મિત્રો
દાવડા સાહેબ આપણને વિચાર કરવા વતનની વાત લઈને આવ્યા છે શું આપણે કર્મભૂમિ ને અપનાવી છે? કે વતનના ગાણા ગાઈ દુખી થાવ છો અને બીજાને કરો છો ?…..વતન એટલે શું?…. જન્મીને જયાં સ્થાઈ થયા તે ?… દરેક માનવી સંજોગોનું સર્જન છે ,જે સંજોગોમાં જયાં આપણે રહ્યા અને પેઢી દરપેઢી વસ્યા એ વતન ?… કે જ્યાં તન છે મન છે એજ મારું વતન ?…. વિસ્તારથી વિચારીએ તો પૃથ્વી પર રહું છું માટે એજ મારું વતન…….. હું કોણ છું? ,ક્યાંનો છુ ?એ નકામા પ્રશ્નો છે, અથવા વાતચીત શરુ કરવાના એક માત્ર દોર છે…. કે આપ મૂળ કયાંના ?… મૂળ ગામ કહ્યું ?…આપનું વતન કયું ?… ત્રીજી દ્રષ્ટિ થી વિચારીએ તો પારકી પંચાત ની શુભ શરૂઆત ….એના કરતા આવી વ્યાખ્યાને છોડી દઈએ તો કેમ ?… અગત્યનું કોને કહેવાય જે અનિવાર્ય હોય તેને ….તો મિત્રો દાવડા સાહેબે ચોખ્ખી સ્પષ્ટ ભાષમાં સરસ વાત કરી છે તે માણીએ અને વિચારીએ …..………કહ્યું, શાણા થઈ, છોડો વતનની ખોખલી વાતું,
જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.
વતન
વતનના ગીત ગાઈ ગાઈને અમે મોટા થયા,
મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,
લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.
વર્ષો પછી, અભ્યાસ કરવા બાળકો અમેરિકા ગયા;
કાર, ડોલર, બંગલાના મોહમાં અટવાઈ પડ્યા,
હાલ જોવા બાળકોના, અમે પણ અમેરિકા ગયા,
મોહી પડ્યા ચકાચોંધથી, અમેરિકામાં સ્થાયી થયા.
વતન કેવું? વાત કેવી? અતીતને ભૂલી ગયા,
કહ્યું, શાણા થઈ, છોડો વતનની ખોખલી વાતું,
જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.
-પી.કે.દાવડા
Hello Pragna, I really like this. Down to earth reality. Whereever you stayed, place and country who took care of you, becomes your vatan and one has some obligation towards it also. Thank you.
By the way, did you manage to go and see Kusumben? How is she?
Best regards Jayvanti
________________________________
LikeLike
“જ્ન્મવતન” અને જ્યાં”સ્થાયી થયાં” તે બે વચ્ચેનો ફેર…… “વાસુદેવ-દેવકી”અને”જશોદા-નંદ” જેટલો લાગણીના તાણાવાણે વણાયલો હોય છે.
________________________________
LikeLike
દાવડા સાહેબ,
તમારી વાત તદ્દન “સો ટકા” સાચી છે. — ‘ જ્યાં સુખ, સગવડ છે, વતન તો એજ સાચું ‘
ટુકમાં કહીએ તો ” જ્યાં રોટલો અને ઓટલો ” તેજ આપણું સાચું વતન
પદ્માબેન અને કનુભાઈ શાહ
LikeLike
દાવડા સાહેબ, હું આપના આ લેખના હાર્દ સાથે સહમત નથી..
“વતન કેવું? વાત કેવી? અતીતને ભૂલી ગયા…” તો પછી…
વતનની ભાષા એટલે કે માતૃભાષાને જીવંત રાખવા માટે આપણે જે પ્રયત્નો કરી રહ્યાં છે તે શેના માટે?
તો પછી… શબ્દોના સર્જનની જરૂરજ શા માટે?…
ભૂલવા માટે ઘણુ બધુ છે… વતન નહીં.
“એક મા છે જનમ આપનારી,
બીજી છે જગદ જનની,
અને ત્રીજી છે ભારતમાતા.”
LikeLike
દાવડા સાહેબ, હું આપના આ લેખના હાર્દ સાથે સહમત નથી..
“વતન કેવું? વાત કેવી? અતીતને ભૂલી ગયા…” તો પછી…
વતનની ભાષા એટલે કે માતૃભાષાને જીવંત રાખવા માટે આપણે જે પ્રયત્નો કરી રહ્યાં છે તે શેના માટે?
તો પછી… શબ્દોના સર્જનની જરૂરજ શા માટે?…
ભૂલવા માટે ઘણુ બધુ છે… વતન નહીં.
“એક મા છે જનમ આપનારી,
બીજી છે જગદ જનની,
અને ત્રીજી છે ભારતમાતા.”
Kalpana Raghu
LikeLike
તમારી એકલાની નહીં,અમેરીકા હોય કે બીજા પરદેશમાં હોય, લગભગ બધાની આ હાલત છે..દેશમાં જો કામધંધો ન હોય કે ઘરચલાવવા પુરતી આવક ન હોય તો…તો પછી ન છુટકે, ન ગમે તો પણ વતન ભુલી જવું પડે છે.
LikeLike