બીજી ઓક્ટોબર
બીજી ઓક્ટોબર એટલે બાપુને યાદ કરવાનો દિવસ .. કે ભજન, સભા ,કે ફૂલહાર ચડવાનો દિવસ .આજે ૨ ઓક્ટોબરે ગાંધીજી નાં જન્મદિને મનમાં રહી રહીને એક જ વિચાર અને પશ્ન ઘૂમે છે મહાત્મા ગાંધીજીને જેટલું માન વિશ્વના લોકો આપતા હશે તેનાથી ઘણું ઓછું સન્માન ભારતીય યુવાનો તેમને આપી રહ્યા છે.કેમ ? નવી પેઢી પ્રશ્ન કરે છે કે જે નથી એને યાદ કેમ કરવાના .? તો જવાબના વિકલ્પો ઘણા છે ….આધુનિક માનવી વિકલ્પોમાં અટવાય કારણ બુદ્ધિ ઘણા option લાવીને મૂકી દે છે એ સ્વાભાવિક છે દસ વર્ષની બાળકી સરકાર માટે પેચીદી સ્થિતિ સર્જી શકે છે . આરટીઆઈ એક્ટ હેઠળ તેણે સરકારને એવો પ્રશ્ન પુછયો છે કે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનો દરજ્જો કેવી રીતે આપવામાં આવ્યો તેનો સરકાર જવાબ આપે. મહાત્મા ગાંધીને જે આદેશથી રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા તે ઓર્ડરની ફોટોકોપીની આ બાળકીએ માંગણી કરી છે.
નવી પેઢીને પાછા પહેલાના યુગમાં જવું નથી એમને આગળ વધવું છે એ વાત ચોક્ક્સ છે આપણે હવે રૂડો ઈતિહાસ રચવો છે એ જ આ પેઢી નું ધ્યેય છે …પરંતુ શું તમને જાણવું નથી આ માણસ હતો કોણ ? તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે તો આપણે એનો લાભ કેમ લેવો નથી ? …એ સત્ય, અહિંસાનાં પુજારીએ જે સ્વાયત્તતાનું સ્વપ્ન જોયું હતું એમાં જ તમે જીવી રહ્યા છો તો જાણવું નથી એ કોણ છે ?મેં ગાંધીજીને જોયાં નથી, પરંતુ મેં ગાંધીજીને ખૂબ વાંચ્યા છે માટે કહી શકું છું કે ગાંધી માત્ર સરકારી કચેરીની છબીમાં નથી.પણ એના મોંનની ભાષા બોલે છે .હજી પણ ભારતની સ્વતંત્ર હવામાં ગાંધી છે…. આજની યુવા પેઢી યા તો ગાંધીજીની મહાન સખ્શિયત વિશે જાણતી નથી.એમના માટે ગાંધી એટલે સત્ય, અહિંસા, અપરિગ્રહ, ખાદી, ગરીબી, અસ્પૃશ્યતાનિવારણ, રાજકારણ, આસ્તિકતા, ગ્રામસુધાર, વિજ્ઞાન, આરોગ્ય વગેરે માત્ર …. અથવા ખોટા અભિપ્રાય સાથે જીવે છે … જેના મહાન આત્માને દુનિયાએ જોઈ, અનુભવી અને આજે પણ તેમના વિચારો સાથે આપણે જીવીએ છીએ.સાબિત કર્યું કે તેઓ આપણા જેવા જ માસ હાંડ ધરાવતા નાના શરીરના માણસ હતા. પરંતુ તેમનામાં બધું જ શક્ય બનાવવાની ક્ષમતા હતી.ગાંધી ને યાદ કરી તેના જેવા ગુણો ને આપણાં માંથી બહાર કાઢવાના છે એ કેમ ભૂલી જવાય ?.આપણી અંદરની દિવ્યતા ને બહાર કાઢવા માટે મહાત્માને – બાપુને યાદ કરો .આજ ના દિવસે એમને ફરી શોધી કાઢો કદાચ એ તમારામાં જ ધરબી ને પડ્યો હશે……
pragnaji
Like this:
Like Loading...
Related
ગાંધીજીને સંપૂર્ણપણે સમજી શકવાનું લગભગ અશક્ય છે. એમની હાજરીમાં એમને સમજવાની બહુ જરૂર ન પડી, એમની વાત માનવા માટે એમની પ્રતિભા જ બસ હતી. આજે એમની વાતો નો અમલ થતો નથી, કારણ કે એમની હાજરી નથી.
LikeLike
મિત્રો આ પણ ગમશે .https://shabdonusarjan.wordpress.com/wp-admin/post.php?
LikeLike
બહુ જ સુંદર લેખ અને આજનાં યુવાનોએ વાંચવા જેવો લેખ. આજનાં સમાજે ગાંધીજી વિષે કશું જ વાંચ્યા વગર વિચિત્ર અભિપ્રાય કે માનસિક ગ્રંથી બાંધી લીધી છે. કોઈ વ્યકતિને જાણ્યાં કે સમજ્યા વગર ટિકા કરવી એ જાણે ફેશન થઈ ગઈ છે.
આજે માણસને ચિંતન કરતાં ભોજન વધારે પ્રિય છે. 🙂
LikeLike