મિત્રો,
પદ્મામાસીનો પરિચય એમની ગુજરાતી ભાષાનો પ્રેમ છે .એમના શબ્દોમાં કહુતો “હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ.કવિતા મારી ગુજરાતી પણાની ઓંળખ અને ગૌરવ છે ..એમની કવિતામાં મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.એમની ભાવનાઓ જ્યારે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે સર્જાય છે કવિતા .આજની એમની દિવાળી વિશેની કવિતા વાંચ્યા પછી તમે પણ આવુજ અનુભવશો …….સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. ..
દિવાળી
દિવાળીની દિપાવલી, પ્રકાશ પ્રસારતી આવી
ઉમંગ ને ઉત્સાહથી, શમણા ભાવિક જનોમાં લાવી
ધન્ન્ધાના સરવૈયા માટે, નવા ચોપડા લાવી
નાના મોટા સૌ જનમાં, નવચેતન લઈને આવી
અન્નફૂટના થાળ સજાવી, ગૃહિણી મંદિરે લઇ આવી
ભક્તિ ભાવથી મિઠાઈ મેવા, શ્રીજી ચરણે પધરાવી
હર્ષઘેલા કિશોર કિશોરીઓ, રંગોળી વિવિધ લાવ્યા સજાવી
ઝગમગ ઝગમગ દિવાડીઓ શોભે, અંતરને અજવારી
લક્ષ્મી પૂજન ને શારદા પૂજન, શુભ મુહુર્તમાં થાતા
ભાઈ બીજના મીઠા ભોજન, ભાઈ બેન સાથે જમતા
ઘારી ઘૂઘરા ઘેબર મઠડી, મિષ્ટાન સ્વાદમય બનતા
નવા વર્ષના સાલમુબારક, જૈશ્રીકૃષ્ણ આનંદભેર કહેતા
માત પિતા ને વડીલોના, આશિષ ઉમળકે સૌ લેતા
અભિનંદન અભિવાદન કરીને, શુભ શુકન અનુભવતા
પદ્માબેન કનુભાઈ શાહ
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
LikeLike