મિત્રો
પ્રવીણભાઈ આપણાં બ્લોગ પર પહેલ વહેલા આવ્યા છે ..તો એમનો પરિચય એમની વ્યંગ કવિતા દ્વારાજ કરાવું છું..અને હા એમની એક ખાસ વાત બધા વડીલોને જણાવીશ, લ્યો એમના શબ્દોમાં જ કહું કે … (આપણામા કહેવત છે કે નવરા બેઠા નખ્ખોદ વાળે. આજે મને નવરાશ છે, અને કંઈંક લખવાનુ મન થાય છે. પણ શું લખું?) અને બસ કલમ ઉપાડી અને ચાલવા માંડી.. મિત્રો એમની સલાહ લેવા જેવી ખરી .. તો મિત્રો માણો એમની કવિતા .
બૂરા ન માનો.. હોલી હૈ’ કહેતા આવ્યા છીએ વર્ષોથી આપણે, હોળી-ધૂળેટીમાં કોઈ પોતાના પર રંગ લગાવવાની ના પાડે એટલે તરત બૂરા ન માનો.. કહી તેને રંગી નાખે છે પરંતુ એક દિવસ મોઢું ભલે લોકો લાલ રાખે પણ …આજે લગભગ રોજની થઈગયેલી હૈયા-હોળી તો જન સામાન્યના માનસમાં સતત પ્રગટેલી જ રહે છે. એ આપણે ભૂલવું ના જોઈએ .. અને આપણે ભૂલી જઈએ તો પણ દાવડા સાહેબ જેવા કવિ વાર તહેવારે કવિતા દ્વારા કટાક્ષ કરી જિંદગીની વાસ્તવિકતા યાદ કરાવી જાય છે ..
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે
એમની આ ચાર પંક્તિ જિંદગીના સચ્ચા રંગો દેખાડી આપણાં આત્માને જગાડે છે ..અંગ્રજો આપણને લુંટતા એ તો સમજ્યા કે પારકા હતા .પણ આપણાં પોતાના છેતરે છે એનું શું ?????હોળી પ્રાગટય : અસૂરી શક્તિના વિનાશનું પ્રતિક છે તો”‘બુરા ન માનો હોલી હૈ’…. ક્યા સુધી કહેતા રહેશો ?…….
(ભૂજંગી)
કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
જલાવો તમે આજ હોળી મજેથી,
ઉડાડો ગુલાલો અને રંગ બીજા,
અને માનજો બાળી નાખી બુરાઈ.
ભલે છેતરાઓ તમારી જ જાતે,
નથી નાશ પામી બુરાઈ જરાએ,
હજીતો વધારે વધે છે બુરાઈ,
હજી આજ લોકો રહ્યા છે લુટાઈ.
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.
કરો નાશ આ દાનવોનો પહેલા,
પછી છો ઉડાડો થઈ રંગ ઘેલા;
રંગો મુખ કાળા ધુતારા જનોના,
મનાવો પછી રોજ હોળી મજેથી.
પ્રવીણભાઈ કે. દાવડા
શ્રી પ્રજ્ઞાબહેન,
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.
આદરણીય વડીલ દાવડા સાહેબની વ્યંગ કરવાની રીત અનોખી
અને બેનમુન છે. નામ પ્રવીણભાઈ છે અને જીવનના પાસાઓનો
અનેરો અનુભવ પણ આલેખે છે. જીવનના પ્રસંગોને સત્ય છુપાવ્યા
સિવાય સહજતાથી રજુ કરી શકે છે એટલે વ્યવહારમાં પ્રવીણતા કેળવી છે.
તેમની વાણી અને લેખનનો લાભ અચૂક લેવા જેવો છે.
LikeLike
નવો પરિચય થયો. ઘણો આનંદ માણ્યો…આભાર.
http://rajvaidyamh.wordpress.com/
LikeLike
like it very much
LikeLike