ઉત્સવ

 પ્રજ્ઞાજુ તરફથી એક સુંદર ઈમૈલ મળી જે અત્યારના પ્રસંગ ને અનુરૂપ છે .

માનવી ઉત્સવ ઉજવે છે કારણ રોજીંદા જીવથી કૈક નોખું કરવા માટે

નાતાલ એટલે ઉત્સવના દિવસો તો ચાલો ઉત્સવનો નવો દ્રષ્ટિકોણ જોઈએ .


(ઓશો)રજનીશજી ઉત્સવ કોને કહે છે.

હું જે સમજી છું તેનો ભાવાનુવાદ કરી લખું છું .

મારી કોઈ ભૂલ હોય તો માફ કરશો .


ઉત્સવ

આપ માત્ર દ્રષ્ટા છો

મન પણ  છે શરીર  પણ છે,

પરન્તું તું શરીર નથી તેમજ મન , (ચિત્ત,)પણ નહિ .

તું જયારે  દ્રષ્ટા થાય છે ત્યારે વધુ સંકેંદ્રણ બને  છે .

અને દ્રષ્ટા થવાથી તું વધુ ને વધુ નજીક આવે છે

સાર્વત્રિક કેન્દ્ર તરફ

માત્ર દ્રષ્ટા થવાથી

તું પામે છે શાશ્વતી

અને તેનો અસાધારણ  અમરત્વ આનંદ

 ત્યારે પોતાની અંદરના બુદ્ધને (શુદ્ધ આત્મા ) અનુભવે છે .

અને આખું જીવન જાણે એક ઉત્સવ બની જાય છે

એક ઝળહળતા દિવ્ય પ્રકાશનો ઉત્સવ

અને પ્રત્યક  ક્ષણ જાણે (સંસ્કાર) જાગૃતિ

પ્રત્યક ક્ષણ નૃત્યોત્સવ

અને પ્રત્યક  ક્ષણ હજારો  ફૂલો

ખીલવાં માંડે છે ચૈતન્યમાં

દ્રષ્ટા જેમ જેમ ઊંડો  ઉતરે  છે  .

તેમ તેમ અદૃશ્ય અમૂલ્ય તત્વને પામે છે .

(ઓશો)રજનીશજી

દ્રષ્ટિ સ્વભાવસન્મુખ થાય એટલે પોતાને પોતાના દર અસલ શુધ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય

સનાતન જાગૃતિ -નિજ સ્વરૂપનું ભાન અને એજ પર્વ- એજ ઉત્સવ-

મેરી ક્રિસમસનાં વધામણાં

આ   જગતમાં  ખૂણે   ખૂણે ઝળકતી  ” ક્રિસ્ટમસ”   ઉજવાય

દાદા  “સાન્તાક્લોઝ”   મધ્ય  રાત્રીએ  રમકડા  મૂકી જાય
સોનેરી ચશ્મા શોભે,  ખભે  થેલો   ઉચકતા   ક્યાંક દેખાય
લાલ કપડામાં શોભે દાદા, શ્વેત દાઢી મૂછોમાં મલપતા જાય

મિત્રો યાદ છે આ પંક્તિઓ
ગયા વર્ષે પદ્મામાસીએ નાતાલ ઉપર સુંદર કવિતા મોકલી હતી . માસી જયારે  પણ તમારી એ કવિતા વાચું છું  ત્યારે  થાય છે કે કાશ મને  ફરી એ મારૂં બાળપણ મળે અને હું 
” ક્રિસ્ટમસ” ઉજવું  બાળક જેવી સરળતા જો આપણી પાસે હોય તો દરેક જગ્યાએ વધારે પડતી બુદ્ધિ વાપરવાની  જરુર નથી હોતી.
સરળતામાં  બહુ બધા પ્રશ્નોનું  નિરાકરણ હોય છે
. (દાદાભગવાન )
માસી ભગવાને આપને   સંવેદનશીલ હ્રદયની સાથે સાથે એ તીવ્ર અનુભૂતિને સરળતાની ભાષામાં સાહજીક રીતે કાગળ પર ઉતારવાનું અલભ્ય વરદાન આપ્યું છે તમને તો કયાંય અટકતા નહી.

દર વખતની  જેમ  આપણાં શીઘ્ર  કવિ ગોવિંદભાઈ એ ત્વરિત

કવિતા બનાવી છે . તો માણો

મેરી ક્રિસમસનાં વધામણાં

  ઇઝરાયેલની પાવન ભૂમિએ  જેરુસલેમમાં  જન્મ પાયા

 
જીસસ છે  નામ પ્યારૂ  એ માતા મેરીના  લાડલા  જાયા
 
ક્રોસ  શીખવે માનવ  ને  જીવન જીવવાના સરવાળા
 
ગુણાકાર કરવા ક્રોસ  જરા આડો ફેરવો બને ગુણકારા
 
સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ  ચડનારા
 
હદય  બને નિર્મલ  માનવનું  એ પ્રેમ સંદેશ ઝીલનારા
 
=============================================== 
સ્વપ્ન જેસરવાકર 
બસ તમારા પ્રેમ અને સહકાર આમ જ મારી સાથે રહે એવી પૂરા દિલથી ઈરછા..નાતાલ મુબારક,

નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃતિ કરવાનો અવસર

મિત્રો,
આપણે જયારેઆ બ્લોગની રચના કરી ત્યારે એનો મુખ્ય હેતુ આપના વડીલોને પ્રોત્સાહિત કરવાનો હતો ..કારણ .
કેટલાકને નિવૃત્તિ પચતી નથી. નિવૃત્તિ આવતાં તેઓ ખાલીપણું અનુભવે છે, નિવૃત્તિમાં સરખી ગોઠવણ ન થાય તો સમય કેમ વિતાવવો એ ચિંતાનો વિષય બની રહે છે. નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનો ગંભીરતાપૂર્વક આપણે  ભાગ્યે જ વિચાર કરીએ છીએ.  મનુષ્યને જે નામ અને શરીર મળ્યાં છે તેને તેણે સાધનરૂપ ગણી  તે બન્નેનો ઉપયોગ કરવો જોઈએ.સમજણપૂર્વક છોડવું એ જ સાચી નિવૃત્તિ છે.ઘણા નિવૃત્તિને સ્વીકારી શકતા નથી … જે સંયોગો છે તેનો સ્વીકાર કરી લેવો અને શાંત ચિત્તે તેમાંથી રસ્તો કાઢવો, એનું નામ સમજણ..

આજ વાત દાદા અને વિજયભાઈ તેમના પુસ્તકમાં લઇ આવ્યા છે ..જિંદગીના સત્યને સહજ  સાદા પણ પ્રભાવશાળી શબ્દોમાં  રજૂ કરતુ પુસ્તક  વાંચવાનું ચૂકશો નહિ .. દાદા ક્હે છે …..“હકારાત્મક જીવન એ સુખી થવાની ગુરુચાવી છે.”   નિવૃત્તિ વિષયની  સમઝમાત્ર એક વાક્યમાં ..*તો  પાના ૮૯ પર દેખાડેલો  તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત માત્ર નિવૃતિમાં નહિ જીવનમાં પણ કામ આવે તેવો છે  “અનેકાંતવાદ એમ કહે છે – – મારો અભિપ્રાય સાચો હોઈ શકે અને તમારો અભિપ્રાય પણ સાચો હોઈ શકે.” આ પુસ્તક વાચ્યા પછી  હુંપણું અને મારાપણું ઓગળી  જાય ….  જીવન હળવુંફૂલ બની જશે .. આ પુસ્તકમાં અમુક લેખો હળવાફૂલ છે ,આ પુસ્તક વાચ્યા  પછી નિવૃત્તિની પળો માણશો ..એ સાવ જુદી હશે
દાદા પાસે વર્ષોનો અનુભવ છે  અને વિજયભાઈ પાસે થીઅરી . કોની વાત કરું? મારી ક્ષમતા બારની વાત છે એના કરતા આ વાંચી લો તો જાતે જ અનુભવશો..

દરેકે વાંચન, ચિંતન, અને આચરણ કરવા જેવું રસમય પુસ્તકઃ “નિવૃત્તિની પ્રવૃત્તિ’

“નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક  ભારત ખાતે કિફાયતી દરે ઉપલબ્ધ છે.

        હરેકૄષ્ણ મજમુદાર દાદા આ પુસ્તક દરેક લાઇબ્રેરી અને ઘરડાઘર ખાતે મોકલવા ઇચ્છે છે .

માહિતી જેવી કે સરનામુ અને સંપર્ક નંબર સાથે માહિતી મોકલવા વિનંતી

હરેક્રિષ્ણ મજમુદાર (દાદા) નો સંપર્ક (650) 325-2760.
haripremi@hotmail.com
450 Melville Avenue
Palo Alto CA 94301

Address in India is
Adarsh prakaashan
Bala hanuman paase
gandhi road
Contact Nirav madrasi 9898458495

વિજય શાહ નો (ભારતમાં)સંપર્ક
0265- 2784446
Vijaykumar.shah@gmail.com
૩૬ નીલકમલ સોસાયટી
નિઝામપુરા, વડોદરા ૩૯૦ ૦૦૨

ન્યૂ જર્સીમાં ૨૦૦૬માં ભરાએલી વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સમાં વિજય શાહની ‘દાદા’ તરીકે ઓળખાતા હરિક્રિષ્ણ મજમુદાર  (હરિપ્રેમી) સાથે પ્રત્યક્ષ  મુલાકાત થઈ. એકલા આવેલા દાદાની તબિયતની સંભાળ રાખવા વિજયભાઈ હોટેલમાં  દાદા સાથે એમની રૂમમાં તેમના કેર ટેકર તરીકે રહ્યાં. અને સિનિયરોની સેવા અંગે ઘણી વાતો થઈ. દાદા પાસે વર્ષોનો અનુભવ હતો અને વિજયભાઈ પાસે થીઅરી હતી. એ પછી એ બન્નેની સાધનામાંથી સર્જાયું “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક જે અમેરિકાના “AuthorHouse” દ્વારા તાજેતરમાં પ્રગટ થયું છે.પેલો એલ્ટો, કેલિફોર્નિયામાં વસતા અને કેટલાક દાયકાઓથી વેલફેર અને ઈમીગ્રેશન અંગે ફી વિના મદદગાર થતા દાદા હાલ ૯૦ વર્ષના છે. દાદા હકારાત્મક જીવન જીવવાનો વ્યવહારિક સંદેશો આપનારા, અને પૂર્વગ્રહો છોડી આજમાં જીવવાની શીખ આપનારા ગુરુ છે.અને હ્યુસ્ટન, ટેક્સાસમાં વસતા ૫૭ વર્ષના વિજય શાહનો વ્યવસાય નાણાકીય સલાહકાર છે અને ૩૩ વર્ષોથી સિનિયરોની સેવા કરી રહ્યા છે.નિવૃત્તિની (કમાવા સિવાયની) પ્રવૃત્તિના અને અન્ય અનેક દાખલાઓ અને માહિતી આપતું આ પુસ્તક રસમય બન્યું છે. ગુજરાતીમાં નિવૃત્તિની પ્રવૃત્તિ વિશેનું આ  પ્રથમ પુસ્તક છે. નિવૃત્તિનાં વર્ષોને માનસિક અને સામાજિક રીતે સંતોષકારક બનાવવાનાં, અને શાંતિ અને આનંદભર્યાં કરવાની પ્રેરણા અને વિચારો આ પુસ્તકમાંથી મળે છે. પુસ્તક એટલું રસમય છે કે વાંચવા માંડ્યા પછી નીચે મૂકવાનું મન નહીં થાય. પુસ્તકમાં હ્રદયદ્રાવક પ્રસંગો, અને ખડ ખડ હસાવતી વાતો અને કાર્ટૂનો પણ છે. ટૂંકી પ્રસંગકથાઓ ગમ્મત સાથે જ્ઞાન આપે છે.  સૌ માટે આ પુસ્તક પ્રેરણાનો ખજાનો છે – –ગીરિશ પરીખ

દિવાળી આવી દિવાળી આવી

 
 મિત્રો આ રચના ગોવિંદભાઈ ની છે ..જે લખતા ભૂલીગઈ તો કાકા માફ કરજો
 
 
 
 
                                                                    દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
 
 

 

દેશના ભારતીયજનોને દીપાવલીની
શુભ કામના
 
 
                    ચિત્ર માટે ગુગલનો આભાર
 
============================================================
 
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી
 
સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી
 
દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી
 
વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી
 
મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી
 
નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી
 
ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી
 
સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 
 
ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી
 
કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર શત્રુતાની ખારાશ સુકાવી
 
મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી
 
નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.
 
 
Govind Patel
 Swapnajesarvakar

નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન

સૌ પરિવારજનોને પણ ખૂબખૂબ દિવાળીની હેતભરી મુબારક…

આજ મુબારક…., કાલ મુબારક…. નવીન હર પળ મુબારક દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન .

અને નવું વરસ સુખમય,શાંતિમય અને આરોગ્યપ્રદ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

મિત્રો આ સાથે  માસીની એક સુંદર રચના મોકલું છું
રચના માસી માટે સરળ અને  સહજ છે ..પરન્તું હું એમ કહીશ કે એમની દરેક રચના એ એમની એ કલ્પના, કળા, કે કુસુમમાળા છે.સરસ ગીત, સરસ સંગીત સરસ મધુર ગાયકી…શબ્દની મઝા અને મીઠા સ્વર થી સાચેજ દીવડા પ્રગટી ઊઠ્યા હોય એવુ લાગશે.
http://tahuko.com/?p=10200

દીવડીયે દીપમાળ સજાવો

દીવડીયે દીપમાળ સજાવો
ઝગમગ જ્યોત જલાવો
દીવડીયે દીપમાળ સજાવો ..

ચાંદો સૂરજ ગગન દીપક બે
રાતદિવસને અજવાળે …
દીવડીયે દીપમાળ સજાવો ..

નવલખ તારા ટમટમ ટમકે
મેઘમંડળમાં વીજળી ચમકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

હ્રદય મંદિરીયે દીપક પ્રગટે
નયન મંદિરીયે જ્યોતિ ઝબૂકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

– મેઘલતા મહેતા

 

આ રૂપિયો

આ રૂપિયો
 કાગળ નો હોય કે લોઢાનો, વજન વાળો છે આ રૂપિયો,

સુખ શાંતિ ને પાછળ રાખી, મગજ બગડતો આ રૂપિયો

 ભાઈ થી વેર કરાવે, સગો નથી કોઈનો આ રૂપિયો
 દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

 લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે આ રૂપિયો
 એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો આ રૂપિયો

 કાળા ને પણ સુંદરી અપાવે એવો છે આ રૂપિયો
 કુડા ને રૂડા મનાવે, એવો રૂપાળો આ રૂપિયો

 એના વગર સઘળું અંધારું, ચળકાટ છે આ રૂપિયો
 વગર અક્કલે માન અપાવે, અભિમાની આ રૂપિયો

 મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે આ રૂપિયો
 ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે આ રૂપિયો

 સબંધ, લાગણી,પ્રેમ ને બાયપાસ  કરે છે આ રૂપિયો
 ક્લયુગમાં સૌ પ્રેમથી બોલે, સૌથી મોટો છે આ રૂપિયો

 સૌ કહે છે મારો મારો, પણ કોઈનો નથી આ રૂપિયો
 આજ ભલે મારો કાલે બીજાનો, પડ્યો રહેશે આ રૂપિયો
**********ભરત સૂચક*************** 

 

 
 
 સબંધ, લાગણી,પ્રેમ ને બાયપાસ  કરે છે આ રૂપિયો
 ક્લયુગમાં સૌ પ્રેમથી બોલે, સૌથી મોટો છે આ રૂપિયો

 સૌ કહે છે મારો મારો, પણ કોઈનો નથી આ રૂપિયો
 આજ ભલે મારો કાલે બીજાનો, પડ્યો રહેશે આ રૂપિયો

ક્ષમાપના દિન

જન્મદિન હોય લગ્નદિન હોય પણ આ ક્ષમાપના દિન  એટલે શું ?

સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધે લો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ  ભાવના હોય .અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની  સહભાવના  અને  અને જ્યાં આત્મા અને જ્ઞાન નું   તાદાત્મ્ય હોય .નકારત્મક ભાવ માંથી પોતાને  આઝાદી આપી જીવન માં આગળ  વધવાનો અવસર… માટે ક્ષમા એ વીરનું ભૂષણ કહ્યું છે .દરેક માનવીએ અવકાશ મળે તો  ક્ષમાપના માગી લેવી જેથી જીવન માં આગળ વધી શકાય ..

જૈન ધર્મમાં એ માટે ખાસ અવસર દીધો છે . સવંત્સરી અથવા દશલક્ષણી  પર્વ એનો  અતિંમ દિવસ ક્ષમાપના દિન તેરેકે ઓળખાય છે .મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….શ્વેતાબર સંઘ ઉપરાંત દિગંબર-પરંપરા પણ પોતાની રીતે પર્યુષણ પર્વની ઉજવણી કરે છે. દિગમ્બર પરંપરામાં દશ પ્રકારના ધર્મ (ક્ષમા, માર્દવ, આજર્વ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય)ની આરાધનાના દ્રષ્ટિકોણથી આ પર્વને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. દશ ભાદરવા શુકલા પંચમીથી શરૂ થાય છે.

પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે. પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાંપર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….
આજ વાતને માસીએ કવિતામાં આલેખી છે . મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે .આમ જોવા જેઇએ તો માસી પોતે જૈન નથી પરંતુ જૈન ધર્મનો આખો નીચોડ આ કવિતામાં આપી દીધો છે. જે માસીના સહજ સ્વભાવની પ્રતીતિ કરાવે છે .

તો ચાલો મારાવતી આપ સહુને  

……….મિચ્છામીદુક્કડમ …..

..ક્ષમાપના દિન.

પર્યુષણ મહાપર્વનો  છેલ્લો દિવસ  એ ક્ષમાપના દિન
મન વાણીને કર્મના બંધન છોડી શુદ્ધ ભાવનાનો દિન

અંતરમનના કષાયો, મનમેલ ધોઈ સંવત્સરી ઉજવીએ
ભૂત ભાવી અને  વર્તમાનની કટુતા ધોઈ શુદ્ધ થઈએ

પરિવાર સગા સ્નેહીને ક્ષમા કરવાનો આ શુભ  દિન
ખમાવવાનું ઉત્તમ પર્વ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ

પરિવારમાં પ્રસરેલા કટુતાના નિવારણનો આ દિન
નવા વિચાર, વાણી ને વર્તનને સુધારવાનો  દિન

પાંચ મહાવ્રત લઇ ઉત્કર્ષને જીવનમાં અનેરું સ્થાન આપીએ
વહેલા સૂઈ અને વહેલા ઉઠો, જમવામાં અન્ન નવ છાન્ડીએ
પાણીનો દૂર્વ્યય ના કરીએ, સંગ્રહ વૃત્તિને છોડીએ
જરૂરિયાતમંદને મદદ કરવા પાંચ મહાવ્રત્ત લઈએ

શ્રી મહાવીર ને બુદ્ધની ભાવનાઓને જીવનમાં ઉતારીએ
આપણુ જીવનધ્યેય બનાવી ૮૪ લાખ યોનિમાંથી ઉગરીએ

સત્ય, પ્રેમ, કરુણા ને  અહિંસાના મોક્ષ  માર્ગને અનુસરીએ
પર્યુષણ પર્વે, સંવત્સરી, મિચ્છામી દુક્કડમ સૌને પાઠવીએ 

……..પદ્માબેન કનુભાઈ શાહ………

.
 

                        

શુભકર્તા, વિઘ્નહર્તા જય ગણેશ દેવા…

ગણેશ ચતુર્થી

                                                     ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

                                           દુંદાળો  દુખ ભંજનો  અને સદાને બાળે કલેશ,

  પરથમ પહેલા  સમરીએ રે,  ગૌરી પુત્ર  ગણેશ..
આપણે જ્યારે પણ કોઈ સારા કાર્યની શરૂઆત કરીએ છીએ તો કહેવાય છે કે કાર્યના શ્રી ગણેશ કર્યા.આપણાં કોઈ પણ પ્રસંગ હોય કે  હિંદુઓ નું કોઈ પણ મંદિર હોય તો સૌ પ્રથમ ગણપતિ બાપને સ્થાન આપે આ વાતથી જ આપણને સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દરેક કાર્યોમાં ગણેશજીનું કેટલુ મહત્વ છે.એના વિશેની દરેક વાર્તાથી  આપણે સૌ  પરિચિત છીએ .જેને માસીએ શબ્દો થી કવિતામાં આલેખી છે .કવિતાની રચના માસી માટે સરળ અને  સહજ છે ..પરન્તું હું એમ કહીશ કે એમની દરેક રચના એ એમની એ કલ્પના, કળા, કે કુસુમમાળા છે…કવિતા કૃતાર્થ થાય છે, જયારે આપણે સહુ વાંચી અને યાદ કાયમ બની જાય.. અહી માસીનો પ્રયત્ન ગણેશચતુર્થી ..નું મહત્વ સમજવાનો છે .અહી કવિની કલ્પના નથી શ્રધા છે ..જેને માસીએ શબ્દોથી  પરોવીને કવિતાની માળા બનાવી શ્રી ગણેશને અર્પણ કરી છે. .

ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થી છે યુગ જુનો તહેવાર જે ભાદરવા સુદ ચોથે ઉજવાય
પિતા મહાદેવ અને માતા પાર્વતી તેમના પુત્રનો આ છે તહેવાર
સર્વ દેવોમાં છે શ્રેષ્ઠ દેવ “ગણ નાયક” રિદ્ધિ સિદ્ધિના એ  સ્વામી
જેમની આરાધના સૌ કોઈ કરતા સુખી થતા જગમાં  સર્વ નરનારી

હિમ આચ્છાદિત કૈલાસ શિખર પર શિવ પાર્વતીનો આવાસ
માતા પાર્વતી બેઠા સ્નાન કરવા ગયા, ઉંબરે બાળકને બેસાડી
શિવજી માંને મળવા આવ્યા, બાળકે રોક્યા,અંદર જવા ના પાડી
ક્રોધે ભરાયા શિવજી, માર્યું ત્રિશુલ, ધડથી માથું પડ્યું  વેગળું દૂર 

 “ઓ સ્વામી ” કરો મારા બાળકને સજીવન, માએ રૂદન આદર્યું
શિવજીના ગણ દોડ્યા ચારે દિશાએ, લાવ્યા બાળ હાથીનું માથું
સંજીવનીના મંત્ર બળે પ્રભુ શિવજીએ બાળકને જીવન દાન દીધું
આશિષ દીધા માત પિતાએ, “દિકરા તારો સદા જય જય થાય”

 સર્વ શ્રેષ્ઠ દેવ ગણાશો જગમાં પ્રથમ પૂજન થશે તમારૂં
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, મુષક વાહન સોહે અનેરૂં
દુર્વા સોપારી સિંદુર ફળ ફૂલ અગરબત્તી, પંચામૃતથી
પૂજન જગમાં થાય તારું, વિઘ્ન વિનાશક ગણરાજા તું

આંધળાને દૃષ્ટિ દેનાર  તું, પાંગળાને પાય દેનાર છે તું
નિર્ધનને ધનવાન બનાવે, કોઢીઆને રૂપ દેનાર પણ તું
સર્વ શ્રેષ્ઠ દેવ તમે,તને નમન હો, જય હો કોટી કોટી પ્રભુ
જળમાં વિસર્જન થાય જગમાં ભક્તિભાવ આનંદ સહ પ્રભુ.

પદ્માબેન કનુભાઈ શાહ

                              

જીવનની આ પળ અનમોલ .

જીવનની આ પળ અનમોલ

 મેં જયારે શબ્દોનું સર્જન બ્લોગ રચ્યો ત્યારે શબ્દ સૌથી તાકાતવર  હથિયાર છે .

એ વાત દ્રઢ થઈગઈ .
શબ્દો થી સર્જાતી રચના કોઈના પણ હ્રદય સુધી  પોચી શકે છે ..
શબ્દોના બે ભાગમાં વ્હેચીયે તો કલમ અને વાણી કહી શકાય ..

વાણી ની મર્યાદા કાન અને મો સુધી છે .
જયારે કલમ બધે જ પહોચી જાય છે ..
એવી જ કલમે થી રચાયેલી એક સુંદર સ્તવનની રચના મને પર્યુષણ પર્વની શુભ કામના સાથે કોઈએ મોકલી, જે  મને જગાડી ગઈ ..
શબ્દો જયારે બોલાય નહિ ત્યારે પણ તાકાતવાન હોય છે એ વાત ની પ્રતીતિ થઇ ..
અને જેમ જેમ હું એના  શબ્દો ની ગહેરાઈ ને પામતી  ગઈ તેમ તેમ નિશબ્દ  બની  ગઈ .
પ્રભુ ને પામવાના રસ્તામાં ભક્તિમાર્ગ ને સરળ અને શ્રેષ્ઠ કહ્યો છે . અને માટે જ આજે આપણે પણ પર્યુષણ પર્વમાં ભક્તિ માર્ગે આત્મને જગાડ્શું ..
આ કોની લખેલી રચના છે એ મને ખબર નથી .પરંતુ મારા આત્માને જંજોડે છે માટે શ્રેષ્ઠ છે .

જીવનની આ પળ અનમોલ .
તારા અંતર પટ્ટને ખોલ .
એકવાર તો  પ્રેમેથી બોલ
મહાવીર પ્રભુ ,મહાવીર પ્રભુ .

ઈશ્વેર કેરી આ માયાને તું પોતાની મને છે .
તારા દિલમાં જામેલી ,એ ભ્રાંતિ તુજને  બાંધે છે .
ભલે કમાઈ લે લાખ કરોડ ખોટી તારી દોડાદોડ
                                     એકવાર તો પ્રેમેથી બોલ …..
ઘર મારાથી  ના છુટે ,એ ખોટું તારું બહાનું છે .
બાપ દાદા જ્યાં વસી ગયા ,આ એક મુસાફિર ખાનું છે .
રાગદ્વેષ ના બંધન છોડ ,પુણ્ય તણું તું ભાતું તું જોડ.
                                        એકવાર તો પ્રેમેથી બોલ ……
ભૂલ થયેલી  સુધારી લે ,એ જ ખરો આદિ માનવ  છે .
હારી બાજી જીતી  લે  એમાં તારું ડાહપણ છે .
આપી આવ્યો તું પ્રભુ ને કોલ ,ભક્તિરસ માં હૈયું જબોળ .
                                           એકવાર તો પ્રેમેથી બોલ …..


 આ રચના વાંચતા જશો તેમ  તમારા થી કૈંક ખરતું હોય તેવો અહેસાસ છે ..
જે વાત જૈનધર્મમાં કહી છે .detach 

આત્માને શારિર થી છૂટો પાડવો .
પણ કહી રીતે ?
તો જવાબ છે કે ..

ઈશ્વેર કેરી આ માયાને તું પોતાની મને છે .તારા દિલમાં જામેલી ,એ ભ્રાંતિ તુજને  બાંધે છે
માત્ર આ ભ્રાંતિ માંથી બહાર આવવાનું છે ..પોતાપણાના ભાવ માંથી બહાર આવવાનું છે. .
જે રાગદ્વેષ ના બંધન માંથી  આપણ ને મુક્ત કરશે .
અંતે સરસ વાત છે કે…ભૂલ થયેલી  સુધારી લે ,એ જ ખરો આદિ માનવ  છે .હારી બાજી જીતી  લે  એમાં તારું ડાહપણ છે .
જાગ્યા ત્યારથી સવાર
આત્મ જાગૃતિનું મહાપર્વ આ અવસર આવ્યો છે  તો એને ચૂકીશ નહિ ..

આત્મશુદ્ધિનું પર્વ પર્યુષણ

મિત્રો……. .

જય જીનેન્દ્ર

જૈનોના મહાનપર્વ પયુર્ષણ પર્વનો આજથી પ્રારંભ થઈ રહયો છે.

આત્મ જાગૃતિનું મહાપર્વ..પર્યુષણ જૈનોનું મહાપર્વ છે.આ પર્વની શરૂઆત શ્રાવણ વદ બારસના દિવસે થાય છે અને ભાદરવા સુદ ચોથના દિવસે તે પૂર્ણ થાય છે. .પર્યુષણ પર્વના દિવસો એટલે..

મનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ અને આત્મશુદ્ધિના દિવસો છે.

ચંદ્રને આંગણે ઊતરતો માનવી વિજ્ઞાનને સિદ્ધ કરી શકયો છે,

પણ પોતાની આંતરિક અશાંતિ અને વિષાદનો ઉપાય એ નથી કરી શકયો.સ્થૂળ સંપત્તિ અને સાધનોને એ પામ્યો છે, પણ અંતર ખાલી અને શુષ્ક પડયું છે….પર્યુષણના આ પાવન અવસરે આપણૅ

તપશ્ચર્યા દ્વારા અને સેવા પુજા તથા પ્રભુના રંગમા રંગાઇને

આપણા તીર્થંકર પરમાત્મા નુ જિવન ચરિત્ર નુ વાંચન સાંભળી ને આપણુ જીવન તો જિવદયાપુર્ણ બનાવવાની કોશીશ કરી રહ્યા છીય..ત્યારે મેઘલતા બેન  મેહતા ની એક સુંદર રચના લાવી છું .. જેમાં એક સામાન્ય માનવીની વાત થી સારું થઇ મોક્ષ માર્ગની વાત કરી છે .. અને બધાથી પર એક વાત સુંદર  રીતે કરી છે કે ..

અમે તો સંસારી ..પરન્તું જો કોઈ માર્ગ દેખાડનાર ગુરુ મળે તો કાન આમળી ને પણ આપણી સાન ઠેકાણે લઈ આવે .અને એમની છેલ્લી લાઇન નો અર્થ આમ સુંદર  રીતે નીકળે છે કે ...

આત્મ ઓંર પરમાત્મા અલગ રહે બહું કાલ ,સુંદર મેલા કર દિયા સદગુરૂ મિલા દલાલ

જો સાચા ગુરુ મળે તો બેડો પર થઇ જાય .

તો મિત્રો તો તમારા આત્માને જગાડવાનો  અવસર આવ્યો છે .

તો ચાલો મેઘલતામાસીની આ કવિતા દ્વારા જાગી જઈએ..


અમે તો સંસારી


અમે તો સંસારી સંતાન . અમારી નહીં કંઈ પહેચાન ,

અમે તો  ખાધે પીધે  મસ્તાન ,અમને બીજું કશું નહીં ભાન    -અમે ….

જન્મ્યા હતાં સતજીવન માટે ,પણ જીવ્યા ફરી જન્મવા માટે ,

મોક્ષ માર્ગ ઓ ભૂલાઈ ગયો ને ભુસાઈ ગઈ એ કેડી             -અમે ….

પ્રભુ પાઠવ્યાં ભણવા માટે ,ભણી ગણી સુધારવા માટે ,

ભવમાં અમે તો ભટકી ગયાં, ને રહ્યું દિશાનું ન ભાન            -અમે ….

લેશન તો કંઈ કર્યું નહી , ને પરીક્ષામાં  તો નાપાસ ,

ફરી નિશાળે દાખલ થયાં તોય ભણવામાં ન ધ્યાન           -અમે …..

ગુરુજીએ  પ્રેમે કાન આમળ્યો, ને આવી ઢેકાણે સાન

પ્રેમ નીતરતાં નયનો દ્વારા ,જગાડી દીધું ભાન                  -અમે …..

……….મેઘલતાબેન  મેહતા…….

આ કવિતા જેમ વાંચતી ગઈ તો જાણે મારી જ વાત એમણે આલેખી હોય તેમ લાગ્યું …

કે મને જૈન કુળ મળ્યું,સતજીવન જીવવાનો મોકો પ્રભુ એ આપ્યો ત્યારે મારાથી મોક્ષ માર્ગ કેમ ભુલાઈ ગયો ….

જન્મ્યા હતાં સતજીવન માટે ,પણ જીવ્યા ફરી જન્મવા માટે ,

મોક્ષ માર્ગ ઓ ભૂલાઈ ગયો ને ભુસાઈ ગઈ એ કેડી

બીજી સુંદર વાત એ છે કે માનવી ૭૫ વર્ષે પણ પ્રભુ પાસે તો બાળક છે..માટે માસીએ કવિતામાં નાના બાળક જેવી રીતે સત્ય ને આલેખ્યું છે.

લેશન તો કંઈ કર્યું નહી , ને પરીક્ષામાં  તો નાપાસ ,

ફરી નિશાળે દાખલ થયાં તોય ભણવામાં ન ધ્યાન…

તો મિત્રો પ્રભુ પાસે નાના બાળક ની જેમ આ પર્વમાં બેસી જઇ આપણાં આત્માને પામીએ .

ભૂલ થયેલી સુધારી લઈએ  એમાંજ આપણું ડાહપણ છે.