જીવન શું છે ? – ફાધર વાલેસ

મિત્રો,

મિત્રો
મુંબઈથી મધુકરભાઈ  શેઠના એ  ફાધર વાલેસ નો એક સુંદર લેખ જીવન અને સુખ  ઉપર મોકલ્યો છે .. સાચું સુખ કોને કહેવું ? …

ફાધર વાલેસ જયારે બોલતા ત્યારે  શબ્દો હ્રદયમાંથી આવતા હતા અને એટલે ઘણા  અસરકારક છે. જે  ‘માનવ’ તરીકે જીવવાનું પ્રેરક બળ આપી જાય છે. તો ચાલો ગમતના ગુલાલ કરીએ …

 

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારાપાકની આશા કેમ રખાય ?

તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.

સીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો

 

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે

તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે

અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો

અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

 

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી

અરે! અમને તો કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી.

 

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,

જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

 

દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી

એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

 

4 thoughts on “જીવન શું છે ? – ફાધર વાલેસ

 1. ખૂબ સુંદર હ્રુદયમાંથી આવતા શબ્દો

  તેમને અને તેમના વિચારોને શત શત વંદન

  તેમનો આ લેખ યાદ આવ્યો

  જીવનનાં મહાનતમ સત્યોની જેમ સુખી થવાની રીત સૌથી સરળ છે…

  જો તેને યોગ્ય રીતે આત્મસાત્ કરવામાં આવે તો!

  ‘મુશ્કેલીઓનો સામનો કરવા કરતાં એનાથી દૂર ભાગી જવું સહેલું છે.’ એવું ઘણાનું માનવું છે.

  ‘સત્યને ઢાંકવા પ્રયત્ન કરવાનો વિચાર પણ ન કરો, કારણ કે સત્ય બહાર આવ્યા વગર રહેવાનું

  નથી.’

  Like

 2. our life and relationships are bubble on top of ocen wave dont get attached to few but try to love all the bubbles that comes your way [zindgi pyar ki do char ghadi hoti hai—-

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.