મા તે મા બીજા વગડા ના વા

મા તે મા બીજા વગડા ના વા

‘મા’ શબ્દને ગુજરાતી સાહિત્યકારોએ એકાક્ષરી મંત્ર કહ્યો છે.

માતા જગતને ધારણ કરનારું તત્વ છે

            આ….આજે માતૃદિને  મને મળેલી મારી દીકરી ની ભેટછે (Painting done by Neha)

આજે માતૃદિને પદ્મામાસીની રચના

મારી વ્હાલસોયા  સાસુને અર્પણ

..જે આજે ચોરાણું વર્ષે પોતાના બાળકો પર એટલોજ પ્રેમ વર્શાવે છે ..જેણે આખી  જિંદગી ફ્ક્ત બાળકોને ઉછેરવામાં કાઢી …જેણે આપણને આજે પણ કોઈ પણ શરત વગર અને

કશાય કારણ વગર અતીશય ચાહેછે…

આનાથી વધારે માતૃદિનની અંજલી કોને હોય શકે?

મા જેવું સ્નેહ વિશ્વમાં અન્ય કોઈ પાસે નથી, પૃથ્વી પર જન્મ લીધાં બાદ બાળક સૌ પ્રથમ‘મા’ બોલતાં શીખે છે. માવડીનો ખોળો, હાલરડાં ને હેતનાં મોલ અણમોલ છે ..બાળક સૌપ્રથમ પોતાની માતાને જ ઓળખતાં શીખે છે. મા પ્રત્યેક નારીમાં હોય છે ..આ કુદરતનો ક્રમ છે..સ્ત્રીત્વનું શ્રેષ્ઠ રૂપ એટલે માં.

માં  એટલે  સ્વથી સર્વમાં વહેંચાય જાય તે …..  માં વાત્સલ્યની વીરડી…માં   સાક્ષાત પ્રેરણામૂર્તિ,….શિક્ષકોની શિક્ષક,…..અપણા.હૃદયનો ધબકાર..માં……. માં એટલે રણમાં વૃક્ષની છાયા, માં એટલે મમતાનો હીંચકો,…….માં એટલે વહાલની પરિભાષા…કરુણા તણી જ મૂરત  માં …,માના પ્રેમ ની વ્યાખ્યા શબ્દોથી કદાચ આપી શકાય એમ જ નથી..

“મધર્સ ડે”ના   માતૃ  વંદન

શત  શત વંદન મા તવ ચરણે,  ૠણ  કદીના  ભૂલુ રે
બાળપણના મધુરા સ્મરણો, ઉપકાર અગણિત તારા રે
ભીનેથી સુકે સુવાડી, ચૂમીઓ લઈ મા તુ  હરખાતી રે
હૂંફ ભરેલા જનની  તુજ ખોળે, જતન  મધુરા પામી રે

અમૃતમય  પયપાન  કરાવી,  પારણીએ પોઢાડી રે
મૃદુ કુસુમવત હૈયે ચાંપી,મીઠા હાલરડા તુ ગાતી રે
પાપા પગલી ભરતા શીખવી, ઝાલ્યો મારો હાથ રે
રક્ષણ કીધા શિક્ષણ દીધા, ચિંધ્યા માર્ગ અમૂલા રે

મા તુ  સઘળાને  જમાડી, ભક્તિ કરી તું જમતી રે
ગાય પીપળો પૂજન અર્ચન, ઉપવાસ ઘણા કરતી રે
બીમાર વડીલોને જમાડી, તુલસીને જળ ના ભૂલતીરે
દયા પરોપકાર તારી રગ રગમાં, નિંદા તુ નવ સૂણતી રે

જનનીમા  અને  સાસુમા, સૌ  માતાને  મારા વંદન રે
ધરતીમા ને  ભારતમા, શત શત વંદન તુજ ચરણે રે

પદ્માબેન કનુભાઈ શાહ

3 thoughts on “મા તે મા બીજા વગડા ના વા

 1. માતૃદિનના અભિનંદન
  સર્વે માતાઓને અને માતૃહ્રુદયવાળાઓને

  Like

 2. માતૃપ્રેમથી છલકાતું કાવ્ય ગમ્યું. આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીનો નીચેનો શેર યાદ આવ્યોઃ
  “એ જ્યાં બી હોય ત્યાં આંતરડી ઠારજો એની
  નથી ભુલાતી મને મારી માડી જી સાહેબ”
  જણાવવાની રજા લઉં છું કે ઉપરના શેર વિશે મારા પ્રગટ થનાર પુસ્તક ‘આદિલના શેરોનો આનંદ’માં લખ્યું છે. એમાંથી થોડુંકઃ
  આપણાં ખૂબ પ્રચલીત સુત્રો છેઃ
  માતૃ દેવો ભવ
  પિતૃ દેવોભવ …
  માતાનું સ્થાન પ્રથમ છે, અને પછી પિતા અને આચાર્ય. બાળકની પ્રથમ શિક્ષક છે માતા.
  “મા તે મા અને બીજા વગડાના વા” એ કહેવત માના પ્રેમનાં દર્શન કરાવે છે.
  વર્ષો પહેલાં મને પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યો ત્યારે ગુજરાતી શીખવતી બાળપોથીમાં પહેલી જ કવિતા હતી જેની પહેલી પંક્તિ મને હજુ પણ યાદ છેઃ
  “બાળક બોલે અક્ષર પહેલો બા બા બા … ”
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.