મિત્રો ,
આજે એક મેઘલતાબહેનની સુંદર કવિતા લાવી છું
જે વાત કહેવામાં જીભ અને આંસુ નિષ્ફળ જાય તે વાત માસી એ શબ્દો માં વણી લીધી છે ..૬૦ વર્ષે ઉજવણું થતું હોય .૬૦ મીણબતી બુજાવતા આંખનું પલ્કારું મારીએ એને ત્યાં તો જન્દગી ભૂતકાળમાં સરી જાય.. ત્યારે…. હું એકવાર સાત વર્ષની હતી ..ત્યારે આમ.. ત્યારે તેમ ….
કહેતા કહેતા આંખ માંથી આસું સરી જાય..
સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ
આખા કાવ્યમાં લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન થયા.
જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી ..મને યાદ છે મારી દીકરીના લગ્ન થયા ત્યારે હું હવે નાની નથી રહી આવું મહેસુસ કર્યું .
કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..
કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જવાત છે ..
સાઠમાંથી સાતના
જિંદગીની સાંકડી શેરી અતિ વાંકીચૂંકી
એમાં વળી ગલીઓ ઘણી ,કોઈ આમ આમ જતી કોઈ તેમ જતી
આયખાની આ સફર થંભ્યા વિના દોડી જાતી
પણ યાદના સભારણનાનનાં બસ અહીં તહીં છોડી જાતી
સાઠનું સ્ટેશન વટાવ્યું ,કઈ સ્મરણ -વિસ્મરણ થયાં.
મિત્રો ,સ્નેહી ને સગા ,સૌ અહીં તહીં છૂટતાં ગયાં .
જિંદગી પાછી વળે ના ,શોધવું કંઈ શક્ય ના .
પણ સ્મરણની આ સફરને પણ રોકવાનું શક્ય ના .
વિસરાયેલાં નામો અને કામો અને સંભારણાં.
કાં સાંભરી આવે અચાનક જ્યમ ચમકતા તારલા ?
સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ
કંઈ કેટલી વાતો મધુરી કહેવાની યે રહી ગઈ ?
કેટલાય હમ સફરની સફર અધુરી રહી ગઈ .
સાઠ વટાવ્યા ,વાટમાં ત્યાં કોઈ અચનાક મળી ગયું
“કેટલા બદલાઈ ગયાં ?’ હૈયું વાલોવાઈ ગયું .
હાથ ઝાલી સ્મરણ નો ,ડગલી જરી પાછી ભરી .
જિંદગીની સાંકડી શેરી તરફ દ્રષ્ટિ કરી .
વાંકી ચૂંકી ગલીઓ વટાવી ક્ષણમાં બધું ખુંદી વળ્યાં.
આનંદછોળો પર મીઠી યાદ નૌકા સરી રહી .
છૂટી ગયેલા મિત્રના ચિત્રો વળી તાજાં થયાં .
ખબર પડી ના સાઠમાંથી સાતના ક્યારે થયા …
મેઘલાતાબેન મેહતા
Pingback: સાઠમાંથી સાતના « નિવૃત્તિ ની પ્રવૃત્તિ
Very well expressed sentiments……
LikeLike
વાંકી ચૂંકી ગલીઓ વટાવી ક્ષણમાં બધું ખુંદી વળ્યાં.
આનંદછોળો પર મીઠી યાદ નૌકા સરી રહી .
છૂટી ગયેલા મિત્રના ચિત્રો વળી તાજાં થયાં .
ખબર પડી ના સાઠમાંથી સાતના ક્યારે થયા
This is how Meghlataben ends the Kavya.
The “best Message” within is one at 60 or beyond must try to be “of seven”. And. keep the Spirits Young. If you take this path, you ALWAYS remain YOUNG & “OLD AGE” never touch you !
DR. CHANDRAVADAN MISTRY (chandrpukar)
http://www.chandrapukar.wordpress.com
Pragnaben….I sent you a comment in response to your visit /comment on Chandrapukar. I was waiting for your REVISIT & try to get the LINK to this Blog. I found it . And as promised, I read this Post in which you had published Meghalataben’s Rachana. I read & commented. Now I feel OK. YOU are invited to REVISIT Chandrapukar & red the Posts on HOME. Inviting Meghalatben to Chandrapukar too !
LikeLike