અજિત મર્ચંટની વિદાયઃ

જાણીતું ગીત ‘તારી આંખનો અફીણી’સાંભળો http://youtu.be/JW-DzA_Inhc

Friday, March 18, 2011

આજે સવારે ૬ ૧૦ વાગ્યે શિવાજી પાર્ક (મુંબઇ)ની એક હોસ્પિટલમાં ૮૮ વર્ષના સંગીતકાર અજિત મર્ચંટનું અવસાન થયું.થોડા સમયથી બિમાર અને જીવનમાં પહેલી વાર પથારીવશ-હોસ્પિટલવાસી હતા. છેલ્લે છેલ્લે મુંબઇ હોસ્પિટલમાં તેમને મળી શકાયું, બિનીત પણ તેમને મળી આવ્યો, મુંબઇસ્થિત પત્રકારમિત્ર તેજસ વૈદ્ય તેમને મળીને સમાચાર આપતો હતો. એ બધું જોયા પછી, અજિતકાકાને શારીરિક-માનસિક પીડામાંથી મુક્તિ મળી એમ જ લાગે. એવી મુક્તિ જેને અમારા-આપણા જેવા એમના ચાહકોએ હૃદયના ઊંડાણથી અને ભીની આંખે અનુભવવાની હોય. (તેમનાં પત્ની અને ખરા અર્થમાં સાથી એવાં નીલમકાકી હજુ તેમની સાથે કંઇક વાત થઇ શકે એટલાં સ્વસ્થ થયાં નથી.)

અજિત મર્ચંટ (૧૫-૮-૧૯૨૨, ૧૮-૩-૨૦૧૧)ની કારકિર્દી અને તેમના પ્રદાન વિશે માહિતીસભર અંજલિ આપવાનું અત્યારે મન નથી. આજે બસ એમની યાદ! અને એમની યાદમાં બે મિનીટનું મૌન નહીં, થોડી મિનિટોનું સંગીત- ખુદ તેમણે હાર્મોનિયમ પર ગાયેલાં પોતાનાં ગીત, દુર્લભ તસવીરો, પત્રો અને થોડી અંગત છતાં હવે જાહેર યાદ.

પ્રદીપજી સાથે અજિત મર્ચંટઃ ‘ચંડીપૂજા’

પત્ની નીલમ મર્ચંટના નામે ‘નીલમ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘દીવાદાંડી’ની જાહેરખબર. ‘તારી આંખનો અફીણી’ એ ગીતથી પ્રખ્યાત થનાર આ ફિલ્મના સંગીતકાર ઉપરાંત પ્રોડ્યુસર પણ અજિત મર્ચંટ હતા. આ ફિલ્મની પ્રિન્ટો લેબોરેટરીની આગમાં બળી ગઇ હોવાથી, ‘તારી આંખનો અફીણી’ પડદા પર કદી જોવા મળ્યું નથી. અજિતકાકા કહેતા હતા કે આફ્રિકામાં કોઇની પાસે ફિલ્મની એકાદ પ્રિન્ટ હોવાનું સાંભળ્યું છે.
(ડાબેથી) નીલમકાકી, મન્ના ડે, અજિતકાકા અને રજનીકુમાર પંડ્યા, થોડાં વર્ષ પહેલાં મુંબઇમાં મન્ના ડેના એક કાર્યક્રમમાં

૧૫-૧૧-૨૦૦૦ની ટપાલની છાપ ધરાવતો આ પત્ર અજિતકાકા સાથેની અમારી પહેલી મુલાકાત પછીનો છે. તેમને મળવા જતાં પહેલાં મને હિતેચ્છુભાવે ચેતવવામાં આવ્યો હતો કે ‘અજિતભાઇ બહુ આકરા માણસ છે. બહુ ભાવ નહીં આપે.’ એટલે હું અને સોનલ મુંબઇ ગયા ત્યારે એક સવારે સાડા દસની આસપાસ તેમને ઘેર પહોંચ્યાં- એમ ધારીને કે ‘સવારે જમવાના સમય પહેલાં (બાર વાગ્યા પહેલાં) તો કાકાના ઘરે પાછાં જતાં રહીશું. આકરા માણસ સાથે કેટલી વાતો થાય?’ પણ વાતો શરૂ થયા પછી સાંજના છ ક્યાં વાગી ગયા, તેની સરત ન રહી. વચ્ચે સોનલે અને નીલમકાકીએ જમવાનું બનાવ્યું. ત્યાં જ જમ્યા. બસ એ દિવસથી ગમે તેટલા ઓછા સમય માટે મુંબઇ જવાનું હોય, તો પણ અજિતકાકા-નીલમકાકીને મળવા, તેમની સાથે ઓછામાં ઓછા ચાર-પાંચ કલાક ગાળવા એ ક્રમ બની ગયો. પહેલી મુલાકાત પછી અજિતકાકાએ લખેલા પત્રનો આગળનો હિસ્સો
(ડાબેથી) આસ્થા, નીલમકાકી, સોનલ અને વેણીભાઇ પુરોહિતના કાવ્યસંગ્રહમાંથી કોઇ ગીત શોધતા અજિતકાકા

મહેમદાવાદના જૂના ઘરે યાદગાર મિલનઃ (પાછળ ડાબેથી) અજિતકાકાનાં પુત્રી, અજિતકાકા, નીલમકાકી, મમ્મી (આગળ બેઠેલા) કનુકાકા, ઉર્વીશ, સોનલ, પપ્પા

યુવાન વયનો સ્કેચ

અજિતકાકા-નીલમકાકી

સુરતના સંશોધક મિત્ર હરીશ રધુવંશી સંપાદિત ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’નું વિમોચન કરતા અજિતકાકા, ડાબે હરીશભાઇ, જમણે કેકેસાહેબ (અભિનેતા કૃષ્ણકાંત)

અમદાવાદમાં ગ્રામોફોન ક્લબના સ્થાપક પ્રમુખ (હવે સ્વ.) અરવિદ દેસાઇ અને રંજન દેસાઇ સાથે અજિતકાકા-નીલમકાકીને પારિવારિક સંબંધ થયો. અરવિદભાઇની વિદાય પછી રંજનકાકીએ પણ તેમની લાક્ષણિક ગરીમા અને હૂંફથી સંબંધ ટકાવી રાખ્યો. ગ્રામોફોન ક્લબના બીજા સભ્ય ચંદ્રશેખર વેદ્ય પણ અજિતકાકા સાથે ગીતસંગીતની આપલે દ્વારા સંપર્કમાં રહેતા હતા. અજિતકાકા-દિલીપકાકાના જોડીદાર બદ્રીકાકા (બદ્રીનાથ વ્યાસ) ચંદ્રશેખરભાઇને ખબર આપે એવું પણ ક્યારેક બને. અજિતકાકા રંજનકાકીને ત્યાં ઉતર્યા ત્યારે હું અને બિનીત તેમને માણેકચોક લઇ ગયા હતા. ત્યાં ‘જનતા’નાં દાળવડાં અને આઇસક્રીમ ખાતી વખતે અજિતકાકાએ ખાસ આ ફોટો પડાવ્યો અને તેનું શીર્ષક શું રાખવું એ પણ ત્યારે જ કહી દીઘું :
‘મરચું અને મરચન્ટ’

ગયા વર્ષના અંતે ભારતીય વિદ્યાભવનના પ્રતિષ્ઠિત મુનશી સન્માન સમારંભમાં મુખ્ય અતિથિ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલહલીમજાફરખાન સાથે અજિતકાકા. આ સમારંભમાં અજિતકાકાના આજીવના સાથીદાર ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાને પણ સન્માનિત કરવામાં આવ્યા. દિલીપકાકા બિમારીને કારણે હાજર ન રહી શક્યા અને એ બિમારીમાં જ અવસાન પામ્યા. એ વાતને હજુ ત્રણ મહિના પણ નથી થયા ત્યાં અજિતકાકા પણ…
મુનશી સમારંભના બીજા દિવસે અમારો અજિતકાકા-નીલમકાકી સાથે બહાર જમવા જવાનો કાર્યક્રમ નક્કી હતો. પણ સમારંભ વખતે કાકાની તબિયત અને તેમને આવેલા સોજા પછી અમે બહાર જવાનો કાર્યક્રમ માંડવાળ કર્યો. એને બદલે, મુંબઇમાં કાકા-કાકીનું ઉલટભેર- પ્રેમથી ઘ્યાન રાખનાર, અનેકવિધ પ્રતિભાઓ ધરાવતો મિત્ર અજિક્ય સંપટ ઘરે જ નાસ્તાપાણીનો સરંજામ લઇ આવ્યો. ફોટોમાં નીલમકાકી, અજિતકાકા અને તેમની દીકરી સાથે અજિક્ય, બીરેન (કોઠારી) અને બિનીત (મોદી) દેખાય છે. અજિતકાકા ચટાકેદાર ખાણીપીણીના શોખીન હતા. દરેક વખતે તેમની સાથે બેસીએ ત્યારે મારો આઇસક્રીમ-પ્રેમ જાણતાં કાકી અજિક્ય પાસે આઇસક્રીમ મંગાવી રાખે અને અમે બધાં ઠાંસી ઠાંસીને આઇસક્રીમ ખાઇએ. છેલ્લા દિવસોમાં કાકા ઘરમાંથી પડી ગયા ત્યારે ઓપરેશન તો સફળ થયું, પણ ખોરાક ફરી પૂર્વવત્‌ શરૂ થઇ શક્યો નહીં અને તેમની હાલત કથળતી ચાલી.
(ડાબેથી) ઉર્વીશ, અજિક્ય, બીરેન, બિનીત કાકા-કાકી સાથે

‘તારી આંખનો અફીણી’ વિશે

‘અભિયાન’ના દિવાળી અંકમાં આ ગીતની સર્જનકથા વિશે મેં પાંચેક પાનાંનો લેખ લખ્યો ત્યારે રાજી થઇને અજિતકાકાનો પત્ર આવ્યો હતો. તેનો આ પાછળનો ભાગ છે, જેમાં તેમણે એ ગીતની ઓરકેસ્ટ્રામાં કોણે શું વગાડ્યું હતું તેની વિગત લખી છે.
 

‘આંખનો અફીણી’નાં પચાસ વર્ષ થયા એ નિમિત્તે અજિતકાકાએ દિલીપકાકાને લાગણીનીતરતો એક પત્ર લખ્યો હતો. ત્રણ પાનાંના એ પત્રનું પહેલું પાનું.

video

‘તારી આંખનો અફીણી’ ખુદ અજિત મર્ચંટના કંઠે, બાજુમાં નીલમકાકી
‘સપેરા’નું મન્ના ડેએ ગાયેલું ગીત ‘રૂપ તુમ્હારા આંખો સે પી લું’ અજિત મર્ચંટના કંઠે

http://youtu.be/aIu3qlpRAf8


કહ દો અગર તુમ, મરકે ભી જી લું…

તો આ કહ્યું!
Posted by urvishkothari-

88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888

તેમની થોડી વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી આપીએ
‘તારી આંખનો અફીણી’ ગીતથી ઓળખાતા સંગીતકાર અજિત મર્ચંટ પાસે પોતાની અને બીજાની પ્રેરણાની ઘણી વાતો જાણવા મળે છે. પોતાના ઓલટાઇમ હિટ ગીત ‘આંખનો અફીણી’ની પ્રેરણા તેમને ‘ચંડીદાસ’ના એક ગીત ‘બસંત ૠતુ આઇ’ની પંક્તિઓ પરથી મળી હતી. તેમના મિત્ર અને જાણીતા સંગીતકાર સી. રામચંદ્રનું વિક્રમી લોકપ્રિયતા ધરાવતું ગીત ‘ભોલી સૂરત દિલકે ખોટે’ ગુજરાતી નાટકના એક ગીત ‘તમે જોજો ના વાયદો વિતાવજો, પિયુ પહેલી પેસેન્જરમાં આવજો’ પરથી બન્યું હોવાનું અજિતભાઇએ જણાવ્યું હતું. પ્રતિભાશાળી સંગીતકાર ગુલામ મહંમદે સંગીતબદ્ધ કરેલું ‘પાકિઝા’નું યાદગાર ગીત ‘ઈન્હી લોગોંને લે લીના દુપટ્ટા મેરા’ ચાળીસીના દાયકામાં એ જ ઘૂન સાથે ફિલ્મ ‘આબરૂ’માં આવી ચૂક્યું હતું. પણ ‘પાકિઝા’ના ગીતમાં ઉમેરાયેલા ગુલામ મહંમદના ટચને કારણે તે યાદગાર બની ગયું.

છૂટાછવાયા વિવાદો છતાં ઉઠાંતરી કે પ્રેરણા ફિલ્મસંગીતની ‘સાંસ્કૃતિક પરંપરા’ બની ચૂકી છે. તેનું એક કારણ એ પણ છે કે ઉઠાંતરી સામે હજુ સુધી અસરકારક પગલાં લેવાયાં હોય અને ઉઠાંતરીબાજને પરસેવો છૂટી ગયો હોય એવા કિસ્સા બહુ બનતા નથી. એક અપવાદરૂપ કિસ્સામાં ગાયક-સંગીતકાર હેમંતકુમારને ફિલ્મ ‘પોલીસ’માં એક અંગ્રેજી ગીતના શબ્દો અને ઘૂનનો સીધો ઉપયોગ કરવા બદલ મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું. બાકી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ની ચોરેલી ઘૂન ‘સ્વપ્નામાં સૂઝી છે’ એવી બડાશ મારી શકે છે અને મૂળ ઘૂન (‘આઈ ગોરી રાધિકા બ્રિજમેં બલખાતી’, ફિલ્મ ઃ ગોપીનાથ)ના ગુજરાતી સંગીતકાર નીનુ મઝુમદાર ભાગ્યે જ કંઇ કરી શકે છે.

તફડંચી કે પ્રેરણાથી બનેલાં ગીત મૂળ ગીત કરતાં ખરાબ જ હોય એવું જરૂરી નથી. સવાલ ફક્ત એટલો છે કે એવાં ગીત સફળ થાય ત્યારે સંગીતકારે ‘પ્રેરણા’નો સ્વીકાર કરવો જોઇએ અને મૂળ ઘૂન કે બનાવનારને જશમાં ભાગ આપવો જોઇએ…

by :pragnaju

 

1 thought on “અજિત મર્ચંટની વિદાયઃ

  1. તેમની થોડી વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી આપીએ
    ‘તારી આંખનો અફીણી’ ગીતથી ઓળખાતા સંગીતકાર અજિત મર્ચંટ પાસે પોતાની અને બીજાની પ્રેરણાની ઘણી વાતો જાણવા મળે છે. પોતાના ઓલટાઇમ હિટ ગીત ‘આંખનો અફીણી’ની પ્રેરણા તેમને ‘ચંડીદાસ’ના એક ગીત ‘બસંત ૠતુ આઇ’ની પંક્તિઓ પરથી મળી હતી. તેમના મિત્ર અને જાણીતા સંગીતકાર સી. રામચંદ્રનું વિક્રમી લોકપ્રિયતા ધરાવતું ગીત ‘ભોલી સૂરત દિલકે ખોટે’ ગુજરાતી નાટકના એક ગીત ‘તમે જોજો ના વાયદો વિતાવજો, પિયુ પહેલી પેસેન્જરમાં આવજો’ પરથી બન્યું હોવાનું અજિતભાઇએ જણાવ્યું હતું. પ્રતિભાશાળી સંગીતકાર ગુલામ મહંમદે સંગીતબદ્ધ કરેલું ‘પાકિઝા’નું યાદગાર ગીત ‘ઈન્હી લોગોંને લે લીના દુપટ્ટા મેરા’ ચાળીસીના દાયકામાં એ જ ઘૂન સાથે ફિલ્મ ‘આબરૂ’માં આવી ચૂક્યું હતું. પણ ‘પાકિઝા’ના ગીતમાં ઉમેરાયેલા ગુલામ મહંમદના ટચને કારણે તે યાદગાર બની ગયું.

    છૂટાછવાયા વિવાદો છતાં ઉઠાંતરી કે પ્રેરણા ફિલ્મસંગીતની ‘સાંસ્કૃતિક પરંપરા’ બની ચૂકી છે. તેનું એક કારણ એ પણ છે કે ઉઠાંતરી સામે હજુ સુધી અસરકારક પગલાં લેવાયાં હોય અને ઉઠાંતરીબાજને પરસેવો છૂટી ગયો હોય એવા કિસ્સા બહુ બનતા નથી. એક અપવાદરૂપ કિસ્સામાં ગાયક-સંગીતકાર હેમંતકુમારને ફિલ્મ ‘પોલીસ’માં એક અંગ્રેજી ગીતના શબ્દો અને ઘૂનનો સીધો ઉપયોગ કરવા બદલ મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું. બાકી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ની ચોરેલી ઘૂન ‘સ્વપ્નામાં સૂઝી છે’ એવી બડાશ મારી શકે છે અને મૂળ ઘૂન (‘આઈ ગોરી રાધિકા બ્રિજમેં બલખાતી’, ફિલ્મ ઃ ગોપીનાથ)ના ગુજરાતી સંગીતકાર નીનુ મઝુમદાર ભાગ્યે જ કંઇ કરી શકે છે.

    તફડંચી કે પ્રેરણાથી બનેલાં ગીત મૂળ ગીત કરતાં ખરાબ જ હોય એવું જરૂરી નથી. સવાલ ફક્ત એટલો છે કે એવાં ગીત સફળ થાય ત્યારે સંગીતકારે ‘પ્રેરણા’નો સ્વીકાર કરવો જોઇએ અને મૂળ ઘૂન કે બનાવનારને જશમાં ભાગ આપવો જોઇએ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.