શ્રી ચંદ્રવદનભાઈ-નિતાબેન અને સાસુસેવા

મિત્રો ,

આજની કાવ્ય-પોસ્ટ છે ” નિતાબેન અને સાસુસેવા” !
આ પોસ્ટ ખરેખર “સત્ય ઘટના” આધારીત છે…….

ડૉ. ચંદ્રવદનભાઈ ની એક વાસ્તવિક  જીવનને અનુરૂપ સરસ રચના લાવી છું .. એમનો પરિચય એ  ગુજરાતી સાહિત્યકાર, કવિ કે લેખક નથી..પરન્તુ  હ્રદય-અંતરના ઉંડાણની પૂકાર રૂપે જે શબ્દો પાન પર વહે તેને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા અનેક વ્યક્તીઓને પ્રસાદી રૂપે વહેંચે છે .વ્યવસાયે ડો. છે પરંતુ … જે થાય, ન થાય એમાં પ્રભુ ઈચ્છા છે ! એવું  માને છે અને પ્રમાણે    સ્વીકારે   પણ છે…એમની પાસે સરળતા છે જે જોયું, જે સાંભળ્યુ, અને એ જ  વિચારધારા માં  વહે છે ...એ કહે છે.નથી હું કવિ, નથી હું કાલિદાસ, બસ, લખું છુ, અને, જરૂર હું પ્રભુનો દાસ ! એમનો વધુ  પરિચય કાવ્યમાં માણીએ..નિતાબેન અને સાસુસેવા !


 

નિતાબેન અને સાસુસેવા !

સાસુને સાસુ નહી પણ મેં તો મા કહ્યા !
મા સ્વરૂપે નિહાળી, મેં તો અંતર ખોલી એને વ્હાલ કર્યા !…..(ટેક)

જનેતા સાથે રહી, હું તો મોટી રે થઈ,
સાસુની છત્રછાયામાં હું તો માતા બની,
પતિને અને સંતાનોને વ્હાલ કરી,
ઘરને મંદિર કરી, મેં તો હૈયે ખુશી ભરી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને…..(૧)

આજ સાસુજી માંદા, અને છે ખાટલે,
દર્દ એમનું મુજ હૈયે મુજને સતાવે,
સેવા કરવા દેજે શક્તિ મુજને પ્રભુજી,
હશે ભુલો તો કરજે માફ, ઓ મારા પ્રભુજી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !……..સાસુને……(૨)

દવા આપી, દર્દ એમનું હું હલકું કરૂં,
તકલીફો એમની એને હું તો મારી ગણું,
ઉપરવાલા છે તારી જ ઈચ્છા એક સાચી,
નીચે રહેનાર હું ફક્ત અદા કરૂં ફરજ મારી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને….(૩)

જે કર્યું કે કરૂં તે હું તો દીલથી કરૂં,
છોડી અફસોસ, પ્રભુજી તને વિનંતી કરૂં,
હવે તો છું હું શરણે તારી,
ના માંગુ છુટકારો, સંભાળજે સહન-શક્તિ મારી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને…..(૪)

 

મિત્રો એક વાત યાદ રાખવા  જેવી માં તો માં જ પછી એ સાસુ હોય કે તમારી માં આખરે તો માં  જ છે ..સબંધ ને કેવી રીતે  પોષવા એ આપણી ઉપર છે ..આ સબંધ તો વાત્સલ્ય અને પ્રેમથી ભરેલો સબંધ છે . તેમાં કોઈ સ્વાર્થ નથી .જે સબંધો સાચવવા માટે આપણે પ્રયત્ન  ન કરવો પડે તેજ ખરો સબંધ .. સાસુ કે વહુને પ્રેમ કરવા પ્રયત્ન નહી  કરતા માત્ર .થોડી સાવધાની વર્તવાની જરુર છે..જેથી મુરજાય ન જાય …માત્ર મારપણાં નો  અહેસાષ રાખશો તો આવું જ અનુભવશો .. કવિતાના માધ્યમ દ્વારા સુંદર  સંદેશ  હું તમારી સાથે સમંત થાવ છું


3 thoughts on “શ્રી ચંદ્રવદનભાઈ-નિતાબેન અને સાસુસેવા

 1. ડો ચન્દ્રવદનભાઇ ન કેવળ વિદ્વાન તબિબ છે પણ પ્રેમાળ, લાગણીશીલ સ્વભાવના સૌના મિત્ર છે. તેમના બ્લોગ પર આ રીતે પ્રતિભાવ લખેલો
  આ જીવન ઝરમર તો વાંચી હતી.
  પણ પ્રતિભાવ આપવાનું વિસરાઈ ગયું!
  તેને બદલે ચંદ્રને મન સાથે બહુ સંબંધ છે. તે પશ્ચિમની દુનિયા પણ સ્વીકારે છે .તેથી લુના-લ્યુનેટીક જેવા શબ્દો અવ્યાં. તે અંગે પહેલા જ ચંદ્રમા મનસો…ઈ લખ્યું. વળી તમે લખતા નથી પણ કોઈ અગમ્ય શક્તી લખાવે છે તે વાત બરોબર લાગે છે. આવું ટોરસ અને વિનસનો પ્રભાવ ગળાનાં ચક્ર પર હોય ત્યારે વાણી વૈખરી થઈ અપરામાંથી પરા તરફ વળે.કદાચ બાઈપાસ બાદ આ પ્રભાવ હોય! અમને ઝાઝી ગમ નથી પણ અમે બાઈપાસને બાઈપાસ કરવાનો પ્રોગ્રામમાં માનીએ છીએ. અને ઘણીખરી માનસિક તકલીફો દવા વગર અથવા ઓછી દવાથી પણ મટે છે.આ અંગે ૫-એચ ટી અંગે સુરેશભાઈને લખ્યું હતું .હવેના થોડા લેખો એ અંગે પણ આપવા વિચાર છે.
  અભિનંદન…
  સાથે જેમ ઠીક લાગે તેમ તમારા કોમેંટમાં લખશું.
  અને ઘણીખરી પૉસ્ટ પર સહજ જે મનમા આવ્યું તે લખ્યું.તેમની આ પોસ્ટ પર પ્રતિભાવ આપ્યો છે પરંતુ આજે ફરી પોસ્ટ વાંચતા અનેક કવિતાઓ,વિદ્વાનના સલાહ આપતા લેખો અને ગંમ્મતની વાતો યાદ આવી પણ આજે એક મંદિરની વાત ગુંજ્યા કરે છે તો તે લખું,,, કાવિ ગામ જૈન સ્થાપત્યો માટે વિખ્યાત છે. તેમાં આદિશ્વર ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ હતી. જે સાસુના દેરાસર તરીકે વિખ્યાત છે. બાઢુક શેઠના પત્ની હીરબાઈએ આ દેરાસર બંધાવેલું તેમના પુત્ર કુંવરજીના પત્ની વીરબાઈને આ મંદિરનું બારણું સાંકડુ લાગ્યું એટલે સાસુ હીરબાઈએ પિતાને ત્યાંથી ધન-દોલત લાવી મોટાબારણાવાળું મંદિર બનાવવા ટોણો મારતા વહુજી વીરબાઈએ બીજું મંદિર બનાવ્યું અને તે વહુના દેરા તરીકે ઓળખાયું.
  મારી વહુ ,
  “મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ
  મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ
  સૈયર મેંદી લેશું રે
  ગાય ત્યારે બધાની સાથે અમે પણ આનંદ માણીએ છીએ

  Like

 2. સરસ ,સુંદર ,
  આપણા સમાંજ્મો સાસુ વહુના વહેવાર , પ્રેમનો ભાવ ને પ્રતિભાવ વિષે ના ઉમદા ખ્યાલ

  Like

 3. ઘરને મંદિર કરી ……… લીલા છે પ્રભુ તારી અતિ ન્યારી
  ડોકટરે પોતાના વ્યવસાયમાં વહુની લાગણીઓની નાડી સરસ પારખી છે.
  અમારા ધન્યવાદ, ડો. શ્રી ચંદ્રવદનભાઈને.
  પદ્માબેન અને કનુભાઈ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.