કલ્પના કે વાસ્તવ ભાગ -2
આમ ને આમ બે ત્રણ વર્ષ નીકળી ગયા ,અચાનક એક વ્યક્તિનો પત્ર મમતાબેનને મળ્યો, તેમાં તેણે તેમને મળવાની ઈચ્છા વય્ક્ત કરી હતી અને આગમન નો સમય પણ જણાવ્યો હતો.
નિયત સમયે એ વ્યક્તિ મમતાબેનને ઘેર આવી, બેલ વાગતા જ એક દેખાવડો યુવાન દરવાજે ઉભો હતો જેને જોઇને જ મમતાબેનનું મન આશ્ચર્ય સાથે પ્રસન્ન થયું એના ચહેરા પર એક જાતની શાંતિ નો અનુભવ હતો. વાતચીતમાં સરળતા હતી. કેટલીક વ્યક્તિઓ પ્રથમ મુલાકાતમાં જ આત્મીયતા પ્રસરાવતા હોય છે અને તેવું અપૂર્વની બાબદમાં થયું આવતા વેત જ મમતાબેનના ચરણસ્પર્શ કર્યા અને એણે મમતાબેનને ગળગળા કરી દીધા.
સામન્ય વાતચીત કરી પોતાનો પરિચય આપ્યો ત્યારે મમતાબેને આગમનનું કારણ પુછ્યું. સાલસ સ્વભાવના અપૂર્વે પોતાને મળેલા ચક્ષુદાન માટે ખૂબ ખૂબ આભાર માન્યો ,પ્રેમલની આંખો આ યુવાનને મળી અને તે દેખતો થયો તેને મળેલા ચક્ષુ માટે તેની પાસે શબ્દો ન હતા તેમ છતાં એ કહતો હતો કે તમારી મમતા સ્નેહ અને અન્ય વ્યક્તિઓને કોઈ પણ જાતના બદલાની આશા વિના મદદ થવાની ઉચ્ચ ભાવના એજ મને તમને મળવા પ્રેરર્યો ….. આજે આપના ચરણસ્પર્શ કરી હું ધન્ય બન્યો છું અને આલિંગન આપી સવિનય બોલ્યો શું હું આપને “માં “નું સંબોધન કરી શકું છું?
આપણે સહુ જાણીએ છીએ તેમ પ્રભુ એક દ્વાર બંધ કરે તો એ બીજાં બે દ્વાર ખોલી જ આપે છે એજ વાત જાણે અહી સિદ્ધ થઇ મમતાબેન આમ પણ ખુબ એકલા થઇ ગયા હતા અને આવા શબ્દોથી મમતાબેનને કંઈક શાતા વળી ,પરંતુ તેમના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. તેમને એમ લાગ્યા કરતુ હતું કે આને મેં કયાંક જોયો છે આ ચહેરો પરિચિત કેમ લાગે છે ? મન એ યાદ કરવા મથી પડ્યું ,વાતો કરતા અચાનક કંઈક યાદ આવતા તેઓ પ્રેમલના રૂમમાં ગયા ,જે તસ્વીર તેમણે ઢાંકેલી રાખી હતી તેને ખોલી। …..તે જાણે અપૂર્વની જ તસ્વીર હતી ,તેઓ એકદમ અચંબામાં પડી ગયા કે આ શું ?
તેમણે અપૂર્વને પ્રેમલની રૂમમાં બોલાવ્યો પોતાની દીકરીના કાવ્યો ,કવિતા સંગ્રહ ,અને અંગ્રેજી સાહિત્યના પુસ્તકો જોઈ અપૂર્વ છક થઇ ગયો અ પણ સાહિત્ય રસિક જીવ હતો એણે આમાંના ઘણા પુસ્તકો બ્રેઇલીપીમાં માણ્યા હતા ,મામતાબેને પ્રેમલના એક પછી એક ચિત્રો પણ દેખાડ્યા અને અંતે તેની નજર પેલી તસ્વીર પર પડી અને એ અભો જ બની ગયો ! કંઈ જોવા કે સમજવાનો ફરક થતો નથી ને ! પ્રેમલને એણે જોઈ ન હતી કયારેય મળ્યો પણ ન હતો। ….પ્રેમલે તસ્વીર નીચે જે લખ્યું હતું તે “બે હ્રદય રાત્રીને ચીરતાં પસાર થતા હતા તેઓ પ્રેમમાં પડ્યા પણ એકમેકને જોઈ શકયાં નહિ –“-અપૂર્વ “
ઓ મારી “પ્રેમલ ” એવા ઉદગાર તેના મુખમાંથી સરી પડ્યા….
-વાસંતી રમેશ શાહ-
એક સત્ય ઘટના આધારિત
—
What a wonderful end of the story! I like the story.
LikeLike
I like the story.
LikeLike