મિત્રો
એક ખુશીના સમાચાર સાથે જાણવાનું કે સાહિત્યક્ષેત્રે કાર્યરત એવા ડૉ. મહેશભાઈ રાવલ(રાજકોટ) બે એરિયામાં કાયમી વસવાટ માટે આવી ગયેલ છે અને તેનો લાભ રજૂઆત દ્વારા આપણને મળતો રહેશે પરંતુ ,જેઓં લખવા ઈચ્છતા હોય અથવા લખતા હોય તેમને તેનું માર્ગદર્શન પણ મળતું રહેશે. તો વિના સંકોચે તેમને email અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકશો .
આ સાથે એમની લખેલી નો તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” ની ૧૦૦મી છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહી છું .આ ગઝલની પહેલી બે લાઈન મને એટલી સ્પર્શે છે કે સહજતાનો સહારો લઇ તેઓ અહી સુધી પહોચ્યા. આમ જોવા જઈએ તો આખી ગઝલમાં કયારેક ઉત્તમ વિચારો તો કયારેક જાતઅનુભવ અને અંતે આધાત્મિકતા નજરે ચડે છે ,આમ ભાવ અને લયનો જવાબ જ નથી ટુકમાંએક સફળ કવિના શબ્દોની તાકાત અનુભવી છે.
આપ સર્વે પણ આ અનુભવી કલમને માણો.
ડૉ. મહેશભાઈ રાવલ શબ્દોનુંસર્જન બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત..
તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા
અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
ડો.મહેશ રાવલ
ડૉ.મહેશ રાવલ.http://navesar.wordpress.com
408-329-3608
મિત્રો શબ્દોનુંસર્જન બ્લોગની પણ આ ૧૦૦મી પોસ્ટ છે
LikeLike
Pragnaji,
Congratulations for your ” Century of Posts “. Also Congrtulations to Dr. Mahesh Raval for compliting his third book of Gazals. ” We all reach up to here….”
Fulvati Shah
LikeLike
આભાર પ્રજ્ઞાબેન,
કેવો યોગાનુયોગ…! આજે ‘શબ્દોનું સર્જન’ ની, ૧૦૦ મી રચના પોસ્ટ થઇ અને એ, મારા ગઝલસંગ્રહ ‘ નવેસર’ની પણ ૧૦૦ મી ગઝલ…!
LikeLike