નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃતિ કરવાનો અવસર

મિત્રો,
આપણે જયારેઆ બ્લોગની રચના કરી ત્યારે એનો મુખ્ય હેતુ આપના વડીલોને પ્રોત્સાહિત કરવાનો હતો ..કારણ .
કેટલાકને નિવૃત્તિ પચતી નથી. નિવૃત્તિ આવતાં તેઓ ખાલીપણું અનુભવે છે, નિવૃત્તિમાં સરખી ગોઠવણ ન થાય તો સમય કેમ વિતાવવો એ ચિંતાનો વિષય બની રહે છે. નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનો ગંભીરતાપૂર્વક આપણે  ભાગ્યે જ વિચાર કરીએ છીએ.  મનુષ્યને જે નામ અને શરીર મળ્યાં છે તેને તેણે સાધનરૂપ ગણી  તે બન્નેનો ઉપયોગ કરવો જોઈએ.સમજણપૂર્વક છોડવું એ જ સાચી નિવૃત્તિ છે.ઘણા નિવૃત્તિને સ્વીકારી શકતા નથી … જે સંયોગો છે તેનો સ્વીકાર કરી લેવો અને શાંત ચિત્તે તેમાંથી રસ્તો કાઢવો, એનું નામ સમજણ..

આજ વાત દાદા અને વિજયભાઈ તેમના પુસ્તકમાં લઇ આવ્યા છે ..જિંદગીના સત્યને સહજ  સાદા પણ પ્રભાવશાળી શબ્દોમાં  રજૂ કરતુ પુસ્તક  વાંચવાનું ચૂકશો નહિ .. દાદા ક્હે છે …..“હકારાત્મક જીવન એ સુખી થવાની ગુરુચાવી છે.”   નિવૃત્તિ વિષયની  સમઝમાત્ર એક વાક્યમાં ..*તો  પાના ૮૯ પર દેખાડેલો  તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત માત્ર નિવૃતિમાં નહિ જીવનમાં પણ કામ આવે તેવો છે  “અનેકાંતવાદ એમ કહે છે – – મારો અભિપ્રાય સાચો હોઈ શકે અને તમારો અભિપ્રાય પણ સાચો હોઈ શકે.” આ પુસ્તક વાચ્યા પછી  હુંપણું અને મારાપણું ઓગળી  જાય ….  જીવન હળવુંફૂલ બની જશે .. આ પુસ્તકમાં અમુક લેખો હળવાફૂલ છે ,આ પુસ્તક વાચ્યા  પછી નિવૃત્તિની પળો માણશો ..એ સાવ જુદી હશે
દાદા પાસે વર્ષોનો અનુભવ છે  અને વિજયભાઈ પાસે થીઅરી . કોની વાત કરું? મારી ક્ષમતા બારની વાત છે એના કરતા આ વાંચી લો તો જાતે જ અનુભવશો..

દરેકે વાંચન, ચિંતન, અને આચરણ કરવા જેવું રસમય પુસ્તકઃ “નિવૃત્તિની પ્રવૃત્તિ’

“નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક  ભારત ખાતે કિફાયતી દરે ઉપલબ્ધ છે.

        હરેકૄષ્ણ મજમુદાર દાદા આ પુસ્તક દરેક લાઇબ્રેરી અને ઘરડાઘર ખાતે મોકલવા ઇચ્છે છે .

માહિતી જેવી કે સરનામુ અને સંપર્ક નંબર સાથે માહિતી મોકલવા વિનંતી

હરેક્રિષ્ણ મજમુદાર (દાદા) નો સંપર્ક (650) 325-2760.
haripremi@hotmail.com
450 Melville Avenue
Palo Alto CA 94301

Address in India is
Adarsh prakaashan
Bala hanuman paase
gandhi road
Contact Nirav madrasi 9898458495

વિજય શાહ નો (ભારતમાં)સંપર્ક
0265- 2784446
Vijaykumar.shah@gmail.com
૩૬ નીલકમલ સોસાયટી
નિઝામપુરા, વડોદરા ૩૯૦ ૦૦૨

ન્યૂ જર્સીમાં ૨૦૦૬માં ભરાએલી વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સમાં વિજય શાહની ‘દાદા’ તરીકે ઓળખાતા હરિક્રિષ્ણ મજમુદાર  (હરિપ્રેમી) સાથે પ્રત્યક્ષ  મુલાકાત થઈ. એકલા આવેલા દાદાની તબિયતની સંભાળ રાખવા વિજયભાઈ હોટેલમાં  દાદા સાથે એમની રૂમમાં તેમના કેર ટેકર તરીકે રહ્યાં. અને સિનિયરોની સેવા અંગે ઘણી વાતો થઈ. દાદા પાસે વર્ષોનો અનુભવ હતો અને વિજયભાઈ પાસે થીઅરી હતી. એ પછી એ બન્નેની સાધનામાંથી સર્જાયું “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક જે અમેરિકાના “AuthorHouse” દ્વારા તાજેતરમાં પ્રગટ થયું છે.પેલો એલ્ટો, કેલિફોર્નિયામાં વસતા અને કેટલાક દાયકાઓથી વેલફેર અને ઈમીગ્રેશન અંગે ફી વિના મદદગાર થતા દાદા હાલ ૯૦ વર્ષના છે. દાદા હકારાત્મક જીવન જીવવાનો વ્યવહારિક સંદેશો આપનારા, અને પૂર્વગ્રહો છોડી આજમાં જીવવાની શીખ આપનારા ગુરુ છે.અને હ્યુસ્ટન, ટેક્સાસમાં વસતા ૫૭ વર્ષના વિજય શાહનો વ્યવસાય નાણાકીય સલાહકાર છે અને ૩૩ વર્ષોથી સિનિયરોની સેવા કરી રહ્યા છે.નિવૃત્તિની (કમાવા સિવાયની) પ્રવૃત્તિના અને અન્ય અનેક દાખલાઓ અને માહિતી આપતું આ પુસ્તક રસમય બન્યું છે. ગુજરાતીમાં નિવૃત્તિની પ્રવૃત્તિ વિશેનું આ  પ્રથમ પુસ્તક છે. નિવૃત્તિનાં વર્ષોને માનસિક અને સામાજિક રીતે સંતોષકારક બનાવવાનાં, અને શાંતિ અને આનંદભર્યાં કરવાની પ્રેરણા અને વિચારો આ પુસ્તકમાંથી મળે છે. પુસ્તક એટલું રસમય છે કે વાંચવા માંડ્યા પછી નીચે મૂકવાનું મન નહીં થાય. પુસ્તકમાં હ્રદયદ્રાવક પ્રસંગો, અને ખડ ખડ હસાવતી વાતો અને કાર્ટૂનો પણ છે. ટૂંકી પ્રસંગકથાઓ ગમ્મત સાથે જ્ઞાન આપે છે.  સૌ માટે આ પુસ્તક પ્રેરણાનો ખજાનો છે – –ગીરિશ પરીખ

3 thoughts on “નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃતિ કરવાનો અવસર

  1. પ્રિય હરિ કૃષ્ણ ભાઈતમને દાદા કેવા માટે મારી જીભ નહિ ઉપડે કેમકે હું પણ તમારી જેમ નેવું વરસની ઉમરનો માણસ છું .૨૦૧૨ અપ્રીલની ૧૫ તારીખે પરમેશ્વરની કૃપા હશેતો હું એકાણું વરસ પુરા કરી નાખીશ . મારે તમારું ” નિવૃતિમાં પ્રવૃત્તિ ચોપડી વાંચવાની ઈચ્છા છે . જોકે હું ખુબ પ્રવૃતિમાં રહું છું . મારી માહિતી માટે હું આ પછીના ઈમેલ ઉપર ઇંગ્લીશમાં સુરેશ જાની નો બ્લોગ લખીશ . હિંમત લાલ જોશી “અતાઈ “

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.