આ મુંબઈ છે …..8

આ મુંબઈ છે …..8

મુંબઈ  પાન

અને ગલ્લા 

 

મુંબઈમાં પાનનું એક ખાસ અનોખું કલ્ચર છે…. સાથે  પાનના ગલ્લા ને મસાલાની પિચકારી..મુંબઈના લોકો નો સૌથી મોટો અને જાણીતો શોખ પાન અને પાનના ગલ્લા છે ..બોલીવુડમાં પાન ઉપર કેટલાય ગીત લખાણા છે …બે હાથની હથેળીમાં તમાકુને મસળતા અને બાકળો ભરતા અથવા મોઢાના ખૂણે દબાવતા લોકો મુંબઈમાં હાલતા ચાલતા જોવા મળે છે…અને પાન ની પિચકારીથી દીવાલોને ચિતરવી એક આર્ટ  છે। …  વિશ્વમાં ઘણા લોકો પાનના કલ્ચર વિષે જણતા નથી કારણ  પાનના ગલ્લા વાળાને ક્યારેય એડવર્ટાઈઝમેન્ટની જરૂર પડી નથી, તેમ પાન થુકનાર ને કોઈ કાયદો રોકી શકે તેમ નથી… ઓછી મૂડીમાં શરુ કરવા માટે નો સૌથી સસ્તો વેપાર છે એક દિવસમાં માલિક થઇ જવાય  શરૂઆતમાં ઓછો ફાયદો જરૂર છે પણ નુકશાન કયારે નથી। … કોઈ અમેરિકન પહેલવેહેલો જો પાન ખાય તો ડચૂરો ચડી જાય, અહી સવાલ માત્ર ખાવાનો નહિ માણવાનો છે ધીરે ધીરે રસ ઉતારવાનો અને વિષયવિહીન ચર્ચાઓ કરતા કરતા જમવાનું પચાવવાનો છે  …..  અહી પાન સાથે ગલ્લાનું ખાસ મહત્વ છે…. પાનના ગલ્લા મુંબઈગરા  માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ જગ્યા માનવામાં આવે છે… … અને અમુક વ્યક્તિ  માટે બાર જણા ના સયુંકત કુટુંબમાં મોકળાશ મેળવવાનું એક બહાનું છે। .. તો કોઈ માટે  જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે જ કસરત છે  … મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં મુંબઈની પબ્લિક ની માસ્ટરી છે. અરે ક્યારેક તો છોકરા છોકરી પરણાવી દેવાય છે ……..કતરી ટુકડા,બનારસી કાચી દેશી ખાલી ચૂનો ,કાચી પાત્રીસ,મઘય જોડી મેડમ માટે,મારું તને ખબર છે… ….જી હા પાનના ગલ્લમાં આ જાણીતા સંવાદ છે। ..અહી  બધાને કસ્ટમ વસ્તુ મળે  …પાન વાળો એક જ આપને સમજી શકે છે …. .. એકવાર પાન  ખાવ અને તમારી પસંદગીની પાનવાળાને ખબર પડે પછી બસ કહેવું જ ન પડે। ..અને એટલે જ તો we miss  પાનવાળા।…પાનના ગલ્લે સાહેબનું માન મળે ,ફેસબુક જેવી માહિતી મળે ,બ્લોગ જેવી ચર્ચા પણ અને સાથે નવરાઓની ટોળી પણ મળે ,તમાકુની તલબ વાળા અને વાતોના વ્યસની મળે…..જે આવે તે ત્યાં બોલે પણ પાનવાળો માત્ર સંભાળે… સૌના બંધાણની તલબ પુરૂ કરવાનું એકમાત્ર સ્થળ એટલે આ પાનના ગલ્લા. પાન ના ગલ્લે મુખ્યત્વે ‘બંધાણી’ લોકો જ આવતા હોય છે. મિત્રના બંધાણી હોય છે તો કોઇ પારકી પંચાતના,કોઈ ખુલ્લી હવાના ,તો કોઈ રમતના બંધાણી હોય કે પછી ગમ્મતના બંધાણી; તરૂણ, યુવાન,આધેડ ને વૃદ્ધ સૌ જોવા મળે,આ એક જ જગ્યા એવી છે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સાધારણ ગરીબ માણસથી માંડી મર્સીડીસ કાર સુધી કાયમ આવે, જેનું બંધાણ તે ચીજને ચગળે, થોડુ મમળાવે અને થૂંકીને સૌ પાછા પોતપોતાને ઠેકાણે………

 મિત્રો વધુ કંઈ  કહું એ કરતા આ – સાક્ષર ઠક્કરની કવિતા માણો દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.ગલ્લે તારા ને મારા પપ્પા હો,
ને ચર્ચાનો વિષય ક્રિકેટ ના ગપ્પા હો.આપડા માટે પાનવાળાને એટલુ માન હો,
કે પહોંચીએને હાજર શિંગોડા પાન હો.

બસ પાનના ગલ્લા જેવુ ભેદભાવ રહિત હિન્દુસ્તાન હો,
એક જ જગ્યાએ બનારસી ને કલકત્તી ઇન્સાન હો.

બસ એટલી કૃપા જગત પર અલ્લા હો,
દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.

નોંધ – સિગારેટ અને તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

 

pragnaji

***************************************

2 thoughts on “આ મુંબઈ છે …..8

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.