સ્વાગત

મારા વડીલ મિત્રો

બ્લોગ જગતમાં ભાવ ભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.
વડીલની હાજરી અમને સૌને સર્જનમા નવી રાહ ચીંધશે.  …..

આ બ્લોગ મારા  ૯૪ વર્ષના માતા સમાન સાસુશ્રી શાંતાબેન દાદભાવાળા ને અર્પણ

 મેં સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપવા તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના  અનુભવો ને   અભિવ્યક્તિ આપવા , તેમજ  તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા તથા ભાષાને તેના મહત્તમ ચાહકો સુધી પહોંચાડવાનો.  મારો આ એક નમ્ર પ્રયત્ન છે ……

ભાવનાઓ જ્યારે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે ઘણાબધા ભાવુકોના હૃદયની લાગણીઓને વાચા મળે છે.અને રચાય .. સ્વરચિત કૃતિ.એક કાવ્ય.આજે તમારી એક સ્વરચિત કૃતિ. રચવા, સ્વની  ખોજ  સાહિત્ય દ્વારા વ્યક્ત કરવાનો સુંદર મોકો લાવી છું..જો આપ સાહિત્ય પ્રેમી હોવ અને આપને કંઈક લખવાની ઈચ્છા હોય……..રોજિંદા જીવનની ઘટમાળ અને ઘોંઘાટ વચ્ચે જે કંઈ હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું, જાણ્યું-માણ્યું કે અનુભવ્યું; તેને આપ સૌ વાચકમિત્રો સાથે વહેંચવાનો પ્રયત્ન કરજો. તો બસ, ઉઠાવો કલમ…….. અમને આપનો લેખ, આપની કૃતિ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માં અત્યંત આનંદ થશે !…આ અક્ષરદેહની જણસ જળવાશે, કોળશે અને કિલ્લોલશે…મિત્રો હું  નિમિત માત્ર છું …

તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે
દુખતા  પગે દાદર ચડવાના…ફંટાતા ખૂણાઓ પસાર કરવાના.છે
તમારે ધીરે ધીરે શોધ” માટે પ્રયાસોનો ધોધ વહાવવો પડેશે  ,અને  પછી જુઓ અંતરદ્વાર ખુલતાં જશે , પ્રકાશ રેલાય શે અને ત્યારે  એક સ્વરચિત કૃતિ…રચાશે…અને ત્યારે લખનાર અને વાંચનાર બંનેના દિલને શાતા મળશે.

નિષ્ફળતા જેવું હોતું નથી,
હોય છે માત્ર પ્રયત્નોનું છોડી દેવું…

હાર જેવું પણ કશું હોતું નથી,
સિવાય કે અંદરની એક લાગણી.

પાર કરવી મુશ્કેલ એવી કોઈ વાડ નથી,
સિવાય કે આપણા જ આશયોની સ્વાભાવિક નિર્બળતા !

જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા આપના અનુભવો, આપની અભિવ્યક્તિ, આપની વિવિધ મૌલિક કૃતિઓ જેવી કે ટૂંકી વાર્તાઓ, કાવ્ય, ગઝલ,  પ્રવાસ વર્ણન કે આપને ગમતા અને વિચારપ્રેરક એવા કોઇ પણ વિષય પર કૃતિ વગેરે મોકલી શકો છો.

13 thoughts on “સ્વાગત

  1. Pragnaben,

    We sincerely thank you so much.

    અતી સુંદર. શબ્દોનું સર્જનનો “બ્લોગ” ઘણો સરસ બન્યો છે. તમારી વડીલો પ્રત્યેની નમ્ર ભાવના — અને તેમાંય ખાસ કરીને તમારા સાસુ પ્રત્યેનો પ્રેમ અને આદર ભાવ દેખાઈ આવે છે.

    Padmaben and Kanubhai

    Like

  2. Pragna

    welldone. deserves to be congratulations–abhindan,. Keep it up & continue such good work to keep alive permently”gujarati. Excuse me writing in english. DHANYAWAD
    chitalias

    Like

  3. Dear Pragnaben,

    Congratulations to create this blog. i am really to glad to receive and read the same.

    I wish you good luck.

    From Shrenik R. dalal

    ( writer of Book ‘ Kalam Uthave Awaz ‘)

    Like

  4. આ બ્લોગ મારા ૯૪ વર્ષના માતા સમાન સાસુશ્રી શાંતાબેન દાદભાવાળા ને અર્પણ……………
    First time on your Blog.
    Tried to read your name in the Introduction…. Did not read any!
    Then the Comments…& you are Pragnaben.
    I salute you for dedicating your Blog to your Mother-in-Law.
    Your “deep Love” for Gujarati Bhasha is seen in your writings.
    Welcome to Gujarati WebJagat !
    ALL THE BEST & ALWAYS !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    You are invited to my Blog Chandrapukar. Hope to see you soon !

    Like

  5. વંદનીય પ્રજ્ઞાબેન,
    તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. આપને ખુબ ખુબ અભિનંદન. જયારે હું કાલીફોર્નિયા માં હતી, ત્યારે
    આપણી મુલાકાત ફોને ઉપર થઇ હતી. હું મેઘલાતાબેન ની મોટી દીકરી છું. હું new Jersey માં રહું છું.
    Thank you ,
    વંદના ના નમસ્કાર !

    Like

  6. ખૂબ જ ઉપયોગી બ્લોગ છે. ઘણાં લેખોનો સંગ્રહ કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન.

    Like

  7. શ્રી પ્રજ્ઞાબેન, આ બ્લોગ માં આપે વડીલો ને આવકાર્યા છે પરિણામે અનેક હૈયા ઓ માં સચવાયેલ ઉર્મીઓ, વિચારો, અનુભવો અને ધરબાયેલ કટુ લાગણી ઓ ને સુંદર વહેણ મળશે abhinandan

    Like

  8. ANGER CAN BE WIN BY KEEPING PATIENCE IN THE HEART-COOL MIND ,AND REPLY BY THINKING AT LEAST 2 TIMES. PEACE MEANS-PERMANANT,ETERNALLY,ANANDDAYI,CARETAKING HEART s EMOTIONALLY TALK SLOWLY..

    Like

  9. Very nice blog! I am so upset that I came to know about thi so late. I can see this is for senior citizen, but my love for gujarati language and culture I am thinking since long to do something same for young generation so we can keep alive our tradition in future also. Let me know if we can do related to it together. Sorry, I dnt have gujarati keyboard right now otherwise would love to write it in Gujarati.
    I want to know how can i connect this team as I have few ideas to reach out to new generation to keep our language live in them!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.