ગમતાનો ગુલાલ કરી,સાથે ગર્વ પણ લઈએ

મિત્રો,

લાડીલા શાયર આદિલ મન્સૂરી શેરોનો  વિશે રસમય વાંચન પુસ્તક સ્વરૂપે રજુ કરે છે બે એરિયાના લેખક અને પત્રકાર  ગીરીશભાઈ પરીખ..

અક્ષર દેહે આદિલ  અમર છે.

આદિલ માત્ર ગઝલ-સર્જન કરતા નહોતા — ગઝલ જીવતા હતા. ગઝલમય હતા આદિલ. આદિલ કોણ છે એનો જવાબ એમણે જ એક શેરમાં આપ્યો છે. આ રહ્યો એ શેરઃ
 જી, હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે
                                                        નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ..
દિલે આખી જિંદગી ગઝલ-સાધના કરી હતી. એના ફળ રૂપે અનેક ગઝલોનું એમણે સર્જન કર્યું. એમને તો ગઝલોની હુંફ મળી જ, આપણને પણ એમનાથી હુંફ મળી શકે — જો આપણે ગઝલમય થઈએ તો.
 
 આદિલ જેવા મોટા ગજાના સર્જકને સર્જન દરમિયાન પગંબરીનો અનુભવ થાય.તેમાં શી નવાઇ.
શાયર આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મદિવસ મે ૧૮, ૨૦૧૧ના રોજ આવી રહ્યો છે. એ નીમ્મ્તે બે અરીયાના જાણીતા લેખક  અને પત્રકાર  રજુ કરશે પુસ્તક “આદિલના શેરોનો આનંદ”  મુદ્રિત સ્વરૂપે પુસ્તક ભારતમાં પહેલા મુદ્રિત થશે. અને ત્યારબાદમે ૧૮, ૨૦૧૧ના થોડા દિવસો પહેલાં અમેરિકામાં આવી જાય એવી ગોઠવણ થઇ રહી જેના પ્રકાશક છે ગુજરાત ફાઉન્ડેશનના કૌશિક અમીન જે ન્યૂજર્સીમાં રહે છે અને જાણીતા પત્રકાર છે.

ખાસ જણાવાનું કે  આપણી સંસ્થા- બે એરિયા ગુજરાતી સમાજ  ઓફ નોર્ધન કાલીફોર્નીયા  છેલ્લા પાંચ વર્ષથી માતૃભૂમિ ગુજરાતનો જન્મદિવસ/સ્થાપનાદિન ની ઉજવણી કરે છે . .આ પ્રસંગે દર વર્ષે ની જેમ સમાજની ખાસ પાંચ વ્યક્તિનું સન્માન સમાજ માનભેર કરે છે ..જેમણે તેમનું યોગદાન  સમાજ માટે એક અથવા બીજી અનેક  રીતે આપ્યું હોય .આ વર્ષે  સમાજ તરફથી  ગીરીશભાઈ પરીખ ના  નામનું સુચન આવ્યું હતું, જેને સમાજે અને કમીટી એ ઉત્સાહભર સ્વીકાર્યું .અને . ચાલુ સાલે તારીખ ૭મિ મેં ના રોજ સનીવેલ  હિંદુ ટેમ્પલ  અને કોમ્યુનીટી સેન્ટર ખાતે સાંજે સ્વર સંધ્યામાં એવોર્ડ આપી સન્માન કર્યું હતું . માટે ખાસ શબ્દોનુંસર્જન વતી અને આપણા શબ્દોના સર્જન ના
ભાવકો તરફથી તરફથી.અભિનંદન.ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સાહિત્યકાર અને પત્રકાર છે. શિકાગોમાં ગુજરાતી સાહિત્યના પ્રથમ કાર્યક્રમના શ્રી ગણેશ ૧૯૯૬માં ગિરીશ પરીખે કરેલા

૧૯૬૭માં અમેરિકા આવ્યા.તેમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં ”સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, ”ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે.mભારતમાં હતા ત્યારે એમની અનેક વાર્તાઓ, કાવ્યો, નાટિકાઓ, લેખો, નિબંધો, વગેરે “નવચેતન”, “ચાંદની”, “પ્રતીમા”, “ચેતના”, “વિશ્વ વિજ્ઞાન”, “ધરતી”, “બાલમિત્ર”, “બાળક”, “ગાંડીવ”, “કનૈયો”, ”રમકડું”, વગેરે સામયિકોમાં પ્રગટ થયાં હતાં.

એમના બીજા બાલગીતોના સંગ્રહ ટમટમતા તારલા માટે એમને સરકારી ઇનામ મળેલું.1 thought on “ગમતાનો ગુલાલ કરી,સાથે ગર્વ પણ લઈએ

  1. ગીરીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન.

    અહિં ભારત આવશે ત્યારે તેમને દાદાની વાડીના ફૂલોથી બનાવેલો ગુલદસ્તો આપીશું.

    અમેરીકામાં તો ફૂલ આપવા પણ મોંઘા પડે – ૧૧૬$ થઈ જાય 🙂

    બે અરિયાના ગુજરાતીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.