“એક પ્રભુની બાદ તમારો હાથ છે અમારે માથે”-પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો જાણો  છો આજે ફાથર્સ  ડે ..માં ઘરનું માંગલ્ય તો પિતા એ ઘરનું  અસ્તિત્વ હોય છે જે ઘરમાં પિતા હોય તે ઘર તરફ કોઈ પણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.દેવકી અને યશોદા ના કાર્યની પ્રશંશા જરૂર કરજો પરંતુ મધરાતે નદીના પૂરમાં માથા પર બાળકને સુરક્ષિત લઇ જનાર વાસુદેવ ને પણ જરૂર પ્રણામ કરજો .રામ કૌશલ્યા  પુત્ર હતા, પરંતુ ભૂલતા નહિ પુત્રના વિયોગથી તરફડીને મૃત્યુ પામનાર એક રાજા નહિ પરંતુ પિતા દશરથ હતા.ઠેશ વાગે ત્યારે શબ્દ નીકળે છે “ઓ માં “પરંતુ જીવનની મુશ્કેલીઓમાં “બાપ રે “ના ઉદગાર અનાયસે નીકળી જાય છે. .આજે પણ જયારે જયારે છે મારી આંખો માં આંસુ આવે છે ત્યારે પપ્પા યાદ આવી જાય છે …જેણે મને નાનપણમાં રાજકુમારી અને પરીઓની વાર્તાઓ સભળાવતા.એજ પપ્પા જેણે હિચકે બેઠા વિચારોની એવી ઉંચાઈએ લઇ જાય જે હું સ્વપને પણ ન પામી શકું ..એજ પપ્પા જેણે મારો પરિચય લાઓત્સું ,કબીર કૃષ્ણ ઈશુ અને ગાંધી જોડે કરાવ્યો ,જીદગીની ભુલભુલામણી માં માર્ગ શોધતા શીખવ્યું .એજ પપ્પા જે નાની નાની વાતે ખીજવાય જાય અને વખત બેવખત  જોયા વગર ચા અને પાણી માંગે ,અને કયાં છે મારી પેન ?કોને લીધી કહીને ગુસ્સે થનારા અમારા પપ્પાજી અમારી વગર એકલા રહી પણ ન શકે,અને જમી કે તૈયાર થઇ પણ ના શકે .આ એસો આરામ આજે એમના જ લીધે … ખોટા વ્યહવારોમાં ઢંકાયેલી દુનિયાની ઝાંખી એમને વાતવાતમાં કરાવી…આંગળી પકડીને ચાલતા એમણે શીખવ્યું અને ઘરની ચાર દિવાલની બહાર પણ મારા પહેલા કદમ એમણે જ માંડી  આપ્યા ,   પપ્પા એ મને પાંખો આપી….. ..મિત્રો લખવા બેસું તો શબ્દો, પાના અને શાહી ઓછી પડે. …પરંતુ આજે આપણા જાણીતા લેખિકા પદ્મામાસીએ એક સુંદર કવિતા લખી મોકલી છે જેમાં મારે જે કહેવું છે તે બધું જ આવી જાય છે.મને ઘણી વાર એમ થાય ફાધર ઉપર નિબંધ લખવો સરળ છે પણ તેના પર કાવ્યમાં રજુઆત એટલી સહેલી નથી .   પિતાશ્રી કુટુંબનો ‘મોભ’ અને તે મોભને આંબી જવું એટલું સહેલુ નથી હોતું!!! . 

 

પિતાશ્રી! આપને “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

પિતાશ્રી! સ્વીકારજો વંદન આપના પુત્ર પુત્રીના
ઉછેર્યા સદાયે  અમોને અતુલ્ય પ્રેમ વાત્સલ્યમાં
અપમાન ગળતા શિખવ્યું, સંયમ, ત્યાગ ને સહનશીલતા
એક લોહીની સગાઇ કદી ન તૂટતી ભાઈબેનની એકતામાં

ભાઈ બેનના હૈયાના વાત્સલ્ય ઝરણા નિરંતર વહેતા રહ્યા
શિખવ્યા અનેરા પાઠ બાળપણથી, શિસ્ત, આજ્ઞાપાલનના
ક્રોધી ક્રોધાગ્નિમાં જાતે બળે ને અપશબ્દ બોલી બીજાને બાળતા
‘ક્ષમા વિરસ્ય ભૂષણમ’ એ અમુલ્ય જ્ઞાન દીધુ તમે અમ જીવનમાં

દયા, નમ્રતા, ઉદારતા, ધીરજ ને હિંમતના બોધ અનેક દીધા તમે
હે પરમ પિતા પરમેશ્વર!!  મુજ પિતાનું  તેં  શ્રેષ્ઠ સર્જન દીધું  મને

****પદ્માબેન  કનુભાઈ  શાહ****

આજે મારા પપ્પા હાજર નથી પરંતુ જયારે જયારે હું લખવા  બેસું ત્યારે  મારા પપ્પાની જેમ મને કનુકાકા મદદ કરવા આવી જાય છે એમના માર્ગદર્શન વગર હું જાણે લખવા  માટે અધુરી છું , એવું મને હંમેશા  લાગે છે ..એવા મારા પિતા સમાન કનુકાકાને મારા “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

6 thoughts on ““એક પ્રભુની બાદ તમારો હાથ છે અમારે માથે”-પદ્માબેન કનુભાઈ શાહ

 1. Dear Jijaji and Motiben,

  What a terrific , heart moving writing on Fathers Day! Having lost my father when I was ten years old, Jijaji (Kanubhai Shah) has been our Jijai and Father figure. He stood in line for our admission in college, he arranged for us to stay in charity hostels, and he showered us with generous gifts on several occasions. So for this powerful write up and for the Fathers Day my Pranams to Motiben and Jijaji. Motiben, day by day your writing skill has been increasing like sharad pakshano chandra!
  I have not read such powerful write up any where from any one. I also see reflections of several real life experiences in this write up. May God bless you with good health and excellent writing in the coming years. With Pranams,

  Dinesh O. Shah, Gainesville, FL, USA

  Like

 2. શ્રી ગણેશાય નમઃ
  મુરબ્બિ પદ્માબેન તમારું પિતા ઉપરરની કવીતા
  ખુબજ સુંદર છે વાચિ આનંદ થઇ ગયો મારા ભાવ
  નીચે લખી મોકલું છું

  પિતા ના પ્યારને ગાવો

  અનેકો એ જગતભરમાં માતા તણી મમતા ગાઈ
  અહીં આજે હવે મારે અખુટ પિતાના પ્યારને ગાવો
  સમજસો ના કે એ મુજને જનેતા સ્નેહ ના ગમતો
  અહીં આજે કની મારે ઊભયને ઐક્યંમાં જોઈ
  પિતાના પ્યારને ગાવો
  કઠ્ણ જે વજ્રથી હૈયું દ્રવિત પુષ્પો સમું જોયું
  અમારા સુખ્ખો તણા કાજે સમય સામે થતાં જોયું
  અગનથી જે ભરી આંખો નીતરતા અમ્રતે જોયું
  અનુભવનું પીયુષ સિંચી જીવનને ઊગતાં જોયુ
  સત્યતા ને નિડરતા થી હ્રુદય આખું ભરી દીધું
  ” યા હોમ કરીને કૂદો ” અંતરતમ રોપી દીધું
  દેતા રહો ના માગસો કર્મ નીત કરતા રહો
  ગાતા રહી ગોવીદ નીત આનંદથી હસતા રહો

  રમેશ પટેલ “પ્રેમોર્મિ”

  Like

 3. I too lost my dad early, during my college years. After marrying, Asmita, I started calling her father, Pappa (Kanubhai A.Shah) and I do not know how and why, but within a year or less, I had the same emotion about him, as a father as Asmita, rather than father-in-law, Looking back, I think, that beacuse he treated me like a son, rather than son-in-law, This is a very emotional poem on father. Althouh, we learn about Father’s day after coming to USA, however, I have not seen such a powerful poem with lots of emotions and love in Englishon on “Father” as I have felt on this one. Needless to say, it is indeed a beautiful poem and it truly made my day, thingking about my dad, by reading this poem on “Fathers day”. Thank you.

  Rajanikant Shah

  Like

 4. Hi Padmaben:

  Your enclosed Gujarati Poem for Father’s Day is excellent. It reminded me of my Dear Father who taught me all the wisdom. He did lots of sacrifice for my family and me. He also taught us “Khshma Virasya Bhushanam.” My father to whom we called Bapuji was real Gandhivadi, just like your father. Unfortunately, he is not with us today, but his great memories have been with me forever and ever. I pray to him every day and to his symbol of Palm Tree which is standing tall at Nitilaxmi Park that I have created at my house in my back yard in loving memory of my Dear Mother Nitilaxmiben.

  Thank you for sharing your excellent Gujarati Poem with us on occasion of Father’s Day. You and Kanubhai are one of our best friends and ideal parents for your kids. Please continue sharing your great knowledge in Gujarati Sahitya and your wonderful Gujarati Poetries. May God bless you and Kanubhai!

  With all the Best,
  Dino Kachhi

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.