સંબંધોના છપ્પા

 મિત્રો

દાવડા સાહેબ સંબધ ની વાત લઈને આવ્યા છે.તો ખાસ જાણવાનું કે સાચવવા પડે તે સંબંધ નહિ.સચવાય તે સંબંધ નહિ.સંબંધ નવા નામ નવા સ્વરૂપ જરૂર આવે પરંતુ તે સો ટચના સોનાં જેવા જ હોય છે.એકદમ કુદરતી અને સહજ નામ અને ઓળખ વગરના… ..કયારેક સંજોગો વિચારો, સમય અને આપણા જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર જરૂર થાય છે અને મેળવવાની ખેચ તાણમાં કયારેક તૂટે છે કારણ પામવાનું ભૂલી મેળવવામાં પડીએ છીએ.સંબંધોમાં અળગા થવું સહેલું નથી, આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે અને અપેક્ષા વિનાના સંબંધો કયારેય તૂટતા નથી. 

સંબંધોના છપ્પા

“દાવડા”સામાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,

સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,

રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.

 

કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,

કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,

દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .

 

દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,

અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ,

બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.

 

સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,

સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા,

સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.

 

ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,

દાવડા સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે,

ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.

-પી. કે. દાવડા

 

 

 

 

 

.

 

 

 

4 thoughts on “સંબંધોના છપ્પા

 1. દાવડા આ સંબંધ ક્યાંના, ક્યાં મુંબઈ ક્યાં હું?
  ફ્રિમોન્ટ કે મેન્સફિલ્ડ છે ક્યાં? ક્યાં જાની? ક્યાં તું? )…..( તુંકાર માટે સોરી!)
  ઘડી, બે ઘડી મળ્યા, હળ્યા, ને હેલ્લો કહીને છૂટા પડીશું.
  આજ મજાની મોજ માણી લો, કોણ જાણે -કાલે હશે શું?

  Like

 2. સબંધોના છપ્પાનો જવાબ >>>

  શબ્દોમાં સબંધો બદલાય,

  હ્રદયમાં પણ સબંધો બદલાય,

  અત્યારે, માનવી તો “સ્વતંત્રતા” માંગી રહ્યો,

  જે છે તેને જ “બદલવું” એ એનો હક્ક ગણ્યો,

  દાવડાજી શું રે કરી શકે કે ના કરી શકે ?

  એવી જ હાલત છે ચંદ્રની, એ પણ લાચાર છે !

  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & all to Chandrapukar

  Like

 3. હું કવિ નથી…દાવડા સાહેબ, અને ઓલ કવિ કોમેન્ટકારો ને બે શબ્દ કહીશ. “દુબારા-દુબારા”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.