ગમતાંને ગમતું કીધું છે… બીજે ક્યાંય નમતું દીધું છે…
– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે રજૂઆત
– વરણાગી બનીને સીનિયરો જોવા ઉમટયા… ‘થાવ થોડા વરણાગી’
(રાજેશ શાહ દ્વારા) બે એરિયા, તા. ૯
ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરતા ગરવા ગુજરાતી ભાષા- સાહિત્યપ્રેમીઓએ આજની બેઠકની સુનહરી સાંજે વરણાગીપણાને વહાલથી વધાવી લીધું હતું.
‘બેઠક’ના ફેબુ્રઆરી માસનો વિષય ખૂબ જ રસિક અને મનને આનંદિત કરે તેવો હોઈ સર્વે સિનિયર ભાઈઓ બહેનો ‘થાવ થોડા થોડા વરણાગી’ વિષયને માન આપીને તેને અનુરૃપ ગીત- ગઝલ વિચારોને લઈને ફેશનેબલ એટલે કે વરણાગી બનીને શુક્રવાર સાંજે ૨૭ ફેબુ્રઆરી- ૨૦૧૫ના રોજ ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરિયમમાં આવી પહોંચ્યા હતા.
આજના કાર્યક્રમના ખાસ મહેમાન જાણીતા સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ અને જાણીતા કવિ ગઝલકાર ડો. મહેશ રાવલ હતા.
કાર્યક્રમની શરુઆત રમેશભાઈ પટેલે ગણેશવંદનાના શ્લોકોથી કરી હતી. આજના કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાાબેન દાદભાવાલા અને કલ્પનાબેન રઘુભાઈ આજના ખાસ પધારેલા મહેમાનોને આવકારી તેઓનો પરિચય આપ્યો હતો.
જયશ્રીબેન મરચન્ટે ડો. મહેશભાઈ રાવલના ગઝલ સંગ્રહ ખરેખરનું વિમોચન કરતા ડો. મહેશભાઈ રાવલનો પરિચય આપ્યો હતો. અને ‘ખરેખર’ ગઝલસંગ્રહમાં કવિ- ગઝલકારે પોતાની કલાનો કસબ રજૂ કરી કેવી કમાલ કરી છે તેની રજૂઆત કરી છે.
ગમતાને ગમતું દીધું છે
બીજે કયાંય નમતું દીધું છે
તથા
મઝલ કાપીને બેઠો છું
મને માપીને બેઠો છું
ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું.
આવી સુંદર પંક્તિઓના સર્જક છેલ્લા ૩૭ વર્ષોથી ગઝલોની દુનિયામાં રચ્યા પચ્યા રહેનાર કવિ- ગઝલકાર ડો. મહેશભાઈ રાવલના ગઝલોના ગુલદસ્તા એવા ચોથા ‘ખરેખર’ ગઝલસંગ્રહ વિમોચનને સૌ ગુજરાતી ભાષાપ્રેમીઓએ તાલીઓથી વધાવી લીધો હતો. જાણીતા કવિ શાયર અમૃત ‘ઘાયલ’ના શહેર અને કૂળના જાણીતા ગાયક મનહર ઉધાસે જેમની ગઝલો ગાઈ છે તેવા ડો. મહેશ રાવલની કાઠિયાવાડી બરકટ બોલીમાં રચાયેલી તળપદી મીઠાશવાળી ગઝલોને સર્વે ગઝલપ્રેમીઓએ આવકારી છે અને મન મૂકીને માણી છે.
ગઝલ સંગ્રહના વિમોચન બાદ આજના વિષય ઃ ‘થાવ થોડા વરણાગી’ને અનુરૃપ જયશ્રીબેન શાહે ૧૯૪૮માં રજૂ થયેલ ગુણસુંદરી ફિલ્મનું જાણીતું ગીત ‘ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ સુંદર રીતે ગાઈને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું.
વરણાગી વિષય ઉપર પોતાની જીવનશૈલી અને વિચારોને વાચા આપવા એક પછી એક સર્જકો રજૂઆત કરવા આવતાં ગયા માધુરિકાબહેન, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, રાજેશભાઈ શાહ, જાગૃતિબેન, કુંતાબેન વસુબેન શેઠે વિષયને અનુરૃપ વરણાગી વેશભૂષા કરીને પ્રસંગને દીપાવ્યો હતો. વસુબેન શેઠે ખૂબ સુંદર શણગાર સજી લટકા મટકા સાથે પોતાના જીવનના રસિક પ્રસંગોની રજૂઆત કરી.
તેઓએ વરણાગીપણા વિશે કહેતા જણાવ્યું કે, ફેશને તેમને આત્મવિશ્વાસ અપાવ્યો છે. વિચારોમાં આવેલા વરણાગીપણાએ એમની સર્જનશક્તિ ખીલવી છે અને જીવનમાં આનંદનો સંચાર કર્યો છે. કલ્પનાબેને વરણાગીપણા વિષે કહેતા જણાવ્યું કે વરણાગીપણું એટલે માત્ર ફેશન જ નહી ંવરણાગીપણું એટલે પરિવર્તન પ્રસંગ અને સંજોગોને અનુરૃપ બદલાવ અને જીવનને માણવાનો અનોખો પ્રયાસ.
દર્શનાબેન, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, નિહારીકા બેન તથા સર્વે સર્જકોએ વરણાગીપણા અને આધુનિકતા વિષય ઉપર પોતપોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા.
આજના કાર્યક્રમનું રેડિયો પ્રસારણ માટે જાગૃતિબેન શાહ સાઉન્ડ સિસ્ટમ માટે દિલીપભાઈ શાહ, ફોટોગ્રાફી- રઘુભાઈ શાહે સુંદર સહકાર આપ્યો હતો.
Cell: (510) 449 8374.



US માં કેલિફોર્નિયા ખાતે મળેલી ‘‘બેઠક” માં હાશકારો” વિષયે ઉત્સાહભરી સંવેદના જગાડી : ૨ મહિનાથી બંધ બેઠક શરૂ થતા અને વાર્તાના પરિણામની જાહેરાત થતા ‘‘હાશકારો” વર્તાયો

- “બેઠક”નું આયોજન -પ્રજ્ઞા દાદભાવાળા.
બેઠકનું બળ– જયશ્રીબેન મર્ચન્ટ - વાર્તાસ્પર્ધાના નિર્ણાયક:જયશ્રીબેન મર્ચન્ટ, મનીષાબેન જોશી અતિથિ વિશેષ-સુરેશભાઈ પટેલ
*****************
“ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર કેલીફોર્નીયા ખાતે મળેલી ગુજરાતી “બેઠક” શુભેચ્છા થી વરસાદ સાથે છલકાણી..દિલની અંદર શુભેચ્છાના ભાવો જાગૃત થયા,વિચારો શુભેચ્છા બની શબ્દ્સ્વરૂપે ઝરમર વરસાદમાં ટપક્યા અને “બેઠક” લીલીછમ થઇ.
તારીખ 31મી ઓક્ટોબર ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ ખાતે મળેલી “બેઠક”માં “શુભેચ્છા” વિષય જાણે સંવેદના જગાડી.બેઠકની શરૂઆત સરસ્વતી વંદના કુંતાબેને ગાઈને કરી, જયશ્રીબેન મર્ચન્ટ નો કાર અકસ્માત થયો હોવા છતાં એમણે ફોન પર વાત કરી બધાને અભિનંદન પ્રેક્ષકોને આપ્યા તો બધાએ તેમની તબિયત માટે સ્વાસ્થય સારું રહે તેવી શુભેચ્છા પાઠવી. દિનેશભાઈ શાહએ ફ્લોરીડા થી બેઠકના દરેક સર્જકોને વધાવ્યા, તો કવિ કૃષ્ણ દવે એ પણ ફોન પર બધાને શુભેચ્છા આપી સાથે એમની જ કવિતાની બે પંક્તિ ઓ સંભળાવી ને પ્રેક્ષકોને ખુશ કરી દીધા..પ્રજ્ઞાબેને “બેઠકે માં ભાષા પ્રેમીઓએ લેખક, વાંચક, પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો એક નૂતન સંનિષ્ઠ પ્રયત્ન લોકોને ગુજરાતી ભાષાના પ્રેમ થકી કર્યો છે. પણ આજે ભાષા અને શબ્દો કરતા દરેક વ્યક્તિની અંદરની સંવેદનાએ બધાને વરસાદની મોસમમાં ભીજવી દીધા વધારમાં પૂરું બેઠકના ખાસ મહેમાન અરવિંદભાઈ દેસાઈ જે ભારત થી આવ્યા હતા તેમણે એક સુંદર વાત કહી કે મારી દીકરી જાગૃતિ અહી મારાથી ઘણી દુર છે પણ બેઠકમાં આવતી દરેક વ્યક્તિ માબાપની જેમ મારી દીકરીને શુભેચ્છા આપીને આગળ વધવાનું બળ આપો છો તે માટે મારી પાસે શબ્દો નથી , “શુભેચ્છા સહ” વિષય પર આજે બેઠકના દરેક વ્યક્તિ કૈક બોલ્યા, બેઠકમાં એક પછી એક રજૂઆત ખુબજ હૃદય સ્પર્શી રહી કોઈએ સ્વાનુભવ તો કોઈએ દ્રષ્ટાંત આપી શુભેચ્છા આપી.આમ માત્ર વિષય ન રહેતા લાગણીઓ જાણે વરસાદની જેમ વરસી ઉષાબેને આંશુથી શુભેચ્છા આપી .સૌથી મોટી વાત બધાએ રજૂઆત પોતાની માતૃભાષામાં કરી..આમ હૃદય માંથી સ્ફુરેલા શબ્દો થકી સૌએ શુભેચ્છા વિષય પર બોલી એક બીજાને શુભેચ્છા આપી….કલ્પનાબેને અંતમાં એક સુંદર વાત કહી કે”શુભેચ્છા સહ” કોઇ વાણી, વિચાર કે વસ્તુની આપ-લે થાય તો તમારૂં હ્રદય લીલુંછમ બની જાય છે. શુભેચ્છાનાં વરસાદમાં છત્રી ના જોઇએ. તેમાં પલળવાનું, ભીંજાવાનું મન થાય. તો ચાલો, આપણે સૌ એકબીજા માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવતા રહીએ . . રાજેશભાઈ એ એક ફૂલના ગુચ્છા નું દ્રષ્ટાંત આપીસુંદર વાત કરીકે કોઈ શુભેચ્છા આપે છે ત્યારે તે પ્રેરણાનું બળ બને છે.પ્રજ્ઞાબેને કહ્યું..જાગૃતિ કોઈ વિષય પર બોલતી નથી પણ બેઠકનું બળ છે.એજ શુભેચ્છા ભર્યો ફૂલનો ગુચ્છો જાણે .. જાગૃતિની પાવભાજી અને પ્રજ્ઞાબેન ની ફાડા લાપસી સાથે દર્શનાબેન ના ફળ થી લોકોએ દિવાળી અન્નકોટ જેટલો આનંદ મેળવ્યો અંતમાં એક સુંદર શ્લોકથી બેઠકની પુર્ણાહુતી કરી..
સર્વે ભવન્તુ સુખીન:, સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુ:ખમાપ્નુયાત્।
( food sponsor by Jagruti)
–
બે એરિયાના સાહિત્યકારોએ સુખની શોધ માટે મંથન કર્યું
– અંતે સૌ સુખને સાથે લઇ છૂટા પડયા
– સૌએ પોત-પોતાના સુખને શોધ્યું સર્વત્ર સુખ વર્તાયું; સુખ છલકાણું
(રાજેશ શાહ દ્વારા) બે એરિયા, તા. ૧૩
બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપી આપણા સૌની ગૌરવવંતી ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને નવી પેઢીને તેનો અમૂલ્ય વારસો આપવા ‘બેઠક’ બેનર હેઠળ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ જાન્યુઆરી, ૨૦૧૪થી શરૃ કરીને દર મહિને છેલ્લા શુક્રવારે ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થાય છે.
દર મહિને ગુજરાતી ભાષા – સાહિત્યને લગતો એક નવો જ વિચાર વિષય રૃપે નક્કી કરાય છે અને સૌ તેની બેઠકના કાર્યક્રમ વખતે રજૂઆત કરવા તૈયારીઓ શરૃ કરે છે.
બેઠકના સંનિષ્ઠ કાર્યકરો પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઇ તથા સહગુજરાતી ભાષાપ્રેમીઓએ લેખક, વાંચક, પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો એક નૂતન સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. બેઠકના સપ્ટેમ્બર મહિનાનો વિષય સુખ ઉપર સૌએ પોતપોતાના મૌલિક વિચારોની રજૂઆત કરવા ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થયા હતા. આજના સુખના વિષયને સૌ ભાષા રસિકોએ ખૂબ પ્રેમથી વધાવી લીધો હતો અને અનોખી રજૂઆત કરવા સૌ તત્પર થયા હતા. આજની બેઠકનું ખાસ આકર્ષણ બે એરિયાના સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ, પુસ્તક પરબના પ્રતાપભાઇ પંડયા, સંગીત અને સાહિત્યપ્રેમી મહેન્દ્રભાઇ મહેતા અને જાગૃતિબેન શાહ હતા.
બેઠકની શરૃઆતમાં કલ્પનાબેને સરસ્વતી વંદનાથી કરી હતી. ટેક્સાસથી ગુજરાતી સાહિત્ય સરિતા અને સહિયારું સર્જનના શ્રી વિજયભાઇ શાહે ફોન ઉપર કોન્ફરન્સ કોલ કરી સર્વે સાથે વાતો કરી. જયશ્રીબેન મરચન્ટે પોતાના સુખ ઉપર આગવા વિચારો રજૂ કરી ેબેઠકના સર્વે ભાષાપ્રેમીઓને આવા સુંદર કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા.
બે એરિયાના બેઠકના ભાષાપ્રેમીઓ કલ્પનાબેન રઘુભાઇએ, ૮૨ વર્ષે પણ સતત કાર્યશીલ રહેતા પ્રજ્ઞાાબેન, પી.કે. દાવડા, રાજેશ શાહ, કુન્તાબેન દિલીપભાઇએ, જયવંતીબેને, વસુબેન, સુબોધ ત્રિવેદી, દિનેશ પટેલ, પિનાકભાઇ દલાલે સુખ વિષય ઉપર સચોટ રજૂઆત કરી હતી.
આજની બેઠકમાં સૌ ભાષાપ્રેમીઓ ઉત્સાહ સાથે આવ્યા, સમગ્ર કાર્યક્રમનો અને સૌની રજૂઆતને પ્રેમપૂર્વક માણી સુખને સાથે લઇને છૂટા પડયા. અહીં સુખ વાંચન બનીને આવ્યું અને શુક્રવારની સાંજે બેઠકમાં સૌએ પોતપોતાના સુખને શોધ્યું અને મેળવ્યું. બધે સુખ અને સુખ વર્તાયું એમ કહો કે સુખ છલકાણું.
September-2014
બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ બોલાવેલી “બેઠક”માં
”સુખ”છલકાણું”
બેઠક” છવ્વીસ મી સપ્ટેમ્બર ના ઇન્ડિયા કોમુયુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે યોજાઈ.આ બેઠકનો વિષય હતો ”સુખ એટલે “આવા ગમતા વિષયને સર્જકોએ ખુબ વધાવ્યો.પ્રજ્ઞા દાદભવાળા એ બેઠકનું આયોજન કરી,રાજેશભાઈ શાહ તથા કલ્પનાબેન રઘુ શાહના સહકાર સાથે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું.શરુઆતમાં, બેઠકના આયોજક શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ સૌને કવિતા દ્વારા આવકાર આપ્યો હતો.
આ બેઠકનું ખાસ આકર્ષણ અને મહેમાન જયશ્રીબેન મર્ચન્ટ રહ્યા, તેમણે એક એક સર્જકની રજુઆતને બારીકાઈથી સાંભળી સચોટ અભિપ્રાય આપી પ્રોત્સાહિત કર્યા ,પ્રતભાઈ પંડ્યાએ પુસ્તક પરબને પુસ્તક આપી નીવ તો નાખી પરંતુ માત્ર દાતા ન રહેતા બેઠકનું બળ બની રહ્યા,સર્જકોને માત્ર વાંચવાનું નહિ પણ સર્જનાત્મક લખવાનું પ્રોત્સાહન આપ્યું ,તેમજ ટુચકાઓ થી વાતાવરણ ને હળવું રાખ્યું ,મહેન્દ્રભાઈ મહેતાએ બેઠકમાં હાજરી આપી અને અંત સુધી બેસી શાંતિથી સર્જકોને સાંભળ્યા અને વચ્ચે વચ્ચે દાદ આપી લેખકોને વખાણ્યા આ સાથે જયશ્રીબેને અને પ્રતાપભાઈ પંડ્યાએ મનુભાઈ પંચોલી “દર્શક” ની જન્મશતાબ્દી ની ઉજવણી બે એરિયામાં ઉજવાશે અને સહુ સાથે ઉજવશે એમ કહી સર્વે ગુજરાતી પ્રજાને લાભ લેવા આમંત્રણ આપ્યું ,આપણી ભાષા અને સાહિત્યનો આવો ઉત્તમ ઉત્સવ સહુ સાથે મળી ઉજવીએ તો જ લેખે ગણાય.આના અનુસંધાનમાં પ્રજ્ઞાબેને કહું મનુભાઈ પંચોળી ગુજરાતના એક સંસ્કૃતિ પુરુષ હતા,જેમના જીવનભરના કામ અને સાહિત્યએ દરેક ગુજરાતી નું સંસ્કાર સિંચન કર્યું છે અને ચિરંતન કરશે,આપ સહુ આ પ્રસંગે હાજરી આપી લાભ લઇ જ્ઞાન સાથે વૃદ્ધિ પામશો.
બેઠકની શરૂઆત સરસ્વતી વંદના કલ્પનાબેને ગાઈને કરી,વિજયભાઈ શાહે હુસ્ટન થી ફોન પર વાત કરી બધાને અભિનંદન આપ્યા,તો જયશ્રીબેને અને પ્રતાપભાઈ એ બેઠકના સર્જન કાર્યને નવાજ્યું ,કલ્પનાબેને સુખની ને પોતાના મૈલિક વિચારો દ્વારા બધાજ દર્ષ્ટિકોણથી સુખને રજુ કરતા,શાસ્વત આનંદ એજ સુખ છે, એમ કહી સુખ પીરસ્યું ,બ્યાસી વર્ષના પદ્મામાસીએ સુખના ઓડકાર સંતોષથી ખાધા,તો કુન્તાબેને સુખને છુટો પાડી પ્રકાર આપી વર્ણવ્યો ,દાવડા સાહેબે નાનીવાર્તા કહી સુખને સમજાવ્યું ,રાજેશભાઈએ સુખને કવિતામાં વર્ણયું,જયવંતીબેને સુખને ખુબ સુંદર ઉદારણ દ્વારા સમજાવી અને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. વસુબેને સુંદર પંક્તિઓ ગાઈ વાતાવરણ ને સંગીતમય બનાવ્યું. તો સુબોધભાઈ ત્રિવેદીએ શાહબુદ્દીન રાઠોડ ને યાદ કરી હાસ્યના દ્વારા સુખ પીરસ્યું ..દિનેશભાઈ પટેલે સચોટ રીતે લેખને રજુ કર્યો ,તો દિલીપભાઈની વાતમાં મૈલિકતા વર્તાણી ,પીનાકીનભાઈએ સુખને કર્મનું ફળ કહી સ્વીકાર્યું ,જયોત્સનાબેને શીઘ્ર કવિની જેમ ત્યાને ત્યાં લખીને રજૂઆત કરી,ઉર્મિલાબેને દુઃખને બેંકમાં મુકવાનું કહી સુખની ચાવી વહેંચી,સતીશભાઈ માં છુપાયેલી આવડત બહાર આવી,કોઈ પણ વ્યક્તિ લખવાનો સાચા હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ? આમ નવા લેખકોએ પહેલીવાર હિમત કરી ઉંબરા ઓળંગ્યા અને કલમ ઉપાડી અને પ્રેક્ષકોએ એમને તાળીઓથી વધાવ્યા,જયશ્રીબેન મર્ચન્ટે તેમની પોતાની લખેલી “સુખની વિલા ની વાર્તાની રજૂઆત કરી .પરંતુ કહેછે ને કે દુઃખ ના અનુભવ વગર સુખ નો અહેસાસ નથી થતો એ વાત વાર્તામાં પુરવાર થઇ.સમય આગળ વધતો હતો પણ બધા જ અંત સુધી માણતા હતા,રેડિયો જિંદગી વાળા જાગૃતિ બેને પોતાની હાજરી આપી, વડીલોના આશિર્વાદ લઇ સુખ મેળવ્યું અને “આવો મારી સાથેને” બદલે “હું તમારી જ સાથે” વાતને પુરવાર કરી પ્રેમને મુકતી ગઈ.નાસ્તાપાણી ની ઉજાણી ,ફોટા ,અભિવાદન સાથે સહુ છુટા પડ્યા,સાથે “પુસ્તક પરબના” પુસ્તકો હોંશે હોંશે ઘરે લઇ ગયા,સહુ સભ્યો ઉત્સાહ સાથે આવ્યા અને સુખને સાથે લઇ ગયા અહી સુખ વાંચન બનીને આવ્યું તો કોઈને રજુઆતમાં સુખ વરતાણું , આમ શુક્વારની સાંજે બેઠકમાં સૌએ પોતાના સુખને શોધ્યું અને મેળવ્યું,અંતે બધે સુખ અને સુખ વરતાણું .એમ કહો કે સુખ છલકાણું …
અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા
સર્જક મિત્રોને પણ ખુલ્લુ આમંત્રણ
આવતા મહિનાના વિષયો –
બેઠકનો વિષય છે ….“શુભેચ્છા સહ” ....
માણસમાણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા જ કરતો હોય છે…..વાર તહેવારે શુભકામનાઓ પાઠવામાં આવે છે ને ? કોઈ ને શુભેચ્છા પણ વ્યક્ત કરવા શું શું કરો છો ? …તો આ શુભેચ્છા છે શું.?…બસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send કરી મોકલો।….. pragnad@gmail .com
તો મિત્રો આપની રજૂઆત 450 શબ્દો સુધી કરશો. –રજૂઆત માં સમય મર્યાદા છે. જે હાજર ન રહે તે પોતાનો લેખ 500 અથવા વધુ શબ્દો લખી મોકલશે જે “શબ્દોનાસર્જન” પર મૂકી શકાશે,
ટાઈપ કરી pragnad@gmail.com મોકલી શકેછે
.https://shabdonusarjan.wordpress.com/

Bathak-june-2014
“આવો મારી સાથે” ગુજરાતી રેડીઓ સાથેના સૌજન્યથી “બેઠકે” પહેલીવાર ગુજરાતી karaoke યોજીને ગુજરાતી ગીતો ગાયા’
Bethak-May-2014
“ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર કેલીફોર્નીયા ખાતે મળેલી ગુજરાતી “બેઠક” એટલે ગુજરાતીભાષાનું જતન, સંવર્ધન અને વિકાસ
તારીખ 30મીમે ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે મળેલી બેઠકમાં પુસ્તક પરબના પાયો નાખનાર પ્રતાપભાઈ પંડ્યા હજારી આપી ઉત્સાહ વધાર્યો, કલ્પનાબેનની સરસ્વતી વંદના એ બેઠકની શુભ શરૂઆત કરી તો રાજેશભાઈ એ પ્રતાપભાઈ નો પરીચય આપતા કહું કે પ્રતાપભાઈનાપુસ્તક પરબના આ આભિયાનમાં આપણે સહુ સહભાગી છીએ,ગામે ગામ ફરીને પુસ્તક ના પરબ ખોલનાર પ્રતાભાઈપુસ્તકો અને પરબ અહી લઇ આવી અમેરિકામાં લોકોની ગુજરાતી વાંચનની ભૂખ સંતોષવા પુસ્તકો પુરા પાડ્યા છે ,પ્રતાપભાઈ એ બેઠકના સર્જકોને ઉત્સાહ અને માર્ગદર્શન આપતા કહું કે આપ સૌ બેઠકમાં ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ભાષા ના દીવાને જલતો રાખજો,સર્જન કાર્યના દીવો જલતો રાખવા,સારા પુસ્તકોના વાંચનથીલાભ જરૂર થશેઆપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા લેખક અને વાચક વચ્ચે કડી થવાનો સેતુ -પુસ્તકપરબ, છે વાંચો અને વાંનચાવો,મારો હેતુ લોકોને સારા સંસ્કારી સાહિત્ય સભર પુસ્તકો આપવાપુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા ,વાંચન ની સંવેદના ખીલવવાનો છેઅહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે તે પ્રસંન્સ્નીય છે ,ત્યારબાદ બેઠકનો વિષય કહેવત હોવાથી પ્રજ્ઞા દાદભાવાળાએ કહેવત એટલે કહેવાતી વાત થી શરૂઆત કરતા કહું ગુજરાતીમાં ગણ્યા ગણાય નહીં એટલાં ડહાપણવાક્યો અને નીતિસૂત્રોનો ખજાનો છે. કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે. કહેવત સચોટ રીતેવાત રજુ કરી જ્ઞાન આપે છે,અનુભવે કહેવત રચાય છે જે રોજીંદા જીવનમાં આપ સૌ વાપરો છે,દાદી કહેતા હશે ને માંએ સલાહ રૂપે ક્યારેક સમજાવતી હશે અને તમે તમારા બાળકોને પણ કહેતા હશો ,અને ત્યારબાદકલ્પનાબેને તેમની પહેલી રજૂઆત કરી ત્યારબાદ એક પછી એક સુંદર રજૂઆતે કહેવતથી બેઠકને ભરી દીધી,તો મહેશભાઈ અને દર્શના નાટકરણી એ કહેવતો ગઝલ અને કવિતા સ્વરૂપે રજુ કરી,જયાબેનની રજૂઆત વિષયને ખુબ અનુરૂપ રહી ,પદ્માબેન શાહે ધર્મ અને રાજકારણના દાખલા દઈ કહેવત સમજાવતા કહું માનવ સર્જિત કહેવતો ગોતવા જાવ તો તમારી આજુભાજુ ગમે ત્યાં મળશે।ભીખુભાઈએ સુરત ના જમણ ની વાતો ન કરતા કાશીના મરણ વિષે વાતો કરી,તો કુન્તાબેન ડુંગરા દુરથી રળીયામણા ની વાતો કરતા ઉમાશંકરની જેમ ડુંગરમાં ખોવાઈ ગયા ,રજૂઆત બધાની સારી રહી પછી દાવડા સાહેબ હોય કે હેમંતભાઈ ,બધાએ કહેવતોને માણી,તળપદી કહેવતોથી માંડીને ચાણક્ય વચનો જેવી કહેવત દેવીયાનીબેને એક પછી એક રજુ કરી લોકોને સ્તબ્ધ કરી દીધા, આપણી ભાષાના મૂળ સમાન આવક્યો કોઈ સામાન્ય વાક્ય નથી ,કેટલાય અનુભવ અને પેઢીનો નીચોડ છે કહેવતો સાથે રૂઢી પ્રયોગ આપણી ભાષાની સમૃધી સાથે મૂડી છે એમાં કોઈ શક નથી ,
,
25th april 2014
“ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર કેલીફોર્નીયા ખાતે મળેલી ગુજરાતી “બેઠક” એટલે ગુજરાતીભાષાની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ”
મિત્રો,
ગઈ કાલની બેઠક ઠંડા વહેતા પવન વાતાવરણમાં ડો.દિનેશ શાહ જેવા વડીલની હાજરીથી હુંફાળી રહી. શરૂઆત કનુભાઈ શાહ અને નારણજીભાઈ પટેલને વિદાય આપતી પ્રાર્થના સાથે થઇ સમાજને તેમની ખોટ વર્તાશે પણ સાથે બેઠકના સર્જકોને કનુભાઈ શાહની એક ગુરુ અને માર્ગદર્શક તરીકે ખોટ સાલસે.
બેઠકનું પહેલું પુસ્તક” તો સારું”માં કનુભાઈ શાહે જોડણીશુદ્ધિ માં સર્જકોને મદદ કરી હતી ,તેમની તબિયત સારી ન હોવા છતાં રાત્રે જાગીને પોતાનું કાર્ય કરતા,શાંત મૃદુભાષી,ચુપચાપ પોતાનું કાર્ય કરનાર .. સાદુ અને સંસ્કારી જીવન જીવનારા,કનુભાઈ નિડર, નિખાલસ અને નિ:સ્વાર્થી ગુજરાતી નાગરિક હતા.જોડણી શુદ્ધિ અને સાહિત્યમાં તેમની ઊંડી સૂઝ હતી,અને એટલેજ એક જમાનામાં ખુબ જાણીતા સમાચાર પત્ર જન્મભૂમી ,મુબઈસમાચાર,જેવા અનેક સમાચાર પત્રના પારંગત,પાવરધા ને કુશળ પત્રકાર પ્રતિનિધિ તરીકે રહી ચુક્યા હતા.
(તસ્વીર:કલ્પ્નારઘુ,ડો.દિનેશ શાહ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ,મહેશભાઈ રાવલ)
કલ્પ્નાબેની સરસ્વતી વંદના પછી ડો. દિનેશ શાહએ કનુભાઈ શાહ ને શ્રધાંજલિ આપતા કહું કે તેઓ માત્ર મારા બનેવી ન હતા પરંતુ એક પિતા સમાન વડીલ હતા જેમને હું મારી કવિતા દ્વારા શ્રધાંજલિ આપીશ,અન” વડલો પડી રે ગયો “.
બેઠકના સર્જકોને ઉત્સાહ અને માર્ગદર્શન આપતા કહું કે આપ સૌ બેઠકમાં ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ભાષા ના દીવાને જલતો રાખજો,સર્જન કાર્યના દીવો જલતો રાખવા ગુજરાતીમાં ડીગ્રી હોવી જરૂરી નથી!,ગુજરાતીમાં વિચારો હૃદયમાંથી આવવા જોઇએ અને એ સાદી ભાષામાં લખાવા જોઇએ. આપણો ગમે તે વ્યવસાય હોય, જીવનનાં અડાબીડ પણ આવે પરંતુ નાનામાં નાની વસ્તુ માંથી પ્રેરણા લઇ રોજ નો અમુક સમય સર્જનાત્મક લખાણ માટે રાખો, ગુજરાતી સાહિત્યમાંથી મને ઘણી પ્રેરણા મળી છે. અમુક પંક્તિ મને કંપાસ ની જેમ સદાય પ્રેરિત કરે છે,કવિ થવાના એમને કોડ નથી. એમને તો જે કંઇ સૂઝ્યું, જે કંઇ સ્ફૂર્યુ, એ બધું શબ્દબધ્ધ કર્યું. મારો પોતાનો એક છંદ છે, એટલે જ મેં છંદની પરવા નથી કરી. પરંતુ મહેશભાઈ રાવલે એ દર્શાવેલો માર્ગથી તમારી રચના દીપી ઉઠશે, દિનેશભાઈ નો પોતીકો લય છે, એટલે કવિતામાં લયબદ્ધ રહેવા કરતાં લાગણીબદ્ધ રહેવું વધારે પસંદ કયું છે. એમની રચનાઓ ભાવિક છે .આપ પણ છંદ ન લખી શકો તો સ્વાભાવિક સહજ લાગણી ને જરૂર પ્રગટ કરજો ,ગુજરાતી શબ્દની લગોલગ રહેવાનો આપનો પ્રયત્ન અને પુરુષાર્થ કરો છો એ મૂલ્યને હું અહીં બિરદાવું છું.” પ્રજ્ઞાબેન દાદભાવાળા એ” બેઠકની”શરૂઆત કરી દીવો પ્રગટાવ્યો છે અને આપ સૌ સર્જન કાર્યથી તેમાં તેલ સીંચો છો એ ખરેખર પ્રસંસનીય છે ,અને પછી તેમણે કોડીયા ઉપરની તેમની કવિતા રજુ કરી , સરળ અને સહજતાથી પ્રેક્ષકોને હસતા હસવતા સુંદર પ્રેરણા આપી ,ત્યારબાદ રજા લીધી બેઠકનો દોર આગળ વધારતા સર્જકોએ બેઠકનો મૂળ વિષય “પ્રસ્તાવના” પર પોતાની રજુઆત એક પછી એક કરી,જયવંતીબેન ,દર્શના નાટકરણી,પી.કે.દાવડા ,પદ્માબેન શાહ ,કલ્પના રઘુ ,રાજેશભાઈ શાહ,કુંતાબેન શાહ ,પોતાના થોડા અઘરા પડેલા વિષય ને પુરા પ્રયત્ન સાથે લખી રજુ કર્યો ,અહી સારું કે યોગ્ય લખાણ કરતા પ્રયત્ન ખુબ મહત્વનો હતો,એ સાથે બેઠક અને પુસ્તક પરબનો દરેકે પુસ્તક વાંચ્યાનો અને સર્જન કર્યાનો હેતુ સિદ્ધ થતો હતો,દિનેશભાઈએ કહું તેમ બેઠકમાં બધા કવિ કે લેખક થવાના કોડ સાથે નથી આવતા પરંતુ સહજતાથી નીકળતી અભિવ્યક્તિ ને રજુ કરે છે અને કૈક શીખવાની અને નવું કરવાની ભાવના છે.સાથે મતૃભાષા નો પ્રેમ,એક વાત પાકી છે કે અહી માતૃભાષા ના પ્રેમ સાથે હૃદયનો ધબકાર અને અનુભૂતિનાં સ્પંદનો છે,અને એટલેજ દેવિકાબેન જેવા દુરથી બેઠકના સર્જકોને પ્રેમથી ફોન દ્વારા પણ પ્રોત્સાહન આપે છે ,તો મહેશભાઈ પોતાની હાજરી અને સમય આપી ગઝલની સમજણ પૂરી પાડે છે ,બીજી તરફ પ્રક્ષકો સર્જકોને તાળીથી વધાવે છે અને જયશ્રીબેન શાહ જેવા સરસ જમાડી કામ આગળ ધપાવે છે ,દિલીપભાઈ શાહ જેવા પોતાના વણલખ્યા નિયમની જેમ માઈક લઇ હાજર થાય છે તો રઘુભાઈ લોકોના ફોટા અને વિડીયો પાડી સ્મિત યાદગાર બનાવે છે અને સમાચાર પત્રોમાં બેઠક વિષે રાજેશભાઈ શાહ અહેવાલ છાપી નાનકડી “બેઠક”નું કામ દર્શવી માતૃભાષાનું ઋણ ચુકવે છે, તો વિજયભાઈ શાહ હુસ્ટન થી હાજર ન રહેવા છતાં પ્રોત્સહનું બળ બની રહે છે,આમ” બેઠક”માં અમેરીકામાં ગુજરાતીભાષાની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ અને પ્રેમ વર્તાય છે.અહી આભાર ની ઔપચારિકતા કરતા ભાષાનું અને સાહિત્યનુ સહિયારું કાર્ય કરવાની ધગસ અને ઉત્સાહ દેખાય છે.
પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા (કેલીફોર્નીયા યુ. એસ. એ.)
વડલો મારો પડી રે ગયો
વંટોળ ફૂંકાયો અંધારી રાતે વડલો મુજ ગામનો પડી રે ગયો !
ઝૂલ્યો જે ઝૂલે જીવનભર હોંશે એ ઝુલણો મારો પડી રે ગયો !
વિજળી પડી આ આભથી શાને , મેહુલીઓ શાને વરસી રહયો?
વર્ષો થી ઉભેલો આ વડલો શાને આજ કુંપળ સમ કંપી રે રહયો?
જીવનભર જોયો મેં આ વડલો ડાળડાળથી જેની પરિચિત હતો
હિરામોતી સમ સ્મૃતિઓનો ખજાનો, આજ ધૂળમાં ભળી રે ગયો
થથરે સૌ પંખીડા ડાળે બેઠા, હંસલો કોક ઉડવા આતુર થયો
કાયાના પિંજર છોડી એ હંસલો આજે આભમાં ઉંચે ઉડી રે ગયો
નહિ ભૂલું તારો શીતળ છાયો વહેતો પવન ને ઝૂલતી પાંદડીઓ
નહિ જોવા મળે એ પ્રેમાળ વડલો આજે જમીન પર જે પડી રે ગયો
દિનેશ ઓ. શાહ
88888888888
– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે સાહિત્ય પ્રેમીઓ મળ્યા-રાજેશભાઈ શાહ
‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ‘અને ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’
– – ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરીયમમાં વિવિધ સંવેદનશીલ કૃતિઓની રજૂઆત થઈ
(રાજેશ શાહ દ્વારા)બે એરિયા, તા. ૧૪ 
બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા ગુજરાતી સાહિત્યપ્રેમીઓ ‘બેઠક’ના ઉપક્રમે દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતી ભાષા-સાહિત્યને સ્પર્શતો કોઈ વિષય લઈ તેના ઉપર પોતાના મૌલિક વિચારો રજૂ કરવા ઉમળકાભેર એકત્ર થાય છે. ખાસ ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે દર વખતે સિનિયર ભાઈઓ-બહેનો તેમના ભવ્ય ભૂતકાળની જૂની યાદો અને યુવાની વખતે તેઓના સાહિત્ય-કલા-સંગીતના પ્રેમ-લગાવને યાદ કરી પોતાની ઊર્મિઓની આનંદભેર અભિવ્યક્તિ કરવા કાર્યક્રમ શરૃ થાય તે પહેલાં સમયસર આવી જાય છે. ૭૦ વર્ષ પછીની ઉંમરવાળા ભાઈઓ-બહેનોના ચહેરા ઉપરનું સ્મીત અને ઉમળકાને જોતાં આનંદ અને ગર્વથી સૌ ભાષા-પ્રેમીઓનું મસ્તક ઝુકી જતું હતું. ‘બેઠક’ના ઉપક્રમે તેઓના ચોથા કાર્યક્રમમાં ”મને ગમે છે” વિષય ઉપર પોતાના જીવનકાળ દરમ્યાન કોઈકે વાંચેલી-સાંભળેલી ગુજરાતી કવિતાઓ અથવા લેખો જે તેઓના હૃદયને સ્પર્શી ગયા હોય અને યાદોમાં હજુય જીવંત હોય તેવી કૃતિઓના સર્જક કવિ કે લેખક તેઓને કેમ ગમી ગયા તે વિષય ઉપર પોતાના ખાસ વિચારો સૌની સમક્ષ રાખવા સૌ તૈયારી સાથે આવ્યા હતા. શુક્રવાર તા. ૨૮ માર્ચ, ૨૦૧૪ના રોજ મિલપિટાસ નગર ખાતેના ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના ઓડિટોરિયમમાં ગુજરાતી ભાષા-સાહિત્યના રસિકો ઉમંગભેર આવી પહોંચ્યા હતા. કાર્યક્રમની શરૃઆતમાં કલ્પનાબેન રઘુભાઈએ સરસ્વતી વંદના કર્યા બાદ તેઓના માતુશ્રીના દુઃખદ અવસાન તાજેતરમાં થતાં તેઓના આત્માની શાંતિ માટે સૌએ પ્રાર્થના કરી હતી. મૂળ સુરેન્દ્રનગરના પણ અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકામાં સ્થાયી થયેલ જાણીતા કવિ અને ગઝલના પ્રેમીઓમાં જાણીતા ડૉ. મહેશભાઈ રાવલનું સૌએ સ્વાગત કરી તેઓની ચારેક ગઝલનો સૌએ રસાસ્વાદ કર્યો હતો. ત્રણેક દાયકાથી ગઝલોની દુનિયામાં અનન્ય પ્રદાન કરનાર ડૉ. મહેશભાઈએ તેમની આગવી છટામાં ગઝલ ગાઈને સંભળાવી હતી. હયુસ્ટન (ટેકસાસ)ના જાણીતા કવિયત્રી દેવિકાબેન ધુ્રવની કવિતા કલ્પનાબેને વાંચી સંભળાવી હતી. કલ્પનાબેને કવિ બોટાદકરે માતાના પ્રેમ ઉપર રચેલી કાવ્ય રચના ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’ યાદ કરીને કવિ બોટાદકરની સિદ્ધ કવિતાઓની ચર્ચા કરી હતી. વસુબેન શેઠે કવિ ઈન્દુલાલ ફૂલચંદ ગાંધીની જાણીતી કૃતિ આંધળી માનો કાગળ વાંચી સંભળાવ્યો હતો. ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિયત્રી ગંગાસતીએ પાનબાઈના પાત્રને લઈને ૪૧ ભજનોમાં જે ઉપદેશ આપ્યો છે તે આજે પણ સૌ ભાષાપ્રેમીઓ યાદ કરે છે. કુંતાબેન દિલીપભાઈએ કલાપીની ખૂબ જાણીતી રચના જ્યાં જ્યાં નજર મારી ઠરે રજૂ કરી કલાપી કઈ રીતે તેઓના હૃદયને સ્પર્શી ગયા તે જણાવ્યું હતું. બે એરિયાના જાણીતા સાહિત્યપ્રેમી પી.કે. દાવડાએ ૪૦૦ વર્ષો અગાઉ અખાએ સમાજ સમક્ષ છપ્પાના રૃપમાં ૬ લાઈનોમાં પોતાના મક્કમ વિચારો કડવું સત્ય સમજાવતાં રજૂ કર્યા હતા તેને યાદ કરી સૌને આનંદિત કર્યા હતા. બે એરિયામાં સંગીત પ્રેમીઓ માનીતા એવા નિવડેલા ગાયીકા દર્શનાબેન ભૂતાએ જગજગની માને જાણીતી કાવ્ય રચનાઓ ”માડી તારૃં કકું ખર્યું ને સુરજ ઉગ્યો” તથા ”રૃપને મઢી છે સારી રાત સજન” તેમના મધુર અવાજમાં રજૂ કર્યા હતા. ભીખુભાઈ પટેલે ક.મા. મુન્શીને યાદ કરી ”ગુજરાતનો નાથ” જેની ૧૯૧૯ના વર્ષમાં પ્રથમ આવૃત્તિ છપાઈ હતી તે હજુ પણ જીવંત છે અને સૌમાં લોકપ્રિય છે તેની વાત કરી હતી. પત્રકાર રાજેશભાઈ શાહે તેઓના પ્રિય લેખક-કવિ-કથાકાર અને ભગવદ્ ગીતાને સ્પર્શતા વિષયો ઉપર આશરે ૨૦,૦૦૦થી પણ વધુ પ્રવચન આપનાર સ્વ. પૂ. હરિભાઈ કોઠારીના જાણીતા પ્રવચનોના વિચારો રજૂ કર્યા હતા. નિહારિકાબેન વ્યાસે ૧૫૯૧થી ૧૬૫૬ના જીવનકાળ દરમ્યાન અખાએ ૭૪૬ છપ્પાઓમાં સમાજમાં એ સમયે પ્રવર્તતા અસત્ય, ઢોંગ, આડંબર અને અંધવિશ્વાસને સમાજ સમક્ષ ખુલ્લા પાડી ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું હતું અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કર્યું હતું તે તેઓની આગવી રીતે રજૂ કર્યું હતું. બે એરિયાના જાણીતા ગાયીકા કલાકાર માધવીબેન મહેતાના માતુશ્રી મેઘલતાબેન જાણીતા સાહિત્યકાર, કવયત્રિ છે. તેઓએ નરસિંહ મહેતાના જીવન અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે તેઓના પ્રદાન ઉપર તેઓના વિચારો મોકલાવ્યા હતા તે રજૂ કરવામાં આવ્યા. ૮૨ વર્ષના પદમાબેને ખૂબ ઉત્સાહ-ઉમંગથી ૮૨ વર્ષે પણ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો કોમ્પ્યુટરમાં રજૂ કરી તૈયારી કરીને આવેલા પદમાબેને કૃષ્ણભક્તિથી રંગાયેલા મીરાબાઈએ રચેલી અનન્ય રચના ‘જૂનું રે થયું રે દેવળ’ રજૂ કરી મીરાબાઈ તેઓને કેમ ગમે છે તે રજૂઆત કરી હતી. સિનિયરમાં પ્રિય એવા રમેશભાઈ પટેલે અને ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રેમી શ્રી પિનાકભાઈ દલાલે પણ સુપ્રસિદ્ધ કવિઓની રચનાઓ રજૂ કરી હતી.
Bethak-4-April-
(ડાબેથી- પદ્માકાન્ત શાહ ,કુન્તાબેન શાહ,નિહારિકા વ્યાસ,દર્શના નાટકરણી,વસુ શેઠ,હેમંત અને જયા ઉપાધ્યાય,કલ્પના રઘુ શાહ , દેવિકાબેન ધ્રુવ ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ ,મહેશ રાવલ)
“બે એરિયાની ગુજરાતી “બેઠક”માં સાહિત્યની પાઠશાળા નો કુંભ મુકાયો.”
તારીખ ૯મી એપ્રિલને બુધવારના રોજ ‘બે એરિયા’ના ઇન્ડિયન કોમ્યુનીટી સેન્ટરમાં એક વધારાની ખાસ બેઠક યોજવામાં આવી હતી. પરદેશમાં ગુજરાતી ભાષાથી વિમુખ થતી ગુજરાતી પ્રજાને હ્યુસ્ટનથી આવેલ દેવિકાબેન ધ્રુવે અને બે એરિયાના મહેશભાઈ રાવલે ગુજરાતી ગીત, ગઝલ વિશે સરળ માહિતી આપી. સર્જકોને પ્રવૃત્ત કરવા માટે અચાનક બોલાવેલી આ બેઠકમાં ૩૫-૪૦થી વધારે લોકોએ હાજરી આપી,મહેમાનને વધાવી પોતાનો ઉત્સાહ બતાવ્યો.બેઠકની શરૂઆત હ્યુસ્ટનથી શ્રી વિજયભાઈ શાહના શુભેચ્છા સંદેશથી થઈ. તેમના પ્રોત્સાહજનક શબ્દો પછી પ્રજ્ઞાબેન દાદભાવાળાએ બધાનું સ્વાગત કર્યુ. ત્યારબાદ તેમણે બે એરિયાના જાણીતા સાહિત્ય અને કલાપ્રેમી મીરાંબેન મહેતાની વિદાયની વાત કરી. તેમને શ્રધાંજલિ આપતા કહ્યું કે મીરાબેનની વિદાયથી સમાજને મોટી ખોટ પડી છે. સૌએ એક મિનિટનું મૌન પાળ્યું. તે પછી નિહારીકાબેન વ્યાસે સરસ્વતી વંદના રજુ કરી.
પ્રજ્ઞાબેને દેવિકાબેનને આવકારતા કહ્યું …
“નથી ઔપચારિકતા આ બેઠકમાં અમારી, બે ખુલ્લા હાથે મહેમાનને આવકાર ને સ્વીકાર છે,
અહીં વાંચન,સર્જન દ્વારા ભાષાનો આવિષ્કાર છે,એમાં આપનું આગમન બસ કલગી સમાન છે.
(photo-કલ્પના રઘુ શાહ ,દેવિકાબેન ધ્રુવ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ,મહેશભાઈ રાવલ )
ત્યાર બાદ કલ્પનાબેને ખુબ સુંદર રીતે પરિચય આપ્યો અને કહ્યું કે, નામ એવા ગુણોથી ઉજળા દેવિકાબેન ધ્રુ્વે ગઝલમાં તેમનો કસબ દેખાડ્યો છે. કલ્પનાબેને દેવિકાબેનને માઈક સોંપી તેમને રજૂઆત કરવા કહ્યું.
(photo :કલ્પના રઘુ શાહ,દેવિકાબેન ધ્રુવ,પ્રજ્ઞા દાદભાવાળા,)
દેવિકાબેને બેઠકનો દોર સંભાળી લીધો. એક પછી એક ગઝલોની રજૂઆત અને તેનો આસ્વાદ માણતા સર્જકો અને પ્રેક્ષકો ક્યારે પાઠશાળામાં દાખલ થયા, ખબર પણ ન પડી…ઔપચારિક, વ્યાકરણ, છંદ અને એની પરિભાષાની માયાજાળથી દૂર રહેતા સૌને સાદી સરળ ભાષામાં પ્રારંભિક સમજ દેવિકાબેને આપી. ફૂલોનો ગુચ્છો પડ્યો હોય તો કોને જોવો ન ગમે ? પરંતુ તેને ગુલાબ મોગરાની હારમાં ગણતરીપૂર્વક ચોક્સાઈથી ગોઠવી મુકો તો વધુ સુંદર લાગે ને ! બસ ગઝલનું પણ આમ જ છે સંવેદનામાં સજ્જતા ભળે તો સર્જન સરસ થાય. ગઝલ લખવી હોય તો છંદ,રદીફ અને કાફિયા તો શીખવા જ પડે અને તે પછી તમારી પોતાની અભિવ્યક્તિની રીત, યોગ્ય શબ્દોની ગૂંથણી, લયનું માધુર્ય વગેરે તેમાં ઉમેરાય તો ગઝલ બને. સારી ગઝલોના વાંચનની સાથે સાથે અભ્યાસ,આયાસ અને રિયાઝ ખુબ જરૂરી છે. તેમણે એક વાત સર્જકોને ગળે ઉતારી હતી કે ગણિતનો વિષય અઘરો લાગે તો પાઠશાળા છોડવાની ન હોય.પ્રયત્નથી બધું જ શક્ય છે. તેમની ગઝલો સાંભળતા અને માણતા સર્જકોએ સાહિત્યની પાઠશાળાની નીંવ નાંખી.
(photo:મહેશભાઈ રાવલ)
મહેશભાઈએ પણ પોતાની રજૂઆત સાથે પ્રોત્સાહન અને મક્કમતા દર્શાવ્યા. હેમંતભાઈની રજૂઆત અને પ્રયત્ન સુંદર રહ્યો તો કલ્પનાબેનની રજુઆતમાં સંવેદના સ્પર્શી, મહેશભાઈએ હેમંતભાઈને પ્રોત્સાહન આપતા કહ્યું કે કલમને કેળવશો તો ખુબ સુંદર લખશો. દેવિકાબેને કહ્યું કે બધા જ સરસ લખો છો. બસ, પ્રયત્ન છોડશો નહિ. અંતમાં બધાનો આભાર માનતા પ્રજ્ઞાબેન દાદભાવાળાએ કહ્યં કે આજની બેઠક ખુબજ જ્ઞાનપૂર્ણ રહી. ભાષાને જાળવવાનો આપણો આ નમ્ર પ્રયત્ન છે …..મૂળ વિના કશું વિકસતું નથી…..તો સોંપી દો ભાષાની સંદુક પેઢીને ! ….અનુભવને વહાવી દો……મહોરી ઉઠશે ભાષા નવા પુષ્પો થકી,….બસ એમની અભિવ્યક્તિને વધાવી લો..
(photo:(સતીશભાઈ રાવલ,રમેશભાઈ પટેલ પ્રક્ષકો સાથે )
સમય આગળ વધી રહ્યો હતો ત્યારે બેઠકને સંકેલવા સિવાય છૂટકો જ નહતો. અંતે બધાનો આભાર માનવામાં આવ્યો. ખાસ તો સતીષભાઈનો આભાર કે સાન્ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનથી દેવિકાબેનને રાઈડ આપીને પોતાનો આટલો સમય ફાળવ્યા બદલ અને રઘુભાઈનો ફોટોગ્રાફી માટે આભાર માન્યો. છેલ્લે બિરિયાની સાથે રાયતું અને કુન્તાબેનની ચીપ્સ સાથે દર્શનાબેનની દ્રાક્ષ ખાતા સહુ પરાણે છુટા પડ્યાં…જતા જતા બધાના મનમાં એક જ વાત રમતી હતી કે ભાષાનો પ્રેમ જ આપણને આ બેઠકમાં ખેંચી લાવે છે…. બાકી ચાલુ દિવસે આ રીતે ત્વરિત ગોઠવેલી બેઠકમાં લોકો કેમ ખેંચાઈ આવે ! એક મક્કમ નિર્ધાર કર્યો કે આપણે પ્રયત્ન ચાલુ રાખીને કવિતા અને ગઝલ જરૂર લખીશું..
”કદમ અસ્થિર હો તેને કદી રસ્તો જડતો નથી. મક્કમ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.”અસ્તુ.
link: મહેશભાઈ રાવલ (http://drmahesh.rawal.us) link:( http://devikadhruva.wordpress.com/
પ્રજ્ઞાજી :પ્રજ્ઞા દાદભવાળા
ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે “બેઠક “લોકોની હાજરીથી પુર વરતાયું
બે એરિયામાં મળી ગુજરાતી બેઠક,વરસાદ અને વાવાજોડાની આગાહી હોવા છતાં છત્રી કોટ સાથે લોકો ઉમટ્યા ,RSVP કરતા વધુ માણસોની ની હાજરી ,અને ખીચો ખીચ ઓરડામાં “તો સારું “પુસ્તકનું થયું વિમોચન માનનીય કનુભાઈ શાહ ને હસ્તક ….
બે એરિયામાં ગુજરાતીઓ ને હજી માતૃભાષાની પ્રવૃત્તિ ગમે છે,મહિનાના ચોથા શુક્રવારે મળતી બેઠક માં છેલ્લી બેઠકના ફળ સ્વરૂપે “તો સારું” પુસ્તક એમેઝોન પર પબ્લિશ કર્યું જેનું વિમોચન એક વખતના સક્રિય સમાચાર પ્રતિનિધિ જેમણે અનેક છાપાઓ જેવા કે સંદેશ ,મુંબઈ સમાચાર ,જન સત્તા ,જન્મભૂમીવગેરે માં પોતાની સેવા આપી છે એવા કનુભાઈ શાહ એ કર્યું ,વરસાદને લીધે લોકો આવશે કે નહિ તે પણ એક શંકા હતી ,પરંતુ અહી બેઠકમાં લોકોની હાજરીને લીધે ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે લોકોની હાજરીમાં પુર વરતાયું
પ્રોગ્રામની શરૂઆત પ્રજ્ઞાબેન દાદભાવાળા બધાને આવકારી કરી ,અને દરેક લખનાર લેખકોને અભિનંદન આપી ,કનુભાઈ શાહનો પરિચય આપી પુસ્તકનું વિમોચન કરવાનું આમંત્રણ આપ્યું.
માનનીય કનુભાઈએ પુસ્તક વિષે વાત કરતા ,બેઠકની પ્રવૃતિને આવકારી અને પ્રોત્સાહન પણ આપ્યું ,અને ઉમેરી કહ્યું કે બેઠક દ્વારા માતૃભાષાનું જતન કરી ,અને મતૃભાષા દ્વારા સર્જનશક્તિ ,કલ્પનાશક્તિ ખીલવવાનો અને ભાષા દ્વારા સંસ્કૃતિ સાચવવાનો આપનો આ પ્રયાસ ખરેખર આવકાર્ય છે. કનુભાઈ શાહ એ જાતે આ પુસ્તકમાં જોડણી સુધારવા માટે મદદ કરી અને કહ્યું કે આમાં જો ભૂલ હોય તો તેની જિમ્મેદારી હું લઉં છું ત્યારબાદ સમાજના મોભી સમાન દાદા હરિકૃષ્ણ મજમુંદારએ કહું કે સમાજમાં થતા આવા દરેક કાર્યમાં અમારો સાથ છે અને આશીર્વાદ પણ છે,અમેરિકામાં ન્યુજર્સી ,હુસ્ટન ,વગેરે આવી ભાષાને લગતી અનેક પ્રવૃત્તિ થાય છે તો બે એરિયા માં પણ થવી જોઈએ ,પુસ્તિકા પ્રગટ કરીને નવી પ્રતિભાને કલમ ઉપાડવાની તાકાત આપી છે ,તેજ પ્રમાણે લેખિકા પ્રેમલેતાબેન (બા )એ પણ પુસ્તકને નવાજ્યું ,ઘણા વર્ષો પહેલા અમે આવી સાહિત્યને લગતી પ્રવૃત્તિ કરતા અને ફરી આ શરુ થતા આનંદ વર્તાય છે અને બધાને અભિનંદન આપ્યા ,
તરુલતા બેને અભિનંદન આપતા કહ્યું કે માતૃભાષામાં માં અભિવ્યક્તિ કરવાનો એક અનોખો આનંદ હોય છે ગુજરાતી ભાષાને ચેતના અને બળ આપવાનો આ પ્રયાસ અભિનંદનિય છે બેઠકે લેખક લેખિકાને આંગણું આપ્યું છે નવી તાજી કલમોને સ્થાન આપી પુસ્તક સ્વરૂપે મુકવા બદલ અને પ્રજ્ઞાબેનની મહેનત માટે ખાસ અભિનંદન ,નવી પેઢી સુધી તમારા કાર્યના આવા પડઘા પડે તેવી મારી શુભેચ્છા.
ત્યાર બાદ આજની બેઠક નો વિષય “પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ…”ની શરૂઆત હુસ્ટન થી વિજયભાઈ શાહ થી કરી ટેલીફોન દ્વારા એમને બધાને અભિનંદન આપ્યા .આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાંમાં સૌથી મોટું યોગદાન વિજયભાઈ શાહનું હતું ,તેઓ ત્યાં બેસીને મેન્ટોરનું કાર્ય કર્યું ,શબ્દોના સર્જન થી શરૂઆત કરી…. પુસ્તકની પ્રસદ્ધિ સુધી જોડેને જોડે રહ્યા અને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા ,એમણે ફોન પર કરસનદાસ લુહાર ” સુંદરમ”નું કાવ્ય “તું હ્રદયે વસનારી“થી રજુઆત કરી અને શુભેચ્છા આપી રજા લીધી ,બેઠકનો દોર શરુ થયો પ્રથમ પદ્માબેન શાહ જેમણે કનુભાઈ સાથે પુસ્તકમાં મદદ કરી તેઓ ઉમરનો બાધ ભૂલી કાર્યને પ્રેર્યું ,એમણે પ્રેમ વિષની ખુબ સરસ રજૂઆત કરી ,ત્યાર બાદ પત્રકાર રાજેશભાઈ શાહ એ એમના પ્રિય લેખક તુષારભાઈ શુક્લને યાદ કરી પ્રેમ પર ખુબ સરસ વાત કરી,લોકોને હસાવી પ્રેમની વાસ્તવિકતા રજુ કરી,તો કલ્પના બેને રાધા કૃષ્ણ નાપ્રેમને શબ્દસ્વરૂપ આપી વેહેતા પ્રેમની ધારા વહેરાવી લોકોને તરબોળ કર્યા પછી એક એકપછી એક રજૂઆત આવતી ગઈ ,જયવંતી બેન પટેલ ,ભીખુભાઈ પટેલ કુંતા શાહ ,હશુબેન શેઠ પદ્માકાન્ત શાહ,બેઠકના નવા લેખિકા નિહારિકાબેન વ્યાસ, પી કે દાવડા સાહેબ એ વાતાવરણ ને ખુબ હળવું બનાવ્યું અને તેમની જુદી જ શૈલી થી પ્રેમને રજુ કર્યો ,તો જયાબેન ઉપાધ્યાય અને હેમંતભાઈ ઉપાધ્યાય એ દર વખતની જેમ ખુબ સરસ રજૂઆત કરી ,પલક વ્યાસે સરસ્વતીની સ્તુતિ સાથે પ્રેમ પર ગીત ગાઈ વાજિંત્ર વગર વાતાવરણને સંગીતમય બનાવ્યું ,તો રેડિયો જિંદગી ના જાગૃતિ બેન શાહે બધાની રજૂઆત રેડિયો પર હું રજુ કરીશ તેવું વચન આપ્યું અને પ્રેમ ની બેચાર પંક્તિ સંભાળવી. રહી રહી ને નૈમેષ અનારકટે ટેકનોલોજી નો ઉપયોગ કરી SMS દ્વારા આવેલા પ્રેમના સંદેશા વાંચી લોકોને હસાવ્યા ,વાસંતીબેન ની હાજર ન હોવાછતાં પ્રવિણાબેને તેમનું લખાણ વાંચી હાજરી પુરાવી.વચ્ચે પ્રજ્ઞાબેને તેમના પતિ શરદભાઈ દાદભાવાળા ને સંબોધી તેમના પ્રેમ ને કવિતામાં અંકારી તો શરદભાઈ એ મારા ભોળા દિલનો ગાઈ સંગીતમાં પ્રેમ વ્યક્ત કર્યો ,કલ્પનારઘુના પતિ રઘુભાઈ શાહએ વ્યવસાય એ ડોક્ટર હોવાથી મેડીકલ ભાષામાં પ્રેમને રજુ કર્યો પીનાકીન ભાઈએ ટેકનોલોજી નો સાથ લઇ કોમ્પુટરની ભાષામાં કોઈ કવિની લેખેલી કવિતા રજુ કરી
કનુકાકા એ જોડણી પર ભાર દેવાની ખાસ સલાહ આપી ,તો પદ્માંબેને પ્રજ્ઞાબેનને અને એના કાર્ય ને નવાજી શાલ આપી અભિનંદન આપતા કહું કે હું અને અમે બધા તમારે માટે ગૌરવ લઈએ છે ભગવાન આવા કર્યો કરવા માટે તમને બળ આપે…,અંતમાં રાજેશભાઈ શાહ ના પત્ની જયશ્રીબેન ના હાથના મગની દાળના ભજીયા ,સાથે જયવંતીબેન બેન અને ઉર્મિલાબેન પટેલના હાથના ખમણ ઢોકળા ચટણી ,મરચા સાથે આદુના બિસ્કીટ ,અને ચા બધાએ માણી ,પુસ્તક પરબના પુસ્તકો વાંચવા લઇ ગયા ,રઘુભાઈ એ બધાને ફોટો અને વિડીયો માં ઝડપી લીધા ,તો દરવખતની જેમ દિલીપભાઈ શાહે માઈક સંભાળી અવાજ બેઠક માં પ્રસરાવ્યો ,સમય જાણે બેઠકમાં થંભી ગયો। .. 5.30 શરુ થયેલ પ્રેગ્રામ 10.30 વાગે પૂરો થયો સમયનું કોઈને ભાન ન રહ્યું છતાં સભા એક બંધ રહી ,જલ્દી જવાની રાજા માંગનાર વ્યક્તિ સંપૂર્ણ પ્રોગ્રામ સુધી બેસી રહી દરેકના ચહેરા પર ખુશી વર્તાણી પંચાણું વર્ષના દાદા અને બા અંત સુધી બેઠક ને માણી ત્યારે વાતાવરણ માં હતો માત્ર પ્રેમ એટલે પ્રેમ અને માત્ર પ્રેમ પ્રેમ પ્રેમ। ……
અહેવાલ :પ્રજ્ઞા દાદભાવાળા


US: બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ

એકત્રીસમી જાન્યુઆરી 2014ના ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે ‘બેઠક’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો વિષય હતો “તો સારું”,આવા નૂતન વિષયને પહેલીવાર સ્થાન આપવામાં આવ્યું હતું .પ્રજ્ઞા દાદભવાળા એ બેઠકનું આયોજન કરી, રાજેશભાઈ શાહ તથા કલ્પનાબેન રઘુ શાહના સહકાર સાથે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું,આમંત્રિત સઘળાં મિત્રોનું સ્વાગત રામજીભાઈ દ્વારા સ્પોન્સર્ડ મસાલેદાર ચાય, કોફી, જ્યોત્સનાબેનના બિસ્કિટ અને પ્રજ્ઞાબેનના ખીચા સાથે થયું. ચ્હા અને નાસ્તાની લહેજત માણી સભાનો દોર સંચાલકના હાથમાં સોંપ્યો. 35 કરતાં વધુ સભ્યોની હાજરી આકર્ષક રહી.
કલ્પનાબેન ની ગણેશસ્તુતિ પછી પ્રજ્ઞાબેને સહુનું માનભેર સ્વાગત કરી, બેઠક નીશરૂઆત કરી. ભીખુભાઈએ રજૂઆતની શરૂઆત કરીને લોકોને પ્રેરણા આપી.એક પછી એક મિત્રો આવીને પોતાની કૃતિનો રસથાળ પિરસી રહ્યા હતા. તેને સાંભળવાનો તથા નિહાળવાનો લહાવો સહુએ ખુલ્લા દિલે માણ્યો .
બેઠક અંગેનો અહેવાલ વિગતવાર વાંચવા માટે સ્લાઇડ બદલતા રહો..http://www.divyabhaskar.co.in/article/NRG-USA-bay-area-gujarati-group-meet-4514305-PHO.html?seq=1
(અહેવાલ સૌજન્યઃપ્રજ્ઞા દાદભવાળા, તસવીરો સૌજન્યઃ ડો. રઘુ શાહ)









How can I join this bethak in bay area?
LikeLike
add you email address
LikeLike