સરનામુ

મિત્રો
દાવડા સાહેબ કહે છે ભગવાન શું કામ જન્મ લે તો કલ્પનાબેન પણ સરખો જ સવાલ કરે છે કે પ્રભુ દરવર્ષે તો જન્મ લે છે તો તું છે ક્યા। .?
હું નાની હતી ત્યારે એક ભજન ખુબ ગાતી  હતી। ….
શોધું છું ભગવાન પ્રભુજી શોધું છું  ભગવાન
મારે નથી ધરવું ધ્યાન પ્રભુજી શોધું છું  ભગવાન 
આગળની પંક્તિ ખુબ સરસ છે 
પથ્થર ના મદિર બનાવ્યા 
પથ્થર ના ભગવાન 
બન્યા પુજારી પથ્થર  દિલના 
માટે જડ્યા કદી ન ભગવાન 
કૃષ્ણાવતારને પૂર્ણાવતાર કહે છે, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે.
કારણ કે જન્મથી માંડીને દેહનો ત્યાગ કરતાં સુધી એમના જીવનમાં જે દિવ્યતા પ્રકાશી ઊઠી છે,
જે પ્રભુત્વ પ્રગટ થયું છે તે બીજા કોઈ માનવ-અવતારમાં થયું નથી 
આજ સુધીમાં ભગવાનના જે કોઈ અવતારો થયા છે તેમાં ભગવાન કૃષ્ણનો જન્મ અપૂર્વ છે
 એમના જન્મથી લઈને એમના દેહત્યાગ સુધી, એમના નિર્વાણ સુધી, એક એક પગલે આપણને જીવન જીવવાનો ભવ્ય સંદેશો મળ્યો છે.

મિત્રો  તો એ મારો ભજન નો સવાલ હોય,
કે દાવડા સાહેબની ફરિયાદ ,
કે કલ્પના બેનની મુજવણ
એ બધાનો જવાબ કલ્પના બેનની કવિતામાં એક  પંક્તિમાં આવી જાય છે કે
પ્રભુ તું અંદર અને હું શોધુ બહાર !
તો મિત્રો માણો આ કવિતા
અને” બોલો હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી” 

સરનામુ

મને જોઇએ તારું સરનામુ,

આજુ-બાજુ, અંદર-બહાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

સાગર જળમાં ઉંડે ઉંડે,

ક્ષિતિજની પણ પેલે પાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ,

ધરા, કંદરા, ડુંગર ઉપર,

શોધુ સર્વ જગતમાં તુજને . . .

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશે,

મુજમાં, સર્વ જનોના હૈયે,

શોધુ ચારેબાજુ  તુજને . . .

આકાશવાણીથી જાણ્યું મેં,

શ્રાવણ વદ આઠમની મધરાતે,

વાસુદેવ-દેવકીથી જન્મીને,

તુ નંદ-યશોદા ઘેર પહોચે છે,

એ છે, તારું સરનામુ . . .

કાનુડા, એ છે, તારું સરનામુ.

હું પણ કેવી ગાંડી ઘેલી !

કસ્તુરી મૃગલાની જેમ,

તું અંદર અને હું શોધુ બહાર !

મને મળી ગયું તારું સરનામું.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી . . .

હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી . . .

કલ્પના રઘુ

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in કલ્પનારઘુ and tagged , , , , , , . Bookmark the permalink.

12 Responses to સરનામુ

 1. P.K.Davda says:

  વાહ ! કાનાએ તો શબ્દોનું સર્જનમાં આવી રમઝટ મચાવી દીધી.

  Like

 2. જે લોકો નશીબદાર હોય એને જ મળે પ્રભુનું સરનામું

  કલ્પનાબેનની કવિતા ગમી .અભિનંદન .

  Like

 3. વાહ….બહું સુંદર કાવ્ય રસપાન કરાવ્યું……
  બોલો…मेवा मिठाई पंजरी की……..जय कन्हैया लाल की…
  माखण मिसरी प्रसादकी……जय कन्हैया लाल की…

  Like

 4. vijayshah says:

  કવિતા ગમી.

  Like

 5. jayashri says:

  nice poetry…..

  Like

 6. Padmaben & Kanubhai Shah says:

  બહુજ સુંદર વિચારોનુ આલેખન – સરનામાની શોધ માટે
  “તું અંદર ને શોધું બહાર” તેમાં “આત્મા એજ પરમાત્મા”નો ભાસ નથી લાગતો??
  પદ્માબેન અને કનુભાઈ શાહ

  Like

 7. Rajesh Shah says:

  Wow! This is a nicely written poem. I enjoyed it.

  I liked this part very much:

  પથ્થર ના મદિર બનાવ્યા

  પથ્થર ના ભગવાન

  બન્યા પુજારી પથ્થર દિલના

  માટે જડ્યા કદી ન ભગવાન

  Rajesh

  Like

 8. Vinoda Patel says:

  very nice!

  Like

 9. Niru says:

  Great poem. Enjoyed it immensely.

  Like

 10. Bakul Patel says:

  Nice one. Keep it up.
  Bakul Patel.

  Like

 11. Akhilesh Desai says:

  Its really very short & eye-opening Shabdo.Thanks for sharing on Janmastmi Day.
  Akhilesh Vina

  Like

 12. PADMAKSHAH says:

  THANKU

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s