વાસંતીબેન રમેશભાઈ શાહ

મિત્રો

આજે એક  સુંદર પણ સત્ય ઘટનાને આધારિત બે અંકી વાર્તા લઈને આવી છુ. એ સાથે આપણા બ્લોગના અને બે એરિયાના નવા લેખિકા વાસંતીબેન રમેશભાઈ શાહ નું સ્વાગત કરું છું.
તેમની રજૂઆત ખુબ જ સુંદર છે. મેં માણી  છે માટે જ આપ સર્વને માણવા રજુ કરું છું. મિત્રો આપના અભિપ્રાય એમને વધુ લખવા પ્રેરશે  હું જાણું છું કે હું સરસ લખી શક્તિ નથી પરંતુ પ્રભુએ મને કોઈ લખતું હોય તો તેના લખાણને પ્રેરણા આપવાનું નિમિત્ત જરૂર બનાવી છે, તો મિત્રો આપ પણ આ નિમિત્ત બનવાનું ચૂકશો નહિ ,લેખિકા નો પરિચય એમની રજૂઆત જ સમજી લો ને  …..
કલ્પના કે વાસ્તવ -1
 part- 1

પ્રેમલ મધ્યમવર્ગમાં ઉછરેલી સુશીલ ને સંસ્કારી પુત્રી હતી. તેના પિતાનો સ્વર્ગવાસ તે પાંચવર્ષની હતી ત્યારે થયો હતો. માતા મમતાબેને તેના ઉછેરમાં કોઈ કમી મહેસુસ તવા દીધી ન હતી. પિતાની ખોટ પણ સાલવા દીધી ન હતી. પ્રેમલ ભણવામાં ખુબ હોશિયાર અને તેજસ્વી હતી. તે જેટલી રૂપાળી હતી તેટલી જ નમણી ને નમ્ર વિવેકી હતી. પ્રભુએ જાણે તેને સર્વગુણ સંપન્ન કંઠારી હતી.

20ની ઉંમરે તે ગ્રેજ્યુએટ થઇ ગઈ, સાહિત્ય રસિક જીવ હતો ,સાહિત્ય સર્જનમાં અનેરી  પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી એ કંઈ જેવી તેવી પ્રસિધ્ધિ ન હતી ,કાવ્યોનું વાંચન કરવું અને કાવ્યરચનાઓ કરવામાં તેને કોઈ આંબી શકે તેમ ન હતું.

પાંચ સાત વર્ષમાં તેની એનેક કાવ્ય રચનાઓ લોકપ્રિય બની ગઈ.અને એક નાનકડો કાવ્યસંગ્રહ પણ બહાર પડ્યો. સાહિત્ય ઉપરાંત તેને ચિત્રકળામાં પણ ખુબ  જ રસ હતો. નવા નવા ચિત્રો દોરવા ,તેમાં એ માનવીના આમ – જીવનમાં આવતી મુશ્કેલીઓ  અને હાવભાવ ઓતપ્રોત તય તેવા દ્રશ્યો ચિતરવામાં નિપુણ હતી અનેક પ્રદર્શનોમાં તેની મૌલિકતાના વખાણ સૌના મુખે સંભાળવા મળતા ,પ્રથમ ,દ્રિતીય કે તુતીય ઇનામમાં પ્રેમલનું નામ ન હોય તે સંભવે જ નહિ.  તેમ છતાં પ્રેમલના દિલ કે મુખ પર ગર્વ કે અભિમાનની રેખા કે નિશાન કદીયે જોવા મળ્યા નથી. દીકરીની પ્રસિધ્ધિથી મમતાબેન ખુશખુશાલ રહેતા.આ બધું જોતા મનમાં ક્ષણિક વિચાર આવી જાય કે તે આલોકની નથી લાગતી પણ પરલોકની જ વ્યક્તિ છે. “ખુદા દેતા હૈ  તો છપ્પર ફાડકે દૈતા   હૈ ” એ ઉક્તિ અક્ષરસ :સાચી છે પરંતુ અતિશય સુખ પણ ઝાઝો સમય ટકતું નથી એ પણ ઉક્તિ એટલી જ સાચી  અને સત્ય છે.
ધીમે ધીમે પ્રેમલની તબિયત નાદુરસ્ત રહેવા લાગી ડૉકટરે નિદાન કર્યું કે મગજમાં ટ્યુમર છે. આ પ્રકારનું ઓપરેશન તે સમયે ખુબ જ કઠીન હતું તેમાં ફક્ત 1% થી 2% બચવાની તક માત્ર રહેતી હતી ડૉ. કહેતા હતા ઓપરેશન થી ગાંઠ નીકળી જશે ,અને માં પ્રેમલને કહેતી પ્રભુ બધું સારું જ કરશે ચિંતા ના કરીશ. પ્રેમલ સમજી ગઈ હતી કે આ માત્ર આશ્વાસન આપવા ખાતર આપે છે ,પણ તે તે હિમત હારે એમ થોડી હતી તે તો ટુકું અને સરસ જીવવામાં માનતી હતી.માતા મમતાબેનના નિ:સ્વાર્થ પ્રેમ અને પ્રભુભક્તિએ તેને ખુબ હિંમત આપી. પ્રેમલની સામે હિંમત આપતા મમતાબેન છાનામાના ખૂબ રડી લેતા પરંતુ  પ્રેમલને કદી ઉદાસ કે નિરાશ તવા દીધી ન હતી.
ધીમે ધીમે પ્રેમલની શક્તિઓ ક્ષીણ થવા માંડી ,મમતાબેન પ્રેમથી શક્ય તેટલી દીકરીની સેવા કરી પણ પ્રેમલને બચાવી ન શક્યા. પ્રેમલની આખરી ઈચ્છા અનુસાર તેણીના ચક્ષુદાન પણ કર્યા. અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ થયો, પ્રેમલનું નાશ્વત શરીર માટીમાં વિલિન થઇ ગયું.  ……
માતા એ તેની યાદોને સમેટવા માંડી ,એના લખેલા કાવ્યો અને ચિત્રો ને ભેગા કરી પ્રસિદ્ધ પણ કર્યા પરંતુ તેના ચિત્રોમાં એક યુવાનની તસ્વીર દોરી હતી તે પ્રશ્નાર્થ રહી. એમણે આ યુવાનને કદી જોયો ન હતો ચિત્રમાં યુવાનની ઓજસતા અને નિખાલસતા પ્રગટતી હતી. પરંતુ આ દેખાવડો પ્રસશનીય યુવાન કોણ હતો ?…..શું આ માત્ર પ્રેમલની કલ્પના નો યુવાન હતો? કે એના જીવનની કોઈ ગમતી વ્યક્તિ કે પ્રેમી ?…..આ  માત્ર કલ્પના કે વાસ્તવ ?
વાસંતીબેન રમેશભાઈ શાહ
મિત્રો વધુ બીજા અંકમાં ……

કલ્પના કે વાસ્તવ ભાગ -2

કલ્પના કે વાસ્તવ ભાગ -2

આમ ને આમ બે ત્રણ વર્ષ  નીકળી ગયા ,અચાનક એક વ્યક્તિનો પત્ર મમતાબેનને મળ્યો,  તેમાં તેણે તેમને મળવાની ઈચ્છા વય્ક્ત કરી હતી અને આગમન નો સમય પણ જણાવ્યો હતો.

 નિયત સમયે એ વ્યક્તિ મમતાબેનને ઘેર આવી, બેલ વાગતા જ એક દેખાવડો યુવાન દરવાજે ઉભો હતો  જેને જોઇને જ મમતાબેનનું મન આશ્ચર્ય સાથે પ્રસન્ન થયું એના ચહેરા પર એક જાતની શાંતિ નો અનુભવ હતો. વાતચીતમાં સરળતા હતી. કેટલીક વ્યક્તિઓ પ્રથમ મુલાકાતમાં જ આત્મીયતા પ્રસરાવતા હોય છે અને તેવું અપૂર્વની બાબદમાં થયું આવતા વેત જ મમતાબેનના ચરણસ્પર્શ કર્યા અને એણે મમતાબેનને ગળગળા કરી દીધા. 
સામન્ય વાતચીત કરી પોતાનો પરિચય આપ્યો ત્યારે મમતાબેને આગમનનું કારણ પુછ્યું. સાલસ સ્વભાવના અપૂર્વે પોતાને મળેલા ચક્ષુદાન માટે ખૂબ ખૂબ આભાર માન્યો ,પ્રેમલની આંખો આ યુવાનને મળી અને તે દેખતો થયો તેને મળેલા ચક્ષુ માટે તેની પાસે શબ્દો ન હતા તેમ છતાં કહતો હતો કે તમારી મમતા સ્નેહ અને અન્ય વ્યક્તિઓને કોઈ પણ જાતના બદલાની આશા વિના મદદ થવાની ઉચ્ચ ભાવના એજ મને તમને મળવા  પ્રેરર્યો ….. આજે આપના ચરણસ્પર્શ કરી હું ધન્ય બન્યો છું અને  આલિંગન આપી  સવિનય બોલ્યો શું હું આપને “માં “નું સંબોધન કરી શકું છું? 
આપણે સહુ જાણીએ છીએ તેમ પ્રભુ એક દ્વાર બંધ કરે તો એ બીજાં બે દ્વાર ખોલી જ આપે છે એજ વાત જાણે અહી સિદ્ધ થઇ મમતાબેન આમ પણ ખુબ એકલા થઇ ગયા હતા અને આવા શબ્દોથી મમતાબેનને  કંઈક શાતા વળી ,પરંતુ તેમના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. તેમને એમ લાગ્યા કરતુ હતું કે આને મેં કયાંક જોયો છે આ ચહેરો પરિચિત કેમ લાગે છે ? મન એ યાદ કરવા મથી પડ્યું ,વાતો કરતા અચાનક કંઈક યાદ આવતા તેઓ પ્રેમલના રૂમમાં ગયા ,જે તસ્વીર તેમણે ઢાંકેલી રાખી હતી તેને ખોલી। …..તે જાણે અપૂર્વની જ  તસ્વીર હતી ,તેઓ એકદમ અચંબામાં પડી ગયા કે આ શું ?
તેમણે અપૂર્વને પ્રેમલની રૂમમાં બોલાવ્યો  પોતાની દીકરીના કાવ્યો ,કવિતા સંગ્રહ ,અને અંગ્રેજી સાહિત્યના પુસ્તકો જોઈ અપૂર્વ છક થઇ ગયો અ પણ સાહિત્ય રસિક જીવ હતો એણે આમાંના ઘણા પુસ્તકો બ્રેઇલીપીમાં માણ્યા હતા ,મામતાબેને પ્રેમલના એક પછી એક ચિત્રો પણ દેખાડ્યા અને અંતે તેની નજર પેલી તસ્વીર પર પડી અને એ અભો જ બની ગયો ! કંઈ જોવા કે સમજવાનો ફરક થતો નથી ને ! પ્રેમલને એણે જોઈ ન હતી કયારેય મળ્યો પણ ન હતો। ….પ્રેમલે તસ્વીર નીચે જે લખ્યું હતું તે “બે હ્રદય રાત્રીને ચીરતાં પસાર થતા હતા તેઓ પ્રેમમાં પડ્યા પણ એકમેકને જોઈ શકયાં નહિ –”-અપૂર્વ “
ઓ મારી “પ્રેમલ ” એવા ઉદગાર તેના મુખમાંથી સરી પડ્યા…. 
 
-વાસંતી રમેશ શાહ- 
 
એક સત્ય ઘટના આધારિત
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s