મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મિત્રો ,.

અમારા મિત્ર નગીનભાઈ એ એક સુંદર કવિતા મોકલી છે .

તો ચાલો  ગમતના ગુલાલ  ગુલાલ કરીએ ..

આ કવિતા મારી શાળા ને યાદ કરીને ..

અને મારી ગુજરાતી ભાષાનો જશ હું આપી શકું  તેવા મારા શિક્ષિકા ભાનુબેન શેઠ ..

અને  સુશીલાબેન  જેણે મને ભણાવી  ને આજે આ સ્થાને પોહચાડી ..

.નાના હતા ત્યારે જલ્દી મોટા થવું હતું…આજે જયારે મોટો થયાત્યારે સમજાય છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા “તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા.. આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળા માં શિક્ષક હિંમતભાઈ “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું… આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…

ફક્ત મનેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે .

ખરું ને ?


 

મારે ફરી એકવાર શાળાએ જવું છે ..

દોડતા જઇને મારી રોજની બાંકડીએ બેસવું છે

રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્ર્ગીત ગાવું છે

નવી નોટની સુગંધ લેતા પહેલાં પાને

સુંદર અક્ષરે મારું નામ લખવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

રિસેસ પડતાં જ વોટરબેગ ફેંકી

નળ નીચે હાથ ધરી પાણી પીવું છે

જેમ-તેમ લંચબોક્સ પૂરું કરી

મરચું – મીઠું ભભરાવેલ આમલી – બોર – જમરૂખ – કાકડી બધું ખાવું છે

સાઇકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે

કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય

એવા વિચારો કરતાં રાતે સૂઇ જવું છે

અનપેક્ષિત રજાના આનંદ માટે

મારે ફરી એકવાર શાળાએ જવું છે…
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં

મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળું કરીને

સાઇકલની રેસ લગાવતાં ઘેર જવું છે

રમત-ગમતના પિરિયડમાં તારની વાડમાંના

બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે

તે ભાગી જવાની મોજ અનુભવવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

દિવાળીના વેકેશનની રાહ જોતાં

છ-માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે

દિવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી

હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે

રાતે ઝાઝા બધાં ફટાકડા ફોડ્યા પછી

તેમાંથી ન ફૂટેલાં ફટાકડા શોધતાં ફરવું છે

વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…

કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતાં

પીઠ પર દફ્તરનો બોજ વેંઢારવો છે

ગમે તેવી ગરમીમાં એરકંડીશન્ડ ઓફિસ કરતાં

પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બેસવું છે

કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતાં

બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે

બચપણ પ્રભુની દેણ છે – તુકારામના એ અભંગનો અર્થ

હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે

એ બરાબર છે કે નહીં તે સરને પૂછવા..છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે..

અમી દવે પટેલ

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ગમતા નો કરીએ ગુલાલ and tagged , , , , . Bookmark the permalink.

10 Responses to મારે ફરી એકવાર શાળાએ જવું છે.

 1. pragnaju says:

  સ રસ રચના

  ત્રણેક વર્ષથી આ રચના જુદા જુદા બ્લોગ પર આવે છે.

  આ અમી દવે પટેલ નો પરિચય આપવા વિનતિ

  Like

 2. ધન્યાદ
  સુંદર શૈષવ નો સ્મરણો , અને ફરી પાછું એજ ગતીવિધીમો પાછા ફરવાનું સ્વપ્ન

  Like

 3. girishparikh says:

  અમીબહેનને ખોબલે ખોબલે અભિનંદન. આ કાવ્ય વાંચી http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘મારાં શાળાજીવનનાં સંસ્મરણો’ નામની લેખમાળા શરૂ કરવાનો વિચાર થઈ જાય છે. પ્રભુની ઇચ્છા હશે એ પણ લખાશે.
  –ગિરીશ પરીખ

  Like

 4. shailesh says:

  hi! Pragna,
  thanks for re-calling our school time

  Like

 5. shrenikdalal says:

  Dear Brothers, Sisters and Friends,

  I can not forget my School life. Some time I feel why replay can not be done to again enjoy my Past life.

  In school Life Friendship was selfless and innocent.

  Yaad karta karta te divaso ni Mithi Yaad mane Satave che.

  those days were very happy and Golden days

  Like

 6. shrenikdalal says:

  ear Brothers, Sisters and Friends,

  शायद ज़िंदगी बदल रही है!!

  जब मैं छोटा था, शायद दुनिया
  बहुत बड़ी हुआ करती थी..

  मुझे याद है मेरे घर से “स्कूल” तक

  का वो रास्ता, क्या क्या नहीं था वहां,
  चाट के ठेले, जलेबी की दुकान,
  बर्फ के गोले, सब कुछ,

  अब वहां “मोबाइल शॉप”,
  “विडियो पार्लर” हैं,
  फिर भी सब सूना है..

  शायद अब दुनिया सिमट रही है…
  .
  .
  .
  जब मैं छोटा था,
  शायद शामें बहुत लम्बी हुआ करती थीं…

  मैं हाथ में पतंग की डोर पकड़े,
  घंटों उड़ा करता था,
  वो लम्बी “साइकिल रेस”,
  वो बचपन के खेल,
  वो हर शाम थक के चूर हो जाना,

  अब शाम नहीं होती, दिन ढलता है
  और सीधे रात हो जाती है.

  शायद वक्त सिमट रहा है…
  जब मैं छोटा था,
  शायद दोस्ती
  बहुत गहरी हुआ करती थी,
  दिन भर वो हुजूम बनाकर खेलना,
  वो दोस्तों के घर का खाना,
  वो लड़कियों की बातें,
  वो साथ रोना…
  अब भी मेरे कई दोस्त हैं,
  पर दोस्ती जाने कहाँ है,
  जब भी “traffic signal” पे मिलते हैं
  “Hi” हो जाती है,
  और अपने अपने रास्ते चल देते हैं,

  होली, दीवाली, जन्मदिन,
  नए साल पर बस SMS आ जाते हैं,

  शायद अब रिश्ते बदल रहें हैं..
  .
  .

  जब मैं छोटा था,
  तब खेल भी अजीब हुआ करते थे,

  छुपन छुपाई, लंगडी टांग,
  पोषम पा, कट केक,
  टिप्पी टीपी टाप.

  अब Internet, office,
  से फुर्सत ही नहीं मिलती..

  शायद ज़िन्दगी बदल रही है.
  .
  .
  .

  जिंदगी का सबसे बड़ा सच यही है..
  जो अक्सर कबरिस्तान के बाहर
  बोर्ड पर लिखा होता है…

  “मंजिल तो यही थी,
  बस जिंदगी गुज़र गयी मेरी
  यहाँ आते आते”
  .
  .
  .
  ज़िंदगी का लम्हा बहुत छोटा सा है. ..

  कल की कोई बुनियाद नहीं है

  और आने वाला कल सिर्फ सपने में ही है..

  अब बच गए इस पल में..

  तमन्नाओं से भरी इस जिंदगी में
  हम सिर्फ भाग रहे हैं..
  कुछ रफ़्तार धीमी करो,
  मेरे दोस्त,
  और इस ज़िंदगी को जियो…
  खूब जियो मेरे दोस्त,
  और औरों को भी जीने दो..

  Like

 7. Hiren says:

  મારે પણ શાળાએ જવું છે…….

  જય ભગવાન

  Like

 8. jayshreemehta says:

  mane bahuj gamu. mare phari nana thai ne pharithi schoolma javu che.

  Jai Shree Krishna.

  Like

 9. hema patel says:

  આપણા આખા જીવનમાં બાળપણ જ એક ન ભુલાય એવી સોનેરી પળોથી ભરેલુ
  હોય છે . જે આપણે કદી પણ ન વીસરી શકીએ . ન કોઈ જવાબદારી , ન કોઈ
  ચિન્તા. બસ એકદમ બેફીકર ફરવાનુ અને બસ રમવાનુ . સૌથી વધારે યાદગાર
  આપણી સ્કુલ હોય છે .

  Like

 10. shrenikdalal says:

  Dear Brothers, Sisters and Friends,

  I can not forget my School life. Some time I feel why replay can not be done to again enjoy my Past life.

  In school Life Friendship was selfless and innocent.

  Yaad karta karta te divaso ni Mithi Yaad mane Satave che.

  those days were very happy and Golden days.

  મારે ફરી એકવાર શાળાએ જવું છે ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s