મિત્રો
જન્માષ્ટમી આવે એટલે કૃષ્ણ જન્મ ની વાત આવે જ આપણે દરવર્ષે કૃષ્ણ જન્મ ઉજવી પ્રભુ ની વધામણી આપીએ। . તો સવાલ અહી એ છે કે
સામાન્ય માણસનો જન્મ, ભગવાનનો અવતાર એ બેમાં શું ફેર છે ? મનુષ્યનો જન્મ કહેવાય, ભગવાનનો અવતાર કહેવાય. અવતાર એટલે અવતૃ – નીચે આવતું તે. ઊંચા ક્ષેત્રમાંથી નીચે અવતરવું, તેને અવતાર કહે છે.ભગવાન કૃષ્ણના જન્મમાં અને સામાન્ય મનુષ્યમાં ભેદ એ છે કે મનુષ્ય કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન સ્વેચ્છાથી, લોકોના કલ્યાણને માટે, જ્યારે આ પૃથ્વીમાં ઋતનો ભંગ થાય છે, વિશ્વનિયમનો ભંગ થાય છે, અનાચાર વધી જાય છે, અસુરો પ્રબળ બને છે ત્યારે એ પરમાત્મશક્તિ ઋતની સ્થાપના માટે, સત્યના ઉત્કર્ષ માટે અવતાર ધારણ કરે છે. ભગવાને પોતે જ ગીતામાં કહ્યું છે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત | અભ્યુત્થાનધર્મસ્ય તદાડડત્માનં સૃજામ્યહમ ||
‘જ્યારે જ્યારે , અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાથી અવતાર ધારણ કરું છું.’..
‘જ્યારે જ્યારે , અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાથી અવતાર ધારણ કરું છું.’..
અશ્રદ્ધાના યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે..પરંતુ આપણા દાવડા સાહેબ તો કૈક જુદી જ વાત કહે છે ….આમ જોવા જઈએ તો એમની વાત સાચી પણ છે, કૃષ્ણ દર જન્માષ્ટમીએ જન્મે તો છે પણ કાનુડો દેખાતો નથી ..
વચન આપ્યા છતાં કૃષ્ણ શા માટે જન્મ લેતા નથી?“નથીજન્મલેવો”
(ઢાળઃપુરીએકઅંધેરીનેગંડુરાજા)
કહે કૃષ્ણ મારે નથીજન્મલેવો,
નથીઆજગીતાતણોપાઠકહેવો.
હવે ચોરવા માખણ ક્યાંવધ્યુંછે
ઈજારોબધોઅમૂલને દઈદીધોછે
હવે ગોપીઓને નબંસી જગાવે,
હવે સેલ ફોનો તણાં સાદઆવે.
હવે ગોપીઓ રોજ કોલેજ જાતી,
નવાકા’નશોધી નવાગીતગાતી.
હવે ચૂંટણીમા લડે કંસ જાજા,
લડે ચૂંટણીઓ મૂકી સર્વ માજા.
હવે પાંડવો કૌરવો એક ખૂંટે,
લડે ચૂંટણી ને પછી રાજ લૂંટે.
કહો આજ મારૂં અહીં કામશુંછે?
કયાં ધર્મરાજા? એઅર્જુનક્યાંછે?
–પી. કે. દાવડા
મિત્રો આવીજ બીજી સરસ મજાની કવિતા કાલે કૃષ્ણ જન્મની, કલ્પના બેનની કવિતા જરૂર વાંચજો
.
જ્યારે આ પૃથ્વીમાં ઋતનો ભંગ થાય છે, વિશ્વનિયમનો ભંગ થાય છે,
અનાચાર વધી જાય છે, અસુરો પ્રબળ બને છે ત્યારે એ પરમાત્મશક્તિ ઋતની સ્થાપના માટે, સત્યના ઉત્કર્ષ માટે અવતાર ધારણ કરે છે. શ્રી મણીધરજી કહે છે તેમ…… થતી સત્ધર્મની પડતી,અધર્મો થાય છે જ્યારે, નિરાકારી છતાં ભારત, ધરે અવતાર તે કાળે. એટલે વચન પાલન તો કરવું જ પડશે….જો શ્રીકૃષ્ણ(વિષ્ણુ અવતાર) તેમની આ લીલામાં થયેલો બગાડો સુધારી ના શકે….તો………….. શિવજી અજન્માનું એવા શિવજી ખુદ જ્ન્મ લેશે અને તે જન્મે તો એ તો એમની ડ્યુટી અદા કરશે….કરશે તાંડવ અને પૃથ્વીનો પ્રલય.
સૂણી કૃષ્ણની વાત નાજન્મની ઘસીને,
શિવે જન્મવું ધાર્યું મરૂની ભૂમિ પર, કર્યો પ્લાન તાંડવ તણો એ વિચારી, લીલા જે કરી બ્રહ્મે,તે સૌ લઉં સમેટી.
આપ સૌને ધીરૂભાઇ વૈદ્ય-સૂરતના…..शुभ जन्माष्टमी
________________________________
LikeLike
શ્રી દાવડાજીની સરસ મજાની કવિતા
ભગવાન શ્રી કૃષ્ણને જ્ન્માસ્તમીના પર્વ ઉપર ચીલા ચાલુ રીતે યાદ કરવાને બદલે તેઓએ
જુદી જ રીતે યાદ કર્યા છે . હાલના સમયના પરિવર્તનો જણાવીને કૃષ્ણને ફરી જન્મ લેવાનું
કેમ મન થાય એ આ કટાક્ષમય કવિતામાં આબાદ રીતે એમની કલ્પનાઓને દોડાવી
છે .
LikeLike
Very Good Poem ! ” Dhanyavad”
Fulvati
LikeLike
This Rachana was enjoyed by me.
I was inspired.
I will be back with the Link to that Creation.
Happy Janmashtami to All !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Pragnaben…Inviting you to my Blog Chandrapukar.
LikeLike
હાવ હાચી વાત નથ.
નવરાતરમાં તો ગોપીઓ હારે મોડર્ન કાનુડા કુદી કુદીને નાચતા હોય છે !
LikeLike
As promised, I came back after publishing a Post on Chandrapukar.
You can read that Post @
http://chandrapukar.wordpress.com/2013/08/28/%e0%aa%95%e0%aa%b3%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%97%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%ab%83%e0%aa%b7%e0%ab%8d%e0%aa%a3-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9a/
Avjo !
Pragnaben..Hope to see you on Chandrapukar !
LikeLike
સાચી અને વાસ્તવિક વાત રજુ કરી — આપનું કાવ્ય વાંચીને આનંદ થયો.
કનુભાઈ અને પદ્માબેન શાહ
LikeLike