સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

ફાગણના ફાગ ખેલો બ્લોગરલાલ…. (કવિતા )
==============================================================
ગુજરાતી બ્લોગ જગતના આદરણીય વડીલો માનવંતા મિત્રો
અને વ્હાલસોયી બહેનો તેમજ ભારતના જન જનને
હોળી – ધુળેટીની શુભ કામના…………………………….
================================================================
ફાગણના ફાગ તમે   ખેલો………….બ્લોગરલાલ
રંગ કેસુડોનો  આજ ઢોળો…………..બ્લોગરલાલ
હોળીની વધાઈ આપજો…………….બ્લોગરલાલ
ઉત્સવો મન ભરી માણજો………….બ્લોગરલાલ
આવ્યો છે  હોળી દિન રૂડો…………..બ્લોગરલાલ
પીરસો દૂધપાક ને  પૂડો……………બ્લોગરલાલ
રંગ  પિચકારીનો   છાંટો….. ……….બ્લોગરલાલ
ખાલી ના જાય જો  આંટો………….  બ્લોગરલાલ
આવી છે  રંગ રંગ હોળી……………બ્લોગરલાલ
બનોને  ધેરૈયાની  ટોળી…………….બ્લોગરલાલ
ધાણીની જેમ તમે  ફુટો….. ………..બ્લોગરલાલ
ચણાની મઝા તો  લુંટો ……………..બ્લોગરલાલ
ખજુરને  તો ખુબ ખાઓ………… …બ્લોગરલાલ
મીઠા મધ જેવા   થાઓ……………..બ્લોગરલાલ
જુદાને  રંગો  અજમાવો…………….બ્લોગરલાલ
રગીન બ્લોગ તો બનાવો…………  બ્લોગરલાલ
લેખો તો    મઝાના  લખો………….  બ્લોગરલાલ
કવિતા ને  કાવ્યો કલાપો…………. બ્લોગરલાલ
ગીતો ગુંજનમાં તો ગાવો…….. …. બ્લોગરલાલ
ગઝલ અનેરી જ  સજાવો……. ….. બ્લોગરલાલ
પ્રેમ પ્રકૃતિને  લાડ લડાવો…………બ્લોગરલાલ
સુંદર સંસ્કૃતિને  જ ગજાવો………..બ્લોગરલાલ
પ્રજાનાપ્રશ્નોને વાચા આપો……….. બ્લોગરલાલ
દેશ દુનિયાચર્ચામાં  રાખો……. …  બ્લોગરલાલ
અવકાશની ઉચાઇ આંબજો………… બ્લોગરલાલ
સાગર ઉડાઈએ  પહોંચજો…………. બ્લોગરલાલ
મીઠાં મીઠા ગીતડાં ગાજો…………..બ્લોગરલાલ
પ્રેમ સ્નેહ  સોણલાં સેવજો…………  બ્લોગરલાલ
એક બીજાના બ્લોગે  જાજો….. ……બ્લોગરલાલ
મીઠો આવકારો આવી દેજો………. બ્લોગરલાલ
બંધુત્વ બહેની બંધન  બાંધજો…….  બ્લોગરલાલ
પ્રેમ બંધનથી ભીજવી  દેજો………..બ્લોગરલાલ
એકબીજાના ભેરુબંધ  બનજો……….બ્લોગરલાલ
પ્રતિભાવ  પિચકારી મારજો………  બ્લોગરલાલ
રંગ બેરંગી રંગ જ છાટજો……….. બ્લોગરલાલ
ગમતાનો ગુલાલ  ઉડાડજો………..બ્લોગરલાલ
વડીલો ને તમે  વાંચજો…………… બ્લોગરલાલ
મિત્રોની મિત્રતા માણજો………….. બ્લોગરલાલ
‘સ્વપ્ન’ આજ સોનેરી સજાવો….. … બ્લોગરલાલ
હોળી-ધૂળેટી શુભકામના કહેજો……. બ્લોગરલાલ
======================================
સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)

 

 

શતકધારી સચિન

શતકધારી  શતકધારી  શતકધારી
સચિન કેવો શતકધારી  (૨)
જુઓ એણે કેવી કરી બધાથી  યારી…. સચિન
રન  હિમશિખરે પર બેઠો એકલડો
રહ્યા છે  સર્વ  રેકોર્ડ એના નામધારી….સચિન
ટેસ્ટ  ક્રિકેટ કેરા  ફોરમેટમાં   તો
ખેલી છે એણે એકાવન શતક પારી…..સચિન
વનડે ક્રિકેટ  કેરા ફોરમેટમાં તો
ખેલી છે શતકની અડતાલીસ પારી……સચિન
ઓગણીસની  ઉંમરે શરૂઆત કીધી
સાડત્રીસે શરમાવે  જુવાનોને ભારી…..સચિન
દુનિયાભરના મેદાનો પર ખેલ્યો
ક્રિકેટ રમતા દેશો સામે  સેન્ચ્યુરી………સચિન
ભલભલા બોલરોને ખુબ ધમકાર્યા
ખેલદિલી દિલમાં  ભરી છે  સારી ……..સચિન
કેચ પકડ્યા છે ને લીધી વિકેટો
માણી ભરપુર ક્રિકેટ રમત ન્યારી……..સચિન
સર્વાધિક ટેસ્ટ ને વનડે  ખેલ્યા એણે
એકવીસ વર્ષથી રમત  એકધારી……,.સચિન
ગ્વાલિયરની રમત કેમ   ભૂલાય
સાઉથ આફ્રિકાને પડ્યો છે ભારી…….સચિન
વર્લ્ડ કપમાં બેહજાર રન જ કીધા
વર્લ્ડ કપમાં ખેલી  છ  શતક પારી……સચિન
ઝૂમે  છે ભારત ને ઝૂમે છે પ્રેમીઓ
ખરો ભારત રતન  તણો  હક્કદારી……સચિન
ગૌરવ છે ક્રિકેટપ્રેમીઓને  એના પર
ભારત ભાગ્ય વિધાતાને જાવું વારી ….સચિન
========================================
સ્વપ્ન જેસરવાકર 

ગરવા ગુજરાતી થઈને


ગરવા ગુજરાતી થઈને ચાલ્યા ક્યાં તમે
દિલને   ટકોરા દઈને  ચાલ્યા ક્યાં તમે.
ગુજરાત તો પાડે   પોકાર તમે ઉભા રહો
વાયબ્રન્ટના ખુલ્યાં છે દ્વાર  તમે ઉભા રહો
તમે ઉભા રહો તમે ઉભા રહો
ગરવા ગુજરાતમાં આવીને ચાલ્યા ક્યાં તમે.
મંદીનો માર ઝીલીને તમે આવ્યાં હતા
પીઝા પાસ્તા ને  તમે અપનાવ્યાં  હતા
બર્ગર  બરીટા તો ભાવ્યાં  હતા,  ભાવ્યાં હતા
ઘી  ગોળ  રોટલાને છોડીને ચાલ્યા  ક્યાં તમે.
કોલેસ્ટરના કકળાટે  તો કંટાળ્યા હતા
ટેન્શનના તાપે તમને તપાવ્યા  હતા
એટલે તો ગુજરાત આવ્યા હતા, આવ્યા હતા
લીલાછમ શાકભાજી છોડીને ચાલ્યા ક્યાં તમે.
આવ્યાં છો તો ગુજરાતની રંગત જાણો
ખીચડી ને ઊંધિયા કેરી  જયાફત માણો
ને રણોત્સવ કેરી સંગત માણો,  સંગત માણો
ગુજરાતના પતંગોત્સવની  વિરાસત માણો તમે.
Advertisements

2 Responses to સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

 1. ખુબ જ સરસ રચનાઓ છે,

  ખુબ ખુબ અભિનંદન

  Like

 2. dhavalrajgeera કહે છે:

  Enjoy reading Gujarati …
  અભિનંદન

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org ..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s