વસંતઋતુની પધરામણી

વસંતોત્સવ

હે વનો લીલાં થઈ રહ્યાં…..ટેકરીઓય તે લીલીછમ
હે…લીલુ બધે વર્તાય …
હે. પાનખર હોય, શું ફર્ક પડે ..ભીતર હોય વસંત …..

વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!!

અમારા તરફથી સૌને વસંત મુબારક..

વસંતોત્સવમાં વસંત વિશેનું આનાથી રૂડુ બીજું કાવ્ય કયું હોઈ શકે… અને વસંત એટલે જ મિલનની ઋતુ, મિલનનો અવસર, મિલનની ઉજાણી… અને આવા વાસંતી મિલનનો અવસર! વસંતોત્સવ..

પ્રભુને બોલવા નો આવસર વસંત .પ્રભુ સાથે ના મિલન ની વાત છે
એકવાર ભીતર વસંત આવી જાય પછી બહાર ભલે ને પાનખર હોય, શું ફર્ક પડે છે!


આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને.

આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને.

આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને.

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ! આવો ને.

આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને.

આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ ભાવ! હવે તો હરિ! આવો ને.

આ ચંદની ભરી છે તલાવડી, હરિ! આવો ને;
ફૂલડિયે બાંધી છે પાંજ, હવે તો હરિ! આવો ને.

આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.

– ન્હાનાલાલ કવિ

આમંત્રણ

મિત્રો ,

તમે જાણો છો તેમ મારો બ્લોગ બનાવવાનો હેતુ …
સાહિત્ય પ્રેમીઓને પ્રેરણા આપવા તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના  અનુભવો ને   અભિવ્યક્તિ આપવાનો  ,
તેમજ  તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા તથા ભાષાને તેના મહત્તમ ચાહકો સુધી પહોંચાડવાનો.હંમેશા રહ્યો છે …
તેમજ આપણાં ગાયક,કવિ, લેક્ખના , યોગદાન કે સિધ્ધિ ને પ્રોત્સાહન આપવાનો છે .
તો આજે   સમય આવ્યો છે ..કે નવોદિત  જાણીતા   કવિ  વિવેક ટેલર ને પ્રોત્સાહન આપવાનો… …તો આવી તક ને હું જતી નહિ કરુંત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !

કેમકે આ દિવસ વિવેક્ભાઇની  જિંદગીમાં

આપ બધાના   એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ  આવ્યો છે…

 

આ દિવસે એમના  બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ –

જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને એમના  આ કાર્યક્રમમાં સહભાગી થવા

વિવેક ટેલર  સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો તમે  વિવેક ટેલરને  dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો,

તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં એમને સુવિધા રહેશે…

આભાર !

Link to the post :

http://vmtailor.com/archives/955

dr_vivektailor@yahoo.com
http://vmtailor.com/

એક ગુજરાતી છું હું

Gujarati (ગુજરાતી) in Gujarati Script. Created...

Image via Wikipedia

મિત્રો,

આજે ગમતના ગુલાલમાં એ સુંદર કવિતા લાવી છું જે શ્રેણિકભાઈ એ મુંબઈ થી મોકલી છે ..વાચ્યા પછી ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવશો.

 

 

 

એક   ગુજરાતી છું હું
સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.

લોટો લઇને દૈદે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.

દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.

મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
છેલ્લે અપનું વાળું ગૂજરાતી.

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી.

આવો એક ગુજરાતી છું હું………..

પંકજ વોરા

જીવન શું છે ? – ફાધર વાલેસ

મિત્રો,

મિત્રો
મુંબઈથી મધુકરભાઈ  શેઠના એ  ફાધર વાલેસ નો એક સુંદર લેખ જીવન અને સુખ  ઉપર મોકલ્યો છે .. સાચું સુખ કોને કહેવું ? …

ફાધર વાલેસ જયારે બોલતા ત્યારે  શબ્દો હ્રદયમાંથી આવતા હતા અને એટલે ઘણા  અસરકારક છે. જે  ‘માનવ’ તરીકે જીવવાનું પ્રેરક બળ આપી જાય છે. તો ચાલો ગમતના ગુલાલ કરીએ …

 

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારાપાકની આશા કેમ રખાય ?

તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.

સીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો

 

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે

તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે

અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો

અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

 

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી

અરે! અમને તો કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી.

 

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,

જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

 

દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી

એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.