મિત્રો આ વખતે Mothers Day ઊજવવાનો મોકો મને મારી માં સાથે મળ્યો .મારા નવ્વાણું વર્ષના સાસુ અને માં બંને સાથે ઉજવ્યો ત્યારે માસીની આ કવિતા જાણે સાર્થક અનુભવી ..માં નો દિવસ માત્ર એક દિવસ માટે ના હોય એ આપ સહુ જાણો છો ….માટે આ કવિતા Mothers Day વિના ગમે ત્યારે વાંચશો તો માંના વ્હાલ સમી મીઠી લાગશે .
મા … એ … મા
સૌથી વ્હાલી છે મને જગમા મારી મા
નમન કરૂં હું તુજને ઓ મારી વ્હાલી મા
હરખે ઉછેરી મને અંતરના કોડ ભરી
આશિષ સદાવરસાવતી ઓ મારી મા
હાલરડા સંભળાવતી ને હેતે સુવાડતી
શ્રવણ, પ્રહલાદની વાર્તા સંભળાવતી
હળવે પગલી ભરાવતી ને પ્રેમે જમાડતી
બીક, ડરપોકપણું દૂર કરાવતી , ઓ મા
શિસ્ત અને સત્ય કેરૂ વાંચન તું કરાવતી
ક્ષમા અને દયા કેરી આપવીતી સુણાવતી
‘ હિંમત ના હારવી ‘ એ સૂત્રો ભણાવતી
સ્નેહ અને સંપ કેરી ભાવનાઓ રેડતી
પળ પળ જીવનની એક વ્યર્થના વિતાવવી
તનમન જીવનની ક્ષણને નિષ્ક્રિય ના રાખવી
હૈયાના ભક્તિ ભાવે ચરણ સ્પર્શ કરૂ આપને
જન્મો જન્મ પ્રભુપાસે માગુ હું ” મા ” આપને
પદ્માબેન કનુભાઈ શાહ
khub sunder rachana !
LikeLike
Aabhar
LikeLike
Thanks Pragya for this lovely poetry
________________________________
LikeLike
Padmaben, it is a deeply moving portrait of an ideal mother! You have described each wonderful quality of an ideal mother! Congratulations for a touching poem on Mother!
LikeLike
This poem is a reflection of Poet’s and her mother’s “Nirmal” hearts. This is just beautiful poem. Dhanyavad to both Poet and her great Maa.
LikeLike
વાહ! બહુ સુંદર ભાવભીની રચના. મ્હાણી આનંદ થયો.
સરયૂના નમસ્તે.
LikeLike
Beautiful and very touchy ! Great choices of excellent Gujarati words to describe the true ” bhav” for mother. Thank you for sharing it with us.
Rajani and Asmita Shah
LikeLike
સુંદર!
LikeLike