જ્ઞાનાગ્નિનું પ્રતિક-આરતી

આરતીનું રહસ્ય
 
મિત્રો નવરાત્રી શરુ થઇ ગઈ અને અંબામાની આરતીના ઘંટ સંભળાવ્યા માંડયા ને … મિત્રો નાનપણથી હું તો સાંભળતી આવી છુ. મને ખબર ત્યાં સુધી આરતી ઉતારવા માટેની કિંમત બોલાય. જે મોટી કિંમત બોલે એ આરતી ઉતારે. પૂર્ણાહુતિની  સામાન્ય રીતે છેલ્લા દિવસની આરતીનું મહત્વ મોટું ગણાતું, એટલે દરેકને એ લાભ અને અભિમાન લેવાનું મન થાય એ સ્વાભાવિક હતું મને એ લાભ કયારે મળશે એવું હું સદાય ઈચ્છતી..તો મિત્રો આ આરતીનો લાભ લેવા લોકો કેમ આટલા આતુર હોય તે જાણો છો?  અત્યાર સુધી મને પણ ખબર ન હતી આરતી સમયનો સુમધુર ઘંટારવ, ખુશ્‍બોદાર અગરબત્તીઓની ધૂમ્ર  આરતીની થાળી અને પ્રસાદ હું આટલુજ જાણતી હતી સાચું કહું પ્રસાદ મને વધારે આકર્ષતો હતો આતો થઇ બાળપણની વાતો પરંતુ  મિત્રો પુસ્તક પરબમાં આવતા આપણા કોકિલામાસી એ મોકલાવેલ આરતીનું રહસ્ય જાણીએ સાથે ગુગલ ગુરુની મદદ થી મળેલી માહિતી નું સકલન માણીએ…  
 મનુષ્‍ય માત્ર સવારથી સાંજ સુધી સતત પ્રવૃતિમય રહે છે.અત્‍યારના ઝડપી સમયમાં અને પ્રવૃત્તિમય જીવનમાં તેની પાસે ઈશ્વરને યાદ કરવાનો પણ સમય રહેતો નથી.આપણા દૈનિક જીવનમાં પ્રભુમાં જોડાવા માટે વિવિધ ભક્તિ સંબંધી ઉપચારો કરવામાં આવે છે. પરંતુ, એમાં આરતીનું સ્થાન મોખરેછે.માસી કહે છે કેઆરતીનો આપણી આસ્‍થા સાથે સંબંધ છે.સવારે અને સાંજે આરતી સમયે ઝાલર ઘંટ અને નગારા નો ધ્વનિનાદ ઉત્પન્ન કરી ને વાતાવરણમા એક પ્રકાર ની દિવ્યતા પ્રસરવવામા આવે છે અને મંદિરનાં દ્યંટ અને આરતી આપણા ધ્‍યાનને કેન્‍દ્રિત કરે છે,આરતી થી સમર્પણ ભાવપ્રગટે છે.નર્વસ સિસ્‍ટમ પ્રભાવિત થાય છે અને પોઝિટિવિટી જાગૃત થાય છે, અને એ વાતને વૈજ્ઞાનિકોએ પણ પૃષ્ટિ કરી છે. આરતી દરમ્યાન સમગ્ર દિનચર્યા દરમ્‍યાન પોતે કયાં સારા કર્મો કર્યા અને કયાં ખોટા કર્મો કર્યા તેનો સ્‍પષ્‍ટ ભેદ નજર સમક્ષ દેખાય છે. પોતે આ ખોટું કર્યું છે. તેનો વરસવસો ઉભો થાય છે અને અને સાથે પ્રાયશ્ચિતની મહાજ્યોત  તેના અંતરમાં જાગે છે આ થયો તેનો સાત્વિક અર્થ અને…… શબ્દાર્થ ….આરતી એટલે શું ? તો આર્તનાદે પ્રભુના મહિમાનું કરેલું સ્તુતિગાન. આરતી એટલે ભક્ત દ્વારા પ્રભુનું થયેલું ભાવભર્યું સ્વાગત. મૂળ સંસ્કૃત શબ્દ ‘આર્ત’ માંથી આરતી શબ્દ ઊતરી આવ્યો છે. આર્તનો અર્થ છે – દુઃખ કે પીડા. આરતી દરમ્યાન ભગવાનના મહિમાનું ગાન અને દર્શન કરતા કરતા ભક્ત પોતાના તમામ દુઃખ કે પીડા – આપત્તિમાંથી મુક્ત થયાનો અનુભવ કરે છે. ….ઈશ્વરની આરધના નું શ્રેષ્ઠ માધ્યમ એટલે પૂજા અને આરતી. આરતી દ્વારા માનવી પ્રભુના ગુણ ગાતા પોતાની અંદરની દિવ્યતાને જગાડે છે.આરતીમાં દિવાનું અજવાળું વ્યક્તિને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જાય છે અને તેથી જ કહ્યું છે ને
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા ,ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે નું લઇ જા……  
આરતી ચાર પ્રકારની હોય છે: – દીપ આરતી- જળ આરતી- ધૂપ, કપૂર, અગરબત્તી વગેરેની આરતી – પુષ્પ આરતી,જળ આરતી – જળ જીવનનું પ્રતીક છે. જળ આરતી કરવાનો આશ્રય  એટલે જીવનરુપી જળ દ્વારા ઈશ્વરની આરતી કરવી. …..ધૂપ, કપૂર, અગરબત્તીની આરતી  ધૂપ, કપૂર અને અગરબત્તી સુગંધનું પ્રતીક છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે.
માસીએ હું ન જાણતી વસ્તુ સમજાવી કે …દીપ(દીવાની) આરતી- દીવો પ્રગટાવી આરતી કરવાનો આશ્રય  એટલે આપણે સંસારમાં પ્રકાશ ફેલાય તે માટે પ્રાર્થના કરવી.ઘીની દિવેટને કોડિયામાં કે દીવીમાં અને  થાળીમાં મૂકી ભગવાનની આરતી ઉતારાય છે ગાયના ઘીનો દીવો થાય છે તેનું મુખ્ય કારણ ભારતીય સસ્કૃતિમાં  ગાયના ઘીને પૃથ્વી પરના પાંચ અમૃતોમાંનું એક ગણવામાં આવે છે. ઘીમાં સત્વિક્તાના ગુણ ધર્મ છે. તેથી ઘીના દીવા તરફ નજર ફેરવીએ તો આંખની સાથે મનને શાંતિનો અનુભવ થાય છે.
આરતીમાં એક ,ત્રણ ,પાંચ કે અગિયાર દિવેટો હોય છે। એક દિવેટ આત્મતત્વનું પ્રતિક છે ત્રણ દિવેટો ત્રણ ગુણો  સત્વ, રજસ ,તમસનું સુચન કરે છે પાંચ દિવેટો પંચ મહાભુતો પૃથ્વી ,જળ વાયુ તેજ અને આકાશ સૂચવે છે જે પંચ મહાભુતોનો આપણો દેહ રહેલો છે અગિયાર દિવેટોમાં પાંચ જ્ઞાનેન્દ્રિય ,પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન તેનું પ્રતિક છે દીવો એ તેજનું પ્રતિક છે 
આરતી ઉતર્યા પછી આપણે પાણીની પ્રદક્ષિણા કરીએ છીએ આપણાં જન્મ-જન્માંતરના કર્મો  નાશ પામે એવી ભાવના કરીએ છીએ પુષ્પ એ સુગંધમય  જીવનનું પ્રતિક છે પુષ્પ  આરતીની આજુબાજુ ફેરવીને પ્રભુને અર્પણ કરીએ છે સૌન્દર્યના નાશવંત સ્વરૂપનું પ્રતિક સમજવા માટે પરમાત્માએ પુષ્પો  સર્જ્યા છે. નિસ્વાર્થ સમર્પણ,ફોરમનું પ્રસરણ એના જીવનનું લક્ષણ છે પુષ્પો  પૃથ્વી પર ફોરમ ફેલાવતા અને હૈયાને અજવાળતા પ્રતીકો  છે. પુષ્પ હૃદયની મૌન વાણી, ઉદારતા ,કોમળતા અને પવિત્રતા ના સૂચક છે ખુબ જ ટૂંકુ આયુષ્ય છતાં ચિરંજીવ અસ્તિત્વ હોય છે પુષ્પનું. તેનો એક માત્ર નાનો સંપર્ક પણ અવિસ્મરણીય હોય છે. કારણ ખબર છે? નિષ્કામ કર્મ એના જીવનનો સિધ્ધાંત છે. 
 આરતીના અંતે કપૂર પ્રગટાવામા આવે છે કપૂરનો રંગ સ્વેત છે. સુવાસિત છે. જે શુદ્ધ સાત્વિકતાનું પ્રતિક છે. કપૂરને અગ્નિનો સ્પર્શ થતા તરત જ પ્રગટી ઊઠે છે. અને તેની રાખ થતી નથી એનો અર્થ છે કે સારા કે ખરાબ દરેક કર્મનો ક્ષય થવો જોઈએ તો ચોરાશી લાખ ફેરાને ટાળી શકાય. કપૂરને પ્રગટાવ્યા પછી તે અશેષ સળગી જાય છે. કપૂર આપણી મૂળભૂત વાસનાઓનું પ્રતિક છે. જ્યારે આરતીની જ્યોત જ્ઞાનાગ્નિનું પ્રતિક છે. જ્યારે જ્ઞાનાગ્નિથી અશેષએનું પણ આધ્યામિક મહત્વ છે. વાસના બળી જાય છે ત્યારે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે.    
આરતીની જ્યોત જ્ઞાનાગ્નિનું પ્રતિક છે આરતી થતી હોય ત્યારે નયનો અંતરમાં ડોકિયું કરતા હોય તેમ આપોઆપ બીડાઈ જાય છે.પરમાત્માના સંપૂર્ણ રૂપને પ્રકાશિત કરવા આપણે જમણા હાથમાં પ્રગટાવેલા દિવા લઈને જમણાથી ડાબી દિશામાં ગોળાકાર કરીને તેની જ્યોતને ફેરવવામાં આવે છે. તેનાથી ભગવાનનું દરેક અંગ અને તેમનું સમગ્ર સ્વરૂપ પ્રકાશિત થાય છે આરતી ઉતર્યા પછી જમણા હાથે ભગવાનને આરતી આપીએ છીએ આપણે તેજસ્વી બનીએ એવી ભાવના સાથે બંને હાથ વડે આપના આંખ મસ્તક અને સમસ્ત અંગો પર ફેરવીએ છીએ તેનાથી આપણી નજર પવિત્ર બને મગજ શાંત રહે અને શરીર સ્વસ્થ રહે અને  આમ આરતીનો તાત્વિક અર્થને વિસ્તારપૂર્વક જોઈએ તો  કે જે જ્યોતિ ભગવાનને પ્રકાશિત કરે છે તે મારી દૃષ્ટિને પણ દિવ્યતા અર્પો અને મારા વિચારોને ઉન્નત કરો….

 સંકલન –કોકિલાબેન પી.પરીખ ,pragnaji 

 

2 thoughts on “જ્ઞાનાગ્નિનું પ્રતિક-આરતી

  1. આરતીનો તાત્વિક વિસ્તાર પૂર્વક અર્થઘટન વાંચી, જાણીને આનંદ થયો. આ લેખના સંકલન માટે કોકીલાબેન પરીખ અને તે પ્રકાશિત કરવા માટે બેન પ્રજ્ઞાબેનને ધન્યવાદ
    પદ્માબેન અને કનુભાઈ શાહ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.