ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ
ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થી છે યુગ જુનો તહેવાર જે ભાદરવા સુદ ચોથે ઉજવાય
પિતા મહાદેવ અને માતા પાર્વતી તેમના પુત્રનો આ છે તહેવાર
સર્વ દેવોમાં છે શ્રેષ્ઠ દેવ “ગણ નાયક” રિદ્ધિ સિદ્ધિના એ સ્વામી
જેમની આરાધના સૌ કોઈ કરતા સુખી થતા જગમાં સર્વ નરનારી
હિમ આચ્છાદિત કૈલાસ શિખર પર શિવ પાર્વતીનો આવાસ
માતા પાર્વતી બેઠા સ્નાન કરવા ગયા, ઉંબરે બાળકને બેસાડી
શિવજી માંને મળવા આવ્યા, બાળકે રોક્યા,અંદર જવા ના પાડી
ક્રોધે ભરાયા શિવજી, માર્યું ત્રિશુલ, ધડથી માથું પડ્યું વેગળું દૂર
“ઓ સ્વામી ” કરો મારા બાળકને સજીવન, માએ રૂદન આદર્યું
શિવજીના ગણ દોડ્યા ચારે દિશાએ, લાવ્યા બાળ હાથીનું માથું
સંજીવનીના મંત્ર બળે પ્રભુ શિવજીએ બાળકને જીવન દાન દીધું
આશિષ દીધા માત પિતાએ, “દિકરા તારો સદા જય જય થાય”
સર્વ શ્રેષ્ઠ દેવ ગણાશો જગમાં પ્રથમ પૂજન થશે તમારૂં
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, મુષક વાહન સોહે અનેરૂં
દુર્વા સોપારી સિંદુર ફળ ફૂલ અગરબત્તી, પંચામૃતથી
પૂજન જગમાં થાય તારું, વિઘ્ન વિનાશક ગણરાજા તું
આંધળાને દૃષ્ટિ દેનાર તું, પાંગળાને પાય દેનાર છે તું
નિર્ધનને ધનવાન બનાવે, કોઢીઆને રૂપ દેનાર પણ તું
સર્વ શ્રેષ્ઠ દેવ તમે,તને નમન હો, જય હો કોટી કોટી પ્રભુ
જળમાં વિસર્જન થાય જગમાં ભક્તિભાવ આનંદ સહ પ્રભુ.
પદ્માબેન કનુભાઈ શાહ
શ્રી ગણેશાય નમઃ
LikeLike