મિત્રો આજે ફરી પ્રેમ વિષે આપણે વિચારશું પ્રેમ ની વ્યાખ્યા શું છે એના કરતા શું નથી વધારે કદાચ સ્પસ્ટતા આપશે …. પ્રેમ નફરત નથી ,પ્રેમ બદલો નથી, તિરસ્કાર વૃતિ નથી ,માંગણી નથી ,અપેક્ષા નથી ,વાસના નથી ,સંકુચિત નથી ,ઉપેક્ષા નથી ,જૈન ધર્મ અને બુદ્ધ ધર્મમાં કહ્યું છે પ્રેમ નફરત હિંસા કે રૂક્ષ નથી,બંધન છે ત્યાં પ્રેમ નબળો પડી જાય છે ,સરળાથી ગુસ્સે થતો પ્રેમ નથી ,ભૂલોનો હિસાબ પ્રેમ રાખતો નથી….પ્રેમ મતભેદ ને પોસ્તો નથી…બડાસ મારતો નથી ને મેં કર્યાનું અભિમાન પણ પ્રેમ કરતો નથી જ્યાં અવિશ્વાસ છે ત્યાં પ્રેમ નથી…ને માટે જ પ્રેમ અનાદર કરતો નથી…………………………….હા જયાં સરળતા ,અને સહજતા છે અને દીવ્યપ્રેમમાં તો આસક્તિ પણ નથી….મિત્રો આવા પ્રેમની વાત કુંતાબેન ની કલમે માણીએ
પ્રેમ
પ્રેમ શું છે એ સમજવા દીલ ઉદાર જોઇએ
જન્મથીએ પહેલાં, વિષ્વ્ના ખોળેથી નીસરીએ.
કોખની હૂંફમાંથી માતાની મમતા જાણી લઇએ,
ને જન્મે – માતપિતા, બન્ધુ સ્વ્જનનાં સ્વિકાર માણી લઇએ.
માર્ગે મળેલા સુહ્રુદ સખાની મઝા વીણી લઇએ,
અને કોઇ પર વારી ગયું જો દીલ, સમર્પણ સોહં કરી દઇએ.
મન માંકડું, ભટકે કદી તો માફ કરી દઇએ,
સન્માન સહુનું એમાં જ રહે, જો મીણને ઓગાળી દઇએ.
પાછા જવાનું જ છે – ડાઘ સહુ ધોઇને જઇએ,
ક્ષમા પ્રેમનું મ્રુગજળ, સહુને દેખાડીને જઇએ.
kunta shah
કુન્તાબેન, ઘણા સારા વિચાર આપ્યા – ધન્યવાદ
પદ્માબેન અને કનુભાઈ શાહ
LikeLike