પદ્માબેન કનુભાઈ શાહ

કવિ કલાપી-ગ્રામ્ય માતા-પદ્માબેન ક. શાહ-મણકો -1

DSC_2263

 

કવિ કલાપી-24

ગુજરાતી  સાહિત્યમા કવિતાનો સુંદર રાગ સાથે આસ્વાદ કરાવનાર કળાએલ મોર  સરખા દેદિપ્યમાન કવિતાઓનું  આલેખન કરનાર કવિ કલાપી છે.  એમની કવિતામા ભાવના પ્રેમ અને ઊર્મિઓનો સાગર હિલોળા લે છે. જુદા જુદા છંદ અને રાગમાં લખેલા કાવ્યોનુ  સ્મરણ કરતા ભાવ વિભોર અનુભૂતી થાય છે.જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહી, છતાં પણ તેઓ પ્રજાના સુખ દુ:ખ માં સાથે રહ્યા.

તેમની પ્રજા વત્સલતા “ગ્રામ્ય માતા” કાવ્યમાં ઉભરી આવે છે:

ગ્રામ્ય માતા

વહેલી સવારે પૂર્વમાં ઉગતા રવિના ઉગતા મૃદુ સોનેરી કિરણો ના તાજગી ભર્યા દર્શનથી સારી સૃષ્ટિ પુલકિત થઇ ઉઠે છે. વાદળ વગરનુ ભૂરું સ્વચ્છ આકાશ શોભી રહ્યું છે.  શિયાળાનો ઠંડો પવન લહેરાઇ રહ્યો છે અને પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો છે.  આ જગતનો માનવ સમાજ એના  વ્યવસાય પ્રમણે તાજગી ભર્યા ડગલા ભરતો એના કામે લાગે છે.

મીઠી શેરડીના ખેતરો નજીક કોમળ કળી સમા કૃષિ બાળકો  ઉગતા સૂર્યના મધુર તાપમાં રમી રહ્યા છે. એમના કમળ સરખા કુમળા ચહેરા આનંદ વિભોર થઇ રહ્યા છે. પર્ણકુટીની બહાર વૃદ્ધ કૃષિ માતાપિતા માટીની સગડીમાં તાપણી  કરી રહ્યા છે.  શિયાળાની કડકડતી ઠંડીમાં અંગારાથી હૂંફ લઇ રહ્યા છે.  ઈશ્વરે કેટલું સુંદર જોડુ નિર્માણ કર્યું છે!

એક ઘોડા ઉપર બેસીને આવતો માણસ દૂરથી નજરે પડે છે , જે આ વૃદ્ધ દંપતી તેમજ સૌ બાળકો કુતુહલથી  નિહાળતા હોય છે ,  આવી પહોંચેલા  એ યુવકને એ વૃદ્ધ ખેડૂત ઉભા થઈને આવકારે છે , “આવો બાપુ!” ઘોડા ઉપરથી ઉતરીને  યુવક પીવાના પાણી માટે વિનંતી કરે છે .

એ વૃદ્ધ માતા યુવકને શેરડીના ખેતર પાસે લઇ ગઈ .  એક શેરડીને કાપતાંજ મીઠ્ઠી રસની ધાર છૂટી , અને પ્યાલો છલકાઈ ગયો. એ તાજો મીઠો મજાનો રસ એ યુવકે આનંદથી પીઘો .  તૃષા છિપાવવા બીજો રસનો પ્યાલો પીએ છે, અને   ત્રીજો પ્યાલો ફરી એ યુવકે માંગ્યો . વૃદ્ધ  માતાએ ફરીવાર બીજી શેરડી કાપી. એમાંથી એકે ટીપું રસનું નીકળ્યું નહિ!  વૃદ્ધ માતાએ ફરી ફરી કાપાના ઘા માર્યા, છતાએ તે નિષ્ફળ નિવડી . તેથી વૃદ્ધ માતાના આખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. “હે ઈશ્વર! આપ મારા પર કોપાયમાન થયા છો?  શેરડીનો રસ એકાએક કેમ સુકાઈ  ગયો? ” એમ વૃદ્ધ  માતા મનમાં વિચારવા લાગી.

“જરૂર આ ધરતીનો માલિક યા અહીંનો રાજા દયાહીન થઇ ગયો હોય તેમ લાગે છે!  નહીતો આવું બનેજ નહિ.”  બોલતા બોલતા એ વૃદ્ધાના આંખમાંથી ફરી અશ્રૂ વહેવા લાગ્યા.  માતાના આ શબ્દો સાંભળી યુવક ચમકી ગયો, અને માતાના પગે પડ્યો અને બોલ્યો , “હે માં! એ જ હું રાજા છું.  માં, મને માફ કરી દ્યો .” અને તે મનમાં વિચારવા લાગ્યો ,  ” હે ઈશ્વર, મને માફ કરો , હું જયારે રસ પીતો હતો ત્યારે મારા મનમાં  કુવિચાર આવ્યો કે  આવી રસ ભરેલી મીઠ્ઠી શેરડીના પાકમાંથી આ ખેડૂતો ખૂબ પૈસા બનાવતા હશે. હું શા માટે આ ખેડૂત પાસેથી વધુ કર નાં ઉઘરવું?” રાજાએ ખરા મનથી  ભગવાન પાસે ક્ષમા માંગી, અને નિશ્ચય કર્યો કે આવા મહેનતુ ખેડૂત પાસે હું લોભવૃત્તી કરી વધુ કર નહિ માંગુ. આ રાજાના  વિચાર  અને ન્યાયપૂર્વક નિર્ણય બદલાતા  મોટું આશ્ચર્ય થયું .  આ યુવક રાજા બોલ્યા, “હે માતા, તમે ફરીવાર રસ કહાડો, હવે જરૂર શેરડીમાંથી રસ નિકળશે અને પ્યાલો જરૂર ભરાશે.”  વૃદ્ધ માતાએ ફરી શેરડી કાપી  અને   મીઠા રસની ધારા છૂટી. આ જોતા સૌ ખુબ આનંદ પામ્યા.  યુવક રાજા આનંદ પૂર્વક બોલ્યા,” તમે સૌ સુખી રહો.  હવે હું વધુ કર નહિ ઉઘરાવું . ફક્ત હું તમારા આશિષ માંગુ છું . “વૃદ્ધ માતાએ ફરી શેરડીમાં કાપ મુક્યો અને તેમાંથી રસની ધારા વહેવા લાગી.

માનવીના મનના વિચારોની અસર ધરતીને પણ તરત જ થાય છે .  “વિચારો માનવીને ઘડે છે”   જેના જેવા વિચાર તેવી કુદરત તેને ફળ આપે છે.  ઉદારતા, નિખાલસતા, નિર્ભયતા, અને  વિશાળતા માનવીને ખુબ સુખી કરે છે.

પદ્માબેન ક. શાહ

July 1, 2014

************************************************************************

લીલી વાડી જોયા પછીનું મૃત્યુ ઉત્સવ છે-પદ્માબેન કનુભાઈ શાહ-23

DSC_2263               લીલી  વાડી જોયા પછીનું મૃત્યુ ઉત્સવ છે.મણકો -5

લીલી વાડીનો શબ્દ જ ઘણો રળિયામણો લાગે છે , લીલા ઘાસ અથવા દુર્વાની સુંદરતા અને કોમળતા મખમલ જેવી મુલાયમ લાગે છે , એજ અર્થમાં પરિવારમાં વડીલની હયાતી અને એમની શીતળ છત્ર છાયામાં ઉછરતો પરિવાર ખુબ જ ભાગ્યશાળી ગણાય છે.  વડીલોનું માર્ગદર્શન જીવન જીવવાની ઉત્તમ કેડી બતાવે છે.જે પરિવારમાં સ્નેહ સંપ અને આનંદ ઉભરતો હોય ત્યાં જરૂર વડીલોના આશીર્વાદ ફળ્યા હોય તેવું દેખાય છે.

વડીલની દેખરેખમાં બાળકો ઉછરતા હોય ત્યાં શિસ્ત અને એક બીજા પ્રત્યે અનુરાગ અને આત્મીયતા વધુ દેખાય છે.વડીલની દેખરેખમાં બાળકો ઉછરતા હોય ત્યાં શિસ્ત અને એક બીજા પ્રત્યે અનુરાગ અને આત્મીયતા વધુ દેખાય છે.

આજકાલઘણાપરિવારમાંશનીરવીસાથેજમવાબેસતાહોયઅનેબધાનાભાણામાંસરખીવાનગીપીરસેલીહોય, ડાયનીંગટેબલપરનાનામોટાસાથેજમવાબેસેલાહોયતેવુંદ્રશ્યજોતાજલાગેકેઆપરિવારઉપરપ્રભુકૃપાવરસીરહીછે. વડીલોતરફથીલાડપ્યારથીબાળકનેજીવનજીવવાનીકેળવણીમળેછે.સ્વચ્છતાજાળવવી,સેવાપૂજાકરવી,વ્યવસ્થારાખવીવિ.વિ.નુંઅનુસરણસંતાનોવડીલોપાસેથીશિખેછે.માતાપિતાનેબાળકની કેળવણીની   જવાબદારીઓછીરહેછે.

જયારે પણ ઘરના વડીલો માંન્દાસાજા હોય ત્યારે નાના બાળકો આગળ પાછળ રમતા હોય તો એમને માંદગીની વેદના ઓછી લાગે છે.એમનું ધ્યાન બાળકો તરફ દોરાય છે.બાળકોના માથે વડીલોના હાથ ફરતા હોય તો બાળકો જલ્દી મોટા થઇ જાય છે.

મૃત્યુને બિછાને પડેલા વડીલોની કાળજી મોટા પરિવારમાં બહુ સારી થાય છે. એકલવાયા વડીલોને માંદગી ના બિછાને સમય વિતાવવો દુષ્કર લાગે છે.એમની સારવારમાં સારા સંતાનો ખડે પગે સારવાર કરે છે.જ્યારે એકલવાયા વડીલો માંદગીના બિછાને કેટલીય વાર રિબાતા દેખાય છે.

જયારે ભર્યા કુટુંબમાં વડીલ દેવલોક થાય   છે ત્યારે એનો પરિવાર ચારેબાજુ શાંતિથી બેસી પ્રભુ સ્મરણ   કરતા હોયતો વડીલ એના છેલ્લા શ્વાસ બહુ નિરાંતથી છોડે છે.તેવું ક્યારેક જોયુ છે.જયારે વડીલ દેવલોક થાય છે ત્યારે એમના સ્વભાવની,એમની ભાવનાઓની યાદ પરિવારમા કાયમ સ્મૃતિમાં રહેછે.

જીવન જીવવાની કળા વડીલોના સહેવાસમાં જ કુમળા બાળ માનસ જોઈ જોઈ ને જ આચરણ મા ઉતરી આવે છે.માટેજ કહેવાય છે કે જે પરિવારમાં વડીલોના સાનિધ્યમાં સંતાનો ઉછર્યા હોય ત્યાં બાળકોમાં સ્નેહ સમતા અપોઅપ ઉતરી આવે છે. આમ આનંદિત પરિવાર જોઇને વડીલના ચહેરા પર શાંતિ દેખાય છે. આમ લીલી વાડી જોયા પછીનું મૃત્યુ ઉત્સવ જેવુ જણાય છે.

પદ્માબેન કનુભાઈ શાહ

સનીવેલ   કેલી.

******************************************

દિવ્યજ્યોત-પદ્માબેન ક. શાહ-22

​મિત્રો 

સ્વજનને ગુમાવવાની ખોટ કોઇપણ રીતે પૂરી કરી શકાય એવી નથી હોતી.આપણી વ્યક્તિ ની વિદાયથી દુઃખ થાય અને ખોટ પણ વર્તાય ,અને હૃદય અને  બે હાથ અચાનક જોડાઈને પ્રાર્થના કરતા કહે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો….અને એ પ્રાર્થના મનને અચનાક વિચાર કરતા મૂકી દે…કહે છે ને દુઃખનું ઓસડ દહાડા .મૃત્યુ એ પૂર્ણવિરામ નથી પરંતુ સ્વજનની સાથે આપણા જીવનની જાણે નવી શરૂઆત,સ્વજનની ખોટ સાથે યાદોનું બળ …પ્રકૃતિના નિયમ અતૂટ હોય છે. તેમાં દરેક પ્રાણી બંધાયેલો છે..ખાલીપો, યાદો ,શૂન્યતાને ભરવાનો સરળમાર્ગ એટલે ..ભક્તિમાં મન રાખી,નિર્લેપતાથી જીવીએ અને અંત:કરણથી સ્વજન ને વિદાય આપીએ,ગુમાવેલ સ્વજનને યાદ કરી એને બળ રૂપે વાપરી એના કર્યો પુરા કરવામાં સાચી સ્મરણાજલી  આપી ગણાય.પ્રભુ દરેક વ્યક્તિને કોઈ કામ સોપી અહી મોકલે છે તો એ કર્યો પુરા કરવા અને પુરા કરતા સ્વજનની યાદોને વાગોળવી એના જેવી બીજી શ્રદ્ધાંજલિ બીજી શું હોય શકે. પદ્મા માસીએ જીવનના હકારત્મક અભીગમ સાથે આ કાવ્ય લખ્યું છે,શબ્દનું કામ છે હ્યુદયની સંવેદનાને વાચા આપવી,અને હૃદયને સ્વજનના વિયોગની વેદનામાંથી મુક્ત કરવા,જે કામ આંસુ ન કરી શકે,તે કલમ કરી જાય જે તમે અહી વાંચી અને અનુભવી શકશો …

Wishing a very happy Bigining

દિવ્યજ્યોત

એક દિવ્યજ્યોત, મહાજ્યોતમાં  ભળીગઈ

એક મહાનઆત્મા , પંચમહાભૂતમાં ભળી ગયા

સદાય  સત્કારવા  આવકારવા  હંમેશ   તત્પર રહ્યા

મારીમહાન “વિભૂતિ”  પ્રભુમાંવિલીન  થઇ ગયા

   પરોપકારવૃત્તિ જેના  આચરણ  અને રગેરગમાં  વહ્યા

સદાયેવડીલોને  પૂજ્ય  ભાવે  “નમસ્તે” કહેવાનું  નાચુક્યા

નિડરનિસ્પૃહ  અને નિરાભિમાની સેવક સૈનિક થઇ જીવ્યા

તત્પર રહ્યા સૌનું કાર્ય કરવા ફરજ ગણી કરતા રહ્યા

અડગ  નિશ્ચયકર્તવ્ય ગણીને અવિસ્મરણીય  જીવન જીવ્યા

વડીલોના આશીર્વાદને દેવકૃપાથી સેવાની સૌરભ મૂકી ગયા

કનુભાઈઅ. શાહ   ને   શ્રધ્ધાંજલી – એપ્રિલ  ૧૪,  ૨૦૧૪

પદ્માબેન ક. શાહ

 

 

શ્રી કૃષ્ણ-21

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર.

કંસરૂપી’ હણ્યો દાનવ-માનવનો ‘અહંકાર’

માનવ જગમાં થયો કૃષ્ણનો જય જયકાર

.

મિત્રો

દાવડા સાહેબની કવિતા માણી  અને કલ્પના બેનની કવિતામાં  અનુભૂતિનો અહેસાસ માણ્યા  પછી પદ્મા માસીની આ કવિતા માણો એ પહેલા  દીપક કાશીપુરિયા  ની વાત સમજી લઈએ કે અવતાર એટલે શું? …દર વર્ષે કૃષ્ણ જન્મ ઉજવીએ તો છીએ પરંતુ ગીતાનો ચોથો અધ્યાય ને સમજી લેશું તો પ્રભુ ના દર્શન જરૂર થશે

ગીતાના ચોથા  અધ્યાયમાં ૪૨ શ્લોક છે. તેમાં ૪૧ શ્લોકો માત્ર ‘ભગવાનુંવાચ’ ના છે.

જ્યારે માત્ર ૧  શ્લોક જ ‘અર્જુન ઉવાચ’ નો છે. અર્જુને આ એક જ પ્રશ્નમાં ‘અવતાર’ વિશે જિજ્ઞાસા  વ્યક્ત કરી છે.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને અવતાર વિશે જણાવતાં કહે છે: ‘અલૌકિક તત્વ  જગતમાં આવીને પોતાની તેજસ્વિતાથી, પોતાની શક્તિથી, પોતાની સત્તાથી,  વાણી-વર્તન-વ્યવહારથી તથા સદાચારથી મનુષ્યોને માર્ગદર્શન આપે છે એને ‘અવતાર’  કહેવાય.’
‘અવતાર’ શબ્દ ‘અવરોહણ’ પરથી બન્યો છે. અવરોહણ એટલે ઉપરથી અને અવતરણ એટલે  નીચે. ઉપરથી નીચે એટલે અવરોહણ-અવતાર -શ્રીકૃષ્ણ ભગવાન અવતારી પરમાત્મા છે.
તેઓ બ્રહ્નાંડમાંથી-પૃથ્વી પર ઉપરથી-નીચે  આવ્યા-અવતર્યા એટલે અવતાર ધારણ કર્યો.
ભગવાન કહે છે: ‘જોકે હું આ જન્મ છું અને મારો  દિવ્ય દેહ કદી નાશ પામતો નથી.
હું સર્વ જીવોનો સ્વામી છું છતાં દરેક યુગમાં મારા  દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું.
’અવતાર વિશે આટલું જાણીએ તો પણ પર્યાપ્ત છે.

શ્રી કૃષ્ણ

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર

કાળ યવન અને જરાસંઘના યુધ્ધમાં થયો  મહાસંહાર

શ્રી કૃષ્ણએ કરી અદ્ધવીતિય દ્વારિકાપૂરી સમુદ્રમાં તૈયાર

દ્વારકાધીશ કહેવાયા પ્રભુજી, ભોમાસુરનો કર્યો સંહાર

કૌરવ પાંડવનુ મહા  યુદ્ધ નિવારવા બન્યા વિષ્ટિકાર

મિત્ર સખા અર્જુનને કહી સંભળાવ્યો સપૂર્ણ ગીતાસાર

નિષ્કામ કર્મ કરે જા તું  સખા, કોઈ ફળની આશ વગર

ના માન્યો ક્રોધી  દુર્યોધન યુધ્ધમાં થયો મોટો સંહાર

પાંડવ યુદ્ધ જીત્યા, પણ સંતાન ગુમાવ્યાનું દુઃખ અપાર

દ્રૌપદીના સંતાનના શિષ વાઢનારનુ શીર લાવીશ નિર્ધાર

ક્ષમા દીધી ગુરૂપુત્ર અશ્વત્થામાને, મણી લઇ લીધો સત્વર

પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો
મનુષ્યને કાર્યમાંથી ક્યારેક ને ક્યારેક નિવૃત્તિ લેવી જ પડે છે, છતાં એ નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે…… નિવૃત્તિ વિશે વાત નીકળી તો સામાન્ય માન્યતા એવી છે કે કામધંધામાંથી અથવા નોકરીમાંથી મુક્ત થવું એટલે નિવૃત્ત થવું. નિવૃત્તિ એટલે ફુરસદ… દિનેશભાઈ હવે તમે સમયના બંધન વિનાની  પ્રવૃત્તિ કરશો ….નિવૃત્તિ એટલે મન ગમતી પ્રવૃત્તિ કરવાનો સમય …કારકીદી ના સોનેરી દિવસોને વાગોળવા નો સમય …આપ.તો કવિ છો ..આપણા શબ્દોના સર્જન ની tag lline કહે છે સર્જનને ઉંમર સાથે સબંધ નથી …જેની પાસે જ્ઞાન છે તે ઉપયોગ કરવાની વૃત્તિને તે ટાળી શકતો નથી…હવે આપ વધુ સારું સર્જન કરશો જેનો લાભ અમને વાંચકવર્ગને મળશે ..જ્ઞાનીજનો આવી નિવૃત્તિ ને પામવાનો સમય કહે છે .
 પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો  શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ ..
બસ ..આ જ આનંદ જે  –અપ્રગટ છે એને પામશો …..આજ નિવૃત્તિ  ….અભિનંદન …..
 ચિ. દિનેશભાઈને નિવૃત્તિ દિન પ્રસંગે શુભેચ્છાઓ અને અભિનંદન -20

ચિ. દિનેશભાઈ માનવતાના દિવ્ય દિપક

ગેઇન્સવિલ ગામના  સૌ  એમના  ચાહક

ડો. શાહ છે વિદ્યાર્થી આલમનું અજબ નૂર

નાનામોટા ચાહે આદર અનેપ્રેમથી ભરપૂર

ફ્લોરીડા સ્ટેટમાં જાણીતુ ડો.દિનેશ શાહ નામ

સ્નેહિ  સ્વજનો સૌ લોક નમ્રતાથી નમે તમામ

આજ ઉજવાય છે એમનો નિવૃતિનો દિન

જીવનભરની પ્રવૃત્તિનું પૂર્ણ આરામ ચિન્હ

ઘરની ભવ્ય આગતા સ્વાગતા અને પ્રેમ

સૌના હૈયામા એ યાદ જીવંત અખંડ ક્ષેમ

અસંખ્ય સંસ્મરણો અનેક જન અનુભવતા

ચીર સ્મરણિય સૌના હૈયે ચિરંતન રમતા

યુનિવર્સીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા જ્યાં જ્યાં

શુભેચ્છા, અભિનંદન અને સંદેશ પાઠવતા રહ્યા

પરિવાર સૌ આનંદ ઉત્સવ ગૌરવ સહ  ઉજવે

“મા”શારદા,”અર્ધાંગિની” સુવર્ણા શાંતિ અનુભવે

પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો
 ઝવેરચન મેઘાણી ની કવિતાની એક પંક્તિ યાદ આવે છે આજે ….
 તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !……..
આવી સ્વત્રંતા મેળવવા આપણે  બહુ મોટી રકમ ચૂકવી છે કેટલાય લોકોના બલિદાન પછી આ સ્વાધીનતા ત્રિરંગો બની ને લહેરાય છે પણ આ બધું કયારે અને કોના બલિદાન થકી …
પદ્મા  માસીએ એક વાત સરસ કરી છે કે આજે પાસઠ વર્ષ પછી પણ શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા રૂઝાયા નથી ,અને રૂઝાવા પણ જ જોઈએ .
તો  જ આપણે  સ્વ્ત્રન્તાનું  મુલ્ય કદી  નહિ ભૂલીએ ..આવા શુભ દિવસે દરેક શહીદો ને આપણા  સલામ

સ્વાતંત્ર્ય દિન-19

ભારતમાં સ્વાતંત્ર્ય દિન અતિ આનંદે ઉજવાય

શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા ના રૂઝાય

અંગ્રેજી દમનના કોરડાના ચિન્હો હજૂય ના ભૂલાય

શીશ વઢાણા વીરબલિદાનીના આજ પણ હૈયુ ઘવાય

સ્વાતંત્ર્ય દિનની પરેડ અને કવાયતના

ત્રિપાંખી સૈનિકોના શુરાતનના ખેલ જોવાય

ટી વી પર દેખાતી સૈનિકોની વીરતાના

અવનવા દૃશ્યો, સમાચાર ગૌરવ ભર્યા દેખાય

દેશની રક્ષા કરનાર સરહદ પરના જુવાન જુગ જુગ જીવો

દેશનો  લહેરાતો  ગૌરવવંતો  ત્રિરંગો વિશ્વમાં અમર રહો

પદ્માબેન  કનુભાઈ  શાહ

-18-

મારા વડીલો

જિંદગીની સંધ્યા ને  પ્રેમથી વધાવજો.
વાળ ધોળા થયા, આંખે ઝાંખપ આવી, કાન માંડીએ તો જ વાત સંભળાય એવી દશા થઈ, ઉંબરો ઓળંગતા ડુંગર ઓળંગવા જેટલી મહેનત પડવા લાગી, અને પણિયારે પાણી પીવા જવું હોય તો પાણીની ગોળી ગંગા જેટલી દૂર હોય તેમ લાગવા માંડ્યું.
..ત્યારે અચાનક ખબર પડે કે ઘડપણ પ્રવેશી ચુક્યું છે તો તેનો સ્વીકાર કેમ કરવો ?.જુવાનીની રાહ જોઈ હતી ને આવી ત્યારે વધાવી લીધી હતી. ઘડપણની રાહ નહતી જોઈ, જોઈતું જ ન હતું, તોય આવ્યું !

પદ્મા માસી એ .જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી છતાં એને મોસમની જેમ સ્વીકારવામાં જ ડાહપણ છે .કાવ્યમાં એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ…ઘડપણમાં શારીરિક સમસ્યાઓ સાથે સમાધાન કરી, માનસિક રીતે મજબૂત રહેવાથી ઘડપણ જાજરમાન બને છે.,એટલુંજ નહિ ..આશાવાદી પણ છે ..હજી પણ જિંદગીના રંગો પૂરવા છે ..તેમના  આ અભિગમ ને લીધે વૃધાવસ્થ માત્ર એક મોસમ છે સ્વીકારો ,માલો અને વિકસો  …મિત્રો તો ચાલો  તેમના  અનુભવનો નીચોડ આપણે  કવિતામાં માણીએ

ઘડપણ

યુ.એસ.એ મા  સિનિયર્સ સૌ પ્રૌઢ નાગરિક કહેવાય
પચાસ પંચાવન પછી પ્રવૃત્તિમાં શિથિલતા જણાય
આંખોમાં ઝાંખપ વરતાતી, ઝટ સોય ના પરોવાય
ચશ્માની જરૂરત સમજાતી,  સહેલાયથી ન વંચાય

દાંતના ચોકઠા ‘ફીટ’  રાખી,  પાણીપૂરી ને પીઝા ખવાય
ધિખતાગરમીના દિવસોમાં ગોગલ્સથી આંખો સચવાય
‘એમ પી થ્રી’ ખિસ્સામાં રાખી, કર્ણપ્રિય સંગીત સંભળાય
કોમ્પુટર ટેબ્લેટ આઇપેડ શીખી વિજ્ઞાન જગતને જાણીયે

કાનની જો તકલીફ હોય તો હિયરીંગ એઇડથી સારૂ સુણાય
ડોશી વૈદાનો જમાનો વિત્યો, એનેસિન એસ્પિરિન  લેવાય
રમત ગમતની ખુશીઓ માણી જીવનમા આનંદ અનુભવાય
મંડળમાં સૌ ભેગા થઇ, નિવૃતિમાં પ્રવૃતિની ખુશી સમજાય

પૌત્ર પૌત્રી દીકરા વહુને મદદ કરી પરિવાર આનંદિત કરીએ
નાના મોટા સૌ ઘરકામમાં સહયોગથી  શરીરે  સ્ફૂર્તિલા રહીએ
સેવા કરવી જનજનની, વાંચન મનન થકી સુવૃત્તિઓ કેળવીએ
યોગ ને વ્યાયામ કરી તન-મનની સદાયે તંદુરસ્તી  જાળવીએ

પદ્માબેન  કનુભાઈ  શાહ

-17-

એક પ્રભુની બાદ તમારો હાથ છે અમારે માથે”

મિત્રો જાણો  છો આજે ફાથર્સ  ડે ..માં ઘરનું માંગલ્ય તો પિતા એ ઘરનું  અસ્તિત્વ હોય છે જે ઘરમાં પિતા હોય તે ઘર તરફ કોઈ પણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.દેવકી અને યશોદા ના કાર્યની પ્રશંશા જરૂર કરજો પરંતુ મધરાતે નદીના પૂરમાં માથા પર બાળકને સુરક્ષિત લઇ જનાર વાસુદેવ ને પણ જરૂર પ્રણામ કરજો .રામ કૌશલ્યા  પુત્ર હતા, પરંતુ ભૂલતા નહિ પુત્રના વિયોગથી તરફડીને મૃત્યુ પામનાર એક રાજા નહિ પરંતુ પિતા દશરથ હતા.ઠેશ વાગે ત્યારે શબ્દ નીકળે છે “ઓ માં “પરંતુ જીવનની મુશ્કેલીઓમાં “બાપ રે “ના ઉદગાર અનાયસે નીકળી જાય છે. .આજે પણ જયારે જયારે છે મારી આંખો માં આંસુ આવે છે ત્યારે પપ્પા યાદ આવી જાય છે …જેણે મને નાનપણમાં રાજકુમારી અને પરીઓની વાર્તાઓ સભળાવતા.એજ પપ્પા જેણે હિચકે બેઠા વિચારોની એવી ઉંચાઈએ લઇ જાય જે હું સ્વપને પણ ન પામી શકું ..એજ પપ્પા જેણે મારો પરિચય લાઓત્સું ,કબીર કૃષ્ણ ઈશુ અને ગાંધી જોડે કરાવ્યો ,જીદગીની ભુલભુલામણી માં માર્ગ શોધતા શીખવ્યું .એજ પપ્પા જે નાની નાની વાતે ખીજવાય જાય અને વખત બેવખત  જોયા વગર ચા અને પાણી માંગે ,અને કયાં છે મારી પેન ?કોને લીધી કહીને ગુસ્સે થનારા અમારા પપ્પાજી અમારી વગર એકલા રહી પણ ન શકે,અને જમી કે તૈયાર થઇ પણ ના શકે .આ એસો આરામ આજે એમના જ લીધે … ખોટા વ્યહવારોમાં ઢંકાયેલી દુનિયાની ઝાંખી એમને વાતવાતમાં કરાવી…આંગળી પકડીને ચાલતા એમણે શીખવ્યું અને ઘરની ચાર દિવાલની બહાર પણ મારા પહેલા કદમ એમણે જ માંડી  આપ્યા ,   પપ્પા એ મને પાંખો આપી….. ..મિત્રો લખવા બેસું તો શબ્દો, પાના અને શાહી ઓછી પડે. …પરંતુ આજે આપણા જાણીતા લેખિકા પદ્મામાસીએ એક સુંદર કવિતા લખી મોકલી છે જેમાં મારે જે કહેવું છે તે બધું જ આવી જાય છે.મને ઘણી વાર એમ થાય ફાધર ઉપર નિબંધ લખવો સરળ છે પણ તેના પર કાવ્યમાં રજુઆત એટલી સહેલી નથી .   પિતાશ્રી કુટુંબનો ‘મોભ’ અને તે મોભને આંબી જવું એટલું સહેલુ નથી હોતું!!! . 

પિતાશ્રી! આપને “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

પિતાશ્રી! સ્વીકારજો વંદન આપના પુત્ર પુત્રીના
ઉછેર્યા સદાયે  અમોને અતુલ્ય પ્રેમ વાત્સલ્યમાં
અપમાન ગળતા શિખવ્યું, સંયમ, ત્યાગ ને સહનશીલતા
એક લોહીની સગાઇ કદી ન તૂટતી ભાઈબેનની એકતામાં

ભાઈ બેનના હૈયાના વાત્સલ્ય ઝરણા નિરંતર વહેતા રહ્યા
શિખવ્યા અનેરા પાઠ બાળપણથી, શિસ્ત, આજ્ઞાપાલનના
ક્રોધી ક્રોધાગ્નિમાં જાતે બળે ને અપશબ્દ બોલી બીજાને બાળતા
‘ક્ષમા વિરસ્ય ભૂષણમ’ એ અમુલ્ય જ્ઞાન દીધુ તમે અમ જીવનમાં

દયા, નમ્રતા, ઉદારતા, ધીરજ ને હિંમતના બોધ અનેક દીધા તમે
હે પરમ પિતા પરમેશ્વર!!  મુજ પિતાનું  તેં  શ્રેષ્ઠ સર્જન દીધું  મને

****પદ્માબેન  કનુભાઈ  શાહ****

આજે મારા પપ્પા હાજર નથી પરંતુ જયારે જયારે હું લખવા  બેસું ત્યારે  મારા પપ્પાની જેમ મને કનુકાકા મદદ કરવા આવી જાય છે એમના માર્ગદર્શન વગર હું જાણે લખવા  માટે અધુરી છું , એવું મને હંમેશા  લાગે છે ..એવા મારા પિતા સમાન કનુકાકાને મારા “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

મિત્રો આ વખતે Mothers Day ઊજવવાનો મોકો મને મારી મા  સાથે મળ્યો .મારા નવ્વાણું વર્ષના સાસુ અને મા બંને સાથે ઉજવ્યો ત્યારે માસીની આ કવિતા જાણે સાર્થક અનુભવી ..માં નો દિવસ માત્ર એક દિવસ માટે ના હોય એ આપ સહુ જાણો છો ….માટે આ કવિતા mothers Day વિના ગમે ત્યારે વાંચશો તો માંના વ્હાલ સમી મીઠી લાગશે ..

16-

મા …   એ …  મા

સૌથી વ્હાલી છે મને જગમા મારી મા 
નમન કરૂં હું તુજને ઓ મારી વ્હાલી મા
હરખે ઉછેરી  મને અંતરના કોડ ભરી
આશિષ સદાવરસાવતી ઓ મારી મા

હાલરડા સંભળાવતી ને હેતે સુવાડતી 
શ્રવણ, પ્રહલાદની વાર્તા સંભળાવતી 
હળવે પગલી ભરાવતી ને પ્રેમે જમાડતી
બીક, ડરપોકપણું દૂર કરાવતી , ઓ મા 

શિસ્ત અને સત્ય કેરૂ વાંચન તું કરાવતી
ક્ષમા અને દયા કેરી આપવીતી સુણાવતી
‘ હિંમત ના હારવી ‘  એ સૂત્રો ભણાવતી
સ્નેહ અને  સંપ કેરી ભાવનાઓ રેડતી

પળ પળ જીવનની એક વ્યર્થના વિતાવવી
તનમન જીવનની ક્ષણને નિષ્ક્રિય ના રાખવી
હૈયાના ભક્તિ ભાવે ચરણ સ્પર્શ કરૂ આપને
જન્મો જન્મ પ્રભુપાસે માગુ હું  ” મા ” આપને 

      પદ્માબેન કનુભાઈ શાહ

***************************************************************************

“જય જય ગરવી ગુજરાત, …. ” (ગુજરાત સ્થાપના દિવસ)

મારા વ્હાલા ગુજરાતના સૌ ભાઇઓ અને બહેનો, આજે ૧લી મે છે પ૩માં ગુજરાત સ્થાનપના દિવસના ગૌરવવંતા અવસરે રાજ્યના સૌ નાગરિકોને અંતઃકરણની શુભકામનાઓ પાઠવતાં ગુજરાતીની સાચી ઓળખ વિષે ,ગુજરાતી  મિજાજના દર્શન કરાવતું એક કાવ્ય રજુ કરું છું  ચાલો  ગુજરાતી ભાઇઓ સાથે મળી ને ઉજવીયે આપણા ગુજરાત નો સ્થાપના દિવસ.

15-અમે    ગુજરાતી

અમે સૌ  ગુજરાતી છીએ સાકર  સરખા મીઠા
સૌ જન સાથે હળીએ  મળીએ હળવે હસતા હસતા
દૂધની ચ્હાના મીઠા ઘૂંટડા લહેજતથી અમે પીતા
‘આવો’  ‘આવજો’ સ્નેહે કહીએ પડોશીને ના વિસરતા

શ્રીખંડ પુરી, ઉંધિયું ખમણ, પાતરા  કચોરી ખાતા
સ્નેહી સબંધી યાદ કરીને જમાડીને પછી જમતા
ઉઠતાની  સાથે પ્રભુને સ્મરીએ ધરતીમાને નમતા
માતપિતાના ચરણ સ્પર્શથી ધન્ય દિન અનુભવતા

સ્નાન સ્તવન ને નિત્યકર્મ કરી સૂર્યદેવને નમતા
મેથી પાક અડદિયા શિયાળે સૂંઠ વસાણા  ખાતા
ઘારી ઘૂઘરામઠિયા મગસ સૂતરફેણી  ના ભૂલતા
હોળી, દિવાળી સુંદર તહેવારો આનંદે  ઉજવતા

ભાઈબીજ, રક્ષાબંધને ભાઈબેન  ઉમળકે મળતા
મીઠાઈના બોક્ષ લઈને બેનના ઘરે પહોંચી  જાતા
રેશમના એ પ્રેમ તાંતણે ભાઈબેનના હૈયા બંધાતા
રોમ રોમ પુલકિત થઇ,  ઉરના ઉમંગે  છલકાતા

અમે તો સૌ ભાઈ ગુજરાતી ………….

             પદ્માબેન કનુભાઈ શાહ

14-ક્ષમાપના દિન

જન્મદિન હોય લગ્નદિન હોય પણ આ ક્ષમાપના દિન  એટલે શું ?

સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધે લો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ  ભાવના હોય .અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની  સહભાવના  અને  અને જ્યાં આત્મા અને જ્ઞાન નું   તાદાત્મ્ય હોય .નકારત્મક ભાવ માંથી પોતાને  આઝાદી આપી જીવન માં આગળ  વધવાનો અવસર… માટે ક્ષમા એ વીરનું ભૂષણ કહ્યું છે .દરેક માનવીએ અવકાશ મળે તો  ક્ષમાપના માગી લેવી જેથી જીવન માં આગળ વધી શકાય ..

જૈન ધર્મમાં એ માટે ખાસ અવસર દીધો છે . સવંત્સરી અથવા દશલક્ષણી  પર્વ એનો  અતિંમ દિવસ ક્ષમાપના દિન તેરેકે ઓળખાય છે .મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….શ્વેતાબર સંઘ ઉપરાંત દિગંબર-પરંપરા પણ પોતાની રીતે પર્યુષણ પર્વની ઉજવણી કરે છે. દિગમ્બર પરંપરામાં દશ પ્રકારના ધર્મ (ક્ષમા, માર્દવ, આજર્વ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય)ની આરાધનાના દ્રષ્ટિકોણથી આ પર્વને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. દશ ભાદરવા શુકલા પંચમીથી શરૂ થાય છે.

પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે. પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાંપર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….
આજ વાતને માસીએ કવિતામાં આલેખી છે . મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે .આમ જોવા જેઇએ તો માસી પોતે જૈન નથી પરંતુ જૈન ધર્મનો આખો નીચોડ આ કવિતામાં આપી દીધો છે. જે માસીના સહજ સ્વભાવની પ્રતીતિ કરાવે છે .

તો ચાલો મારાવતી આપ સહુને  

……….મિચ્છામીદુક્કડમ …..

14-..ક્ષમાપના દિન.

પર્યુષણ મહાપર્વનો  છેલ્લો દિવસ  એ ક્ષમાપના દિન
મન વાણીને કર્મના બંધન છોડી શુદ્ધ ભાવનાનો દિન

અંતરમનના કષાયો, મનમેલ ધોઈ સંવત્સરી ઉજવીએ
ભૂત ભાવી અને  વર્તમાનની કટુતા ધોઈ શુદ્ધ થઈએ

પરિવાર સગા સ્નેહીને ક્ષમા કરવાનો આ શુભ  દિન
ખમાવવાનું ઉત્તમ પર્વ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ

પરિવારમાં પ્રસરેલા કટુતાના નિવારણનો આ દિન
નવા વિચાર, વાણી ને વર્તનને સુધારવાનો  દિન

પાંચ મહાવ્રત લઇ ઉત્કર્ષને જીવનમાં અનેરું સ્થાન આપીએ
વહેલા સૂઈ અને વહેલા ઉઠો, જમવામાં અન્ન નવ છાન્ડીએ
પાણીનો દૂર્વ્યય ના કરીએ, સંગ્રહ વૃત્તિને છોડીએ
જરૂરિયાતમંદને મદદ કરવા પાંચ મહાવ્રત્ત લઈએ

શ્રી મહાવીર ને બુદ્ધની ભાવનાઓને જીવનમાં ઉતારીએ
આપણુ જીવનધ્યેય બનાવી ૮૪ લાખ યોનિમાંથી ઉગરીએ

સત્ય, પ્રેમ, કરુણા ને  અહિંસાના મોક્ષ  માર્ગને અનુસરીએ
પર્યુષણ પર્વે, સંવત્સરી, મિચ્છામી દુક્કડમ સૌને પાઠવીએ 

……..પદ્માબેન કનુભાઈ શાહ……

*************************************************************************************************************

2-….શુભકર્તા, વિઘ્નહર્તા જય ગણેશ દેવા…

13-ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

                                           દુંદાળો  દુખ ભંજનો  અને સદાને બાળે કલેશ,

  પરથમ પહેલા  સમરીએ રે,  ગૌરી પુત્ર  ગણેશ..
આપણે જ્યારે પણ કોઈ સારા કાર્યની શરૂઆત કરીએ છીએ તો કહેવાય છે કે કાર્યના શ્રી ગણેશ કર્યા.આપણાં કોઈ પણ પ્રસંગ હોય કે  હિંદુઓ નું કોઈ પણ મંદિર હોય તો સૌ પ્રથમ ગણપતિ બાપને સ્થાન આપે.  આ વાતથી જ આપણને સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દરેક કાર્યોમાં ગણેશજીનું કેટલુ મહત્વ છે.એના વિશેની દરેક વાર્તાથી  આપણે સૌ  પરિચિત છીએ .જેને માસીએ શબ્દો થી કવિતામાં આલેખી છે .કવિતાની રચના માસી માટે સરળ અને  સહજ છે ..પરન્તું હું એમ કહીશ કે એમની દરેક રચના એ એમની એ કલ્પના, કળા, કે કુસુમમાળા છે…કવિતા કૃતાર્થ થાય છે, જયારે આપણે સહુ વાંચી અને યાદ કાયમ બની જાય.. અહી માસીનો પ્રયત્ન ગણેશચતુર્થી ..નું મહત્વ સમજવાનો છે .અહી કવિની કલ્પના નથી શ્રધા છે ..જેને માસીએ શબ્દોથી  પરોવીને કવિતાની માળા બનાવી શ્રી ગણેશને અર્પણ કરી છે. .

ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થી છે યુગ જુનો તહેવાર જે ભાદરવા સુદ ચોથે ઉજવાય
પિતા મહાદેવ અને માતા પાર્વતી તેમના પુત્રનો આ છે તહેવાર
સર્વ દેવોમાં છે શ્રેષ્ઠ દેવ “ગણ નાયક” રિદ્ધિ સિદ્ધિના એ  સ્વામી
જેમની આરાધના સૌ કોઈ કરતા સુખી થતા જગમાં  સર્વ નરનારી

હિમ આચ્છાદિત કૈલાસ શિખર પર શિવ પાર્વતીનો આવાસ
માતા પાર્વતી બેઠા સ્નાન કરવા ગયા, ઉંબરે બાળકને બેસાડી
શિવજી માંને મળવા આવ્યા, બાળકે રોક્યા,અંદર જવા ના પાડી
ક્રોધે ભરાયા શિવજી, માર્યું ત્રિશુલ, ધડથી માથું પડ્યું  વેગળું દૂર 

 ”ઓ સ્વામી ” કરો મારા બાળકને સજીવન, માએ રૂદન આદર્યું
શિવજીના ગણ દોડ્યા ચારે દિશાએ, લાવ્યા બાળ હાથીનું માથું
સંજીવનીના મંત્ર બળે પ્રભુ શિવજીએ બાળકને જીવન દાન દીધું
આશિષ દીધા માત પિતાએ, “દિકરા તારો સદા જય જય થાય”

 સર્વ શ્રેષ્ઠ દેવ ગણાશો જગમાં પ્રથમ પૂજન થશે તમારૂં
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, મુષક વાહન સોહે અનેરૂં
દુર્વા સોપારી સિંદુર ફળ ફૂલ અગરબત્તી, પંચામૃતથી
પૂજન જગમાં થાય તારું, વિઘ્ન વિનાશક ગણરાજા તું

આંધળાને દૃષ્ટિ દેનાર  તું, પાંગળાને પાય દેનાર છે તું
નિર્ધનને ધનવાન બનાવે, કોઢીઆને રૂપ દેનાર પણ તું
સર્વ શ્રેષ્ઠ દેવ તમે,તને નમન હો, જય હો કોટી કોટી પ્રભુ
જળમાં વિસર્જન થાય જગમાં ભક્તિભાવ આનંદ સહ પ્રભુ.

પદ્માબેન કનુભાઈ શાહ

************************************************************************************

     12- આજે રક્ષાબંધનની કવિતા મોક્લુછું.

            રક્ષાબંધન

શ્રાવણ સુદ  પૂર્ણિમાનો દિવસ એજ રક્ષાબંધન પર્વ. દરિયાના પ્રચંડ મોજા ઉછળતા હોય, સુસવાટા ભર્યો ઠંડો પવન ફૂકાતો હોય, વિજળી ઝબકારા મારતી હોય,વાદળના ગડગડાટ થતા હોય અને બેન એના લાડકવાયા ભાઈની રાહ જોતી હોયમારો ભાઈ ક્યારે આવશે??  મારા ભાઈના હાથે સુંદર રાખડી બાંધુ, એને મીઠાઈ જમાડુ અને અંત:કરણ પૂર્વક આશીર્વાદ આપુ. પ્રભુને પ્રાર્થના કરૂ કે એને સર્વ સુખ, સંપત્તિ ને દીર્ઘાયુ આપો. ભાઈ અને બેન બંનેનો સંસાર સુખમાં રહે, આનંદમાં રહે.આમ રક્ષાબંધન પર્વ ખૂબ ઉમંગ અને સ્નેહથી ઉજવાય છે.

જીવનની ગમે તેવી મુશ્કેલીમાં ભાઈ બેન એક બીજાને સદાય સહાય કરવા તત્પર રહી ફરજ બજાવાનું ક્યારેય ચૂકતા નથી. લાગણી અને સ્નેહભર્યો આ તહેવાર ભારતમાં ખૂબજ ઉત્સાહથી ઉજવાય છે. રક્ષાબંધનનો પર્વ આવે તે પહેલા મહિના બેમહિના અગાઉ સુંદર ડીઝાઇનની રંગ બેરંગી જુદી જુદી રાખડીઓ બઝારમાં વેચાય છે.

બ્રાહ્મણો આ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલે છે. ગાયત્રી માતાનું પૂજન કરે છે ને સૂર્ય ઉપાસના કરે છે.
માછીમાર ઢીમર કોમના લોકો ધંધા માટે તેમની નાવને શણગારીને દરિયામા વહાણવટાથી પરદેશ જવા રવાના થાય છે . આ દિવસને તેઓ ઘણો શુકનવંતો ગણે છે.

મહાભારતનો યાદગાર અને અતિ અદ્દભૂત પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ. શ્રી કૃષ્ણ દ્રૌપદીને પોતાની બેન માનતા હતા. જયારે દુષ્ટ  દુ:ષાશન ભરી સભામાં દ્રૌપદીને બળપૂર્વક ખેંચી લાવ્યો અને હારેલા પાંડવોની પત્ની ગણી તેનું પહેરેલુ ચીર — વસ્ત્ર ખેંચવા લાગ્યો ત્યારે નિ:સહાય દ્રૌપદી શ્રી કૃષ્ણને પોકારવા લાગી, હે કૃષ્ણ!! મારી લાજ બચાવો, હું એક અબળા નિ:સહાય છું ત્યારે શ્રી કૃષ્ણએ બેન દ્રૌપદીના અદ્દદૃશ્ય ને  અદ્દભૂત  રીતે ૯૯૯ ચીર પૂર્યા. દુ:ષાશન વસ્ત્રો ખેંચીને થાક્યો અને પસીને રેબઝેબ થઇ ગયો. આ પ્રસંગ ભાઈ અને બેનના નિ:સ્વાર્થ સ્નેહનું ભવ્ય ઉદાહરણ છે.   

 

 

12-રક્ષાબંધન

ભારતની આ ભવ્ય ભૂમિનો ભાવ ભર્યો તહેવાર
ભાઈબેન નિ:સ્વાર્થ સ્નેહથી ઉજવે આ પર્વ રસાળ
રંગબેરંગી હીરા મોતી રેશમની રક્ષા ભાઈને બાંધે હાથ
બંને પ્રાર્થે એકબીજાનો સુખી રહે સ્નેહભર્યો સંસાર
સુખદુ:ખના સમયે જીવનમાં એકમેકની રાખે સૌ સંભાળ
જીવન ચક્ર સદાયે ફરતુ છતાંય અખંડ પ્રેમ રહે સ્નેહાળ
કુદરતનો ક્રમ ચાલે જગમાં ચડતી પડતી સદા બદલાય
એકબીજાના હેત હૈયામાં સદાય જીવન  ભર ઘૂંટાય
લોહીની સગાઇ ભાઈ બેનના રગરગમાં રહેશે છવાઈ
અપૂર્વ સ્નેહ સ્પંદન હૈયે અવિરત મહિમા રહેશે સ્થાઈ

મહાભારતમાં બેનદ્રૌપદીએ શ્રીકૃષ્ણની લોહી નીતરતી આંગળીએ
પાલવ ફાડીને પાટો બાંધ્યો સ્નેહથી શ્રી કૃષ્ણની આંગળીએ
જ્યાં અષ્ટ પટરાણીઓ દોડી મહેલમાં લેવા ચિંદરડી પાટા માટે
જયારે ભરી સભામાં દુષ્ટ દુ:શાસને ચીર ખેંચ્યા ભાભી દ્રૌપદીના
આર્તનાદ સુણી શ્રી કૃષ્ણએ પૂર્યા ૯૯૯ ચીર રોતી બેન દૌપદીના
સ્નેહાંકિત સગાઇ બેન ભાઈની ચિરંજીવ રહેશે યુગ યુગ આ જગમાં

પદમાબેન કનુભાઈ શાહ

*******************************************************************************************

11-મિત્રો
પદ્માબેને  સુંદર  કવિતા મોકલી છે . દીકરીની કવિતામાં માત્ર મોરો કે પદ્મામાસીની ભાવના  નથી  આ કવિતામાં  દેરેક માં  નો અહેસાસ છે.. તો માણો અને તમારા વિચાર પણ દર્શાવો .

મારી  વ્હાલી  દીકરી

મારા જીવન બાગનું સુંદર ફૂલ ,  સુવાસિત સુગંધે શોભે અમૂલ
ડાહી સુશીલ આનંદી પ્રવિણ,  કોમળ કળી શી નિરખું નિશદિન
ઓ! વ્હાલી દીકરી મારી,  હું ચાહું કુશળતા તારી
સાંભળે સ્મરણોની હારમાળા, ભીંજે હૃદય ને શ્વાસ હુંફાળા
છે નાના નાના એના હાથ, સંપીને રહેતી સૌની સાથ
શ્યામ વરણ તેજીલી આંખ, ગૌરવવંતુ નમણું નાક
ધનુષ્ય જેવા ઘાટીલા હોઠ, વિવેક વાણી વખાણે લોક
એને ગમતા નાના બાળ, ભાઈની લેતી પ્રેમે સંભાળ
કાળી કીકીઓથી શોભે એ, ફૂડકપટ ના રાખે એ
ગરબા ઘુમવા ખૂબ ગમતા, તક મળતા હોંશે ઝીલતા

દાદ દાદીની લાડકડી, વડીલોની  શિખામણ સાંભળતી
ખામોશીમાં જોતી ગુણ, નવ બોલ્યામાં માને નવગુણ
સેવા સુશ્રુષા છે એની કળા, સઘળા જન પર એને દયા
સંતોષ મોટો છે એનો ધર્મ, જોયો એમાં જીવનનો મર્મ
કળાથી શોભે એનું ઘર, સાસરિયા કરતા એની કદર
સમાઈ શ્વસુર પરિવારમાં એ, દૂધમાં સાકર ભળેતેમ રહે
કરમાં કંકણ ને બિંદી ભાલે, ચુંદડી પહેરી એ  હોંશે ચાલે
ઉપકારો ના કદીયે ભૂલતી,સ્વજનોના કામ દિલથી કરતી

ચૈત્રી સુદ એકમ હું કરું યાદ, જન્મદિનના હાર્દિક આશીર્વાદ

  પદ્માબેન કનુભાઈ શાહ

———-888888888888888888888888888888888888888888888888888——-

ગુજરાત રાજ્યના  સ્થાપના દિનની ઉજવણી  ૧લિ મેં ના રોજ રાજ્યભરમાં ઉજવવામાં આવે છે.એટલે આમ તો મેં મહિનો ગુજરાત રાજ્યનો ગણાય આપ સહુ  જાણો તેમ  આ સ્થાપના દિનની ઉજવણી નો   હેતુ ગુજરાતની અસ્મિતાને જાળવાનો છે …તો   મિત્રો   જન્મભૂમિના ગુણગાન ગાવા માટે તારીખ થોડી જોવાયતો પદ્મામાસીનું ગુજરાતની ગરિમા દર્શાવતું કાવ્ય માણીએ..જય જન્મભૂમી ગુજરાત….

10-જય જન્મભૂમી ગુજરાત


જય ગાવુ યશ ગાથા, જન્મભૂમી સુવર્ણ મય માં ગુજરાત
શત શત નમન કરૂં તુજને, કુમ કુમ વરણું મધુર પ્રભાત
જય જય મહિમાવંતી યશવંતી, જન્મભૂમી માં  ગુજરાત
ગુજરાતી મારી મીઠી ભાષા, જન્મભૂમીનું  ૠણ અપાર

લીલાછમ ખેતર હળીયારા, છલકે  અન્ન તણા ભંડાર
ફળફૂલથી શોભે  ધરતીમાં, તુજ કૃપા સદા અપરંપાર
ઉત્તમ ખેતી રૂ તેલીબીયા, ધરતીમા ખોબલે ભરી દેતી દાન
ગુજરતી કવિઓએ ગાયા, ગૌરવશાળી  ભૂમિના યશગાન

ધર્મ તણા કોઈ ભેદ નહિ, સૌ જન સંપે સમતાથી રહેનાર
મંદિર મસ્જીદ ચર્ચ ગુરુદ્વારા, સૌના તહેવાર આનંદે ઉજવાય
ધૂપદિપને ધામધૂમથી ગણેશ પૂજનઅર્ચન ભક્તિભાવે થાય
દિવાળી અને ક્રિસ્ટમસ સઘળે અતિ ઉલ્લાસથી  ઉજવાય

નદી સાબરમતી, તાપી, નર્મદા, અતૂટ જળરાશી સૌને સંપત્તિ દેનાર
કાંકરિયાની ભવ્યતા સુંદર લાગે સૌને, બાલવાટિકા  મનોહર સોહાય
ઈસરો સંસ્થા ઝળકે જગમાં,અવકાશના નવા નવા  શંસોધન શોધાય
ઝુલતા મિનારા,હઠીસિંગના જૈન દેરાસરની કારીગીરી પ્રાચીન ગણાય

સુરત નગરી કલાકારીગરી, હીરા મોતી સુવર્ણ ઘરેણા માટે પંકાય
પાવાગઢના શિખરે માં કાલિકા, મહાદેવી જગત જનની સાક્ષાત
નળસરોવર જોવા તલસે સૌ, જ્યાં જગના પંખીડા કિલ્લોલ કરતા
માનવ મેળો ભેળો થાતો, રંગ બેરંગી પક્ષીઓનો કલરવ સુણવા

પાટણની પ્રભુતા અનેરી, ભાતભાતના પચરંગી પટોળા વખણાય
સાબરમતી આશ્રમ અણમુલો, ગાંધીજી, કસ્તુરબાના ચરણ પૂજાય
વૈષ્ણવ કવિ નરસિંહ ને નર્મદની  કર્મભૂમિ ગુંજન કરતી ગુજરાત
ગિરનારના ઉંચા શિખરોમાં ગુરૂ દત્તાત્રય ને ઋષિ મુનીઓનો વાસ

દલપતરામ ને ગોવર્ધનરામ ગુર્જર સાહિત્ય જગતમાં અચળ છે આજ
દાંડી કૂચ અને ધરાસણાના, બલિદાન શહિદોના કદીયે ના વિસરાય
નિઃશસ્ત્ર વળી નિર્દોષ આઝાદીના લડવૈયાના શિષ હતા વઢાયા જ્યાં
સ્વાતંત્ર્ય સેનાનીના  અમૂલ્ય   બલિદાનો દેશ ભક્તિથી દેવાયા ત્યાં

આઝાદીની મશાલ લઇ કાંધે વીર જવાનની હાકલ સૌએ ઝીલી
આંદોલનમાં માં બહેનો વિરાંગના થઇ અનન્ય  જુસ્સાથી  ઝઝૂમી
વલ્લભભાઈ સરદારની વીરતા, નીડરતાની   ગાથા કરતા  યાદ
ધન્ય ધન્ય મારી વીર જન્મભૂમિ, ધન્ય ધન્ય ભવ્ય માં  ગુજરાત

પદ્માબેન કનુભાઈ શાહ .

9-“મધર્સ ડે”ના   માતૃ  વંદન

શત  શત વંદન મા તવ ચરણે,  ૠણ  કદીના  ભૂલુ રે
બાળપણના મધુરા સ્મરણો, ઉપકાર અગણિત તારા રે
ભીનેથી સુકે સુવાડી, ચૂમીઓ લઈ મા તુ  હરખાતી રે
હૂંફ ભરેલા જનની  તુજ ખોળે, જતન  મધુરા પામી રે

અમૃતમય  પયપાન  કરાવી,  પારણીએ પોઢાડી રે
મૃદુ કુસુમવત હૈયે ચાંપી,મીઠા હાલરડા તુ ગાતી રે
પાપા પગલી ભરતા શીખવી, ઝાલ્યો મારો હાથ રે
રક્ષણ કીધા શિક્ષણ દીધા, ચિંધ્યા માર્ગ અમૂલા રે

મા તુ  સઘળાને  જમાડી, ભક્તિ કરી તું જમતી રે
ગાય પીપળો પૂજન અર્ચન, ઉપવાસ ઘણા કરતી રે
બીમાર વડીલોને જમાડી, તુલસીને જળ ના ભૂલતીરે
દયા પરોપકાર તારી રગ રગમાં, નિંદા તુ નવ સૂણતી રે

જનનીમા  અને  સાસુમા, સૌ  માતાને  મારા વંદન રે
ધરતીમા ને  ભારતમા, શત શત વંદન તુજ ચરણે રે

પદ્માબેન કનુભાઈ શાહ..

*************************************************************************

મિત્રો

8-ભારતની સન્નારી માટે  એક કવિતા

મિત્રો

નારીત્વનો મહિમા વધારતી એક સન્નારીની    કવિતા લાવી છું . નારી દરેક મનુષ્ય ના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે ..કયારેક માતા તો બ્હેન કે દીકરી પરન્તું  માસી તો નારીના એક નોખા સ્વરૂપને શબ્દોમાં સર્જીને લાવ્યા છે. અને એક ખાસ વાત એ છે કે આ સ્ત્રીના અવતાર માત્ર કવિની કલ્પના નથી પરન્તું વાસ્તવિક જીવન માં જોયેલા નારીના રૂપ છે .  તમે બધાએ આ ભજન સાંભળયું  હશે  હું સાવ નાની હતી ત્યારથી એક ભજન સાંભળતી આવી છું. ”મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, રે મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….”. બસ  ત્યારે  માસી આજ વાતને કવિતામાં  સરસ રીતે  ગુંથીને લાવ્યા છે.   એમની  કવિતા  આપણા મનમાં પ્રેમ, સન્માન, વીરતા અને ગૌરવ  જેવા સંખ્યાબંધ ભાવો જગાડે છે. તો મિત્રો માણો આ કવિતા

8-ઓ ભારતની સન્નારી

ઓ ભારતની સન્નારી, તારી શક્તિ જગમાં ન્યારી
તારા જીવનની બલિહારી, હું જાઉં વારી  વારી    …..   ઓ ભારતની સન્નારી

સેવા સૂશ્રુષા સંસ્કાર ધર્યા તે, સૃષ્ટિની સર્જન હારી
સ્નેહ સંપ સહનશીલતા ધારી, પુરૂષ સમોવડી નારી  …  ઓ ભારતની સન્નારી

તું લક્ષ્મી ને સરસ્વતી તું, મહાકાલી દૈત્યોને હણનારી
બ્રહ્મા વિષ્ણુ શિવ પૂજે તુજને, શ્રધ્ધાથી  ઓ માં ત્રિપુરારી
હું જાઉં વારી વારી      ….  ઓ ભારતની સન્નારી

લક્ષ્મીબાઈ લડી સંગ્રામે, ઝાંસીની વીર  મહારાણી
કેડે બાંધી બાળ પુત્રને, દીધા અંગ્રેજો  ને હંફાવી
હાલરડા ગાયા જીજાબાઇએ, શિવાને પારણીયે પોઢાડી
પિયુષ પાયા શૂરવીરતાના, મોગલ સલ્તનત ડોલાવી
વીરતા પર જાઉં વારી,  …  ઓ ભારતની સન્નારી

ગાંધી કસ્તુરબા ને ઇન્દિરા, હતા બંને સાહસિક નારી
ચારે દિશાએ સદાયે ગુંજે, સ્ત્રી શક્તિની મહિમા ભારી
ક્ષમા સેવા સહનશીલતાથી  સુખડ સમ મહેંકે શક્તિ તારી
વિશ્વે કર્યા સન્માન નારીના, આ વાતો ન્યારી ન્યારી
હું જાઉં વારી વારી,  ……  ઓ ભારતની સન્નારી

દયાળુ મધર ટેરેસા જગમાં, જીવનભર સેવા વ્રત ધારી
બિમાર ગરીબ વૃદ્ધો અનાથને, નવજીવન આશ્રય દેનારી
અજર અમર રહેશે ધરતી પર, દયાની ધારા અવિરત ભારી
ડોક્ટર પ્રોફેસર એસ્ટ્રોનોટ થઇ, ચંદ્ર પર પહોંચી નારી
વીરતા પર જાઉં વારી ……  ઓ ભારતની સન્નારી

માતા પત્ની પુત્રીથી હરિયાળી, સુખી આ સંસાર વાડી
હું જાઉં તુજ પર વારી વારી, તારા જીવનની બલિહારી
ઓ ભારતની સન્નારી  …. ઓ ભારતની સન્નારી

પદ્માબેન કનુભાઈ શાહ…

************************************************************

Painting of Mahavira (small painting, Rajastha...

Image via Wikipedia

7-જય જીનેન્દ્ર

મહવીરજયંતી આવી રહી છે . તો મહાવીર જયંતી ઉજવાતા પહેલા ચાલો સમજી લઈએ.

શા માટે ઉજવવી જોઈએ ?

એક સુંદર લેખની સાથે પદ્મામાસી ની કવિતા પણ રજુ કરું છું . જે આપણને બધાને  રોજના ધમાલિયા જીવન માંથી નવી દ્રષ્ટી આપશે .અહીં  મહાવીર પ્રભુના ઉપદેશ સાથે સિદ્ધાંત ની વાત  ને લેખક અને કવયિત્રી સુંદર રીતે આલેખી છે .

મહાવીર સ્વામી, મહાવીર સ્વામી
મહા મંત્ર, મહા વ્રત મુજને દેજોરે .
મનુષ્ય દેહ ધરી આ જગમાં
હું  જીવતરની  કેડી  કંડારું   રે ..
સત્ય અહિંષા સમતા સ્થિરતા
ને કરુણા ઉતારું  હૈયા માહી  રે ..
ક્ષમા,   શ્રદ્ધાના  સ્ત્રોત  વહાવો
મારા ચંચળ  મનડા  માહીં    રે..
ચિંતન, મનન, સ્મરણ ને સદ્દગુણ
ઝરણાં  મુજ  ઉરમાં  પ્રગટાવો રે ..
મહાવીર સ્વામી આપ વિતરાગી,
હું  અનુરાગી મુજને  પાર ઉતારો  રે …
મહાવ્રત યાચું,  અપરિગ્રહ સ્થાપુ ,
મારા અંતરમાં દયા,પરોપકાર આપો રે ..
કર્મોના પરિણામની આસક્તિમાંથી
કરતા  ભાવ  પ્રભુ    છોડાવો     રે …
મહાવીર સ્વામી, મહાવીર સ્વામી

પ્રભુ  મુક્તિ  મુજને     આપો    રે….

પદ્માબેન કનુભાઈ શાહ .
કેલીફોર્નીયા

*************************************

6-હોળી

મિત્રો,
હોળી આવી રે .. હોળી-ધૂળેટીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રંગોના આ તહેવારને ઉત્સાહભેર ઉજવવા આપણાં સિનિયર્સ તૈયાર થઇ ગયા છે.. પદ્માંમાસી .. લાવ્યા છે હોળીના રંગ જે વાંચતાની સાથે   મનને પણ રંગી લે છે.. આમ જોવા જેઈએ તો માણસના જીવનમાં તહેવારો કેટલા મહત્વના છે જો એ જાણવું હોય તો ભારતની બહાર પરદેશમાં રહો એટલે આપોઆપ સમજાઇ જાય. … . હોળી  ભારતીય સંસ્કૃતિનો આઘ્યાત્મિક વારસો છે.હોળી-ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે માનવ-માનવ વચ્ચેના દિલોદિમાગના મિલન અને શુભકામનાઓનો તહેવાર….. માસી અમેરિકામાં શબ્દોથી હોળી નો અહેસાસ લાવ્યા છે.એમની કવિતા માં જીવનના અનેક રંગોની અનુભૂતિ છે.માસી કહે છે ..હોળી એટલે….રાધા કૃષ્ણ ,વ્રજ ,ભક્તિ, પ્રેમ ,આનંદ, ઉત્સાહ, ઉમંગ આ  વાતોને શબ્દોમાં એવી સુંદર રૂપે આવરી લીધી છે કે વાત ના કરો… જેમાં  છે…..પ્રેમની વાતોના નોંખા છે રંગ,
ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર.
હોળીના રંગે રંગાઈ જવાનું મન થાય એવું !
વૃંદાવન જવાનું મન થાય એવું !!

કવિતાને માણો…અને હા આપ સર્વેને હોળીની ખોબલો ભરીને..શુભેચ્છાઓ..

6-હોળી
હોળી આવીરે,  આવીરે  હોળી આવી રે
હોળી આવીરે,  ફાગણનો રંગ લાવી રે
હોળી આવીરે,   ઉરનો ઉમંગ લાવી રે
કેસરી  રંગ  કેસુડાનો  લઇ આવી રે
વ્રજની નરનારી રંગે  હોળી ખેલે રે
હૈયે ઉમંગ ભરી  પિચકારી  મારે રે
કેસરિયો રંગ ઘટ ઘટ વ્યાપ્યો  રે
ગોપ ગપી સાન ભાન ભુલ્યારે
પ્રભુ પ્રેમને હિંડોળે ઝૂલા ઝુલે રે
લાલ  બિંદી ચમકે મારે ભાલે રે
લાલ કંકણ રણકે  મારા હાથે રે
મારું જોબનિયું ખિલ્યું ફાગણ માહીરે
મારો નાવલિયો રંગે રમતો સાથ રે
રાધા માધવ એક દૂજે પર રંગ છાંટેરે
કેસર કસ્તુરી ભરી ભરી  પિચકારી છાંટેરે
હોળી આવીરે,  આવીરે  હોળી આવીરે
કેસરિયો રંગ માણ્યો ભક્ત નરસિંહે રે
જેણે ભક્તિ રસના પ્રેમે પિયુષ પીધારે
ઉષાનો રંગ ભાળું, સંધ્યાનો રંગ ભાળું
હું તો ઉગતા સુરજના સાત રંગ ભાળુંરે
રાધેશ્યામનું રંગીલું સ્વરૂપ નજરે ભાળ્યુંરે
હોળી આવીરે,  હૈયે ઉમંગ રંગ લાવીરે

પદ્માબેન કનુભાઈ શાહ
8888888888888888888888888888888888888888888888888888888888888888888888mmm

માર્ચ મહિનો  એટલે પ્રકૃતિ નો મહિનો … થોડા વખત પહેલા મેં હેમંતભાઈ ઉપાધ્યાય ની પ્રકૃતિ ની કવિતા મૂકી હતી .. જે તમે માણી હશે .. આજે  પદ્મામાસીની મનને ગમી જાય તેવી એક પ્રકૃતિ પર ની સુંદર રચના લાવી છું. પરમાત્માને અનુભવવાનો સહુથી સરળ માર્ગ છે પ્રકૃતિ.આમ જોવા જઈએ તો પરમાત્માની પ્રતિનિધિ  પ્રકૃતિ છે. કુદરતના આનંદને અનુભવશો તો પરમાત્મા પોતે આપને અનુભવવા લાગશે….આપણા પર્યાવરણ દોષે આપણને પ્રકૃતિથી દૂર કર્યા છે. પ્રકૃતિ સાથે જોડાવાનો અર્થ છે..પોતાના અસ્તિત્વમાંથી અહંકારને દૂર કરવો. આપણે બુદ્ધિ અને અહંકારથી એટલા સરભર બની ગયા છીએ કે પરમાત્મા માટે કોઇ જગ્યા જ નથી બચાવી. પરંતુ માસીની કવિતામાં તમે પ્રકૃતિને માણી શકશો …. પ્રભુએ કરેલા દિવ્ય સર્જનનું  દર્શન કવિતામાં કરાવ્યું છે..

5


પ્રકૃતિ છે વિશ્વમાં પ્રભુનું દિવ્ય દર્શન
આકાશ અને ધરતી ,દેવોનું ભવ્ય સર્જન
સૂર્ય ચંદ્ર તારા , વ્યોમે કરે છે નર્તન
વાયુ જલ પ્રકાશથી, આ ધરતીલાગે ઉપવન .
વૃક્ષ વેલ પર ફળફૂલ ધાન્ય ધરા પર પાકે,
લીલોતરીથી  ધરતી ફળદ્રુપ થઈને શોભે.
ગ્રાન્ડ કેનિયન,લુરે કેવરન્સ ને નાયગરા ફોલ્સ ,
પ્રકૃતિએ આપેલા  સૌંદર્ય અતિ અણમોલ
સુંદર દ્રશ્ય કૈલાસ અને માનસરોવર ,
માનવને પ્રભુએ, બક્ષ્યું સ્વર્ગ આ ધરતી પર .
રંગબેરંગી પતંગિયાને કીટ ભ્રમરનો ગુંજરવ ,
જાત જાતના પંખીડાઓ કરતા મધુરો  કલરવ .
મેના પોપટ મોરને  કોયલના ટહુકા મીઠા ,
પંચરંગી સુંદર રંગોને મોરપિચ્છમાં  દીઠા .
ઊંટ ઘોડા ગાય ભેંશ ,બકરા અને ઘેટા
માનવ માત્ર ના સુખ માટે પ્રભુએ પ્રેમે દીધા .

મિત્રો અહી કવિતા એક  નવો વળાંક લે છે   . અહી શબ્દોના આટા પાટા છે . પ્રકૃતિ શબ્દોનો  અર્થ  નવી રીતે કવિતામાં વર્ણવ્યો છે ..પ્રકૃતિનો બીજો અર્થ  એટલે   .સ્વાભાવિક ગુણ…પાંચ ભૂત, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકૃતિ.. સરળ ભાષામાં મનનું બંધારણ.માનવી ના ગુણોની વાત કવિતામાં આલેખી છે . તેમજ વેદમાં કરેલ  વર્ણન – મૂર્ત, અમૂર્ત, સાકાર, નિરાકાર બધું તેશબ્દનો અર્થ પ્રકૃતિ થાય છે. …….ટુકમાં ………માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં કવિતાના બીજા ભાગમાં રજુ કરી છે અને અંતમાં  પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે. એ વાતની પ્રતીતિ  એમની શુભ ભાવના થી કરાવી છે ..
કાળા ગોરાને ઘઉં વર્ણા છે માનવ .
તામસિક ,રાજસિક અને સાત્વિક ગુણસભર .
દેવ દાનવ અને માનવ સૌના જુદાજુદા વર્તન
કર્મ છે સૌના જુદાજુદા વેદ કરે છે  વર્ણન.
બલૂન હેલીકોપ્ટર  વિમાન અને ટ્રૈઈન
આ સઘળી વસ્તુઓ છે માનવ બુદ્ધિની દેન .
ઈર્ષા કપટ અભિમાનને બુરો મનનો ક્રોધ .
માનવનાં અંતરમાં રહેતા દુર્ગુણભર્યા દોષ .
સંતો દેતા અહર્નિશ શિક્ષાનાં સાચા બોલ .
હૈયે ઉતારી આચરણમાં નિર્મળ મનથી તોલ
સૌ માનવનાં મુખ પર રહો અખંડસ્મિત ,
જગમાં રહે સઘળે સુખ સમૃદ્ધિ ને શાંતચિત્ત .
દરેક પામે અન્ન વસ્ત્ર અને રહેવા સહુનેસદન
વિશ્વેશ્વર હું કરું સદા ઉત્કર્ષ માટે નમન

પદ્માબેન કનુભાઈ શાહ

*************************************************************************

મિત્રો,
પદ્મામાસીનો પરિચય એમની ગુજરાતી ભાષાનો પ્રેમ છે .એમના સબ્દોમાં કહુતો “હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ.કવિતા મારી ગુજરાતી પણાની  ઓંળખ અને ગૌરવ છે ..એમની કવિતામાં  મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.એમની ભાવનાઓ જ્યારે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે સર્જાય છે કવિતા .આજની એમની દિવાળી વિશેની કવિતા વાંચ્યા પછી  તમે પણ આવુજ અનુભવશો …….સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. ..
4-દિવાળી

દિવાળીની  દિપાવલી,  પ્રકાશ  પ્રસારતી  આવી
ઉમંગ  ને  ઉત્સાહથી,  શમણા ભાવિક  જનોમાં લાવી

ધન્ન્ધાના સરવૈયા માટે,    નવા ચોપડા લાવી
નાના મોટા સૌ જનમાં, નવચેતન લઈને આવી

અન્નફૂટના થાળ સજાવી,    ગૃહિણી મંદિરે લઇ આવી
ભક્તિ ભાવથી મિઠાઈ મેવા,   શ્રીજી ચરણે પધરાવી

હર્ષઘેલા કિશોર કિશોરીઓ, રંગોળી વિવિધ લાવ્યા સજાવી
ઝગમગ ઝગમગ દિવાડીઓ શોભે,   અંતરને અજવારી

લક્ષ્મી પૂજન ને શારદા પૂજન,   શુભ મુહુર્તમાં થાતા
ભાઈ બીજના મીઠા ભોજન,   ભાઈ બેન સાથે જમતા

ઘારી ઘૂઘરા ઘેબર મઠડી,    મિષ્ટાન સ્વાદમય  બનતા
નવા વર્ષના સાલમુબારક, જૈશ્રીકૃષ્ણ  આનંદભેર કહેતા

માત પિતા ને વડીલોના,    આશિષ ઉમળકે સૌ લેતા
અભિનંદન અભિવાદન કરીને, શુભ શુકન અનુભવતા

પદ્માબેન કનુભાઈ શાહ

-મેરી ક્રિસ્ટમસ

મિત્રો ,
નાની હતી ત્યારે ક્રિસમસ  ની રાજા ક્યારે પડે તેની રાહ જોતી ..પરંતુ  આજે આટલા વર્ષે ક્રિસમસ કેમ અને શા માટે ઉજવાય તે ખરા અર્થમાં જાણીયું.પદ્માબેન ની કવિતામાં તમને ઉત્સવ કેમ ઉજવાય ,કેવી રીતે ઉજવાય ,શા માટે ઉજવાય એ બધા સવાલ ના જવાબ મળી જશે .આખા તેહાવારને એવો  શબ્દમાં વણી લીધો છે .કે તમે જેમ વાંચતા  જશો તેમ  તેમ ઉજવતા હશો એવું લાગશે ..
બે ઘડી તમે બાળક બની જજો પછી માણજો આ કવિતા ..

બાળક પૂછે દાદીને ..દાદી ક્રિસમસ કેમ ઉજવાય …
તો  સાંભળ બેટા ….

3-ક્રિસ્ટમસ

આ   જગતમાં  ખૂણે   ખૂણે ઝળકતી  ” ક્રિસ્ટમસ”   ઉજવાય
દાદા  “સાન્તાક્લોઝ”   મધ્ય  રાત્રીએ  રમકડા  મૂકી જાય
સોનેરી ચશ્મા શોભે,  ખભે  થેલો   ઉચકતા   ક્યાંક દેખાય
લાલ કપડામાં શોભે દાદા, શ્વેત દાઢી મૂછોમાં મલપતા જાય

લાલ ઝીણા બોરના શુકનવનતા લીલા વૃક્ષો આંગણીએ સોહાય
શાંતિ ચાહક સફેદ કબુતર,  શાંતિ દૂત અને સંદેશ વાહક ગણાય
‘પોન્સીઆના’ના  સુંદર પર્ણો,  ચોકલેટ કેન્ડી કેક પાઈ   વહેંચાય
રંગ બેરંગી ચળકતી માળા – તોરણ સુશોભનો ઘર ઘરમાં સોહાય

હીરામોતીની કિંમતી ચીજો, ઝળકે વૃક્ષો પર,સંગીત પણ સંભળાય
ઈલેક્ટ્રોનિક રમકડાની કરામત જોઈ નાનામોટા  સૌને અચરજ થાય

” માં મેરી ને પિતા જોસેફની ” પ્રાર્થનાઓ ભક્તિમય સમુહમાં યોજાય
દેવળમાં પણ ધર્મગુરુઓના સવાર સાંજ રોજ વ્યાખ્યાનો  યોજાય
‘વેટિકન’ શહેરમાં મુખ્ય દેવળમાં  અનુયાયીઓ ‘બેપ્ટાઇઝ’  થાય
સાચો સેવક ઇસુ ખ્રિસ્ત,પરોપકાર સેવામાં જનતાનો માનીતો થાય

દ્વેષીલા વિરોધીઓ સઘળા ભેગા થઈને ઇસુનો વધ કરવા પ્રેરાય
રૂઢી ચુસ્ત સૌ ધર્મગુરુઓ ભલા ઈસુને વધ સ્તંભ પર લઇ જાય
નિર્દોષ પવિત્ર મેરીના સપુત ઈસુને ક્રોસ પર ઘસડી જાય
રોતી કકળતી માં મેરી, ‘મારા ઈસુને બચાવો’  વિલાપ કરતી જાય

કાંટાળા મુગટમાં લટકતા ક્રોસ પર નિર્દોષ ઇસુ પર ખીલા જડાય
મેઘગર્જના  વિજળી સાથે મેહ વરસ્યા ત્યાંય ઈસુના રૂધિર મહી રેલાય
ગરીબ વૃદ્ધ રોગીયોના આંસુડા રેલાયા ત્યાં તો નવતર ચમત્કાર સર્જાય
રક્તપિત્ત ને કોઢિયા માનવ ચેતનવંતા નીરોગી થઇ ખુબ હરખાય

ઇસુ  ખ્રિસ્તનો જય કાર થયો  ,   હવે ઇસુ જગમાં મહામાનવ કહેવાય

આથી

સારા વિશ્વમાં  ક્રિસ્ટમસ  પર્વ ખૂબ ખૂબ  આનંદે ઉજવાય…..ખૂબ  આનંદે ઉજવાય

પદ્માબેન કનુભાઈ શાહ

2-વસંત

મિત્રો ,
વસંત – પ્રકૃતિનો નવો જન્મ.આખી પૃથ્વી જાણે
એક નવી નવેલી દુલ્હન..
પાનખર પછી વસંત આવે જ છે.. એ કુદરત નો ઇશારાને  સમજવાની વાત આજે પદ્મામાસી   કવિતામા    લાવ્યા છે .. માત્ર બાહરી વસંતની  વાત નથી  , પણ આપણી અંદરમાં વસતા  બારમાસી વસંત નો વસવાટ,   અહેસાસ ની વાત કહી  છે

લોકો વૃદ્ધત્વને પાનખર કહેતા હોય છે  જ્યરે માસી  ને આજે આ ૮૦ વર્ષ ની ઉંમરે પણ  પ્રેમ તથા શ્રદ્ધાથી સદા વાસંતી રહે..  અને એટલે જ કહે છે..
પળમાં વહી જાશે જો વસંત , જીવનનો આનંદ આપી .
ક્ષણ ભંગુર છે જીવન  મારૂ,  વસંત ના રંગમાં હું તો મહાલી

.
જિંદગી ની વર્તમાન પળને માણો.


2-વસંત

વસંત આવી,  ધરતી  પર રંગ  બેરંગી ફૂલડાં લાવી
પંખીડાનો કલરવ લાવી, ભ્રમરનો ગુંજારવ  લાવી
આંબે લીંબુ અને જાંબુ પર, સુગંધીત પુષ્પો લાવી
વૃક્ષ વેલ પર ખાટા મીઠા જાત જાતના ફળ લાવી

વરકન્યાના લગ્નની ઉત્તમ એક શુભ મોસમ આવી
માતપિતાના  સંતાનોના કરિયાવરની વેળા  લાવી


બેન્ડવાજા ઢોલત્રાંસા ને  લગ્ન ગીતની મોસમ આવી
માંડવો,   રોશની અને વરઘોડાની  સુંદરતા  લાવી.

પ્રભુતામાં પગલા ભરતા વરકન્યાની અભિલાષા લાવી
.
વસંત પંચમી’ સપ્તપદીના સંગમથી સુખી સંસાર લાવી

કુદરતના આ સંકેત ને સમજતા  મને વાર ન લાગી
વસંત ઋતુઓની રાણી,  હૈયામા વસંતની   ઓળખ લાવી.

કોણ ક્હે છે હું પાનખર છું ..હું  તો   સદા બહાર સોહાગી
ભીતર માં છે વસંત મારા , બસ એ  નવી  ઊર્મિઓ  લઇ ને હાલી

આ અણમોલ ઘડીને માણી,જાણી ને,હું વસંત પથ પર ચાલી .
મારે કરવા  જતન વસંતના, આજ  નિર્મળ મનથી હાલી.

પળમાં વહી જાશે જો વસંત , જીવનનો આનંદ આપી .
ક્ષણ ભંગુર છે જીવન  મારૂ,  વસંત ના રંગમાં હું તો મહાલી ..
પ્રભુ, હું તો સદાય વસંત ના રંગમાં મહાલી

પદ્માબેન કનુભાઈ શાહ

**************************************************************************

Posted on September 6, 2012

1-માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ- મધર ટેરેસાને -શ્રધાંજલિ

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ-એક આલ્બેનિયનમન કેથલિક નન
જેમના  ચરણોના પવિત્ર સ્પર્શથી ભારતની ભૂમિ ધન્ય થઈ ગઈ. અને જેના માટે ભારત જ એમની કર્મભૂમિ બની ગઈ
અને જે ભારત  આવીને જ બન્યાં..
મધર ટેરેસા”
(જન્મ: ઑગસ્ટ ૨૬, ૧૯૧૦ મૃત્યુ:સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ભારતીય નાગરિકત્વધરાવતાં એક આલ્બેનિયનમન કેથલિક નન હતાં.1950માં તેમણે ભારત ના કોલકતામાં ઠેકઠેકાણે ચેરીટી મિશનરીઝની સ્થાપ્ના કરી. સતત  45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરીઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
મધર ટેરેસાનું એક વાક્ય ઘણું બધું કહી જાય છે :
“ઈશ્વર આપણને બધાને ખૂબ મોટાં કામો કરવાનું કહેતો જ નથી. તે તો આપણને પ્રેમથી નાનાં નાનાં કામો પણ કરવાનું કહે છે.” મધર ટેરેસા કેથલિક ખ્રિસ્તી હતાં, પરંતુ તેમની ’નિર્મળ હૃદય’ સંસ્થામાં આવનારાં દુઃખિયારાં લોકો કયા ધર્મમાંથી આવે તે કદી પૂછવામાં આવતું નહીં અને તેથી જ તેઓ   આખા વિશ્વનાં ’મધર’ બની ગયાં.
પાંચ સપ્ટેમ્બર, ૧૯૯૭ના રોજ તેમનું નિધન થયું હતું.ત્યારે સમગ્ર વિશ્વે માં ગુમાવી હતી…
આ સૃષ્ટિ રડતી વિયોગથી, તું ક્યાં ચાલી ગઈ ઓ મા
તારી એંધાણી મા, હું  ક્યાં ક્યાં શોધું દશે દિશાઓમાં?
પદ્મામાસીએ એમની કવિતામાં માતા ના વિયોગને ખુબજ સુંદર રીતે આલેખ્યો છે.
ચાલો આજ તેમના  નિમિતે તેમના સદગુણો ને અપનાવી ખરા અર્થ માં તેને યાદ કરીએ.
મધર  ટેરેસા ઓ  મા, 
હે  જગની  મધર  ટેરેસા  મા
ભારતની ધરતીને નીજ ભોમ ગણીતી મા
રોમન  કેથોલિક  પંથની  ભેખ ધરીતી મા
નરસિંહનાવૈષ્ણવ  ધર્મની હરીજન હતી તું માતારામાં ત્રણ રૂપ સમાયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તુજમાં
સેવાના કાર્યો કરીને, વાત્સલ્યના ઝરણા રેલાવ્યા મા
કચરા પેટી મહીંથી શોધ્યા, ત્યજાયેલા શિશુઓ જન્મેલા
નમાયાની જનેતા થઈને, નવજીવન દીધા આ જગમાંભૂખ્યાઓને ભોજન દઈને,  કલ્પવૃક્ષનો કર્યો મહિમા
અક્ષયપાત્ર સદા છલકાયે, સેવાના ક્ષેત્રે તારા પગલે મા
ભાંગી તૂટેલા ઘણા  હૈયાને, તેં નવજીવન દીધા છે મા
તારો જયજયકાર કરું?  કે તારૂ હું  મંદિર બાંધુ  મા ?

આ સૃષ્ટિ રડતી વિયોગથી, તું ક્યાં ચાલી ગઈ ઓ મા
તારી એંધાણી મા, હું  ક્યાં ક્યાં શોધું દશે દિશાઓમાં?
આકાશે  નક્ષત્ર   ચંદ્ર  થઇ, શીતળતા વરસાવજે મા
સોનેરી નવ  ઉગતી ઉષામાં, આશાઓ  સિંચજે   મા

દરિદ્રનારાયણની સેવાનો, જગમાં સદા માર્ગ ચિંધજે મા
ઓ મધર ટેરેસા મા ……..  ઓ જગની મધર ટેરેસા મા

પદ્માબેન કનુભાઈ શાહ-  

”દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ” – મધર ટેરેસા
Advertisements

One Response to પદ્માબેન કનુભાઈ શાહ

  1. Dr. Dinesh O. Shah says:

    I am so deeply moved, impressed and most pleasantly surprised to read my eldest sister’s songs and poems in this blog or e-Journal. I have no words to express my happiness for her ability and achievement to bring the emotions out with power and energy similar to many famours or well known poets. Motiben, congratulations for your literary achievement and Goddess Saraswati’s gift of eloquance to you. I am most happy with your songs and poems! May God inspire to write many more such poems and songs,

    Dinesh O. Shah, Ph.D.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s