મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો ..

આજે મેઘલતામાસીની એક સુંદર રચના લાવી છું ..મને મેઘલતામાસીની એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ… આજે ૮૪ વર્ષે   હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે .

એમની પંક્તિમાં કહુંતો….

જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભ રની,કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .
ભૂતકાળનો પાલવ પકડી …
જે ટમટમ્યા કરે ..
તેનો વળી વિકાસ  કેવો ?…જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,
જે દોડ મુકે આંખ મીચી –તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .
એમની કવિતા નો સંદેશ છે …જિંદગી ના સત્યને અપનાવો ..
મેઘલતામાસીની પોતાના માટે સારું શું કે ખરાબ શું તે નક્કી કરવાનું કામ ઈશ્વર   ઉપર છોડી દે છે. ઈશ્વર જે કરે પછી તે ખરાબ હોય કે સારું, તેને વિના હીચકીચાહટ સ્વીકારી લે છે ને તેને ‘તેમની’ મરજી લેખે છે. એટલુંજ નહિ ..આશાવાદી પણ છે ..હજી પણ જિંદગીના રંગો પૂરવા છે ..તેમના  આ અભિગમ ને લીધે દરેક  સવાર એક કોરી પાટી છે ..

અને નવી આશાનું કિરણ છે ..

મિત્રો તો ચાલો  તેમના  અનુભવનો નીચોડ આપણે  કવિતામાં માણીએ..

સમય વીતી ગયો…

હા, લખવાનો સમય તો જાણે વીતી ગયો ..કદાચ
જીવન જાણે ખીચોખીચ -ને તો ય ખાલીખમ  !
ખીચો ખીચમાં તો શું લખું ?     ગૂંચવાડો  જ ગૂંચવાડો
ને ખાલીખમમાં  શું લખું  ? શુંન્ય જ બધું ,

છતાંય વર્ષે વર્ષે નવું આવે ,
ને નવી વાતો નહિ તોયે
નવી આશાઓ લાવે
એમાં  ભરવાનો ઉમંગ આપણે –
ને જીવનમાં રંગ પણ
પૂરવાના આપણે જ ને !
વર્ષનું કામ તો દર વર્ષે
પાછા આવવાનું -વર્ષે વર્ષે
નવા નક્કોર અને કોરા કટ્ટ થઈને …

મેઘલાતાબેહન મહેતા


 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in મેઘલાતાબેહન મહેતા and tagged , , . Bookmark the permalink.

5 Responses to મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો ..

 1. Pingback: મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો .. (via શબ્દોનુંસર્જન) « નિવૃત્તિ ની પ્રવૃત્તિ

 2. Pingback: મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો .. (via શબ્દોનુંસર્જન) « નિવૃત્તિ ની પ્રવૃત્તિ

 3. pragnaju says:

  ખૂબ સુંદર અનુભવવાણી અને રસાસ્વાદ.
  યાદ આવી અમારા સ્નેહી અને વડિલ લખેલ… ઊકેલી /મઠારી મૂકશું
  તેમનું માનીતું પદ
  એક મુઠીમાં રામ અમૃત ભરિયાને…
  બીજી માં કાળ કરાળ રે હો જી (૨)
  બન્ને છે તોર તારા ફાવે તે ફેક વાહલા….
  ચડશું આંખે ઘટમાળ રે હો જી
  ગગનોના ગુંમટ બાંધ્યા પાથરણે પૃથ્વી માંડી,
  શુંન્ય શિખર ના સિંહાસને હો જી

  Like

 4. girishparikh says:

  મેઘલતાબહેનઃ લખતાં રહો. સાચા સર્જક માટે લખવાનો સમય કદી વીતી જતો નથી !
  ગિરીશ પરીખ
  બ્લોગઃ http://www.girishparikh.wordpress.com

  Like

 5. sandip says:

  khub sundar

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s