હેમંત ઉપાધ્યાય:પ્રેમ થી બોલો ઓમ નમઃ શિવાય:

મહાશિવરાત્રિ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થદશીના રોજ શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો મહા ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.ૐ -ઓમ – મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે.ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે. ૐ – ઓમ – પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે,ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.ૐ – ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે.ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.ભગવાન શંકરની મહિમાનું વર્ણન અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. બધામાં એક જ વાત કહેવામાં આવી છે કે, શિવ પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે  હમેશા તત્પર રહે છે.
તો મિત્રો આજે  જોઈએ હેમંત ઉપાધ્યાય એમની  આ પ્રાર્થનામાં  શિવજીને શું કહે છે.

પ્રેમ થી  બોલો ઓમ  નમઃ શિવાય

સહુ  પ્રેમ થી  બોલો ઓમ  નમઃ શિવાય
ખપે ના  કંઈ  નેતાને  ભ્રષ્ટાચાર  સિવાય……પ્રેમ થી
ભલે પ્રજા બિચારી મોઘવારી માં પીસાય
મારી આવડત થી મારા ગજવા તો ભરાય …પ્રેમ થી
CBI  કે જેપીસી  ના ખોટા  દેખાડા તો કરાય
અંતે કોઈ  ભ્રષ્ટાચારી ને કશું જ નહિ થાય….પ્રેમ થી
ભ્રષ્ટાચારી ઓ ને  જ માન  આદર  અપાય
મજબૂર  મનમોહન થી કશું જ ના થાય …પ્રેમ થી
સરકાર નહિ  આ સહકારી સંઘ  જ કહેવાય
કોઈ  કોઈ નું નહિ  ને બધા એક જ દેખાય …પ્રેમ થી
આ દેશ ની દુર્દશા થી હવે  દેવો પણ સંતાય
મહાદેવ ખોલે ત્રીજી આંખ એમ પ્રાર્થના  કરાય   પ્રેમ થી

હેમંત ઉપાધ્યાય

Pictuer:ટહુકો ના સૌજન્યથી


 

 

4 thoughts on “હેમંત ઉપાધ્યાય:પ્રેમ થી બોલો ઓમ નમઃ શિવાય:

 1. ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય ,

  Like

 2. ભારતના કલ્યાણ માટે મહાદેવદાદા હવે જલ્દીથી ત્રીજી આંખ ખોલે એ પ્રાર્થના.

  Like

 3. આ દેશ ની દુર્દશા થી હવે દેવો પણ સંતાય
  મહાદેવ ખોલે ત્રીજી આંખ એમ પ્રાર્થના કરાય પ્રેમ થી
  ખરી વાત છે દેવો પણ સંતાઈ જાય તેવી દુર્દશા આ
  આખલાઓએ કરી છે. હવે તો ભગવાન પણ ગાંધીજી, સરદાર
  કે બીજા નેતાઓને પૂછે કે વેકેશન પર બે માસ તમારા દેશમાં
  જવું છે તો સ્વરાજના પ્રણેતાઓ હાથ જોડી ના પડે,
  ખુબ સરસ અને હદય સ્પર્શી રચના.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.