નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન

સૌ પરિવારજનોને પણ ખૂબખૂબ દિવાળીની હેતભરી મુબારક…

આજ મુબારક…., કાલ મુબારક…. નવીન હર પળ મુબારક દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન .

અને નવું વરસ સુખમય,શાંતિમય અને આરોગ્યપ્રદ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

મિત્રો આ સાથે  માસીની એક સુંદર રચના મોકલું છું
રચના માસી માટે સરળ અને  સહજ છે ..પરન્તું હું એમ કહીશ કે એમની દરેક રચના એ એમની એ કલ્પના, કળા, કે કુસુમમાળા છે.સરસ ગીત, સરસ સંગીત સરસ મધુર ગાયકી…શબ્દની મઝા અને મીઠા સ્વર થી સાચેજ દીવડા પ્રગટી ઊઠ્યા હોય એવુ લાગશે.
http://tahuko.com/?p=10200

દીવડીયે દીપમાળ સજાવો

દીવડીયે દીપમાળ સજાવો
ઝગમગ જ્યોત જલાવો
દીવડીયે દીપમાળ સજાવો ..

ચાંદો સૂરજ ગગન દીપક બે
રાતદિવસને અજવાળે …
દીવડીયે દીપમાળ સજાવો ..

નવલખ તારા ટમટમ ટમકે
મેઘમંડળમાં વીજળી ચમકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

હ્રદય મંદિરીયે દીપક પ્રગટે
નયન મંદિરીયે જ્યોતિ ઝબૂકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

– મેઘલતા મહેતા

 

6 thoughts on “નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન

 1. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

  Like

 2. મેઘલતાબેનને “દિવડીએ દીપમાળ” કાવ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન – કાવ્યની મીઠાશ સાથે દિવાળીની મોજ ભેગી થતાં આનંદ આવ્યો. માધવીબેન અને અસીમભાઇ મહેતાના સ્વરાંકનથી તેમાં વિશેષ માધૂર્ય ઉમેરાયું. માધવીબેનના સ્વર માટે તો કંઈ કહેવાનું હોયજ નહિ……. આ માટે આપ સૌને અભિનંદન.

  પદ્માબેન અને કનુભાઈ

  Like

 3. આદરણીય બહેનશ્રી.

  વિલંબ થઈ ગયો હોવાથી

  ક્ષમાયાચના સાથે સાલમુબારક

  થૉડા સામાજિક મુશ્કેલીઓ હતી તેથી

  આપને શુભેચ્છા પાઠવી ન શક્યો.

  આપને આપના ” ડ્ગલા ” પરિવારને

  નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.