હોળી

મિત્રો,
હોળી આવી રે .. હોળી-ધૂળેટીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રંગોના આ તહેવારને ઉત્સાહભેર ઉજવવા આપણાં સિનિયર્સ તૈયાર થઇ ગયા છે.. પદ્માંમાસી .. લાવ્યા છે હોળીના રંગ જે વાંચતાની સાથે   મનને પણ રંગી લે છે.. આમ જોવા જેઈએ તો માણસના જીવનમાં તહેવારો કેટલા મહત્વના છે જો એ જાણવું હોય તો ભારતની બહાર પરદેશમાં રહો એટલે આપોઆપ સમજાઇ જાય. ... . હોળી  ભારતીય સંસ્કૃતિનો આઘ્યાત્મિક વારસો છે.હોળી-ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે માનવ-માનવ વચ્ચેના દિલોદિમાગના મિલન અને શુભકામનાઓનો તહેવાર….. માસી અમેરિકામાં શબ્દોથી હોળી નો અહેસાસ લાવ્યા છે.એમની કવિતા માં જીવનના અનેક રંગોની અનુભૂતિ છે.માસી કહે છે ..હોળી એટલે….રાધા કૃષ્ણ ,વ્રજ ,ભક્તિ, પ્રેમ ,આનંદ, ઉત્સાહ, ઉમંગ આ  વાતોને શબ્દોમાં એવી સુંદર રૂપે આવરી લીધી છે કે વાત ના કરો… જેમાં  છે…..પ્રેમની વાતોના નોંખા છે રંગ,
ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર.
હોળીના રંગે રંગાઈ જવાનું મન થાય એવું !
વૃંદાવન જવાનું મન થાય એવું !!

કવિતાને માણોઅને હા આપ સર્વેને હોળીની ખોબલો ભરીને..શુભેચ્છાઓ..

 

હોળી
હોળી આવીરે,  આવીરે  હોળી આવી રે
હોળી આવીરે,  ફાગણનો રંગ લાવી રે
હોળી આવીરે,   ઉરનો ઉમંગ લાવી રે
કેસરી  રંગ  કેસુડાનો  લઇ આવી રે
વ્રજની નરનારી રંગે  હોળી ખેલે રે
હૈયે ઉમંગ ભરી  પિચકારી  મારે રે
કેસરિયો રંગ ઘટ ઘટ વ્યાપ્યો  રે
ગોપ ગપી સાન ભાન ભુલ્યારે
પ્રભુ પ્રેમને હિંડોળે ઝૂલા ઝુલે રે
લાલ  બિંદી ચમકે મારે ભાલે રે
લાલ કંકણ રણકે  મારા હાથે રે
મારું જોબનિયું ખિલ્યું ફાગણ માહીરે
મારો નાવલિયો રંગે રમતો સાથ રે
રાધા માધવ એક દૂજે પર રંગ છાંટેરે
કેસર કસ્તુરી ભરી ભરી  પિચકારી છાંટેરે
હોળી આવીરે,  આવીરે  હોળી આવીરે
કેસરિયો રંગ માણ્યો ભક્ત નરસિંહે રે
જેણે ભક્તિ રસના પ્રેમે પિયુષ પીધારે
ઉષાનો રંગ ભાળું, સંધ્યાનો રંગ ભાળું
હું તો ઉગતા સુરજના સાત રંગ ભાળુંરે
રાધેશ્યામનું રંગીલું સ્વરૂપ નજરે ભાળ્યુંરે
હોળી આવીરે,  હૈયે ઉમંગ રંગ લાવીરે

પદ્માબેન કનુભાઈ શાહ
***************************************************************************************

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

ફાગણના ફાગ ખેલો બ્લોગરલાલ…. (કવિતા )
==============================================================
ગુજરાતી બ્લોગ જગતના આદરણીય વડીલો માનવંતા મિત્રો
અને વ્હાલસોયી બહેનો તેમજ ભારતના જન જનને
હોળી – ધુળેટીની શુભ કામના…………………………….
================================================================
ફાગણના ફાગ તમે   ખેલો………….બ્લોગરલાલ
રંગ કેસુડોનો  આજ ઢોળો…………..બ્લોગરલાલ
હોળીની વધાઈ આપજો…………….બ્લોગરલાલ
ઉત્સવો મન ભરી માણજો………….બ્લોગરલાલ
આવ્યો છે  હોળી દિન રૂડો…………..બ્લોગરલાલ
પીરસો દૂધપાક ને  પૂડો……………બ્લોગરલાલ
રંગ  પિચકારીનો   છાંટો….. ……….બ્લોગરલાલ
ખાલી ના જાય જો  આંટો………….  બ્લોગરલાલ
આવી છે  રંગ રંગ હોળી……………બ્લોગરલાલ
બનોને  ધેરૈયાની  ટોળી…………….બ્લોગરલાલ
ધાણીની જેમ તમે  ફુટો….. ………..બ્લોગરલાલ
ચણાની મઝા તો  લુંટો ……………..બ્લોગરલાલ
ખજુરને  તો ખુબ ખાઓ………… …બ્લોગરલાલ
મીઠા મધ જેવા   થાઓ……………..બ્લોગરલાલ
જુદાને  રંગો  અજમાવો…………….બ્લોગરલાલ
રગીન બ્લોગ તો બનાવો…………  બ્લોગરલાલ
લેખો તો    મઝાના  લખો………….  બ્લોગરલાલ
કવિતા ને  કાવ્યો કલાપો…………. બ્લોગરલાલ
ગીતો ગુંજનમાં તો ગાવો…….. …. બ્લોગરલાલ
ગઝલ અનેરી જ  સજાવો……. ….. બ્લોગરલાલ
પ્રેમ પ્રકૃતિને  લાડ લડાવો…………બ્લોગરલાલ
સુંદર સંસ્કૃતિને  જ ગજાવો………..બ્લોગરલાલ
પ્રજાનાપ્રશ્નોને વાચા આપો……….. બ્લોગરલાલ
દેશ દુનિયાચર્ચામાં  રાખો……. …  બ્લોગરલાલ
અવકાશની ઉચાઇ આંબજો………… બ્લોગરલાલ
સાગર ઉડાઈએ  પહોંચજો…………. બ્લોગરલાલ
મીઠાં મીઠા ગીતડાં ગાજો…………..બ્લોગરલાલ
પ્રેમ સ્નેહ  સોણલાં સેવજો…………  બ્લોગરલાલ
એક બીજાના બ્લોગે  જાજો….. ……બ્લોગરલાલ
મીઠો આવકારો આવી દેજો………. બ્લોગરલાલ
બંધુત્વ બહેની બંધન  બાંધજો…….  બ્લોગરલાલ
પ્રેમ બંધનથી ભીજવી  દેજો………..બ્લોગરલાલ
એકબીજાના ભેરુબંધ  બનજો……….બ્લોગરલાલ
પ્રતિભાવ  પિચકારી મારજો………  બ્લોગરલાલ
રંગ બેરંગી રંગ જ છાટજો……….. બ્લોગરલાલ
ગમતાનો ગુલાલ  ઉડાડજો………..બ્લોગરલાલ
વડીલો ને તમે  વાંચજો…………… બ્લોગરલાલ
મિત્રોની મિત્રતા માણજો………….. બ્લોગરલાલ
‘સ્વપ્ન’ આજ સોનેરી સજાવો….. … બ્લોગરલાલ
હોળી-ધૂળેટી શુભકામના કહેજો……. બ્લોગરલાલ
======================================
8888888888888888888888888888888888888888888888888888888888888888888888888

હેમંત ઉપાધ્યાય -પ્રગટી છે ભડ ભડ હોળી

મિત્રો હોળી આવી રહી છે .. આસુરી શકિત પર..ધર્મ શકિતનો વિજય અને આસુરી શકિતના નાશ માટેનું ઉજવાતુ હોળીનુ પર્વ બસ આ જ વાત લઈને આવ્યા છે આપણાં  કવિ હેમંતભાઈ   ઉપાધ્યાય સુંદર રજુવાત છે .. આમ જોવા જેઈએ તો ચપટીમાં આજે ખોબાની વાત છે..તો ચાલો માણીએ

પ્રગટી છે  ભડ ભડ   હોળી
પવન   તું  દેજે   હોંકારો ,પ્રગટી છે  ભડ ભડ   હોળી

ઈર્શ્ર્યા થી  બળનાર ની  જ્વાલા  બની છે  હોળી  ….પ્રગટી છે  ભડ ભડ   હોળી

 

રાજકારણી ઓ રોજ ખેલે છે ભ્રષ્ટાચાર  ની હોળી
મોઘવારી માં પીસાય છે  પ્રજા બિચારી  ભોળી …પ્રગટી છે  ભડ ભડ   હોળી  

ભારત ની પ્રગતિ જોઈ ને પાકિસ્તાન ને તો રોજ હોળી
માર ખાતા રોજ  આપણે ને જુઓ  સરકાર છે  મોળી …..પ્રગટી છે  ભડ ભડ   હોળી  

આતંકવાદી  ઓ આનંદે છે  માનવતા ને લોહી માં બોળી
રાવણ  કંસ ની જમાત  ભમે છે જગ માં બનાવી ટોળી…..પ્રગટી છે  ભડ ભડ   હોળી  

આવો બુદ્ધ મહાવીર કે ગાંધી  ફેલાવો સ્નેહ  ની ઝોળી
નહિ તો સરદાર ને બોલાવો પૂર્વ  હિંમત ની  રંગોળી ….પ્રગટી છે  ભડ ભડ   હોળી  

બળી રહ્યો છે માનવ આજે  ને કોઈક મનાવે  હોળી
આવતર  લઇ ને આવ  પ્રભુ પ્રાર્થે પ્રજા ભારત  ની  ભોળી ,…પ્રગટી છે  ભડ ભડ   હોળી
ઓમ માં ઓમ
હેમંત  ઉપાધ્યાય
૪૦૮-૯૪૫-૭૮૬૬

88888888888888888888888888888888888888888888888888888888888888888888888

કવિ – નટુભાઇ બરાનપુરિયા

કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…

રંગ ભરી પિચકારી ઊડે, હૈયે હરખ ના માયો
અબીલ ગુલાલ ગગનમાં ઊડે, વ્રજમાં રાસ રચાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…

લહર લહર લહરાતો ફાગણ, ફૂલડે ફોરમ લાયો,
કોકિલ કંઠી કોયલડીએ ટહૂકી ફાગ વધાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…

પાને પાને ફૂલડાં ધરિયા, ૠતુ રાજવી આયો,
સંગીતની મહેફિલ જામી, વસંત-બહાર ગવાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…

રંગોની ઉજાણી ઊડે, કેસૂડો હરખાયો,
ચેતનના ફુવારા છૂટ્યા, હોરી ધૂમ મચાયો
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…

કવિ – નટુભાઇ બરાનપુરિયા

 

7 thoughts on “હોળી

 1. રાધેશ્યામનું રંગીલું સ્વરૂપ નજરે ભાળ્યુંરે
  હોળી આવીરે, હૈયે ઉમંગ રંગ લાવીરે

  હોળીની શુભેચ્છાઓ..

  Like

 2. રાધા માધવ એક દૂજે પર રંગ છાંટેરે
  કેસર કસ્તુરી ભરી ભરી પિચકારી છાંટેરે
  હોળી આવીરે, આવીરે હોળી આવીરે
  કેસરિયો રંગ માણ્યો ભક્ત નરસિંહે રે
  હોળીની શુભ કામના સાથે શબ્દ સર્જન ને અભિનંદન
  કે જે આવા સુંદર વીણેલા પુષ્પો દ્વારા હોળીના રંગને સજાવે છે.

  Like

 3. બહુ સુંદર કાવ્ય . અને કેટલું સુન્દર ચિત્ર !
  આજે યાદ આવી જાય છે :—
  ” આજ ખેલે શ્યામ સંગ હોરી ,
  પિચકારી રંગ ભરી કેસરકી …….આજ .
  કુંવર કનૈયા સંગ સખી રાધા ,
  રંગ ભરી જોરી સોહત રી………….આજ .”
  રાગ : કાફી , તાલ: ત્રિતાલ
  Fulvati.

  Like

 4. પ્યાર,સ્નેહ,સમર્પણ,દુલાર,
  મહોબત્ત,સદભાવના,સદવિચાર,
  આ સાત રંગોનો રહે વરસાદ,
  આજનો દિવસ આપના જીવનમાં
  લાવે “સતરંગી” વરસાદ.
  દમયંતી અને દિલીપ ચેવલી તરફથી
  હોળીની શુભેચ્છા અને શુભકામના.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.