આ મુંબઈ છે ……..2

 
 
આ મુંબઈ છે। ……..

 

મિત્રો 

ગયા વખતની વાતોનો દોર ચાલુ રાખતા  ચાલો આજે મુંબઈની હોસ્પીટલની દુનિયાની વાતો કરું। …આમ જોવા જઈએ દુનિયાની કોઈપણ હોસ્પિટલ સાજા સારા માણસ માટે સારી હોતી જ નથી। …કોને ત્યાં જવું ગમે ? હોસ્પીટલમાં થી નીકળતો માણસ એટલું જ કહેશે કે મારા દુશ્મનને પણ અહી નહિ મોકલતો। ….સાજા  થવા માટે ખુબ વેદના અને ટ્રોમાં માંથી પસાર થવું પડે છે। …ટેસ્ટ ,દવાઓ ,રીપોર્ટ દાકતર સાહેબની વિઝીટો અને ઉપરથી ઘરની દરેક  વ્યક્તિ ની ચિંતા  સાથે દર્દીની લાચારી પણ છે ..ડોકટરો અંદર અંદર ગોઠવણ કરી પોતાની ભણવા માટે  ખર્ચેલી ફી વસુલ કરવામાં છે, હજારો સરકારી દવાખાના છે પરંતુ લાંચ અને ઓળખાણ વગર બધું નકામું છે, અહી ગરીબની કીડની જીવન જરૂરિયાત માટે આરબને વેંચાય છે,શરીરના અંગો અને લોહીનો વેપાર છે ..મુબઈ એક તરફ ચળકતું છે તો બીજી તરફ ખદબદતું છે  ,એક તરફ શાન છે તો બીજીતરફ બેબસી અને લાચારી  અહી એક વર્ગ એવો છે જે રૂપિયા આપી,ઓળખાણ ને લીધે  ફાઈવ સ્ટાર સારવાર લે છે ત્યારે સામાન્ય વર્ગ અહીંથી ત્યાં ધક્કા  ખાતા અથડાતા લખ ચોર્યાશી  ફેરા માં સાજા થવાની મથામણ કરે છે….. જીવનની હાડમારી સામે હાર ન માનનારા લોકો હોસ્પીટલમાં પોતાના લોકોને સ્ટ્રેચર પડેલા જોઈ  પૈસા વગર દાખલો ન મળતા વિવશ દેખાય છે ..હોસ્પીટલમાં દાખલ થતાં જ વ્યક્તિ માત્ર પેસન્ટ નંબર 450 છે. અહી હોસ્પીટલની રાત બિહામણી અને દિવસ વ્યસ્ત છે,હોસ્પિટલોમાં વારતહેવાર શાનથી ઉજવાય છે તેની ઝબુક ઝબુક થતી લાઈટમાં કયારેક મોત ઝબૂકી જાય છે….. મોટી હોસ્પિટલો સાધન સંપ્પન છે ,હોશિયાર અનુભવી ડોક્ટર ની કતાર પણ છે। ..હોસ્પિટલો માં મશીનથી દબકતા હુદય પણ છે આજ મુંબઈની વાસ્તવિકતા છે….. તેમ છતાં આ સપનાંનું શહેર છે ,વ્યવસાય કરવા અને રહેવા માટે મુંબઈ વિશ્વનું બીજા ક્રમનું સૌથી શ્રેષ્ઠ શહેર છે તેવું માર્કેટ રિસર્ચ કંપની ઇપ્સોસ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં બહાર આવ્યું છે  આ શહેરની ઝાકઝમાળ, સમગ્ર દેશના લોકોને અહીં ખેંચી લાવે છે સપના ની પાછળ દોડવાવાળા અહીંના લોકોની જિંદગીની અસલી બાજુ ખિન્ન કરી દે ખુશખુશાલ દેખાતા ચહેરા છે,આખોમાં રોશની છે પરંતુ નજીકથી જોઈએ તો એમના નસીબમાં આશું અને ભીનો રૂમાલ પણ છે અહીનો સામાન્ય વર્ગ હાથ લંબાવતો નથી કારણ અહી લોકો બેશરમ ,અને જવાબ દેવામાં બિન્દાસ છે,જીવન એટલું પણ મજબુર નથી ,જીગરથી જીવે તેને માટે ઉઘાડા દ્વાર છે

 
ભાઈ… અહીં લોકો તો છે… તેમની પાસે હૃદય પણ છે. પણ એની સંવદેનશીલતા વિના ધડકે છે તો માત્ર પોતાને માટે।…….
…. મુંબઈની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં  મુંબઈ મોહમયી કહેવાય છે.
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન……..
Pragnaji

 


 

 
 

3 thoughts on “આ મુંબઈ છે ……..2

 1. મુંબઈનું આનાથી વધારે સચોટ વર્ણન ભાગ્યે જ બીજું હોઈ શકે.
  બહુ સરસ લેખ.

  Like

 2. બહેનશ્રી પ્રજ્ઞાબેન, જય જીનેન્દ્ર
  સૌ પ્રથમ આપના બાની તબિયત જલ્દી સારી થઇ જાય તે માટે પ્રભુને અંતઃકરણની પ્રાર્થના.
  “આ મુંબઈ છે —” ના બંને લેખ વાંચ્યા. હાલના મુંબઈનું વાસ્તવિક દર્શન રજુ કર્યું છે – આબેહુબ વર્ણન સાથે. કેટલીકવાર વિચાર આવે છે કે આપણું આ મુંબઈ???
  ‘ખદબદતું’ ‘જાગતું’ ‘ખળભળતું’ ‘રોશની’ ‘આંસુ’ વિ. વિ. મુંબઈ માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ ………..
  ધન્યવાદ
  પદ્માબેન અને કનુભાઈ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.