મૃત્યુ -ઉંચો વ્યાજ વટાવ

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય પ્રવીણભાઈ દેસાઈ  હવે આપણી વચ્ચે નથી.

ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે  પ્રભુ શરણ પામ્યા છે .

ગુજરાતી સમાચાર જગતના જાણીતા પત્રકાર પ્રવીણભાઈ ની ખોટ સમગ્ર સમાજને વર્તાશે .

અમેરિકાની ધરતી પર પ્રકાશિત થતા અખબાર, સાપ્તાહિક અને તેમાંય વિશેષ કરીને “ગુજરાત ટાઈમ્સ”માં સીલીકોન વેલી અને સનીવેલ સીટીને સૌ પ્રથમ ચમકાવનાર ઝળહળતો તારો આજ અચાનક અસ્ત પામ્યો. શ્રી પ્રવીણભાઈ દેસાઈ શ્રીજી ચરણ થયાના સમાચાર જાણી દુ:ખ થયુ. અહિ રહીને પણ માદરે વતન ગુજરાતમાં “અકિલા” મારફત સીલીકોન વેલીની સાચી ઓળખ આપવામા તેમનો મોટો ફાળો હતો.તેઓ નિડર, નિખાલસ, નિરાભિમાની, નિઃસ્વાર્થી અને નિઃસ્પૃહી પત્રકાર હતા .  કોઈની પણ શેહ શરમમાં આવ્યા વગર સાચી અને સચોટ હકીકત રજુ કરતા તેઓ અચકાતા નહિ. આ ઉપરાંત તેઓ  મિતભાષી,  સદાય હસમુખા,   આનંદી અને માયાળુ  , તેમની યાદ શક્તિ ગજબની હતી. પ્રોગ્રામમાં કોઈપણ જાતની નોન્ધ – notes – લખ્યા વગર તે પ્રોગ્રામનો આબેહુબ હેવાલ રજુ કરવામાં તેઓ પારંગત, પાવરધા ને કુશળ પત્રકાર હતા.   એમની એ કુદરતી બક્ષીસ હતી.

પરમાત્મા તેમના પૂણ્ય  આત્માને પરમ શાંતિ અર્પે.   બેન પ્રમિલાબેન ને પરિવારના સૌને આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના  સહ ………..

કનુભાઈ  શાહ 

વિજયભાઈ શાહ Houston થી આ સાથે મોકલેલ કાવ્ય દ્વારા સમગ્ર પરિવારના દુઃખમાં સામેલ થયા છે
 આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે
Vijay Shah - YaYa VaR

7 thoughts on “મૃત્યુ -ઉંચો વ્યાજ વટાવ

 1. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે. વિજયભાઈએ આપેલી શ્રધ્ધાંજલીમાં હું મારો સૂર પૂરાવું છું.

  Like

 2. અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય પ્રવીણભાઈ દેસાઈ હવે આપણી વચ્ચે નથી.

  ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે પ્રભુ શરણ પામ્યા છે .

  ગુજરાતી સમાચાર જગતના જાણીતા પત્રકાર પ્રવીણભાઈ ની ખોટ સમગ્ર સમાજને વર્તાશે .
  Read the Post with a Kavya Anjali !
  Nice Tribute !
  May His Soul rest in Peace !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Pragnaben…Inviting you to Chandrapukar !

  Like

 3. આદરણીય સ્વ . પ્રવીણભાઈ દેસાઈ ના આત્માને પ્રભુ ચીર શાંતિ બક્ષે।

  મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા .

  Like

 4. આદરણીય સ્વ . પ્રવીણભાઈ દેસાઈ ના આત્માને પ્રભુ ચીર શાંતિ બક્ષે।
  કઈંક દેવા જ મથતું વ્યક્તિત્ત્વની ખોટ તો પડે જ….

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. Dear Pragnaben,   I heard yesterday that Sharadbhai’s mother passed away, too.  Please, accept our condolences and prayers for the departed soul.  I know you loved and respected her tremendously.  She will be still mentally reachable, I know that you know it.   Regards, Kunta and Dilip    

  ________________________________

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.