મિત્રો
ઝવેરચન મેઘાણી ની કવિતાની એક પંક્તિ યાદ આવે છે આજે ….
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !……..
આવી સ્વત્રંતા મેળવવા આપણે બહુ મોટી રકમ ચૂકવી છે કેટલાય લોકોના બલિદાન પછી આ સ્વાધીનતા ત્રિરંગો બની ને લહેરાય છે પણ આ બધું કયારે અને કોના બલિદાન થકી …
પદ્મા માસીએ એક વાત સરસ કરી છે કે આજે પાસઠ વર્ષ પછી પણ શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા રૂઝાયા નથી ,અને રૂઝાવા પણ જ જોઈએ .
તો જ આપણે સ્વ્ત્રન્તાનું મુલ્ય કદી નહિ ભૂલીએ ..આવા શુભ દિવસે દરેક શહીદો ને આપણા સલામ
સ્વાતંત્ર્ય દિન
ભારતમાં સ્વાતંત્ર્ય દિન અતિ આનંદે ઉજવાય
શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા ના રૂઝાય
અંગ્રેજી દમનના કોરડાના ચિન્હો હજૂય ના ભૂલાય
શીશ વઢાણા વીરબલિદાનીના આજ પણ હૈયુ ઘવાય
સ્વાતંત્ર્ય દિનની પરેડ અને કવાયતના
ત્રિપાંખી સૈનિકોના શુરાતનના ખેલ જોવાય
ટી વી પર દેખાતી સૈનિકોની વીરતાના
અવનવા દૃશ્યો, સમાચાર ગૌરવ ભર્યા દેખાય
દેશની રક્ષા કરનાર સરહદ પરના જુવાન જુગ જુગ જીવો
દેશનો લહેરાતો ગૌરવવંતો ત્રિરંગો વિશ્વમાં અમર રહો
પદ્માબેન કનુભાઈ શાહ
My heartiest congratulation on Indipendance day of India.
LikeLike