મેઘલતાબહેન મહેતા

મેઘલતાબહેન  મહેતા .
જેમની કવિતાજ એમની ઓળખ છે .એમની ભાષામાં…..કહું તો
.સ્વાનુભવ  તો સૌ કહે ..
પણ પરનો કહે તે કવિ …
સીધે સીધું સૌ કહે ..ચોટ લગાડે તે કવિ ..
એમણે કવિતામાં  હ્દયની સાચકલી  લાગણી ઓં ,ભાવનાઓ  સંવેદનો  અને કેટલેક અંશે અનુભવો  ઉતર્યા છે ..
જિંદગીને  નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ ,
ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ .
લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ
ગૂંચવાડે ગૂંચવાઓ  નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ ..

જેમ જેમ વાંચશો તેમ તેમ એવું લાગશે  કે હા , આવુજ થાય છે …શબ્દો ના એવા આટાપતા રમે કે આપણે વિચાર કરતા થઈ જઈએ..પોતાની કવિતા દ્વારા બીજાને વિચાર કરતા કરે   તે કવિએત્રી
આવા મેઘલાતાબેહન  મહેતા ની કવિતા માણો પછી તમે પણ મારી જેમ જ કહેશો..

ભમરડા
ભૂમિ ઉપર ચક્કર ફરતા કંઈક ભમરડા ઘૂમે
પડતા ખડતા ,ઘૂમરી લેતા  ધરતી ને જઇને ચૂમે
ફરી વીંટાઈ  દોરી દેહે , ફરી જોશથી છુંટે,
કોઇઇ નશીબ ના બળિયા ,હેતે હથેળીમાં લોટે .

અનંત યુગથી રમત રમીને ,ઈશ હજી ના થાકે .
છેલ્લી ઘડીએ ડચકા ખાતા જીવો જોમ ગુમાવે .
નિષ્પ્રાણ થતાં ને ,પુનજન્મ થી ફેરામાં ઘૂમરાવે .
કંઈક લાડકા સરળ સરકતા ,સીધો મોક્ષ જ પામે .

પૃથ્વી પણ છે  એક ભમરડો ,અગણિતોનો સાથી .
કોના હાથે છુટ્યો ,છોડવે કો આ ચક્કરમાંથી  ?
કોણે પૂર્યા પ્રાણ ,કદી શું ગતિ મંદ થવાની ?
કે પુન :જન્મ પામીને પછી ગરબામાં ઘૂમવાની ?

કોણ આપશે ઉત્તર આનો ,ખેલાડી રેહતો જ પરોક્ષ .
કેવો થાશે અંત વિશ્વનો ,લથડાતો કે સીધો મોક્ષ ?

 

 

 

4 thoughts on “મેઘલતાબહેન મહેતા

 1. ભૂમિ ઉપર ચક્કર ફરતા કંઈક ભમરડા જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે..કેવો થાશે અંત વિશ્વનો ,લથડાતો કે સીધો મોક્ષ ?અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી પણ વિચાર છે આપને વિચાર કરવા પ્રેરેછે કેવીમોટી જિંદગીની ફિલસુફી ની વાત ……અક્ષરદેહની જણસ જળવાશે, કોળશે અને કિલ્લોલશે.

  Like

 2. જિંદગીને નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ ,
  ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ .
  લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ
  ગૂંચવાડે ગૂંચવાઓ નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ ..

  બહુ જ સરસ સંદેશ..

  Like

 3. Pingback: મેઘલતાબહેન મહેતા (via શબ્દોનુંસર્જન) « વિજયનુ ચિંતન જગત

 4. કોણ આપશે ઉત્તર આનો ,ખેલાડી રેહતો જ પરોક્ષ .
  કેવો થાશે અંત વિશ્વનો ,લથડાતો કે સીધો મોક્ષ ?
  જ્યાં સુધી આ વિશ્વનો તું ના બન્યો,

  ત્યાં સુધી તારું ન થાશે વિશ્વ આ .

  દે ડુબાડી તું અયિ તુજ આત્મ આ જગની મહીં ;

  ‘સ્વ’ મૂકી ‘પર ‘માં પળી કંઈ ભાળ , કે

  માનતો જેને પરાયું ‘તું ‘ કહી

  વાસ્તવે તારું જ છે , જો તું રહે તેનો

  વિસારી સ્વાર્થ તુજ, સ્વાર્થ – જે તુજને વર્યો .

  સર્જન સહુ આ સિર્ફ સર્જનહારનું.

  ના ‘તું ‘, નથી ‘તે ‘ પણ , ન ‘ હું ‘ યે !

  કાંઈ ના મારું-તમારું આ જગે ; .. ના; નિરાળું કાંઈ ના .

  જો નથી ‘તું ‘ , ‘હું ‘ ય ક્યાં ?

  સર્વ કંઈ કેવળ વસ્યું ‘ તેની ‘ મહીં .

  ‘તે ‘ જ તો વિલસી રહ્યો ખૂણે ખૂણે ‘તું ‘ માં ભળી !

  

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.