કૃષ્ણકાંત ઉનડકટે એક વાત ખુબ સરસ કરી કે
ઘડિયાળ અને તારીખિયું એ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત બદલાતું રહે છે. કંઈ જ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય છે અનેવાવાઝોડાનું આયુષ્ય પણ લાંબું નથી હોતું. સતત બદલાતું રહેવું એ સૃષ્ટિ, પ્રકૃતિ અને જિંદગીનો ઉથાપી ન શકાય એવો નિયમ છે. બધું જ બદલાતું હોય તો પછી માણસ કેવી રીતે કાયમ માટે એકસરખો રહી શકે?
સમયની સાથે માત્ર ઉંમર નથી વધતી પણઘણું બધું વધે છે. ઉંમરની સાથે બધું વધે જ એવું જરૂરી નથી. ઘણુંબધું ઘટે પણ છે. ઉમરની સાથે પ્રેમ બદલાય છે .પહેલા વેણી એ પ્રેમનું રૂપ લીધું અને હવે સવારે ઉઠી એમની દવા ,એમના ચશ્માં અને લાકડી જ જાણે પ્રેમ દર્શાવવાની રીત ..આનો અર્થ પ્રેમનું ઘટવું નથી પરન્તું તેના સ્વરૂપનું પરિવર્તન જાણે .જિંદગી સતત બદલાતી રહે છે .ઘણી વાર આપણી જિંદગીમાં થતા પરિવર્તનથી આપણે વાકેફ હોઈએ છે અને ઘણીવાર ખબર પણ નથી પડતી અને આપણે બદલાઈ જતા હોઈએ છે.પરિબળો ઘણા છે અને એ પરિવર્તનને સ્વીકારતી વખતે આપણે કેવા મૂડમાં હોઈએ છીએ એનો સ્વીકાર એના પર અવલંબિત હોય છે એ બધાથી થોડી અલગ સ્થિતી સામે આવે ત્યારે એ થોડો શિયાવીયા થઈ જાય – અકળાઈ જાય છે. એક સિમ્પલ ઉદાહરણ આપું તો અમારા માસી સાથે વાત કરતી હતી કે અમે અમેરિકામાં આવ્યા .બધું બદલાઈ ગયું અમે પણ જાણે બદ્લીગયા ..મારી ગુજરાતી સાડી કયારે પેન્ટ સર્ટમાં ફેરવાઈ ગઈ અને સીરિયલે કયારે મારા ગાઠીયા નું સ્થાન લીધું જાણે ખબર જ ના પાડી …શું આનું જ નનામ પરિવર્તન .. છે ઘણા આ અલગ સ્થિતિને અપનાવી નથી શકતા ત્યારે હોય છે માત્રે ફરિયાદ એક સિમ્પલ ઉદાહરણ આપું તો .ઘણા સીનીયર વતન છોડીને અમેરિકામાં આવીને વસ્યા પછીઆવી અકળામણ અનુભવતા હોય છે.. આ અલગ સ્થિતિને અપનાવી નથી શકતા ત્યારે હોય છે માત્ર ફરિયાદ …સવાલ એ છે કે… ભરતી અને ઓટમાં તમે તમારી વિશાળતા કેટલી જીવંત રાખો છો? તો પછી માણસ કેમ ‘ગ્રેસ’ ગુમાવી દેતો હોય.? પરિવર્તન નો સ્વીકાર એટલે જ જિંદગીનો હકારાત્મક અભિગમ.
દરેક સ્થિતીના અઢળક પાસા રહેલા હોય છે..સાચા..ખોટા…શક્ય ..અશક્ય…પણ માનવી પોતાની માન્યતા પ્રમાણે..પોતાની સાનુકૂળતા..પોતાને પડેલી ટેવ પ્રમાણે જ એમાંથી રસ્તો પસંદ કરતો હોય છે…ન સ્વિકારી શકનારા અને પોતે પાછળ રહીગયા તેવો પસ્તાવો કરનારા ઘણા હોય છે… આવી વાતનો સરળ ઉપાય બતાવતા સ્નેહા પટેલ કરતા કહે છે કે પરિવર્તન શરુઆતના તબક્કામાં જ અઘરું લાગે પછી ટેવાઈ જવાય છે..તો દોસ્તો..ક્યારેય પરિવર્તનને સ્વીકારવાથી ગભરાઓ નહીં. એકની એક માન્યતાઓ ઉપર ચાલ્યા કરવાને બદલે પરિવર્તનના રીસ્ક લઈને એના મીઠા ફળ મેળવવાની જીદ્દ દિલમાં રાખશો તો દુનિયાની કોઇ તાકાત તમને તમારી મનપસંદ મંઝિલ સુધી પહોંચતા નહી રોકી શકે.
મિત્રો આ સાથે આ બે બ્લોગ પર ના લેખ જરૂર વાંચજો…
thanks to……
http://krishnkantunadkat.blogspot.com/
http://akshitarak.wordpress.com/2012/07/19/parivartan-3/#comment-4441
ચિંતનાત્મક લેખ
LikeLike
આભાર
LikeLike
hasta ke radta svikarvuj rhyu, m i right? aapne potej apni majil chie to bas hu mane gamu chu, jindgi ni best xano mani rhi chu enathi uttam shu che. present is present of my life.
LikeLike