમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂરત કરતા વધારે માંગ છે.
આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે ઓર્ગન ડોનર રજિસ્ટર પર નોંધાયેલ રજિસ્ટરી  પૂરતી નથી.
જો અંગદાન કરનાર દાતા અને મેળવનાર વ્યક્તિ બંને એક જ વંશીય મૂળના હોય તો ટ્રાન્સપ્લાન્ટ સફળ થવાની શક્યતા ઘણી વધારે છે.આમ યોગ્ય દાતાઓની અછત ને લીધે એશિયન દર્દીઓને  એક ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે  છે.ટ્રાન્સપ્લાન્ટની પ્રતીક્ષા માત્ર દર્દીને જ નહિ પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે.
તો મિત્રો આપણે શું મદદ કરી શકયે ?
આ પ્રતીક્ષાની યાદીના આંકડા બદલવા તેમજ આપણા લોકોને મદદ કરી સંભવિત જીવન બચાવું સરળ છે.હવે તો ટેક્નોલોજી પણ એટલી ડેવલપ થઈ ગઈ છે કે કિડની ડોનરને કોઈ તકલીફ થતી નથી.પહેલાં કિડની લેવા માટે ડોનરના પેટ પર પણ ૨૫-૩૦ ટાંકા લેવા પડે એટલું મોટું ઓપરેશન કરવું પડતું હતું, પરંતુ હવે તો માત્ર બે-ત્રણ નાનાં કાણાં પાડીને પણ ડૉક્ટર્સ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી લેતા હોય છે. ‘પેશન્ટને સાજો કરવા માટે ડોનર પોતાની કિડની આપતો હોય છે એ સમયે ડોનર પેશન્ટ ન બની જાય એની તકેદારી રાખવાની ડોક્ટરની નૈતિક ફરજ હોય છે. કિડની ડોનરને કોઈ તકલીફ થતી નથી.
હવે પ્રશ્ન એ છે કે અંગદાન માટે આપણા સમાજમાં ઉદાસીન વલણ કેમ છે તો કદાચ એનું મુખ્ય કારણ ખોટા અભિપ્રાય અથવા માન્યતાઓ પણ હોય શકે.પરંતુ દાન ,કરુણા,અને માનવતા ના સિદ્ધાંતોને  દરેક ધર્મ અને જાતી અને કોમ ટેકો આપે છે એમાં કોઈ શક કે શંકા નથી.આપણા સમાજમાં અંગદાનની માંગ વધુ છે અને ડોનર ઓછા તો આપણે શું કરી શકયે ?આપણે આપણું નામ નોધાવી મદદ કરી શકાય આ એક ખૂબ જ સરળ અને ઝડપી પ્રક્રિયા છે.બીજું:તમે તમારા કુટુંબ અને મિત્રો સાથે અંગ દાન અંગેની તમારી ઈચ્છા અથવા સંકલ્પ વ્યક્ત કરી ચર્ચા કરી શકો છો.અને આખરે, તમે તમારા સમુદાય કે સમાજમાં અંગદાન વિષે જાગૃતિ લાવી જોઈએ કે અંગદાન એક અદભુત ભેટ છે.જેથી લોકો અંગદાન માટે ટેકો આપે છે.
મૃત્યુ પછી અંગોદાન કરવાની પ્રક્રિયા શું છે એ વિષે ઘણાને ખોટા અભિપ્રાય હોય છે તો અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ​ની પ્રક્રિયા નિષ્ણાતોની એક ટીમ દ્વારા અત્યંત આદર અને ગૌરવ સાથે કરવામાં આવે છે.
 સાથે સાથે ​દાતાના તાત્કાલિક સંબંધીઓ ​ને બધી માહિતીથી  જાણકાર રાખવામાં આવે છે,ખાસ તાલીમ પામેલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા સમગ્ર પ્રક્રિયા થાય છે અને એ ​દરમ્યાન સંપૂણ ​સહકાર ​આપવામાં આવે છે.
​અંગદાન ની ​પ્રક્રિયા સમાપ્ત થાય કે તરત ​દર્દીના શરીરને ​શક્ય તેટલી જલ્દી પરિવાર માટે ઉપલબ્ધ કરાય છે કે જેથી ​ધાર્મિક વિધિ ​અને અગ્નિદાહ વ્યવસ્થા કરી શકાય
​ઘણા ને એક પ્રશ્ન હોય છે કે અંગદાન પછી શું ?અમારા સ્વજનનું અંગ કોને આપશે ?અને દાતાની જવાબદારી કેટલી ? તો વાત ખુબ સરળ છે.મૃત્યુ પછી દાન અંગો છે જે ટ્રાન્સપ્લાન્ટ
​પ્રતિક્ષા યાદી ​પ્રથમ હશે તે વ્યક્તિ માટે ફાળવવામાં આવે છે. પ્રાધાન્યતા સૌથી તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાત દર્દીઓને આપવામાં આવે છે. આ મેળ કરવાની પ્રક્રિયા દાતા અથવા સંભવિત પ્રાપ્તિકર્તાના
ધર્મ,વિશ્વાસ કે શ્રદ્ધા ને આધારિત ​નથી કરતા. તેથી દાતા દાન ​કર્યા બાદ ​પ્રાપ્તકર્તા ​માટે કોઈ પણ રીતે જવાબદાર નથી.પરંતુ અંગરોપણ કોઈને  નવ જીવન આપે છે એમાં કોઈ શક નથી.દરેક વ્યક્તિ કોઈના જીવનમાં બદલાવ લાવી શકે છે.અંગદાન કરવું એક વ્યક્તિગત નિર્ણય છે પરંતુ અનુમતિ માટે તમારા પરિવાર સાથે વાતો કરો તમારો વિચારો દર્શાવો અને મંજુરી લઇ લ્યો.
અંગદાન માટે સહમત પરિવારે કહું છે કે અમે સ્વજનને ગુમાવ્યા છે પરંતુ તેમનું મૃત શરીર કોઈને કામમાં આવશે એ ખુબ સારો અહેસાસ છે.
આજ વાત આપણે દાતાના શબ્દો માં જોઈએ। ….હું મારા પતિ ​માટે ​મારા કિડની દાન કરવામાં કોઇ ખચકાટ અનુભવતી નથી, ​તેના માટે ટ્રાન્સપ્લાન્ટ વગર જીવન ​શક્ય જ ન હોત, ​
હું કીડની ​ટ્રાન્સપ્લાન્ટ કર્યા ​પછી તે દિવસથી ​ફિટ અને સ્વસ્થ રહી ​છું.
 મેં ​પણ મારા મૃત્યુ પછી મારા અંગો બધા દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.​કારણ હું માનું છુ કે ​મારું ​શરીર મારા મૃત્યુ પછી મને કે મારા કુટુંબ માટે કોઈ ઉપયોગનું નથી,તેથી હું  મૃત્યુ ​,બાદ અંગદાન કરી ​થોડા જીવન બચાવી શકું, એનાથી ​વધુ  સારું શું ​હોય ​શકે ?
   ​ – શ્રીમતી મીના મોદી, કિડની દાતા- ​અને છેલ્લે ” અંગદાન નો સંકલ્પ કરનાર વ્યક્તિ વધુમાં વધુ નવ વ્યક્તિના જીવન બચાવી કે સજાવી શકે છે.”
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા –

 

 

2 thoughts on “અંગદાન એક અદભૂત ભેટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.