મિત્રો,
ચાલો ગમતા નો કરીએ ગુલાલ.ઘણા દિવસ પછી એક સુંદર કવિતા લાવી છું .. આમ તો આપણે આ બ્લોગ સિનયર માટે ખાસ રાખ્યો છે પણ સાક્ષર ની આ કવિતા જ સિનીયર માટે છે એટલે લાવી છું .. અને એમાં પાછો આવે છે fathers day તો માણો આ કવિતા
અને
તમારી fathers day ની કવિતા જરૂર થીમોકલ જો ..ભૂલતા નહિ .
ઓળખાણ-પડી?-કાકાની કવિતા
અમુક કાકાઓએ આપણને નાનપણમાં દર્શન આપ્યા હોય અને પછી અચાનક જ કોઈક પ્રસંગમાં અચાનક પ્રગટ થાય અને આપણે નાના હોય ત્યારની કાચી યાદ-શક્તિનો ફાયદો ઉઠાવી અને સવાલ પૂછે, “શું ભૈ? ઓળખાણ પડી?” અને આવા પ્રશ્નમાં કુતુહલ કરતાં વધારે ‘હું-તને-ઓળખું-છું-પણ-તું-મને-નહિ-ડીંગો’ની વૃત્તિ વધારે હોય છે. આવા કાકાઓ એકાદ દિવસ માટે આપણને તેડીને ગયા હોય અને એ વખતના પ્રસંગો યાદ કરાવીને પ્રયત્ન કરે કે હું એમને ઓળખી શકું છું કે નહિ અને આવા પ્રસંગો જો કાવ્યાત્મક રીતે યાદ કરાવવાનો પ્રયત્ન કરે તો તે કંઇક આ પ્રમાણે હોય અને obviously “મેં શર્ટ પલાળ્યું’તું” એ વાત પરથી એમનું નામ તો યાદ આવવાનું જ નથી, એટલે આવા કાકાનું નામ “ઓળખાણ પડી?” કાકા રાખેલ છે.
(‘મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી- રમેશ પારેખ’ પરથી પ્રેરિત)
તને તેડયો’તો જ્યારે,
તે શર્ટ પલાળ્યું’તું ત્યારે,
અને મારેલી લાત, મને યાદ છે.
મારેલી લાત, તને યાદ છે?
તને જમાડવા બેઠો ને
દાળ બધી તુ પી ગયો,
મેં ખાધેલો ભાત, મને યાદ છે,
મેં ખાધેલો ભાત, તને યાદ છે?
તેડયો’તો જ્યારે, તે ખીસું ફંફોળીને, ખાધા’તા કાગળ મારા કામના,
એ ઝૂંટવવા મેં પ્રયાસ કર્યો, પણ નખરા તો તારા આખા ગામના;
સાંજથી તાણેલા ભેંકડાને શાંત કરવા પાડી મધરાત, મને યાદ છે.
પાડી મધરાત, તને યાદ છે?
વાળ ખેંચ્યા મારા પછી ચૂંટલા ય ખણ્યા; તારા જુલ્મો હજાર જાતનાં;
બાળકની ભાષામાં ગમ્મત કહેવાય પણ માણસની ભાષામાં યાતના,
જોરથી ભરેલું બચકું અને બોચી પર પાડ્યા’તા બે દાંત, મને યાદ છે,
પાડ્યા’તા દાંત તને યાદ છે?
– ‘ઓળખાળ-પડી?’ કાકા
હું સાક્ષર..
કાકા સંબોધન મને ત્યારથી શરુ થયું જ્યારથી મેં વાળ ને રંગવાનું બંધ કર્યું….કાકા સંબોધન મને ત્યારથી થી શરુ થયું જયારે એક નાનકડા અકસ્માત માં મેં આગળ ના થોડા દાંત ગુમાવ્યા..વીસેક નો હતો ત્યારથી નાના ભૂલકાઓ તો મને કાકા જ કહેતા..એટલે કાકાપણું અને ઉમર ને ખાસ લાગતું વળગતું નથી..અંગ્રેજી માં કહું તો ‘it is a relative term and depends on who is addressing whom’. દાખલા તરીકે તરીકે ઘણીવખત તો સંબોધન કરનાર જાતે ઉમરમાં નાનો છે એવા પોતાના ભ્રમ ને પોષવા પણ બેચાર વર્ષ થી મોટી ઉમરના ને કાકા કહેવા માંડે અને એ પણ મોટે. થી. એક દાદા જે વાળ ને ધોળા રાખતા હતા અમ્નેન વલ્લ કરવા વાળા એક દાદા ‘કાકા’ કહી ને બોલાવતા. એમ તો અપના મનગમતા સુપર સ્ટાર રાજેશ ખન્ના નું હુલામણું નામ પણ કાકા જ હતું ને ? એ વાત અલગ છે કે સફેદ વાળ વાળા દાદા હજી જીવે છે અને સફેદ વાળ વાળા ગુજરી ગયા. આ લખનાર પોતે પણ એક કાકા જ છે જેણે હવે દાદા નું પ્રોમોશન મેળવ્યું છે અને અવ સંબોધનો થી ખુશ છે.
LikeLike