ઓ ભારતની સન્નારી

Women month March

મિત્રો ભારતની સન્નારી માટે વધુ એક કવિતા

 

મિત્રો

નારીત્વનો મહિમા વધારતી એક સન્નારીની    કવિતા લાવી છું . નારી દરેક મનુષ્ય ના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે ..કયારેક માતા તો બ્હેન કે દીકરી પરન્તું  માસી તો નારીના એક નોખા સ્વરૂપને શબ્દોમાં સર્જીને લાવ્યા છે. અને એક ખાસ વાત એ છે કે આ સ્ત્રીના અવતાર માત્ર કવિની કલ્પના નથી પરન્તું વાસ્તવિક જીવન માં જોયેલા નારીના રૂપ છે .  તમે બધાએ આ ભજન સાંભળયું  હશે  હું સાવ નાની હતી ત્યારથી એક ભજન સાંભળતી આવી છું. ”મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, રે મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….”. બસ  ત્યારે  માસી આજ વાતને કવિતામાં  સરસ રીતે  ગુંથીને લાવ્યા છે.   એમની  કવિતા  આપણા મનમાં પ્રેમ, સન્માન, વીરતા અને ગૌરવ  જેવા સંખ્યાબંધ ભાવો જગાડે છે. તો મિત્રો માણો આ કવિતા

ઓ ભારતની સન્નારી

ઓ ભારતની સન્નારી, તારી શક્તિ જગમાં ન્યારી
તારા જીવનની બલિહારી, હું જાઉં વારી  વારી    …..   ઓ ભારતની સન્નારી

સેવા સૂશ્રુષા સંસ્કાર ધર્યા તે, સૃષ્ટિની સર્જન હારી
સ્નેહ સંપ સહનશીલતા ધારી, પુરૂષ સમોવડી નારી  …  ઓ ભારતની સન્નારી

તું લક્ષ્મી ને સરસ્વતી તું, મહાકાલી દૈત્યોને હણનારી
બ્રહ્મા વિષ્ણુ શિવ પૂજે તુજને, શ્રધ્ધાથી  ઓ માં ત્રિપુરારી
હું જાઉં વારી વારી      ….  ઓ ભારતની સન્નારી

લક્ષ્મીબાઈ લડી સંગ્રામે, ઝાંસીની વીર  મહારાણી
કેડે બાંધી બાળ પુત્રને, દીધા અંગ્રેજો  ને હંફાવી
હાલરડા ગાયા જીજાબાઇએ, શિવાને પારણીયે પોઢાડી
પિયુષ પાયા શૂરવીરતાના, મોગલ સલ્તનત ડોલાવી
વીરતા પર જાઉં વારી,  …  ઓ ભારતની સન્નારી

ગાંધી કસ્તુરબા ને ઇન્દિરા, હતા બંને સાહસિક નારી
ચારે દિશાએ સદાયે ગુંજે, સ્ત્રી શક્તિની મહિમા ભારી
ક્ષમા સેવા સહનશીલતાથી  સુખડ સમ મહેંકે શક્તિ તારી
વિશ્વે કર્યા સન્માન નારીના, આ વાતો ન્યારી ન્યારી
હું જાઉં વારી વારી,  ……  ઓ ભારતની સન્નારી

દયાળુ મધર ટેરેસા જગમાં, જીવનભર સેવા વ્રત ધારી
બિમાર ગરીબ વૃદ્ધો અનાથને, નવજીવન આશ્રય દેનારી
અજર અમર રહેશે ધરતી પર, દયાની ધારા અવિરત ભારી
ડોક્ટર પ્રોફેસર એસ્ટ્રોનોટ થઇ, ચંદ્ર પર પહોંચી નારી
વીરતા પર જાઉં વારી ……  ઓ ભારતની સન્નારી

માતા પત્ની પુત્રીથી હરિયાળી, સુખી આ સંસાર વાડી
હું જાઉં તુજ પર વારી વારી, તારા જીવનની બલિહારી
ઓ ભારતની સન્નારી  …. ઓ ભારતની સન્નારી

પદ્માબેન કનુભાઈ શાહ

4 thoughts on “ઓ ભારતની સન્નારી

 1. ખૂબ પ્રેરણાદાયી
  ઘર દીવડીની યાદ આવે. પચાસ વર્ષથી વધુ જાહેર જીવનમાં કાર્યરત રહેતાં કાળા સાડલાવાળા પુષ્પાબહેન તરીકે ઓળખાતાં.તેમણે ઘરમાં અને કુટુંબમાં અત્યાચારોથી પીડાતી સ્ત્રીઓને કૌશલો શીખવવાનાં આયોજન કર્યાં . કન્યાદાનની પ્રથાનો સખત વિરોધ કર્યો કુંવારી માતાના પ્રશ્નમાં રસ લઈને રાજ્યસભામાં નિયુક્ત સભ્ય હતાં ત્યારે સ્ત્રીઓ ગર્ભપાત કરાવે તે કાયદેસર ગણાય તેનો કાયદો કરાવવામાં અગ્રણી હતાં. સ્ત્રીઓનાં હામી , એક કર્મઠ રાજકાણી પણ હતાં. માલધારીઓનાં જીવનરીતિને આલેખતી હૃદયસ્પર્શી નવલકથા ‘ખડ ખૂટ્યાં’ તેમણે સર્જી. સાહિત્યકૃતિ તરીકે ઉત્તમ લક્ષણો ધરાવતી આ કૃતિ વાંચનાર પર જબરજસ્ત પકડ રાખે તેવી ભાષામાં આલેખાઈ છે. અનેક સમસ્યાઓનાં સમાધાન શોધતાં પુષ્પાબહેન મહેતાનું પ્રભાવક વ્યક્તિત્વ જાણી ગાવાનું મન થાય
  માતા પત્ની પુત્રીથી હરિયાળી, સુખી આ સંસાર વાડી
  હું જાઉં તુજ પર વારી વારી, તારા જીવનની બલિહારી
  ઓ ભારતની સન્નારી …. ઓ ભારતની સન્નારી .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.