પ્રેમની વ્યાખ્યા

Mr. P.K.DAVDA

 
પ્રેમની વ્યાખ્યા – લેખક શ્રી પી.કે. દાવડા
 
પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક વ્યાખ્યા માટેના કારણો પણ આપ્યા છે.
“પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.
“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.
     
“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.
“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષયમાં મારે કંઈ કહેવાની જરૂરત છે?
“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.
“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કર્યાં પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે,
પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.
આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય ,
રાજા-પરજા  જેહી રુચે, સીસ દેઈ લે જાય.  
પ્રેમ છિપાયા ના છીપે, જો ઘટ પ્રગટ હી હોય ,
જોકિ મુખ બોલે નહિ, નયન દેત હૈ રોય . 
     -પી.કે.દાવડા, ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા .
પ્રેમ એક  દિવ્ય અનુભૂતિ છે 
આપણે જયારે સંવેદનાની વાત કરીએ કે તરત પ્રેમ યાદ આવે તો આવા પ્રેમ ની વ્યાખ્યા કઈ ?ઘણાએ  પોતાના અનુભવ અને દ્રષ્ટીબિંદુ પૂર્વક કરી છે, દાખલા તરીકે પ્રેમ એટલે -કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ આ હું નીથી કહેતી  ઘણી જગ્યાએ વાંચેલું  અને આ જમાનાને ન લાગુ પડતું સત્ય,કોઈ પણ વ્યક્તિ  સૌ પ્રથમ પોતાને પ્રેમ કરે છે પછી પોતાને પ્રેમ કરનારને ,વિજ્ઞાન કહે છે પરમાણું નું આકર્ષણ એટલે પ્રેમ.આમ જોવા જઈએ તો કોઈ મને પ્રેમ કરે છે અને હું કોઈને પ્રેમ કરું છું  આ પણ એક આપણી ભ્રાંતિ જ છે ,સામાન્ય રીતે જોશોતો મનુષ્ય માં પ્રેમ એટલે બે વ્યક્તિના હકારત્મક વિચારો પછી થતી લાગણીની અભિવ્યક્તિ ,મોટે ભાગે તો પછી એજ લાગણી અને સંવેદના સાથે ,આકર્ષણ ,સાહનુંભૂતિ,સમર્પણ ,આશા વિશ્વાસ વગેરે વગેર જોડાઈ જતા હોય છે જે હકીકતમાં રાગના વિવિધ સ્વરૂપ છે..આવો પ્રેમ તો આકર્ષણ ને વિકર્ષણ છે આવો પ્રેમ ઊતરી જાય તો દ્વેષમાં પરિણામ પામે.પણ  પ્રેમ એક  દિવ્ય અનુભૂતિ છેએ ભૂલવું ન જોઈએ  .જેનું અવલંબન કશા પર નથી.
વધુ જાણતી નથી પરંતુ એ શુદ્ધ સ્વરૂપી આત્માનો ગુણ છે જયાં  અભેદતા ત્યાં પ્રેમ 
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા
 

આવન – જાવન -કલ્પના રઘુ

 મિત્રો

આજે કલ્પના બેનની લખેલી એક સુંદર કવિતા   વિષય કદાચ સામન્ય  લાગે પરંતુ વાંચતા દિલ એક  અલૌકિક પ્રેમ ની લાગણી અનુભવે જે આંખે થી વહી જાય તોય ખબર ના પડે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આમ જોવા જઈએ તો કોઈના  …..પ્રેમના પરિમાણને માપવા માટે  જે માપદંડથી મપાય છે તે છે રાધા અને કૃષ્ણ તીવ્ર વિરહમાં મિલન અને તીવ્ર વિરહની ભાવના દર્શાવવી હોય તો ‘રાધા–કૃષ્ણનીસનાતન પ્રેમ કથા જ કહેવી પડે……અહી ,આ માત્ર એક રાધા એક મીરાં ની વાત નથી પરંતુ સમગ્ર સૃષ્ટિની સ્ત્રી ની સંવેદના ની વાત છે અહી દેરક સ્ત્રી કે કલ્પનાબેન એક કાનાની રાધા કે મીરાં  છે। …એમાં વિરહની વ્યથા થી પ્રેમને સર્વોચ્ચ આવિષ્કાર  અને અંતે તો  એ દિવ્યતાની વાત છે . દરેક સ્ત્રી એના કાના વિના અધુરી છે તો ચાલો   પ્રેમ ના સ્વચ્છ અને માર્જિત રૂપ ને આ કવિતા માં માણીએ  .

આવન – જાવન

મારા અંતરના આવાસે હું શ્યામ સાવ એકલી . . .

શાને કરે આવન જાવન? આંખોમાં છે એજ સૂનાપન,

હૈયુ કરે આભાસ, હું શ્યામ સાવ એકલી.                             

તારા જાવનમાં છે આવનની તડપન,

તડપનમાં મહેસુસ કરુ હું દિલની ધડકન,

ધકધક કરતું દલડું થંભે,

તે પહેલાં તુ આવ, હું શ્યામ સાવ એકલી.

હવે તો સાંભળ, બંધ કર આ સંતાકૂકડી,

તું જીત્યો હું હારી,

મારી હારમાંજ મારી જીત છે,

હવે તો ના તડપાવ, હું શ્યામ સાવ એકલી.

ભલા હું ને તું ક્યા અળગા છીએ?

આતો છે એક અહેસાસ,

મારા અંતરના આવાસે, તારી પધરામણી . . .

મને સંભળાય છે અનાહત નાદ, હવે હું નથી એકલી.

પ્રભુ માનું તારો આભાર,

શ્યામ માનું તારો આભાર, હવે હું નથી એકલી.

કલ્પના રઘુ

મૃત્યુ -ઉંચો વ્યાજ વટાવ

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય પ્રવીણભાઈ દેસાઈ  હવે આપણી વચ્ચે નથી.

ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે  પ્રભુ શરણ પામ્યા છે .

ગુજરાતી સમાચાર જગતના જાણીતા પત્રકાર પ્રવીણભાઈ ની ખોટ સમગ્ર સમાજને વર્તાશે .

અમેરિકાની ધરતી પર પ્રકાશિત થતા અખબાર, સાપ્તાહિક અને તેમાંય વિશેષ કરીને “ગુજરાત ટાઈમ્સ”માં સીલીકોન વેલી અને સનીવેલ સીટીને સૌ પ્રથમ ચમકાવનાર ઝળહળતો તારો આજ અચાનક અસ્ત પામ્યો. શ્રી પ્રવીણભાઈ દેસાઈ શ્રીજી ચરણ થયાના સમાચાર જાણી દુ:ખ થયુ. અહિ રહીને પણ માદરે વતન ગુજરાતમાં “અકિલા” મારફત સીલીકોન વેલીની સાચી ઓળખ આપવામા તેમનો મોટો ફાળો હતો.તેઓ નિડર, નિખાલસ, નિરાભિમાની, નિઃસ્વાર્થી અને નિઃસ્પૃહી પત્રકાર હતા .  કોઈની પણ શેહ શરમમાં આવ્યા વગર સાચી અને સચોટ હકીકત રજુ કરતા તેઓ અચકાતા નહિ. આ ઉપરાંત તેઓ  મિતભાષી,  સદાય હસમુખા,   આનંદી અને માયાળુ  , તેમની યાદ શક્તિ ગજબની હતી. પ્રોગ્રામમાં કોઈપણ જાતની નોન્ધ – notes – લખ્યા વગર તે પ્રોગ્રામનો આબેહુબ હેવાલ રજુ કરવામાં તેઓ પારંગત, પાવરધા ને કુશળ પત્રકાર હતા.   એમની એ કુદરતી બક્ષીસ હતી.

પરમાત્મા તેમના પૂણ્ય  આત્માને પરમ શાંતિ અર્પે.   બેન પ્રમિલાબેન ને પરિવારના સૌને આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના  સહ ………..

કનુભાઈ  શાહ 

વિજયભાઈ શાહ Houston થી આ સાથે મોકલેલ કાવ્ય દ્વારા સમગ્ર પરિવારના દુઃખમાં સામેલ થયા છે
 આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે
Vijay Shah - YaYa VaR

અહં-સંકલન-પી.કે.દાવડા

અહં વિશે  અહં એટલે શું?

અને જીવન જીવવામાં એની જરૂર ખરી? 

 એનો સદંતર નાશ થઇ શકે ખરો ?          

 આવા પ્રશ્નો સાધરણ રીતે સહુને સતાવતાં જ હોય છે. તો એ અંગે વિચાર કરતાં મારા મનને જે ઉત્તર મળ્યા તે અહીં રજુ કરું છું

અહં

EGO  શબ્દનું ગુજરાતી કદાચ અહં થઈ શકે. પ્રત્યેક  વ્યક્તિને થોડે ઘણે અંશે અહં હોય જ છે અને તે ચોવીસે કલાક માણસની સાથે જ રહે  છે. કેટલાક લોકો અગવડમાં હોય ત્યારે કે અસાલામતિ અનુભવતા હોય  ત્યારે અહંનો ઉપયોગ કરી એમાથી બચવા કોશીશ કરે છે. હકીકતમા અહં  માણસને તાત્કાલીન ફાયદા કરતાં લાંબા ગાળે નુકશાન વધારે કરે  છે.

અહંમાંથી જન્મ લેતી અન્ય પ્રક્રિયાઓ વધારે નુકશાન કરે  છે,  આ પ્રક્રિયાઓમાં ફરજમાંથી છટકી જવાની વૃત્તિ, લોકોનો દોષ કાઢવાની વૃત્તિ, ફરિયાદ કરવાની  વૃત્તિ, હરિફાઈ કરવાની વૃત્તિ, લોકો ઉપર  અધિકાર જમાવવાની વૃત્તિ, લોકોની ટિકા કે નિંદા કરવાની  વૃત્તિ, જૂઠ્ઠું બોલવાની વૃત્તિ, લોકો  પ્રત્યે અણગમો પ્રગટ કરવાની વૃત્તિ, અદેખાઇ, વગેરેનો સમાવેશ થાય છે.

કેટલીકવાર આપણે મનમા સમજતા હોઈએ છીએ કે આપણું વર્તન ઠીક  નથી,  એનાથી સંબંધ ખરાબ થાય છે, દુખ થાય છે પણ અહં  આપણને વર્તન બદલતા રોકે છે.

એક  ક્ષણ માટે અહંને દૂર રાખીને વિચારો કે આપણે આપણા અહંને સાચવવા શું શું નથી  કરતા?  અહંને લીધે આપણી ગણના અભિમાની, ગુસ્સાવાળા અને  આક્રમકમાં થાય છે. આપણે અંદરખાનેથી જાણીએ છીએ કે ખરેખર આપણે  એવા નથી. નાળીએરની જેમ આપણે બહારથી ભલે સખત દેખાઈએ છીએ પણ  અંદરથી કોપરા જેવા નરમ છીએ, અથવા બહારથી ભલે બહાદુર હોવાનો  દેખાવ કરીએ છીએ પણ અંદરથી ડરપોક છીએ.

અહં છોડવાનું અઘરૂં છે પણ એટલું પણ અધરૂં નથી કે આપણે છોડી  ન શકીએ.  જો આપણે એ છોડી શકીએ તો સમજાય છે કે આની કંઈ જરૂર જ ન હતી.  જ્યારે આપણે ઊંડાણથી વિચારીએ છીએ તો લાગે છે કે આ અહંની જરૂર જ ન  હતી. શા માટે હુંસાતુસી કરવી? હું જે  છું તે જ છું, બીજા મારા વિષે શું ધારે છે એનાથી મને કોઈ મોટો  ફરક પડવાનો નથી, મને પોતાને જ હું સંતોષી શકું તો  બસ.

સંકલન-પી.કે.દાવડા

પ્રભુ સાથે ની છેલ્લી ગોષ્ટી

મિત્રો
  .
મારા સાસુ નવાણું  વર્ષના છે અને હમણાં જ મળીને આવી છું  મેં  જે અનુભયુ  અને જોયું છે તે લખવાની માત્ર કોશિશ છે.
કદાચ આપને ઘણી ક્ષતિ દેખાશે તો જરૂર થી લખશો 
પ્રભુ સાથે ની છેલ્લી ગોષ્ટી 
હે પ્રભુ મારી આ તમારી સાથે ની ગોષ્ઠી ને મારી યાચના ન સમજતા 
હું નવાણું વર્ષ જીવી છું ,અને કદાચ હજી વધુ જીવીશ. 
પરંતું  મારું જીવન લઇ લો એમ નહિ કહું 
કારણ મેં જીવનની પ્રત્યેક ક્ષણ ને 
ખળ ખળ  વહેતા પ્રવાહ ની જેમ માણી છે .
અને પ્રત્યક ક્ષણ પારંગતી પરિવર્તનતાને મારે નિહાળવી છે.
હવે હું જાણી  ગઈ છું ,પૃથ્વી પર કાયમી કશું જ નથી .
અને આજ મારી સમજણ મને 
રાગ  દ્વેષ ,માયા મમતાથી  અળગા  થતા મને શીખડાવે છે. 
મને હવે ખ્યાલ આવે છે કે 
વૃતિ પ્રવૃત્તિ ને સમજીને સ્વીકાર 
અને અપેક્ષા ઓનો બંધ 
જ અમૂળ  પરિવર્તન છે. 
હું બદલાવને સ્વ્કારી વિક્શું  તો જ 
હું વૃદ્ધ થઈશ .અને ..
આ ઘરેડમાં રહી ઘરડા નથી થવું .
બદલlવનો સ્વીકાર
એજ તો ક્ષણયોગ 
અમુક ગ્રંથીથી મારે પહેલા જ મુક્ત થવાનું હતું 
અમુક બોજ બહુ પહેલા મારે ફગાવી દેવાનો હતો 
હું જાણી  ગઈ છું કે આપણા  અસ્તિત્વને ટકાવી રાખવા 
પરિવર્તન ની પ્રક્રિયામાં થી પસાર થવું જરૂરી છે. 
મારી જૂની જર્જરિત સ્મૃતિઓ ,ટેવો થી ,આ પ્રાચીન પરંપરા થી 
મારે મારા મનને મુક્ત કરવું જ રહું. 
કશું જ શાશ્વત  નથી 
કિમત ,માનવી ,વપરાશ, ચીજો, સંબધ બધું જ બદલાય છે. 
મને મારા જુના વિચારો અને અભિપ્રાય ને ખંખેરી 
હવે મુક્તતા અનુભવી છે .
મેં ઘર કુટુંબ સ્નેહીઓ ,મિત્રો માટે શું શું કર્યું ..?
એ વાતને ભૂલી બધાને મારા ઋણમુક્ત કરવા છે. 
બધાને નવાણું વર્ષનું આયુષ્ય મળતું નથી 
મારો અહમ ઓગાળવાનો સમય આજ જન્મમાં મને મળ્યો છે. 
મારા આત્મા પર ચડેલા પડોને એક પછી એક ખેરવવાનો સમય. 
એક દિવસ હું અપેક્ષા ,અભિપ્રાય ,અહંમ
વિનાની મુક્ત હોઈશ. 
હું હવે પ્રત્યેક ક્ષણ ને પારંગતી નિહાળીશ 
માત્ર દ્રષ્ટા 
હું જાણું છું મારું જીવતા હોવું એજ મોટો ચમત્કાર  છે 
પણ મારે હવે જીવંત રહેવું છે.
પ્રભુ મને વિપશ્યના કરવાનું બળ આપ 
મારે હવે વિશિષ્ઠ રીતે જોવું ,પોખવું અને નિહાળવું છે 
મારો બદલાવ જ રમણીયતા પlમે છે .
અને મને તે સ્વીકાર્ય છે 
માટે આજે પણ હું 
મૃત્યુ માગતી નથી. 
હું મૃત્યુ આવશે ત્યારે હું વૃંદાવનની જેમ સ્વીકારીશ. 
એજ મારો ક્ષણયોગ હશે .
મારી છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય 
અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન 
તો જ મારું મૃત્યુ એ ઉત્સવ બનશે.
pragnaji 

હું તો કંઇજ નથી-કલ્પના રઘુ

મિત્રો
 
કલ્પનાબેન ની કવિતા  મારે 3જી તારીખે રજુ કરવી હતી એમના દીકરાના જન્મદિવસે   પરંતુ મારા કોમ્પ્યુટર ગુરુ રિસાય ગયા હતા , એટલે આજે રજુ કરું છું .અહી કવિતામાં રઘુ એટલે તેમના પતિના નામનો ઉલ્લેખ છે અને આકાર એમના દીકરાનું નામ છે ,લક્ષ એમના દીકરાની વહુનું નામ ,
રઘુની કલમે કલ્પનાના  વિચારને આકાર મળીયો  અને તેઓ લક્ષ થકી પામ્યા   નિત્યાનંદ 
 
 સૌથી વધુ જો મને ગમ્યું હોય તો તે છે
” નિજમાંથી નિકળી નિજને મળવા, નિત્યાનંદ બની ખોવાઇ ગયું “
એટલે શું કદી લોપ ન પામે તેવો શાશ્વત આનંદ,
 બ્રહ્માનંદને  પામવા  આપણે  સહુ એ” હું કંઈ નથી “એ વાત ને પામવાની છે. 
દેખાય છે સરળ પરંતુ   છે છે મોટી વાત તો મિત્રો આ વાંચીને તમરા વિચાર જરૂરથી .2010- KRS kalpana raghu

હું તો કંઇજ નથી . . .

શરૂ થઇ સપનાની વણઝાર . . .

લક્ષને મળ્યો આકાર, હું તો કંઇજ નથી.

રઘુની કલમે, શબ્દને મળ્યો દેહ, હું તો કંઇજ નથી.

કલ્પનાની પાંખે ઉડવા લાગી, સપનાની વણઝાર, હું તો કંઇજ નથી.

દિવસ પછી રાત અને રાત પછી દિવસ,

સપનાએ સાકાર થવા, ઉંચી ભરી ઉડાન.

અને સાત સમંદર પાર થઇ ઉડવા લાગી, ઉડવા લાગી . . .

સપનું થઇ ગયું ગગનભેદી, ઉડી ગયુ આકાશ, હું તો કંઇજ નથી.

નિજમાંથી નિકળી નિજને મળવા, નિત્યાનંદ બની ખોવાઇ ગયું . . .

અંતે હુંમાં ભળી ગયું . . . હું તો કંઇજ નથી . . .

કલ્પના રઘુ

વિચારોનું સંકલન-પી.કે.દાવડા-અથડામણ

 

મિત્રો

આપણા  ગદ્ય  વિભાગની શુભ શરૂઆત આપણા  જાણીતા અને બ્લોગ જગત ના માનીતા એવા દાવડા સાહેબના આ સુંદર વિચારો  સાથે કરશું .એમના લખાણ જ એમનો પરિચય છે સચોટ સરળ ભાષામાં લોકોને વાત કહે છે. અને વાચતા કદાચ અનુભવશો કે આવું જ અમને પણ થાય છે કે આ વાત જાણે મારી જ છે .રોજે રોજના અનુભવથી જે કંઈ શીખે  છે તે નિર્દોષ રીતે રજુ કરે છે  વધુ કઈ કહું તેના કરતા આપ જ વાંચી તમારો અભિપ્રાય લાખો તો દાવડા સાહેબ ને મજા આવશે 

 

 

 

અથડામણ

સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક  છે.  દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે  અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની  ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ  આપણને એ ભુલ સમજતા રોકે છે.

 

 

 

પહેલા તો એ સમજવાની જરૂર છે  કે આપણે અથડામણનો એક હિસ્સો છીએ. આપણે એનો વિરોધ કરીએ છીએ એટલે જ અથડામણ ઊભી  થઈ છે. જો એની વાતથી તમને કોઈ જાતનું નુકશાન ન થવાનું  હોય, તો એની વાત તોડી પાડવા તમને કોઈ જ ફરજ પાડતું  નથી. તમે એ તમારી મરજીથી કરો છો. તમે  વિરોધ કરો એ ઈરાદાથી કદાચ સામાવાળાએ એ વાત કરી પણ ન હોય. હા  કદાચ એની વાત ભૂલ ભરેલી હોય, તો એકવાર તમે એનું ધ્યાન દોરી  શકો, પણ એ ન માને તો એને વટનો સવાલ બનાવવાનું જરૂરી  નથી. એ તમારી વાત ન માને તો તમને ગુસ્સો આવે કે તિરસ્કાર આવે  એવી લાગણી એણે તમારામા નાખી નથી, એ તો તમારામા પહેલેથી  છે, એટલે બહાર આવે છે.
અથડામણની શરૂઆત તમે  સામાવાળા પાસેથી શું આશા રાખો છો એના ઉપર અવલંબે  છે. તમારા મનમાં એ વ્યક્તિ માટે અભાવ હોય તો એની સાચી વાત પણ તમને સારી નહિં  લાગે. એની વાતનો તમારો પ્રતિભાવ પણ નકારાત્મક હશે.  તે સમયનું તમારૂં વર્તન પણ સારૂં નહિં હોય. આમ  કરવું જરૂરી નથી, તે ક્ષણે જો એણે સારી વાત કરી હોય તો તેના  વખાણ કરવામાં કંઈપણ ખોટું નથી. આમ કરવાથી મોટાભાગની અથડામણો  ટાળી શકાય છે.

 

 

 

જ્યારે અથણામણ થાય છે ત્યારે  તમને પણ માનસિક પીડા થાય છે, ક્યારેક એ માનસિક અને શારિરીક રોગમાં પણ  પરિણમે. આના વધુ નહિં તો અર્ધા જવાબદાર તમે પોતે છો.  તમે ભાગ ન લો તો અથડામણ થવી શક્ય જ નથી. તમે  ધારો તો થયેલી અથણામણનો પણ અંત લાવી શકો છો. પહેલા તમે મનથી  નક્કી કરો કે તમને અથડામણ ખતમ કરવી છે કે નહિં.

 

વિચારોનું સંકલન-પી.કે.દાવડા

 

કુન્તાબેન શાહ -લેવડ દેવડ

મિત્રો ,
પુસ્તક પરબની બેઠક ઘણી ફળદાઈ રહી એમ કહું તો અતિશયોક્તિ ન માનતા .એને તેના ફળ સ્વરૂપે આપણા કુન્તાબેને એક સુંદર કાવ્ય રચ્યું .
હૃદયમાંથી શબ્દો નીકળ્યા કલમે ટપકાવી લીધા

ધરતીથી લીધું ઉછીનું સમતાનું સમર્પણ,

લહેરોથી જીવન સંગીત અમ્રુત,

નભને જોઇ કેળ્વ્યું સ્વ્તન્ત્ર અન્તર,

અને વાદીઓથી ચિત્રામણીની સંગત

કવિએત્રી ને ઘણું કહેવું છે આપવું છે પરંતુ સાથે બધું ઝીલવા પણ તૈયાર છે

સ્વીકારવાની સહજતા અને આપવાની જો ઉદારતા હોય તો પોતાના અસ્તિત્વને ગોતવા નથી જવું પડતું .

આપણે જ આપણી જાતને પામી લઈએ છીએ .

તો મિત્રો વાચો કુંતાબેનની આ રચના અને આપના અભિપ્રાય આપી અને વધુ લખવા જરૂર પ્રેરજો

           લેવડ દેવડ

 

હું જ પરબ અને હું જ તરસ, છું કઇ અમથી?

આ ક્ષણમાં જ જીવું છું.  બીજી ક્ષણની ખબર નથી.

 

લેવું હોય તે લઇ લો, કોઇ ખોટ નથી

આપવાને જ આવી છું. 

ક્ષતિઓથી પરે, કોઇ હ્રદયને સ્પર્ષે, તો જ મુજ જીવનની અસ્થી.

 

ધરતીથી લીધું ઉછીનું સમતાનું સમર્પણ,

લહેરોથી જીવન સંગીત અમ્રુત,

નભને જોઇ કેળ્વ્યું સ્વ્તન્ત્ર અન્તર,

અને વાદીઓથી ચિત્રામણીની સંગત,

 

હરએક સંગાથીઓથી લીધાં મેં સ્મિત

અને પીધાં આંસુ ભરેલા ગીત.

 

હજુ જગ્યા છે, આપશો એ લઇશ.

હું જ પરબ અને હું જ તરસ, છું કઇ અમથી?

કલ્પનાબેન રઘુ શાહ

મિત્રો આજે મારો પરિચય પસ્તક પરબની બેઠકમાં  કલ્પનાબેન રઘુ શાહ સાથે થયો. 
જેની પાસે દ્રષ્ટી,વિચારો અને શબ્દો છે. અને કલમની
તાકાત પણ .મિત્રો કલ્પના નામને સાર્થકતા તમે એની દરેક લેખની માં જોશો.એમની પાસે વિચારો છે તો તેમના પતિ રઘુ એમની કલમ.એક જ બેઠકમાં બધાનું ધ્યાન ખેચી જાય તેવી વાણીમાં એવી સુંદર રજૂઆત કરી કે હું તો શું  સહુ એને સાંભળતા જ રહ્યા  તો ચાલો આજે એવી શીધ્ર લેખિકા ને મળીયે। ….
કલ્પના બેન આપનું “શબ્દોનુંસર્જન “પર  સ્વાગત છે .
કલ્પનાની આ કલ્પના છે
શબ્દમાં ભાવ પ્રવેશે અને સુવિચાર બની જાય
વિચાર જો  વાણી બને અને સંગીત બની જાય
કલમ અને કાગળ મળે અને લખાણ બની જાય
શબ્દોનું સર્જન સહિયારું સર્જન બની  જાય
તો લેખો લાખાણો જ્ઞાન ની ધારા બની જાય
માં સરસ્વતી અમારા હૃદયે સદાય વસી જાય
પ્રજ્ઞાચક્ષુ  ખુલે ને લેખન કાર્યમાં વિજય મળી જાય
કલ્પનાબેન રઘુ શાહ