વેલેન્ટાઈન ડે-પૂછવું જ શું ?

 

મિત્રો ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમની મોસમ …..પછી તો પૂછવું જ શું ?..
હા આવા  પ્રશ્ન સાથેની મેઘલાતામાસીની એક સરસ મજાની કવિતા લાવી છું. .

માસીની એક ખૂબી છે  એ શબ્દોને ગમે ત્યાં વાપરીને કવિતામાં સજાવી શકે છે ..પ્રશ્નાર્થ ચિન્હ દરેક બે પંક્તિ એ વાપર્યા છે .પરંતુ જેમાં  હરેક પશ્ન એક મોન નો જવાબ છે .. પૂછવું જ શું ?થી વાત અધુરી નથી પ્રેમની પૂર્ણતાનો  અહેસાસ છે …

શરમાય ને પ્રેમ કેવી રીતે થાય એ ખુજ સુંદર રીતે રજુ કર્યું  છે ..પ્રેમને પાંગરવા માટે શબ્દો નો કે વાચા ની જરૂર નથી ….અમે નજરો થી જોઈને તમને કર્યે પ્રેમ અને તમે જવાબ વાળો મોંન  થી .. તો ચાલો પ્રશ્ન પૂછીને પ્રેમનો અહેસાસ  માણીયે..

પૂછવું જ શું ?
અમે સામું જોયું ને તમે શરમાઈ  ગયાં
ને પછી વાતો કરવાનું તો પૂછવું જ શું ?
અમે કેમ છો ?કહું  ને તમે લજવાઈ ગયાં
ને પછી આગળ તો પૂછવું જ શું ?
અમે મોગરો ધર્યો ને તમે મહેકી ઉઠ્યાં
ને પછી ગજરો ગૂંથવાનું તો પૂછવું જ શું ?
અમે પાણી માગ્યું ને તમે વરસી પડ્યાં
ને પછી બીજા કશાનું તો પૂછવું જ શું?
અમે હોઠે  મલક્યાં ને તમે છલકી  પડ્યાં
ને પછી છલકે ભીંજાવાનું તો પૂછવું જ શું ?
અમે નજર્યું નાંખી ને તમે ડૂબી ગયાં
ને પછી દરિયો તરવાનું તો પૂછવું જ શું ?
અમે હળવે પૂછ્યું ને તમે હસી પડ્યાં ,
ને પછી ‘હા’ ‘ના’કહેવાનું તો પૂછવું જ શું ?

7 thoughts on “વેલેન્ટાઈન ડે-પૂછવું જ શું ?

 1. અમે સામું જોયું ને તમે શરમાઈ ગયાં
  ને પછી વાતો કરવાનું તો પૂછવું જ શું ?
  અમે કેમ છો ?કહું ને તમે લજવાઈ ગયાં
  ને પછી આગળ તો પૂછવું જ શું ?

  ખૂબ ભાવભીની અભિવ્યક્તી
  યાદ,,,,,,,,,,

  પ્રેમ પત્રો લખતા કાગળ ને કલમ શરમાય છે,
  યાદ આવે તારી જ્યારે હોઠ મારા મલકાય છે,

  સ્વ્પનો ની યાદો મા મારી ઉર્મિ પણ હરખાય છે,
  ઝાકળ ની બુંદો પણ હવે મોતી બની ઝબકાય છે,

  Like

 2. સરસ
  અમે હળવે પૂછ્યું ને તમે હસી પડ્યાં ,
  ને પછી ‘હા’ ‘ના’કહેવાનું તો પૂછવું જ શું ?
  પણ
  એક નજરના સ્મિત થી થયેલ ઘાયલ ને શિકારની મજા ક્યોથી હોય ,?
  રંગ ને ઘોળ વા થી ઘાટો થતો હોય છે ,અને તેની મઝા પણ અનેરી હોય છે

  Like

 3. અમે મોગરો ધર્યો ને તમે મહેકી ઉઠ્યાં
  ને પછી ગજરો ગૂંથવાનું તો પૂછવું જ શું ?

  વાહ શું કલ્પનાના શબ્દોનું સર્જન છે. ખુબ સરસ.

  Like

 4. ” સામે જોયું ને શરમાઈ ગયા ” જીવનમાં બનતી હકીકત બેન મેઘલતાબેને કાવ્યમાં સમજાવી દીધી.
  સુંદર કવિતા.

  Like

 5. સુંદર રચના.પ્રેમનું શબ્દોમાં વર્ણન કરવું કઠીન છે.તમારા શબ્દો “પુછવું જ શું?”. એતો જવાબ સાથેના સવાલો મને ગમી ગયા.

  Like

 6. અમે હળવે પૂછ્યુ ને તમે હસી પડ્યાં ,
  ને પછી ‘હા’ ‘ના’ કહેવાનુ તો પુછવુ જ શુ ?
  અતિ સુન્દર શબ્દો સાથેની પ્રેમથી ભરપૂર રચના !!!
  મેઘલતાબેનની કલ્પના શબ્દોનુ સ્વરૂપ લઈને પ્રેમથી કાવ્યમાં વર્ષી રહી છે .
  જે બધાને પ્રેમ રસમાં તરબોળ કરી દીધા .

  Like

 7. Dear
  Good Morning….
  VERY GOOD….
  KAHEVU PADE..BARABAR ATYARNI STYLE MAN CHHE
  MEGHLATABEN PASE KALAHE ANE AENO SARAS RITE UPYOG KARE CHHE…
  KHAREKHAR SAVAL JAVAB VANCHVANI MAJA AAVE CHHE…
  MANE AAVI RITE FORWARD KARTI RAHISH TO VADHARE AANAND AAVASHE….

  SHAMIK

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.