“જય જય ગરવી ગુજરાત, …. ” (ગુજરાત સ્થાપના દિવસ)

મારા વ્હાલા ગુજરાતના સૌ ભાઇઓ અને બહેનો,

આજે ૧લી મે છે પ૩માં ગુજરાત સ્થાનપના દિવસના ગૌરવવંતા અવસરે રાજ્યના સૌ નાગરિકોને અંતઃકરણની શુભકામનાઓ પાઠવતાં ગુજરાતીની સાચી ઓળખ વિષે અને ગુજરાતી  મિજાજના દર્શન કરાવતું એક કાવ્ય રજુ કરું છું .

ચાલો  ગુજરાતી ભાઇઓ સાથે મળી ને ઉજવીયે આપણા ગુજરાત નો સ્થાપના દિવસ.

અમે    ગુજરાતી

અમે સૌ  ગુજરાતી છીએ સાકર  સરખા મીઠા
સૌ જન સાથે હળીએ  મળીએ હળવે હસતા હસતા
દૂધની ચ્હાના મીઠા ઘૂંટડા લહેજતથી અમે પીતા
‘આવો’  ‘આવજો’ સ્નેહે કહીએ પડોશીને ના વિસરતા

શ્રીખંડ પુરી, ઉંધિયું ખમણ, પાતરા  કચોરી ખાતા
સ્નેહી સબંધી યાદ કરીને જમાડીને પછી જમતા
ઉઠતાની  સાથે પ્રભુને સ્મરીએ ધરતીમાને નમતા
માતપિતાના ચરણ સ્પર્શથી ધન્ય દિન અનુભવતા

સ્નાન સ્તવન ને નિત્યકર્મ કરી સૂર્યદેવને નમતા
મેથી પાક અડદિયા શિયાળે સૂંઠ વસાણા  ખાતા
ઘારી ઘૂઘરામઠિયા મગસ સૂતરફેણી  ના ભૂલતા
હોળી, દિવાળી સુંદર તહેવારો આનંદે  ઉજવતા

ભાઈબીજ, રક્ષાબંધને ભાઈબેન  ઉમળકે મળતા
મીઠાઈના બોક્ષ લઈને બેનના ઘરે પહોંચી  જાતા
રેશમના એ પ્રેમ તાંતણે ભાઈબેનના હૈયા બંધાતા
રોમ રોમ પુલકિત થઇ,  ઉરના ઉમંગે  છલકાતા

અમે તો સૌ ભાઈ ગુજરાતી ………….

             પદ્માબેન કનુભાઈ શાહ

8 thoughts on ““જય જય ગરવી ગુજરાત, …. ” (ગુજરાત સ્થાપના દિવસ)

 1. Padmaben has written the best aspects of our Gujarati culture in her poem as we remember it. On the average Gujarati praja has been friendly to every one. During the past 50 years large number of non-Gujaratis have migrated to Gujarat for jobs, business etc and have blended into Gujarati Culture. Excellent poem describing the beauty of Gujarat!

  Like

  • અભાર દિનેશભાઈ ,
   આપ જેવા કવિ આવી સરસ comment આપે પછી પૂછવાનું જ ના હોય ..આપનો અભિપ્રાય માસીને લખવાનું જોમ આપશે ..
   Thanks for visiting blog

   Like

 2. અસ્મિતાના મમ્મીને સાદર નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત.
  એમને આ કવિતા ગમશે>
  સંતાતું ઘડપણ
  મૃદુલ મુખાર્વિંદ ચપળ ચરણ લઈ બચપણ દોડી આવ્યું,
  પૌત્ર પૌત્રીના ચહેરામાં થઈ ગુલશન ખીલી સમાયું.
  મંત્રમુગ્ધ પુષ્પો પાછળ આ જર્જર પાન સૂકાયું,
  બાલ છબીમાં, વરવું ઘડપણ, આપ સજી ભરમાયું…
  બાળપના એ નાજુક પગલાં દોડ દોડની આયુ,
  પાપા પગલી જલ્દી દોડે, રાહે ના રહેવાયું,
  માન્યું આવે ધીમી ચાલમાં જર્જર એ નરમાયું,
  ખ્યાલ નહીં કે ઓર ઝડપથી આવ્યું એ રઘવાયું…
  માતામહ બાળકને દેખે, આપ વદન અણદેખ્યું,
  ફૂલ ગુલાબી ચહેરા દેખી, મલક મલક હરખાયું.
  અહો! અરે! પણ શિઘ્ર ગતિથી આવીને વરતાયું,
  બચપણ પાછળ સંતાતું, આ ઘડપણ દોડી આવ્યું….
  સરયૂ પરીખ

  Like

 3. ““જય જય ગરવી ગુજરાત, …. ” (ગુજરાત સ્થાપના દિવસ)
  Murabi Padmaben tame sars kavya lkhu vachi ne aanand the gayo abhi nandan
  gujart ane gujrati vishe sachi vata saras shbadoma kahi didhi

  Ramesh Patel
  premormi

  Like

 4. My Dear Motiben Padmaben,
  What a wonderful imagination and feelings of “Gujarati Society and Gujarat”. Very happy to read this poem on a “Gujarat Day”.Thanks to Jijaji for inspiration and thanks to Pragnaji for publishing this poem on right time.Congratulations !
  Fulvati

  Like

 5. Congratulations to Mammiji. This is very nice poem. Asmita and I have forwarded this poem to our friends. We are proud of Mammiji enthusiasm and command on her Gujarati language. Please keep sending us her poems so that we can enjoy it and share with our friends.

  Asmita and Rajanikant

  Like

  • બ્લોગ આવ્યા બદલ અને વડીલોને પ્રોત્સાહન આપવા માટે આપ સર્વેનો આભાર

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.