અમને વહાલી ગુજરાતી-ગિરીશ પરીખ

 

મિત્રો ,
આજે વિશ્વ માતૃ ભાષા ની ઉજવણીમાં ચાલો  એ સરસ મજાની કવિતા માણીયે.. આ કવિતાના  કવિ નો  પરિચય  તેમની પોતાનું લખાણ અને કવિતા છે.. ગિરીશ પરીખ ગુજરાતી અને અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે  એમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં “સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, “ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે…..

મિત્રો આજની એમની કવિતામાં  એક ગુજરાતી તરીકે એમનો પરિચય કરશું ….ગીરીશભાઈએ  એમની કવિતામાં ગુજરાતી ભાષા માટે ખુબ જ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે

અને તે છે ….માબોલી ગુજરાતી…માતૃભાષા માટે  કેટલી નિકટતા ..એક શબ્દ પ્રેમ અને ગૌરવ અને મારપણાં    અહેસાસ કરાવે છે ..  ગિરિશભાઈ એ હદય  થી ત્વરિત ઉભરતા વિચારોને શબ્દો થી સજાવ્યા વગર સરળ રીતે રજુ કર્યાં છે..સહજ રીતે બોલવાની ભાષામાં  નીકળેલાં શબ્દો એજ  એમની ખૂબી  છે  અને એજ  આપણી માત્રુ ભાષા ..

 

અમને વહાલી ગુજરાતી

છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી
હેમચંદ્રની ગુજરાતી
નરસિંહ મીરાંની ગુજરાતી
વીર નર્મદની ગુજરાતી
ગાંધીગીરા છે ગુજરાતી
સહુ કોઇની ગુજરાતી
ધન્ય ધન્ય છે ગુજરાતી
સમજીએ સહુ ગુજરાતી
બોલીએ સહુ ગુજરાતી
વાંચીએ સહુ ગુજરાતી
લખીએ સહુ ગુજરાતી
છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી.
માબોલી: માતૃભાષા

(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.

એમનું પુસ્તક આદિલના શેરોનો આનંદઃ

આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન મે ૧૮, ૨૦૧૧, આદિલના ૭૫મા જ્ન્મદિને પ્રગટ થશે.

E-mail: girish116@yahoo.com . Blog: www.girishparikh.wordpress.com .)

3 thoughts on “અમને વહાલી ગુજરાતી-ગિરીશ પરીખ

 1. ‘માબોલી ગુજરાતી…માતૃભાષા માટે કેટલી નિકટતા ..એક શબ્દ પ્રેમ અને ગૌરવ અને મારપણાં અહેસાસ કરાવે છે .. ગિરિશભાઈ એ હદય થી ત્વરિત ઉભરતા વિચારોને શબ્દો થી સજાવ્યા વગર સરળ રીતે રજુ કર્યાં છે..સહજ રીતે બોલવાની ભાષામાં નીકળેલાં શબ્દો એજ એમની ખૂબી છે અને એજ આપણી માત્રુ ભાષા ..’
  ફરી ફરી માણવી ગમે તેવી અનુભૂતિવાળી સહજ સરળ પ્રસન્ન કરે તેવી અભિવ્યક્તી

  Like

 2. પ્રજ્ઞાબહેન,

  આદરણીય શ્રી ગીરીશભાઈ દ્વારા લખયેલ માંબોલી માતૃભાષા ગુજરાતી વાંચીને

  એવું લાગે છે કે માતૃભાષાનો ટહુકો હદયના ઉડાણમાં ઉતરી જાય છે અને હૈયું

  માભોમ ગુજરાત અને ગુજરાતી ભાષાના ગુણગાન ગાવા તરસે છે.

  પરદેશમાં ગુજરાતી, મોડેસ્તોમાં ગુજરાતી, દિલમાં ગુજરાતી , હૈયે ગુજરાતી

  હોઠે ગુજરાતી, ખાને પાને ગુજરાતી , પ્રસંગે ગુજરાતી , નાટક માંય ગુજરાતી

  ગઝલ માય ગુજરાતી, ગીતોમાંય ગુજરાતી અત્ર તત્ર સર્વત્ર ગુજરાતી.

  આદરણીય શ્રી ગીરીશભાઈને અંતરના નમસ્કાર…અને આપને ધન્યવાદ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.