‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ

Rajesh Shah is with Rajul Kaushik and 10 others.

ગયી કાલે BETHAK -Gujarati Language and Literature Group Members એ Zoom વિડિઓ conference થી સૌ સભ્યોએ જગત કલ્યાણ ના ભાવ સાથે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના રજુ કરી. નાના બાળકોએ પણ online જોડાયી ને આ સદ્કાર્ય માં સાથ આપ્યો.
પ્રજ્ઞાબેન દાદભાવાલાના સંચાલનમાં, કલ્પનાબેન રઘુભાઈ અને મારા સાથ સહકાર થી અને સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓના અદભુત ઉત્સાહ અને ઉમંગ થી આ કાર્યક્રમ નું online આયોજન થયું…સૌ નો આભાર અને સૌ ને નવ દરિયા ભરીને અભિનંદન.-રાજેશ શાહ 


આજ ના સમયે ખાસ જરૂરી – આત્મ કલ્યાણ અર્થે સૌ એ વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના કરી.
આખી દુનિયા જ્યારે સૌ ના સ્વાસ્થ્ય માટે અને જિંદગી બચાવવા માટે ઝઝૂમી રહી છે ત્યારે માનસિક સમતોલન જાળવવું ખૂબ જરૂરી બની રહે છે…સૌ ઘર માં જ છે ત્યારે ભાષા સાહિત્ય ની પ્રવૃતિઓ video conference થી ચાલુ રહે, સૌ નું માનસિક સ્વાસ્થ્ય જળવાય અને Negative Vibrations ના ફેલાય તે માટે BETHAK ના નમ્ર પ્રયાસ ને સો તોપો ની સલામી….

આધુનિક ટેકનીકે આધુનિક વિશ્વને હકારાત્મકતા પણ આપી…આજના સમયમાં ટેકનોલોજીનો પ્રભાવ અને ઉપયોગ ઘણો વ્યાપક પણે થઈ રહ્યો છે. આધુનિક ટેકનોલોજીએ માનવજીવનને ઘણુ બદલવાની સાથે તેમનામાં રહેલી પ્રતિભાને શોધવામાં પણ મદદ કરી છે. “બેઠકે”સરસ, સફળ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને દરેક સભ્યોએ રસપૂર્વક ભાગ લઈને ઉત્સાહ વધાર્યો.જ્ઞાન સાથે ગમ્મત ‘બેઠક ‘માં જ હોય! ટૂંક માં આધુનિક સમસ્યાનો રંજ દૂર કરીને સહુએ મનોરંજન કર્યું ..ટેકનોલોજીના ઉપયોગે સીમાઓ દૂર કરી એલ.લે બોસ્ટન,ભારત એમ અલગ અલગ જગ્યાઓથી સોએ ભાગ લીધો.

આભાર રાજેશભાઈ ….એક અદ્ભુત સોશિયલ નેટવર્ક ..ટેકનોલોજી માનવીના જીવંત ધબકતા સંબંધ ને દર્શાવાનો અને અભિવ્યક્ત થવાનો મોકો આપ્યો .સૌની આ વૈશ્વિક ઉર્જા સમગ્ર જગતના સ્વાસ્થ્ય માટે કરેલી પ્રાર્થના ઈશ્વર જરૂર સ્વીકારશે. આ પ્રાર્થનામાં જોડાઈ બધાએ આપેલા સહકાર માટે બેઠક આભાર માને છે.

..

સૌની અંજલિ પ્રભુ સ્વીકારશે અને આપણને સૌ જગત કલ્યાણ ના નીમ્મિત બની આ પ્રાર્થના આગળ વધારીએ..અહી હાજર ન રહેલા બીજા અનેક મિત્રો નો પણ આભાર