પરિવર્તન-

પરિવર્તન

મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરથી શાળા સુધીના રસ્તામા ચાટની રેંકડી

જલેબીની દુકાન,બરફનાગોલાવાળો

બધું  ખુલ્લું હતુંહવે ત્યાં મોબાઈલની દુકાનવિડિયો પાર્લરબેંક અને .ટી.એમબુથ છે

બધું બંધ બારણે છે.કેવું સુનુ સુનુ લાગે છે?….

 

જ્યારે હું નાનો હતો ત્યારે સાંજ બહુ લાંબી હતીકલાકો સુધી રમતોથાકી ને લોથપોથ થઈ ઘરે જતો.

 હવે સાંજ હોતી  નથી.કોમ્પ્યુટર અને ટી.વીસાથે દિવસ ઢળે છે અને રાત થઈ જાય છે

કદાચ સમય સંકોચાઈ રહ્યો છે…..

 

જ્યારે હું નાનો હતો ત્યારે દોસ્તી બહુ ગહેરી હતીસાથે મળીને ગપ્પા મારતા

એક બીજાને ઘરે નાસ્તા કરતાએક બીજાનુંસુખદુખ વાંટતા

આજે સામા મળિએ તો ચાલવાનું રોક્યા વગર “હાય!” કહીએ છીએ,

sms મોકલીએ છીએ અને તહેવારોમાશુભેચ્છાના ફોન કરીએ છીએ.

 પડોસીને પણ માત્ર લીફ્ટમાં  મળીએ છીએ.

 

આજે પણ મારા ઘણા મિત્રો છે

કેટલાક ભારતમા તો કેટલાક અમેરિકામા છે તો કેટલાક યુરોપમા છે

રોજ મેલથી મળીએછીએસારી સારી વાતો કરીએ છીએ.  

એકબીજા પર સારી છાપ પાડવાનો સતત પ્રયત્ન કરીએ છીએ

ક્યારેય ઝગડતા નથી.  ખબર નથી કે ઝગડા વગરની દોસ્તીને દોસ્તી કહેવાય કે નહિં?

 

લોકો કહે છે દુનિયા નાની થઈ ગઈ છે.

 આજે યુરોપ અમેરિકાના મિત્રો સાથે સહેલાઈથી અને સસ્તામા વાત થઈ શકે છે

યુરોપ  અમેરિકા સહેલાઈથી જઈ શકાય છે.

 ખબર નથી દુનિયા નાની થઈ છે કે મન નાના થયા છે.

 

પરિવર્તનનું પરિણામ શું આવ્યુંહાઈ બ્લડ પ્રેસરડાયાબિટીસ અને ડીપ્રેશન.

પી.કે.દાવડા

જિંદગી સતત બદલાતી રહે છે
 

“પરિવર્તન સંસારનો નિયમ છે”અને એક કડવી વાસ્તવિકતા પણ … એ આપણે બધા જાણીએ છીએ તે છતાં પરિવર્તનો જ્યારે આવે છે ત્યારે તેના તરફનો હરકોઇનો પ્રતિભાવ અલગ અલગ હોય છે, અને એમ થવા કે એમ કરવા પાછળનાં દરેકનાં પોતાનાં આગવાં કારણો હોય છે,પરિવર્તન નો સ્વીકાર સરળતા જરૂર લાવે છે પરંતુ સહજતા ન હોવાથી પરિણામ દેખાય છે ત્યારે એ માત્ર પરિવર્તન સ્વીકારનો પ્રયત્ન જ છે.હું નાનો હતો। ..ત્યારે આમ અને હવે તો આમ ..શું કહે છે પરિવર્તને સ્વીકારવાનો પ્રયત્ન ,સ્વીકાર નથી માટે સહજતા નથી…..

.પરિવર્તનના સ્વીકારથી જીવન સરળ બને છે એમ માનતા અને મનાવતા આપણે સૌ સામાજિક પરિવર્તનોને જ્યારે ન સ્વીકારી શકીએ ત્યારે તેનાથી અલિપ્ત થવા પ્રયત્ન કરીએ છીએ… દરેક વ્યક્તિ અલગ હોય છે ઘણા પરિવર્તનને સૂંઘી લે છે તો ,ઘણાતત્કાળ પગલાં લે છે .તો કોઈ તો પરિવર્તન સ્વીકારવા તૈયાર જ નથી જે સદાય વિરોધ પક્ષમાં છે એને એમને પરિવર્તન થી નુકશાન જ થશે એવો ડર છે અને નુકશાન જ દેખાય છે

.જિંદગી સતત બદલાતી રહે છે …
કેટલીક વાર એ આપણા પોતાના ઈચ્છિત પરિવર્તન હોય છે ક્યારેક અનિચ્છીત હોય છે

…ક્યારેક એ અચાનક થાય છે અને ક્યારેક ખુબ જ મોડા।…પરિબળો ઘણા છે અને એ પરિવર્તનને સ્વીકારતી વખતે આપણે કેવા મૂડમાં હોઈએ છીએ એનો સ્વીકાર એના પર અવલંબિત હોય છે… 

તેમ છતાં ઘણીવાર જેઓ પરિવર્તન સાથે બદલાઇ જવાનું અને તે મુજબ જાતને ઢાળી શકતા હોય તેમના કરતા એવું નહિ કરી શકનારાઓ કરતાંવધુ સારી સ્થિતિમાં જોવા મળતા હોય। પસંદગી તો આપની જ છે,ઘણા ને પરિવર્તનો પ્રવાહ ડરાવતો નથી ત્યારે પ્રવાહ એને અનુકુળ વહે છે। ..જે મોટા મોટા પરીવર્ત ખુદ લાવે છે  …ચાલો ત્યારે આખી  વાતને  યશવંત ઠક્કરની   બે પંક્તિમાં માણીએ….

અહીં…

વાંકીચૂકી પગદંડી ને ત્યાં

 નેશનલ હાઇવે નંબર આઠ 

બનેના પોતપોતાના  નોખા નોખા  ઠાઠ 

સંકલન -Pragnaji  

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પી. કે. દાવડા and tagged , , , , , . Bookmark the permalink.

3 Responses to પરિવર્તન-

 1. Fulvati Shah says:

  Pragnaben,
  your writting is excelent ! Whether it is Introduction of some poems or ‘Snkalan’ on
  some subject. Congrtulations.
  Fulvati

  Like

 2. પરિવર્તન પ્રત્યે આપનું કેવું વર્તન -attitude -છે એના ઉપર ઘણો આધાર રહે છે .

  Everything is changing except change .

  કિતના બદલ ગયા ઇન્સાન એવું એક ફિલ્મી ગીત યાદ આવ્યું।

  Like

 3. P.K.Davda says:

  મારા પરિવર્તન વિષેના આજના ઈ-મેલમાં અને અહીં મુકાયલા વિચારોનો વિરોધ હું જોઈ શક્યો છું, મારા વિચારોમાં પરિવર્તનની જરૂર છે એમ મને સમજાઈ ગયું ઃ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s