આ મુંબઈ છે …માનસિકતા…4

આ મુંબઈ છે ……

મુંબઈ ની વાતો તો ઘણી કરી ચાલો થોડી લોકોની વાતો કરીએ અને તેમની માનસિકતા વિષે મેં જે કંઈ  અનુભવ્યું તે કહું. .આમ જોવા જઈએ તો બધું સામાન્ય જ છે એવું જ લાગે ,પણ મુંબઈ જેવા શહેરોના લોકો અલગ માનસિકતા ધરાવે છે … વિચાર શૈલી બદલાણી  છે આજે મુબઈમાં લોકો એમ્બીશનવાળા થયા છે ,પહેલા પ્લાસ્ટિક ની ચમચી રિયુઝ કરતા હવે ફેકી દેવાની ગટ્સ લોકોમાં આવી છે કરકસર બીજો ભાઈ એવું માનનારી સંસ્કૃતિમા કમાવાની અને વાપરવાની તાકાત વધી ગઈ છે.વરુઓ પહેલા હતા તેવાજ આજે પણ છે પરંતુ લોકો સામનો મક્કમતાથી કરે છે , જામફળ વેચતો ફેરિયો AC ટેક્ષી ફેરવે છે મુંબઈમાં અપવર્ડલી મોબાઈલ વર્ગ વધી રહ્યો છે …છોકરીઓ ઉંબરા  ઓળંગી આગળ વધી રહી છે… લોકો સફળતા મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે તો કોઈ નવા નવા વિકલ્પો શોધી રહ્યા છે.સારું જ વિચારવું એ ભારતીયના સંસ્કાર છે પણ હવે નવી પેઢીને હારવું નથી એ વાત ચોક્કસ છે  અને એટલે જ અભિતાબ બચ્ચન જેવા જાણીતા કલાકારો જ્ઞાન ની વાતો પોતાના પ્રોગ્રામમાં કરી લોકોને સંદેશ પોહચાડે  છે લોકો હવે પોતાના માટે જીવતા શીખ્યા છે વય્વાહર અને સમાજ માટે ખોટા આડંબર થી લોકો હવે ડરતા નથી ટુકમાં કોમ્પુટરના જમાનામાં કંટ્રોલ, ડીલીટ,અને ઓલટર કરતા શીખી ગયા છે….  મનમોજી સ્વભાવ ,ટેન્શન મુક્ત રહી  જીવનશૈલી બદલાવી છે તો બીજી તરફ અમુક લોકો એવા ને એવાજ છે હવાલદારોને પોતાની હવાલદારી  છોડવી નથી લોકો પાસેથી કે પરદેશી પાસેથી રૂપિયા પડાવી લાલચુ અને રુસવતખોરીની માંનોવૃતીનું વરવું પ્રદર્શન છાશવારે અહી હજી પણ કરતા જોવા મળે છે…….હવાલદાર જ નહિ સમગ્ર પોલીશખાતામા  એવી માનસિકતા છે કે લોકો આવે ત્યારે અની વાત ન સંભાળતા અને ઝાટકી નાખે છે ટુકમાં રૂઆબ મારવો એજ એમનો હક્ક છે તેવીજ બીજી જમાત અહી રાજકારણી ની છે તેઓ સામન્ય પ્રજાને ભાજીમૂળા,અને વોટ બેન્ક  સમજે છે….. જે માત્ર ગાજવામાં જ સમજે છે..પદના મોહ અહી હજી છે, અગ્રણીઓની ચાપલુસી, દુર દ્રષ્ટીની અવગણના,લાલચ, પોતનાથી આગળ ન નીકળી જાય તેવી મનોવ્રુતીથી પિડાતા  માણસો ,વહિવટી હિસાબમા ગોટાળાઓ  હજી પણ છે  આમ કાયદો અને વ્યવસ્થા સંભાળનાર ની મનોવૃત્તિ સ્વાર્થી લુચ્ચી અને ખુંધી છે 

લોકો અહી ટેરરફોબિયાનો ભોગ બનતા જાય છે….પછી એ પોલીશ હોય, રાજકારણી હોય કે આંતકવાદી।…. આ લોકોએ સમાજ ઊપર માનસિકતાથી હુમલા કરે છે.
બીજી તરફ શિક્ષિત કે વ્યવસાયિકોને રાજકારણ કે સ્થાનિક અવસ્થામાં રસ નથી એ લોકોને પોતાનામાં રસ છે એમને માત્ર આગળ વધવું છે। ….વ્યાપારી વર્ગ મહેનતુ છે તો શિક્ષિત નવું કરવાની માનસિકતા ધરાવે છે….મુંબઈનો માણસ પોતાનામાં મસ્ત રહે છે,મુંબઈ ભારે વિરોધાભાસી માનસિકતા વાળું શહેર નો-નોનસેન્સ ના વિચારો સાથે જીવે છે તો , બિઝનેસ માઈન્ડેડ મુંબઈગરો પોતાની કમાણીમાં, પોતાની મસ્તીમાં એટલો ડૂબેલો રહે છે કે શહેરમાં આવેલા મંત્રાલયમાં મંત્રીઓ કોણ કોણ છે એમાં મુંબઈવાસીને ઝાઝો રસ નથી..આ શહેર સૌથી આધુનિક વિચારો અને જીવનશૈલીને વધાવે છે, છતાં, શહેર પર રૂઢિવાદી, મરાઠીવાદી ની મજબૂત પકડ છે..
સમાજ ના યુવાનોમા સમાજ પ્રત્યેની લાગણીઓ અને ઉત્સાહ છે… સમાજ ના યુવા વર્ગમા સમાજ માટે કઈક કરવા માટે બહુજ તત્પરતા પણ  છે…તેમ છતાં .. હજી અહી ટોળા ની મનોવૃત્તિ જીવે છે….કયારેક .બહાદુરી, તો કયારેક પ્રચંડ ગુસ્સો પણ છે .આ શહેર  કઠોર અને રુક્ષ છે.. તેમ છતાં મુંબઈગરાની હિંમત અને ખુમારી દાદ માગી લે તેવી છે ,કયારેક ક્યારેક  માણસની અંદર રહેલું સારાપણું બહાર આવી જતું દેખાય છે.ત્યારે મુંબઈગરાની  દયા, ધીરજ,, નમ્રતા, મોભો બધું એક સાથે કામ કરતું હોય તેમ લાગે છે અને  હોનારતમા  લોકો જયારે  મદદ માટે આગળ આવતા હોય છે. ત્યારે અહી પ્રેમની દિવ્યતા  અને કરુણા, આપણી રાષ્ટ્રીયતા અને જવાબદારીના અહેસાસનું એક ઉદાહરણ મુંબઈ ના લોકો પૂરું પડતા હોય છે…. 
 મુંબઈમાં મા જો આવી સંગઠન શક્તિ, જાગ્રુતિ અને નવા વિચારો વાળી પેઢી હોવા છતા સમાજ હજુ આટલો પાછડ કેમ છે?…..મુંબઈના માણસોને નથી ગમતાં,માયા-લાગણીના બંધનો,નથી ગમતા સગા સંબંધી સાથે સંબંધો લોકો બાજુના ફલેટમાં  શું ચાલી રહ્યું છે તેની પણ પરવા નથી કરતા. લોકો બસ પોતાનું જ વિચારે છે, બીજાની પરવા જ નથી કરતા, ‘મારે શું‘માં જીવે છે. .આપણી પાસે સંગથન શક્તિ, રાજકીય પ્રભાવ અને આર્થિક તથા શૈક્ષણિક તાકત બધુ હાજરમાજ છે… છે… તો લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિ હોય એ વિચારવાની વિષય છે.  પણ જવા દયો મુંબઈ નગરીમાં ટાઇમ જ કોને  છે…… ભાઈ આજ મુંબઈ છે

3 thoughts on “આ મુંબઈ છે …માનસિકતા…4

  1. I like to read about Mumbai and its people, behavior, thinking. Very well put, giving the exact picture. Very interestingly described. Thanks.

    Like

  2. મુંબઈની નસે નસની તમને જાણ છે. મુંબઈનું આજનું આબેહુ ચિત્ર તમારા લેખમાં ઉપસી આવે છે. આખરે તો તમે મુંબઈકર જ છો.

    Like

  3. ” મુંબઈના માણસોને નથી ગમતાં,માયા-લાગણીના બંધનો,નથી ગમતા સગા સંબંધી સાથે સંબંધો લોકો બાજુના ફલેટમાં શું ચાલી રહ્યું છે તેની પણ પરવા નથી કરતા. લોકો બસ પોતાનું જ વિચારે છે, બીજાની પરવા જ નથી કરતા, ‘મારે શું‘માં જીવે છે. .આપણી પાસે સંગથન શક્તિ, રાજકીય પ્રભાવ અને આર્થિક તથા શૈક્ષણિક તાકત બધુ હાજરમાજ છે… છે… તો લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિ હોય એ વિચારવાની વિષય છે. પણ જવા દયો મુંબઈ નગરીમાં ટાઇમ જ કોને છે” આવી માનસિકતા મોટે ભાગે તમામ શહેરો અને કદાચ હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ચૂકી જણાય છે. આ દેશનો યુવાન કદાચ દિશા શૂન્ય બન્યો છે. વિવેકાનંદ કે ગાંધીજી જેવા વ્યક્તિત્વ યુવાનોને સાચી દિશા તરફ દોરનાર રહ્યા ના હોય યુવાવર્ગ હતાશ પણ થયો હોય તેવી આશંકા રહે છે.ખેર ! આજ વાસ્ત્વિકતા છે !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.